પુરાણ મુજબ જો ધનવાન બનવું હોય તો આવા કપડાં પહેરો,થઈ જશો માલામાલ.

દરેક માણસ ની એવી ઇચ્છા હોય કે તે દરેક પ્રકાર ની સુખ-સુવિધાઓ અને સંપત્તિ થી સંપન્ન હોય. કોઈ વસ્તુ ની તેની પાસે ક્યારેય કમી ન હોય. તેની આર્થિક સ્થિતિ સદ્ધર થાય તેમજ ભૌતિક સુખ થી પરિપૂર્ણ જીવન મળે અને તે માટે દરેક માણસ દિવસ-રાત એક કરી મહેનત કરતો હોય છે. આટલી મેહનત કર્યા બાદ પણ ઘણા લોકો ના ખિસ્સા ખાલી જ રહી જતા હોય છે. આવક ભલે ને ગમે તેટલી સારી હોય પરંતુ એકાએક એવા ખર્ચા આવી જાય છે કે જેના લીધે કરકસર થી બચાવેલા નાણા પણ પાણી ની જેમ વહી જતા હોય છે.

Advertisement

ગરુડ પુરાણ વિશે બધા લોકો જાણતા જ હશે. એવું નથી કે ગરુડ પુરાણમાં ફક્ત ભય અથવા નરકની જ વાતો હોય છે. જો કોઈને ત્યાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે.તે સમયે ગરુડ પુરાણ વાંચવામાં આવે છે, પરંતુ જો તમે ગરુડ પુરાણ માત્ર એક જ વાર વાંચશો તો તમને મોટો ફાયદો થશે અને તમને જીવન અને મૃત્યુ સંબંધિત અમૂલ્ય માહિતી મળશે.

ગરુડ પુરાણમાં સ્વર્ગ, નરક, પાપ, પુણ્ય સિવાય ઘણું બધું છે. તેમાં જ્ઞાન, નીતિ, નિયમો અને ધર્મની વાતો પણ છે. ગરુડ પુરાણમાં એક તરફ મૃત્યુનું રહસ્ય છે, તો બીજી તરફ જીવનનું રહસ્ય છુપાયેલું છે.ગરુડ પુરાણની હજારો વાતોમાંની એક વાત એ પણ છે કે જો તમારે ધનિક, ધનવાન કે ભાગ્યશાળી બનવું હોય તો તમારે સ્વચ્છ, સુંદર અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ.

ગરુડ પુરાણ મુજબ ગંદા કપડા પહેરનારા લોકોનું સૌભાગ્ય નષ્ટ થઈ જાય છે.જે ઘરમાં લોકો ગંદા કપડા પહેરતા હોય છે, તેના ઘરે લક્ષ્મી ક્યારેય નથી આવતી.જેના કારણે, તે ઘરનું સારૂ નસીબ પણ ચાલ્યું જાય છે અને ગરીબીનો નિવાસ થાય છે.ઘણીવાર જોવામાં આવે છે કે જેમની જોડે ઘણી સંપત્તિ અને બધી સુખ-સુવિધાઓ હોય છે, પરંતું તેમ છતાં તે લોકો ગંદા કપડા પહેરે છે.તેમની સંપત્તિ ધીમે ધીમે નાશ પામે છે. તેથી,આપણે સ્વચ્છ અને સુગંધિત વસ્ત્રો પહેરવા જોઈએ જેથી માતા મહાલક્ષ્મી આપણી ઉપર પ્રસન્ન થાય અને તેમની કૃપા આપણા પર બની રહે.

તમારા ઘરને હંમેશા સાફ રાખવું. ગરુડ પુરાણ મુજબ, જે ઘર હંમેશા સાફ રહે છે, ત્યાં લક્ષ્મી માં નો વાસ થઇ જાય છે અને તે ઘરમાં હંમેશા ધન બની રહે છે. જયારે જે લોકો એમના ઘરને ગંદુ રાખે છે, તે લોકો ના ઘરમાં ધન ની અછત હંમેશા બની રહે છે અને લાખ કોશિશ પછી પણ ધન મેળવી શકતા નહિ. ઘરમાં સાફ સફાઈ ન હોવાથી સૌભાગ્ય ચાલ્યું જાય છે અને ગરીબી નો નિવાસ થઇ જાય છે.

ઘરનું વાતાવરણ હંમેશા સારું બનાવી રાખવું. જે ઘરમાં મોટાભાગે લડાઈ થતી રહે છે ત્યાં લક્ષ્મી માં વાસ કરતી નથી. એટલા માટે તે ખુબ જ જરૂરી છે કે તમારા ઘર નું વાતાવરણ સારું રહે છે ઘરના લોકો ની વચ્ચે લડાઈ ન થાય.જ્યાં મોટા લોકો અને મહિલા નું સમ્માન કરવામાં આવતું નથી, તે ઘર માં ક્યારેય પણ સુખ રહેતું નથી. એટલા માટે હંમેશા તમારા થી મોટા અને મહિલાઓ નું સમ્માન જરૂર કરવું. ક્યારેય પણ એની સાથે લડાઈ ન કરવું. મહિલા અને મોટા લોકો નું સમ્માન કરતા લોકો નું ભાગ્ય એનું સાથ આપે છે અને એવા લોકો ના જીવન માં ધન બની રહે છે.

ઘણા લોકો ના પોતાના ઉપર ઘણો ઘમંડ હોય છે અને આ ઘમંડ ના કારણે તે બીજા ને પોતાના થી નીચા સમજે છે. એવા લોકો દરેક જગ્યા એ પોતાની પ્રશંસા કરવામાં લાગેલ રહે છે અને બીજા લોકો ને નીચા દેખાડે છે. ગરુડ પુરાણ ના આચારકાંડ ના મુજબ જે લોકો ના અંદર પણ ઘમંડ હોય છે અને જે લોકો બીજા નું અપમાન કરે છે તે લોકો ને પાપ ચઢતું હતું અને એક ને એક દિવસ તેમને આ પાપ ની સજા જરૂર મળે છે. એટલું જ નહિ ઘણી વખત પોતાની નજર પોતાને જ લાગી જાય છે અને જે વસ્તુ પર ઘમંડ હોય છે તે વસ્તુ અપમાન નું કારણ બની જાય છે.

જે લોકો પોતાના આસપાસ ના લોકો ની સફળતા થી ઈર્ષ્યા કરે છે તે લોકો ની આ ટેવ તેમને બરબાદ કરી દે છે. ગરુડ પુરાણ ના મુજબ જયારે આપણે કોઈ બીજા વ્યક્તિ ની સફળતા થી ઈર્ષ્યા કરીએ છીએ તો આપણે માનસિક તણાવ થવા લાગી જાય છે. માનસિક તણાવ હોવાના કારણે જીવન માં શાંતિ નથી રહેતી અને પૂરું જીવન અસંતોષ માં જ પસાર થાય છે. તેથી માણસ ને ક્યારેય પણ અન્ય વ્યક્તિઓ ની સફળતા થી ના ઈર્ષ્યા કરવી જોઈએ અને ના જ પોતાનના જીવન ની સરખામણી કોઈ બીજા થી કરવી જોઈએ. આ ટેવ ને ત્યાગ કરવાથી તમારા જીવન ખુશીઓ થી ભરાઈ જશે અને તમે સંતોષ ની જિંદગી જીવી શકશો.

જીવન માં ક્યારેય પણ તમે બીજા લોકો ના ધન પર ખરાબ નજર ના નાંખો. બીજા લોકો ના ધન પર ખરાબ નજર નાંખવી અને બીજા ના ધન ને હડપવા ની કોશિશ કરવાનું બેઈમાની હોય છે. ગરુડ પુરાણ માં લખ્યું છે કે જે લોકો બીજા ના ઘર પર ખરાબ નજર રાખે છે તે લોકો ને પાપ ચઢે છે અને તેમનું જીવન દુખો થી ભરાઈ જાય છે. દરેક વ્યક્તિ ને હંમેશા મહેનત કરીને જ ધન કમાવવું જોઈએ અને ક્યારેય પણ બીજા ના ધન ને હડપવાની ઈચ્છા મન માં ના રાખવી જોઈએ.

કોઈ ની પણ બુરાઈ ના કરો અને ના જ લોકો ના વિષે ખોટી અફવાહ ફેલાવો. ગરુડ પુરાણ ના મુજબ જે લોકો બુરાઈ કરે છે અને લોકો ના વિષે ખોટી અફવાહ ફેલાવે છે, તે લોકો પાપ ના ભાગીદાર બને છે. તેથી જો તમને બુરાઈ કરવાની ટેવ છે તો તમે આ ટેવ ને તરત છોડી દો

Advertisement