રાશિ મુજબ શિવજીને ચડાવો આ રીતનું ફૂલ,મહાદેવ થઈ જશે પ્રસન્ન.

ધન-દોલત અને સુખ સમૃદ્ધિ મેળવવા માટે ની તમન્ના દરેક લોકો રાખતા હોય છે અને અમીર બનવા માટે લોકો ખુબ જ મહેનત પણ કરે છે. મહેનત કરવાની સાથે જો કોઈ ઉપાય કરવામાં આવે તો તમે જલદી અમીર બની શકો છો. જે લોકો અમીર બનવાના સપના જોઈ રહ્યા છે. જો તે પૂર્ણિમા ના દિવસે નીચે બતાવવામાં આવેલા ઉપાયો કરે તો જલદી જ એના પર લક્ષ્મીજી માં ની કૃપા બની જાય છે.

Advertisement

આમ તો દરેક દેવી દેવતાણે અલગ અલગ ફૂલો પ્રિય હોય છે. અમે તેમને ફૂલ અર્પણ કરવાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજે અમે જણાવીશું રાશી અનુસાર મહાદેવને ક્યાં ફૂલ ચડાવી શકાય. શ્રાવણ માસ એ આખો ભક્તિભાવથી ભરેલો માસ છે. આ મહિનામાં ભગવાન ભોળેનાથની પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. વૃક્ષશાસ્ત્ર મુજબ શ્રાવણ માસમાં કઇ રાશિના જાતકોએ કયું ફૂલ ભગવાનને ચડાવવું જોઇએ તે વિશે આપણે વાત કરીએ

મેષ રાશિ : મેષ રાશિના કુંવારાં યુવાનો કે યુવતીઓ પોતાના સગપણ માટે મોગરાનું ફૂલ શ્રાવણ માસમાં દેવી પાર્વતીને ચડાવશે તો તેમની મનોકામના પૂર્ણ થશે.ધન મેળવવા માટે આ રાશિના લોકો રોજ તુલસી માં ની પૂજા કરે છે અને તુલસી ના છોડ ની સામે ઘી નો દીવો કરે છે. તુલસીની પૂજા કરવાથી જીવનમાં ક્યારેય પણ પૈસા ની અછત નહિ આવે. એ સિવાય આ રાશિના લોકો તુલસી ના પાન રોજ વિષ્ણુ ભગવાન ને પણ અર્પિત કરવા.

વૃષભ રાશિ : પીળું ગલગોટાનું ફૂલ ગણેશજીને ચડાવવાથી વૃષભ રાશિના જાતકોના જીવનની પ્રગતિમાં ક્યારેય અડચણ ઊભી નહીં થાય.આ રાશિના લોકોએ પૂર્ણિમા ના દિવસે પીપળા ના ઝાડ ની પૂજા કરવી અને આ ઝાડ ના એક પાન ને તિજોરી માં રાખવા. આ ઉપાય કરવાથી ધન લાભ થશે. એ સિવાય પૂર્ણિમા ના દિવસે જો આ રાશીના લોકો સાથે સબંધ રાખતા લોકો પહેલા એમના શરીર પર સરસવ નું તેલ લગાવે તો ઘણી બીમારીમાંથી છુટકારો મળે છે.

મિથુન રાશિ : મિથુનના જાતકોને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય તો શ્રાવણ માસ દરમિયાન તેમણે દેવી લક્ષ્મીજીને લાલ જાસૂદનું ફૂલ ચડાવવું. લાલ જાસૂદનું ફૂલ ચડાવવાથી તેમની આર્થિક તંગી દૂર થશે.મિથુન રાશિના લોકોએ પૂર્ણિમાના દિવસે ગાય ને રોટલી અને ઘાસ ખવડાવવું. એવું કરવાથી એને ધન લાભ થશે. નોકરીમાં તરક્કી મેળવવા માટે આ રાશિના લોકોએ જેટલું બની શકે એટલું દાન કરવું.

કર્ક રાશિ : કર્ક રાશિના જાતકોનાં ગુસ્સાવાળા સ્વભાવને કારણે તેમના કામ આડે અડચણો આવી જતી હોય છે.તેઓ રોજ ભોળેનાથને બીલીપત્ર ચડાવશે તો તેમનો સ્વભાવ શાંત રહેશે.જીવનમાં લક્ષ્મી માં ની કૃપા બની રહેશે. આ દિવસે કર્ક રાશિના લોકો એ પીપળાના ઝાડ પર જળ અને દૂધ એક સાથે ચડાવી દેવો અને એ પછી આ ઝાડ ની પરિક્રમા કરવી.

સિંહ રાશિ : સિંહ રાશિના જાતકોને પણ મોટાભાગે એવું બનતું હોય છે કે તેઓ ગમેતેટલી મહેનત કરે તેમ છતાં તેમની મહેનતનું ફળ તેમને મળતું નથી. તેઓ જો શ્રાવણ માસમાં ભોળેનાથને ગુલાબનું ફૂલ ચડાવશે તો સમસ્યા દૂર થશે.વેપારમાં વૃદ્ધિ મેળવવા માટે હળદર સાથે જોડાયેલો આ ઉપાય કરવો. આ ઉપાય માટે પૂર્ણિમા ના દિવસે હળદર ની એક ગાંઠ ને લાલ રંગ ના કપડા ની અંદર બાંધી દેવી. પછી મંદિર માં રાખી દેવું અને થોડી વાર પછી મંદિર માંથી લઈને વેપારના સ્થળ પર રાખી દેવી.

કન્યા રાશિ : આ રાશિના જાતકોને ઘરકંકાસનો સામનો કરવો પડતો હોય છે. તેઓ વિષ્ણુ ભગવાનને કમળનું ફૂલ ચડાવશે તો ઘરકંકાસ દૂર થશે.કોડિયા લાલ રંગના કપડામાં બાંધી દેવા. પછી આ કપડા ને માં લક્ષ્મી ની સામે રાખી દેવા અને લક્ષ્મી પાઠ કરવો. પછી આ કોડિયાને તિજોરીમાં રાખી દેવા. આ ઉપાય કરવાથી કોઈ પ્રકારનું ધન નુકશાન પણ નહિ થાય.

તુલા રાશિ : આ રાશિના જાતકોને ભાઇ-ભાંડરાંના પ્રશ્નો રહ્યા કરે છે. તેઓ શ્રાવણ માસમાં ભોળેનાથને બીલી ચડાવશે તો આ તકલીફ દૂર થશે.રાશિના લોકો એ ધન લાભ હેતુ લક્ષ્મી માં ને પૂર્ણિમા ના દિવસે સફેદ અથવા ગુલાબી રંગ નું કમળ નું ફૂલ અર્પિત કરવા. આ ફૂલને અર્પિત કરીને પછી એને તમારી તિજોરીમાં રાખી દેવા. પછી બીજે દિવસે આ ફૂલને બદલીને નવું ફૂલ તિજોરીમાં મુકવું, આવી રીતે પૂર્ણિમા સુધી કરવાથી લક્ષ્મીજી માં પ્રસન્ન થશે.

વૃશ્ચિક રાશિ : આ રાશિના જાતકોને સંતાનસંબંધી પ્રશ્નો પજવતા હોય છે. તેઓ શ્રાવણ માસમાં મોગરાનું ફૂલ ભોળેનાથને ચડાવશે તો સંતાન સંબંધિત સમસ્યા દૂર થશે.
વૃશ્ચિક રાશિના લોકોએ આ દિવસે શિવજી ની પૂજા કરવી અને પૂજા કરતી વખતે ચોખા અર્પિત કરવા. આ વાતનું ધ્યાન રાખવું કે તે ચોખા એકદમ સાફ હોય અને તૂટેલા ના હોય. પૂર્ણિમાના દિવસે શિવજી ની કૃપા બની રહેશે.

ધન રાશિ : ધન રાશિના જાતકોને નોકરી-ધંધા અંગે સમસ્યા સતાવ્યા કરતી હોય છે. તેઓ ભોળેનાથને ગલગોટાનાં ફૂલ ચડાવશે તો તેમની સમસ્યા દૂર થશે.આ રાશિના લોકોએ ધન લાભ માટે પૂર્ણિમા ના દિવસે ચાંદ ને અર્ધ્ય આપવું અને ચાંદ ને ખીર અર્પિત કરવી. આ ખીર બીજા દિવસે કોઈ ગાય ને ખવડાવી દેવી. આ ઉપાય કરવાથી મન શાંત રહે છે અને કર્જ માંથી મુક્તિ મળી જાય છે.

મકર રાશિ : આ રાશિના જાતકોનું મન સ્વચ્છ હોય છે પણ તેમનો ગુસ્સો તેમના ઉપર હાવી થઇ જાય છે. તેઓ શ્રાવણ માસમાં ચમેલીના ફૂલ ગણેશજીને ચડાવશે તો તેમની સમસ્યા દૂર થશે.પૂર્ણિમા ના દિવસે ભગવાન શિવજી નો અભિષેક કરવો. અભિષેક કરવા સિવાય સાંજના સમયે લક્ષ્મી સ્ત્રોત નો પાઠ કરવો અને માં ને સફેદ કમળ ના ફૂલની માળા પહેરાવવી.

કુંભ રાશિ : આ રાશિના જાતકોને સંબંધોમાં ઘણાં ઉતાર-ચડાવ સહન કરવા પડતા હોય છે. તેઓ કમળનું ફૂલ દેવી પાર્વતીને ચડાવશે તો તેમની સમસ્યા દૂર થશે.કુંભ રાશિના લોકોએ આ દિવસે વિષ્ણુ અને લક્ષ્મી માં ની પૂજા કરવી અને પૂજા કરીને પછી પીપળા ના ઝાડ પર જળ ચડાવવું. પીપળા ના ઝર પર વિષ્ણુ અને લક્ષ્મી માં નો વાસ માનવામાં આવે છે. એટલા માટે આ ઝાડ પર જળ ચડાવવું લાભદાયક હોય છે અને એવું કરવાથી લક્ષ્મી માં પ્રસન્ન થઇ જાય છે.

મીન રાશિ : મીન રાશિના જાતકો કોઇ એક નિર્ણય ઉપર જલદી આવી નથી શકતા. તેમને હંમેશાં શંકા રહ્યાં કરતી હોય છે. જો તેઓ ભોળેનાથને ગુલાબનું ફૂલ શ્રાવણ માસમાં ચડાવશે તો આ સમસ્યા નહીં થાય.આ રાશિના લોકોએ પૂર્ણિમા ના દિવસે સવારે સ્નાન કરીને એમના ઘરના મુખ્યદ્વાર પર આંબા ના પાન નું તોરણ બાંધવું. પછી હળદર અથવા કુમ કુમ ની મદદથી દરવાજા પર લક્ષ્મી માં ના પગ ના નિશાન બનાવી લેવા એવું કરવાથી ધન લાભ થશે.

Advertisement