શનિની સાડા સાતી થી બચવા માંગો છો તો જીવનમાં એકવાર જરૂર કરીલેજો આ મંદિરનાં દર્શન,જાણો આ મંદિર વિશે……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે શનિદેવના આ મંદિરોના દર્શન કરવાથી મેળવી શકો છો સાડા સાતી અને પ્રકોપથી છુટકારો.કોકિલાભવન શની દેવ મંદિર:- યુપીમાં બ્રજમંડળના કોસીકલા ગામ પાસે શનિદેવનું મંદિર આવેલું છે. આ મંદિર કોસીથી 6 કી.મિ. દુર છે અને નંદ ગામ પાસે છે. માન્યતા છે કે જે અહિયાં આવીને શનિદેવના દર્શન કરે છે અને પરિક્રમા લગાવે છે, તેને શનીની દશા, સાડાસાતીમાં સની હેરાન નહિ કરે. પૌરાણીક કથાઅનુસાર, દ્વાપરયુગમાં શનિદેવે શ્રીકૃષ્ણના દર્શન માટે કઠોર તપસ્યા કરી હતી અને શનીના તપથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણએ તેને કોયલના રૂપમાં દર્શન આપ્યા હતા. એટલા માટે આ સ્થાનને કોકિલાવનના નામથી ઓળખવામાં આવે છે.

Advertisement

શની મંદિર ઉજ્જેન:- લગભગ 2 હજાર વર્ષ જુનું દેશનું પહેલું નવગ્રહ શની મંદિર મધ્યપ્રદેશના ઉજ્જેનમાં ક્ષીપ્રા નદીના કાંઠા ઉપર આવેલું છે. આ પ્રાચીન મંદિરની સ્થાપના ઉજ્જેનના રાજા વિક્રમાદિત્યએ કરી હતી. ખાસિયત એ છે કે આ મંદિરના શિવના રૂપમાં શનિદેવ બિરાજમાન છે અને તેની સાથે બીજી શનીની મૂર્તિ સ્થાપિત છે, જેને સાડાસાતી શની કહે છે. માન્યતા છે કે જે લોકો ઉપર શનીની સાડાસાતીની અસર હોય છે તે સાડાસાતી શની ઉપર તેલ ચડાવે છે તો તેમને શની હેરાન નથી કરતા.

શની શીંગણાપુર:- મહારાષ્ટના અહમદનગર જીલ્લામાં સૂર્યપુત્ર શનિદેવનું મંદિર આવેલુ છે, જેને શની શીંગણાપુર કહે છે. પૌરાણીક ક્થામુજબ, એક સમયે શીંગણાપુરમાં પુર આવ્યું હતું અને આખું ગામ ડૂબી ગયું હતું. પુરના પાણીમાં એક વિચિત્ર એવો પથ્થર તણાઈને આવી ગયો હતો. જયારે પુર સમાપ્ત થઇ ગયું તો તે પથ્થર ઝાડ ઉપર જઈને અટકી ગયો. ગામના એક વ્યક્તિએ પથ્થરને ઝાડ ઉપરથી નીચે પાડવાનો પ્રયત્ન કર્યો તો પથ્થર માંથી લોહી નીકળવા લાગ્યું. વ્યક્તિ એ જોઇને ગભરાઈ ગયો અને તેણે સમગ્ર આપવીતી ગામવાળાને સંભળાવી.

ગામવાળાએ તે પથ્થરને નીચે ઉતારવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તમામ પ્રયત્ન નિષ્ફળ રહ્યા. તે રાત્રે એક ગામવાળાને સપનામાં શનિદેવ આવ્યા અને તેમણે કહ્યું કે મારા આ પથ્થરની સ્થાપના કરાવો અને આ પથ્થરને મામા ભાણેજ જ ઉપાડી શકે છે. પછી બીજા દિવસે ગામમાં મામા ભાણેજના સંબંધ ધરાવતા લોકોએ પથ્થરને ઉપાડીને મૂકી દીધો.

આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં કોઈ શનિની મૂર્તિ નથી પરંતુ તે પથ્થરના રૂપમાં સ્થાપિત છે. કહેવામાં આવે છે કે આ ગામમાં બેંક કે કોઈ ઘરમાં ચોરી થતી નથી કેમ કે અહિયાં શનિદેવ સર્વનું રક્ષણ કરે છે અને ચોરી કરવા વાળા કોઈ પણ વ્યક્તિ ગામ માંથી બહાર જઈ શકતા નથી અને તેને લોહીની ઉલટીઓ થવા લાગે છે.

ઇન્દોરના શની મંદિર:- મધ્યપ્રદેશના ઇન્દોરના જૂની ઇન્દોરમાં લગભગ 350 વર્ષ જુનું શની મંદિર આવેલું છે. આ મંદીરની ખાસિયત એ છે કે આ મંદિરમાં મહિલાઓ શનિદેવને તેલ ચડાવે છે અને અહિયાં શનિદેવને 16 શણગાર કરવામાં આવે છે. પૌરાણીક માન્યતા છે કે લગભગ 300 વર્ષ પહેલા મંદિરના સ્તન ઉપર 20 ફૂટ ઉંચો શિખર હતો. જ્યાં પંડિત ગોપાલદાસ તિવારીને સપનામાં શનિદેવે દર્શન આપ્યા હતા અને તેને શિખરનું ખોદકામ કરાવવાનો આદેશ આપ્યો હતો. ગોપાલદાસ દ્રષ્ટિહીન હતા પરંતુ તેમના જણાવ્યા મુજબ જયારે ખોદકામ કરવામાં આવ્યું તો શનિદેવની મૂર્તિ નીકળી અને ગોપાલદાસ દેખતા પણ થઇ ગયા.

શનીશ્ચરા મંદિર ગ્વાલિયર:- મધ્યપ્રદેશના ગ્વાલિયરથી 18 કી.મિ. દુર મુરેના જીલ્લામાં શની શ્ચરા મંદિર આવેલું છે. આ મંદિરનો ઈતિહાસમાં રામાયણ કાળ સાથે જોડાયેલો છે. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં શનીને તેલ અર્પણ કર્યા પછી તેને ભેંટવામાં આવે છે. પૌરાણીક કથાઅનુસાર, રામાયણ કાળમાં લંકાના રાજા રાવણે શનિદેવને પણ કેદ કરી દીધા હતા.

જયારે બજરંગબલી માતા સીતાની શોધ માટે લંકા આવ્યા હતા, તો શનીએ તેમની પાસે તેને આઝાદ કરવાની વિનંતી કરી હતી અને હનુમાને તેને લંકાથી ઘણે દુર ફેંકી દીધા હતા જેથી તે સુરક્ષિત સ્થાન ઉપર જઈ શકે. તેવામાં શનિદેવ આ સ્થાન ઉપર જ આવીને પડ્યા હતા ત્યારથી આ ક્ષેત્રને શનીક્ષેત્ર કહેવામાં આવે છે. જ્યાં શની પડ્યા હતા ત્યાં આજે પણ ખાડો આવેલો છે અને શની શીલાના રૂપમાં બિરાજમાન છે.

શની મંદિર, તિરુનલ્લર:- તમિલનાડુના તિરુનલ્લરમાં કાવેરી નદીના દક્ષીણ કાંઠા ઉપર શનિદેવનું મંદિર એક નાના એવા ગામમાં આવેલું છે. આ મંદિર તમિલનાડુના નવગ્રહ મંદિરો માંથી એક છે. આ મંદિરની ખાસિયત એ છે કે અહિયાં શનિદેવ સાથે ભગવાન શિવનું મંદિર પણ સ્થાપિત છે. માન્યતા છે કે જે લોકો ઉપર શની ગ્રહની અશુભ અસર થાય છે, તે આ મંદિરમાં દર્શન કરીને કલયુગના દેવતાને પ્રસન્ન કરી શકે છે.

સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર:- ગુજરાતના ભાવનગર પાસે સારંગપુરમાં હનુમાનજીનું મંદિર આવેલું છે. આ મંદિરને સારંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરના નામથી ઓળખવામાં આવે છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેમાં હનુમાનજી સાથે શનિદેવ સ્ત્રીરૂપમાં બિરાજમાન છે. પૌરાણીક કથા મુજબ, જયારે શનિદેવનો પ્રકોપ વધી ગયો હતો ત્યારે ધરતી ઉપર જનજીવન ઘણું અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.

શનીના પ્રકોપથી બચવા માટે ભક્તોએ બજરંગબલીની પૂજા કરી. હનુમાનજી શનિદેવથી નારાજ થઇ ગયા અને તેને સજા આપવા આવી રહ્યા છે, તો તે તેમાંથી બચવાનો ઉપાય શોધવા લાગ્યા. ત્યારે તેને એક વિચાર આવ્યો કે મહાવીરજી તો બ્રહ્મચારી છે અને તે મહિલાઓ ઉપર હાથ નથી ઉપાડતા. એટલા માટે હનુમાનજીના ગુસ્સાથી બચવા માટે શનિદેવે સ્ત્રીરૂપ ધારણ કરી લીધું અને તેના ચરણોમાં પડીને ક્ષમા માગી લીધી. ત્યારથી આ મંદિરમાં શનિદેવને હનુમાનજીના ચરણોમાં મહિલાના રૂપમાં પૂજવામાં આવે છે.

Advertisement