શારીરિક સમસ્યાના ચલતે ડૉક્ટરએ યુવકને કહ્યું “બને તો સંભોગ કરવાનું રાખો ” ઉતાવળો યુવક પાડોશીના ઘરમાજ ગુસી ગયો જાણો ત્યારબાદ શું થયું..

આજનો યુગ ખુબ જ હાઈટેક થઈ ગયો છે. અને આ કળયુગમાં શારીરિક સંબંધ બનાવવા અને આ વિષે વાત કરવી એક સામાન્ય વાત થઈ ગઈ છે. આજના ઝડપી સમયમાં છોકરીઓ પણ સબંધ બનાવવા માટે એટલી જ ઉત્સાહિત હોય છે જેટલી કે છોકરાઓ ઉત્સાહિત હોય છે. તમારી જાણકારી માટે જાણવી દઈએ કે, એક રિસર્ચમાં મળતી જાણકારી મુજબ છોકરીઓ સબંધ બનાવવા માટે છોકરાઓ કરતા પણ વધુ ઉત્સાહિત હોય છે. ઘણીવાર છોકરાઓ એવું ઈચ્છતા હોય છે કે તેઓ કોઈ અજાણી છોકરી સાથે શારીરિક સંબંધ બનાવે પરંતુ તેમણે આ વાત માટે મનાવવી ધારો એટલું આસાન હોતું નથી.

Advertisement

સવાલ:- ૫૭ વર્ષનો છું. છેલ્લા કેટલાક મહિનાઓથી મારી જાતીય ઇચ્છા ઘટી ગઇ છે. તેમજ મને શિશ્નોત્થાન પણ થતું નથી. હું દિવસમાં દસથી વધુ સિગારેટ પીઉં છું અને મને અનિંદ્રાની પણ તકલીફ છે.મદ્યપાનથી પણ આદત છે. મારી પત્ની કેટલીક ઇમોશનલ સમસ્યાથી પીડાય છે. શું મારી આ સમસ્યા વધતી જતી ઉંમર કે પછી નસબંધીના ઓપરેશનને કારણે હોઇ શકે છે. યોગ્ય માર્ગદર્શન આપશો. એક ભાઇ (મહેમદાવાદ)

જવાબ:- તમારા પત્રમાં તમે આપેલા બધા કારણો (નસબંધીને બાદ કરતા) તમારી આ સમસ્યા પાછળ ભાગ ભજવી શકે છે. તમારે તમારી જીવન શૈલી સુધારવાની જરૂર છે. ધુમ્રપાન અને મદ્યપાન ઓછું કરો. તમારી ચિંતા અને અનિદ્રા સાથે તમારા કામકાજ કે બિઝનેસનો સંબંધ હોઇ શકે છે. શું તમે ઑફિસને ચિંતા ઘરે લઇને આવો છો? તમને કોઇ રોગ છે કે કોઇ દવા લો છો? તમારી પત્નીને મેનોપોઝની સમસ્યા હોઇ શકે છે. તમારે બંનેએ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

સવાલ:- હું ૧૭ વર્ષનો છું. મારી જ ઉંમરની એક છોકરી સાથે છેલ્લા એક વરસથી મને પ્રેમ છે. અમે બંને એકબીજાને ઘણો પ્રેમ કરીએ છીએ. પરંતુ અમારી વચ્ચે શારીરિક સંબંધ નથી. આ બાબતે હું ઘણો શરમાળ છું. શું આ કારણે આ છોકરી મને છોડીને જતી રહેશે? શું હું પગભર થાઉં નહીં ત્યાં સુધી એ મારી રાહ જોશે? એક યુવક (જામનગર)

જવાબ:- પ્રેમ બિન શરતી હોય છે. જાતીય સંબંધ કે ચુંબન જેવી સંવવન ક્રિયાના અભાવે પ્રેમી કે પ્રેમિકા એકબીજાને છોડી જતા રહે એ શક્ય નથી. હા, માત્ર વાસનાને કારણે સંબંધ બંધાયો હોય તો વાત અલગ જ છે. અને આમ પણ આવા સંબંધો બાંધવા માટે હજુ તમે ઘણા નાદાન છો અને તમે પગભર થાવ નહીં ત્યાં સુધી એ તમારી રાહ જોશે કે નહીં તેનો ઉત્તર તો માત્ર એ છોકરી જ આપી શકે છે અને આટલી નાદાન વયે આવી અપેક્ષા નહીં રાખવી એ જ યોગ્ય છે. હમણા લગ્નનો વિચાર પડતો મૂકી એકબીજા સાથે પ્લટોનિક ફ્રેન્ડશીપ ચાલું રાખો અને આ પ્રશ્નનો ઉત્તર સમય પર જ છોડવામાં તમારા બંનેની ભલાઇ છે.

સવાલ:- હું ૧૯ વરસની કોલેજમાં ભણતી યુવતી છું. મારા જ વર્ગમાં ભણતા એક છોકરા સાથે મને પ્રેમ છે. પરંતુ તે બીજી છોકરીઓ સાથે વાત કરે છે એ મને ગમતું નથી. તે મારી સાથે જાતીય સંબંધ બાંધવા માગે છે. તેણે મને કહ્યું હતું કે એક સાયક્રાઇટિસ્ટે તેને સપ્તાહમાં એક વાર સેક્સ કરવાની સલાહ આપી છે. લગ્ન પૂર્વે સેક્સ સંબંધ બાંધવાની મારી ઇચ્છા નથી. શું એ જરૂરી છે? હું સંવેદનશીલ છું અને શું કરવું એની મને ખબર નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી. – એક યુવતી (ભાવનગર)

જવાબ:- આ છોકરો તમને ઇમોશનલ બ્લેકમેઇલ કરી રહ્યો છે. તેની વાત સાંભળતા નહીં. તેને તેના ઇરાદામાં ફાવવા દેતા નહીં. તમારી લાગણીઓ પર કાબુ રાખો અને એ છોકરાની સાથે સંબંધ તોડી નાખો. ભવિષ્યમાં તમારી સાથે તે લગ્ન કરશે નહીં. એ વાત પણ સમજી લો. હમણા માત્ર ભણવામાં જ ધ્યાન આપો. આ છોકરાને સ્પષ્ટ કહી દો કે તમને આમા રસ નથી એટલે તે પોતે જ તમારી સાથે સંબંધ તોડી નાખશે.

સવાલ:- હું ૧૭ વરસનો છું. બારમાં ધોરણાં ભણું છું. મને મારા ચારિત્ર્ય બાબતે ઘણી શંકા છે. છોકરીઓ પ્રત્યે મને ઘણું આકર્ષણ થાય છે. મારા મનમાં પણ સેક્સના વિચારો જ આવે છે. આ કારણે હું ડિપ્રેશનનો ભોગ બની ગયો છું. અને ઘણી વાર મને આપઘાત કરવાનો વિચાર પણ આવે છે. હું આવા જ વિચારો કેમ કરું છું? શું હું પાપી છું? શું હું આદર્શ પુત્ર નથી? મારી તકલીફ શું છે? – એક યુવક (ગુજરાત)

જવાબ:- આવા વિચારો કરી તમે પાપી બની જતા નથી. આ ઉંમરે આવા વિચારો આવે એ સામાન્ય છે. તમે અપરાધ બોજથી પીડાવ છો અને મનમાંથી એ દૂર કરો. ટીનએજ દરમિયાન સેક્સ હાર્મોન્સ ઉત્પન્ન થતા હોવાને કારણે આવી લાગણીઓ જન્મે છે. આ એક શારીરિક પ્રક્રિયા છે. જેનાથી ક્ષોભ પામવાની જરૂર નથી અને આપઘાત કરવાનો વિચાર પણ કરી શકાય નહીં. તમે તમારા મનમાંથી અપરાધ બોજની લાગણી દૂર કરશો એટલે આપોઆપ બધુ ઠીક થઇ જશે.

સવાલ:- ૨૦ વરસનો મારો પ્રેમી મારી સાથે સેક્સ સંબંધ બાંધવા માગે છે. એક દિવસ એણે મારી છેડતી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. મેં એનો વિરોધ કર્યો તો એણે મને છોડી દઇ બીજી પ્રેમિકા શોધવાની ધમકી આપી હતી. આથી મારે તેને તાબે થવું પડયું હતું. તે દિવસે એણે સમાગમ સિવાય બધી જ છૂટ લીધી હતી. હવે તેને એ હદ પણ વટાવવી છે. તે છોડીને જતો રહેશે એનો ડર લાગે છે. મારે શું કરવું એ સમજાવો. – એક યુવતી (મુંબઇ)

જવાબ:- તે છોડીને જતો રહે તો ટાઢે પાણીએ ખસ ગઇ એમ માની ખુશ થાવ. તેની સાથે સંબંધ રાખી ભવિષ્યમાં તમારે પસ્તાવાનો જ વારો આવવાનો છે એ વાત સોનાના પતરા પર લખી રાખો. તે તેની વાસના સંતોષવા માટે જ તમારો ઉપયોગ કરે છે. ઉપભોગ કર્યાં પછી તે તમને છોડીને જતો રહેશે. એ તમને ખરેખર પ્રેમ કરતો હોત તો આવી ધમકી આપતે જ નહીં.

સવાલ:- મારી ઉંમર ૬૫ વર્ષની છે. ગયા વર્ષથી હર્નિયાની તકલીફ થઈ છે તો તેથી પૂર્ણપણે ઉત્થાન થતું નથી, એમ મારું માનવું છે. શું તે બરાબર છે?– એેક યુવક (મુંબઈ)જવાબ: હર્નિયાની આવી અસર વિશે અમારા અભ્યાસમાં આવ્યું નથી. તમે આ અંગે કોઈ યોગ્ય સેક્સોલોજિસ્ટની પ્રત્યક્ષ મુલાકાત લો. ઉત્થાન પૂર્ણ કેમ થતું નથી તેનું કારણ તે શોધીને માર્ગદર્શન આપશે.સવાલ: શું મુખમૈથુન આરોગ્યની દ્રષ્ટિએ હિતાવહ છે? -એેક સ્ત્રી (જામનગર)જવાબ: જો બંને સાથી રોગ વગરનાં હોય તો કોઈ હાનિ થતી નથી.

સવાલ: લગ્નજીવનને સત્તર વર્ષ પસાર થયા પછી મેં પરાકાષ્ઠા વિશે પૂછ્યું. તેને પરાકાષ્ઠાનો કદાપિ અનુભવ થયો નહોતો. મેં સત્તર સત્તર વર્ષ એવા ભ્રમમાં કાઢ્યાં કે હું મારી પત્નીને પરમ જાતીય સુખ આપી રહ્યો છું. ક્લિટોરીસ વિશે જાણ્યા પછી જ ચારેક વર્ષથી પરાકાષ્ઠા શું છે તે પત્નીને અનુભવવા મળ્યું. આ માટે હું સેક્સનિષ્ણાતો દ્વારા ચલાવાતી અખબારી કોલમ્સનો આભારી છું. મારી પત્ની જેવી અનેક સ્ત્રીઓ હશે જેમને જાતીય તૃપ્તિનો જિંદગીમાં ક્યારેય અનુભવ ન થયો હોય.

હવે મારો પ્રશ્ન રજૂ કરું છું. છેલ્લા એકાદ વર્ષથી મને મારી પત્ની સિવાય બીજી સ્ત્રીઓ જોડે સંભોગસુખ માણવાના પ્રબળ વિચારો આવ્યા કરે છે. હજી સુધી મેં કોઈ અનુચિત પગલું ભર્યું નથી. નમ્ર ભાવે પૂછવાનું એટલું જ કે મારી જેમ બીજા પુરુષોને પણ આ ઉંમરે બહુગામી થવાના વિચારો સતાવતા હશે?

જવાબ: લગ્નજીવનનાં સત્તર વર્ષ પછી તમને ‘ક્લિટોરિસ’ નામના અવયવની જાણ થયા પછી તમે પત્નીને કામતૃપ્તિ (ઓર્ગેઝમ)નો અનુભવ કરાવી શક્યા તેનો યશ આવા માર્ગદર્શક કોલમનાં લખાણોને આપો છો તે જાણી આનંદ થયો. વિશ્વમાં એવી અસંખ્ય સ્ત્રીઓ હશે જેમને લગ્નજીવનનાં અનેક વર્ષો પસાર થવા છતાં કામપરાકાષ્ઠાનો અનુભવ પ્રાપ્ત થયો ન હોય. જેમાં મોટે ભાગે કારણ તો ઊભય જીવનસાથીના અજ્ઞાાન જ હોય.તમારા પ્રશ્નનો જવાબ ‘હા’ છે. બાયોલોજિકલી અને સાયકોલોજિકલી પુરુષને એક કરતાં વધારે સ્ત્રીઓ સાથે સમાગમ કરવાની વૃત્તિ થાય. સ્ત્રીઓને પણ થાય. એકધારાપણું કંટાલાજનક બની રહે. પણ જો પુરુષ અને સ્ત્રી બહુગામી બની જાય તો સમાજનું નાનામાં નાનો પણ મહત્ત્વનો એકમ એવું ‘ફેમિલી યુનિટ’ તૂટી જાય.તેમ થતાં સમાજ પણ ક્ષુબ્ધ બની જાય. પરિણીત જીવનસાથીએ સમાગમજીવનમાં નાવીન્ય લાવવા માટે સ્થળ-વસ્ત્ર-નામમાં પરિવર્તન લાવવું જોઈએ. તરંગકલ્પના (ફેન્ટસી)માં સરી જઈને યાંત્રિક બની ગયેલા શયનસહચર્યમાં નવીનતા લાવવી જોઈએ.

સવાલ: મારા મિત્રના પેનિસની લંબાઈ અને જાડાઈ વધારે પડતી છે. તેની ઉંમર સોળ વર્ષની છે. શું ઉંમર વધતાં હજી લંબાઈ અને જાડાઈ વધી જશે તો ભવિષ્યમાં સમાગમ કરવામાં તકલીફ પડશે? લંબાઈ અને જાડાઈ કમ કરવા શા ઉપાયો કરવા?– એેક કન્યા (વડોદરા)

જવાબ:- લંબાઈ અને જાડાઈ વિશેના વહેમમાંથી મુક્ત થવાની જરૂર છે. ભવિષ્યમાં કોઈ તકલીફ પડવાની નથી. તમારાં આ વર્ષો અભ્યાસનાં છે. ચિત્ત અભ્યાસમાં પરોવો. પેનિસની લંબાઈ અને જાડાઈ ઓછી કરવાના કોઈ ઉપાયો ન હોય. કુદરતે સ્ત્રીના યોનિમાર્ગની રચના એવી બનાવી છે કે પેનિસની લંબાઈ-જાડાઈને કારણે સમાગમ વખતે કોઈ તકલીફ થતી નથી.

સવાલ: રોજિંદા જીવનમાં એવું જોવામાં આવે છે કે ૧૮ વર્ષથી ૨૪ વર્ષની અપરિણીત કન્યાઓનાં સ્તનો નોર્મલ (નાની સાઈઝનાં) દેખાતાં હોય છે, પણ એટલી જ ઉંમરની અને અપરિણીત સિનેઅભિનેત્રીઓનાં સ્તનો મોટી સાઈઝનાં વિકસિત દેખાતાં હોય છે. શું આ ડેવલપમેન્ટ માટે અભિનેત્રીઓ કોઈ જાતની મેડિકલ ટ્રીટમેન્ટ લેતી હશે?

જવાબ: રોજિંદા જીવનમાં પણ ઘણી પુખ્ત વયની કન્યાઓનાં સ્તનો મોટી સાઈઝનાં હોય છે. પણ તે વસ્ત્રો એવાં અને એવી રીતે પહેરે છે કે સ્તનો ઢંકાયેલાં રહે. ચલચિત્રોમાં તો સ્ત્રીનાં અંગપ્રદર્શન માટે વધુ કાળજી લેવામાં આવે છે. કેમેરાની દ્રષ્ટિ પણ તેને (સ્તનોને) ઉપસાવે છે અને અભિનેત્રીઓએ વસ્ત્રો જ એવી શૈલીનાં પહેર્યાં હોય છે કે સ્તનો વધારે ઊપસીને દેખાય. ના, એ માટે તેઓ કોઈ ટ્રીટમેન્ટ લેતી હોય છે.(મેડિકલ) તેમ માનવાની જરૂર નથી. તેમની અભિનેત્રી તરીકેની પસંદગી થતી હોય છે ત્યારે તેમનાં અંગો-ઉપાંગોનો વિકાસ પણ ધ્યાનમાં લેવાતો હોય છે. સ્તનોને વિકસિત અને મોટાં કરવાની કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ (દવાની) નથી. સર્જરીથી મોટાં થઈ શકે, પણ તેમાં ઘણાં જોખમો છે. હોર્મોન્સથી શરીરમાં પાણી અને સોડિયમ ક્લોરાઈટનો સંચય થવાથી શરીર ભરાવદાર બને. તેમાં સ્તનો પણ ભરાવદાર દેખાય. પણ આવા હોર્મોન્સ લેવાથી નુકસાન થાય. વળી તે છોડી દેવાથી સ્તનો પાછાં બેસી જાય. સ્તનોની સાઈઝ વારસામાં મળતી (જિનેટીક) બાબત છે.

સવાલ:- ૨૮ વરસનો છું. ૨૧ વરસની એક યુવતી સાથે મને પ્રેમ છે. અમે પહેલાં પાડોશી હતા. પરંતુ તેનો પરિવાર અમારા જેટલો શ્રીમંત ન હોવાથી મારા ભાઈઓ અમારા લગ્ન કરાવવા તૈયાર નથી. પરંતુ મને આ છોકરી સુંદર, પ્રેમાળ અને સમજું લાગે છે. ઘણીવાર મને લાગે છે કે હું તેની સાથે લગ્ન કરીશ તો લોકો શું વિચારશે? મારી મૂંઝવણ દૂર કરવાનો કોઈ ઉપાય દેખાડો.

જવાબ:- તમારા પત્ર પરથી લાગે છે કે તમે તમારા જીવનના મહત્ત્વના અને અંગત નિર્ણયો બાબતે પણ તમારા પરિવાર પર આધાર રાખો છો. તમને એ છોકરી બધી રીતે યોગ્ય લાગતી હોય તો તમે તમારી મરજી મુજબ આગળ વધી શકો છો. આ તમારો અંગત મામલો છે અને એ યુવતી સાથે તમારે જીવન ગાળવાનું છે. શરૃઆતમાં આનો થોડો વિરોધ થશે. પરંતુ ધીરે-ધીરે મામલો શાંત પડી જશે. એ છોકરી તમારા જેટલી શ્રીમંત નથી આથી તમારા ઘરમાં એનું અપમાન થાય નહીં એ વાતનો ખ્યાલ રાખવાની તમારી ફરજ છે અને લોકો શું કહેશે એવો વિચાર કરી તમારું મન પાછું પડે તો મહેરબાની કરીને એવો કોઇ નિર્ણય લેતા નહીં. જેથી પસ્તાવું પડે. તમને લાગે કે એ યુવતીને તમે ખરા દિલથી ચાહો છો અને તમે તેને સુખી કરી શકશો તો જ લગ્ન કરો.

સવાલ:- હું ૨૫ વરસની પરિણીત મહિલા છું. મારો પતિ મને ઘણો પ્રેમ કરે છે. પરંતુ હું તેનું કહ્યું માનું નહીં. તો તે મને એક જાનવરની જેમ મારે છે. તે એક સારા પરિવારનો છે અને તેની નોકરી પણ સારી છે. પરંતુ તેની આ આદતને કારણે જ મને તેના પર ધિક્કાર ઉપજે છે. માટે શું કરવું તે જણાવજો.
એક યુવતી (ગુજરાતી)

જવાબ:- શું તમે તમારા પતિ સાથે આ વિષય પર ચર્ચા કરી છે? કરી હોય તો આ બાબતે તેમનો ખુલાસો શું છે? આ પાછળ કોઇ સાયકોલોજીકલ સમસ્યા હોઈ શકે છે.શું તેમણે કોઇ ખરાબ અનુભવમાંથી પસાર થવું પડયું છે? શું તેમણે તેમની માતાને તેના પતિ કે કોઇ બીજા અંગત સગા દ્વારા માર ખાતી જોઈ છે? તમારા પતિ શાંત હોય ત્યારે તેમની સાથે આ બાબતે વાત કરો અને તેમની પાસેથી આનું કારણ જાણવા પ્રયાસ કરો. શક્ય હોય તો તેમને કોઇ કાઉન્સેલર પાસે લઈ જાવ. આપણા સમાજમાં સ્ત્રીઓ સામે થતી હિંસા સામાન્ય છે. ઘણા પુરુષો પોતાનો અહમ સંતોષવા પણ આમ કરે છે. પરંતુ સ્ત્રીઓએ આનો સામનો કરવો જોઈએ. તમારે ઘરના કોઇ વડીલને આ બાબતની વાત કરીને ઉકેલ લાવવાની જરૃર છે. પરંતુ તમારા પતિને કોઇ મનોચિકિત્સક પાસે જરૃર લઈ જજો. તેમની સલાહથી પરિસ્થિતિ સુધરી જશે.

સવાલ:- હું ૨૭ વરસની પરિણીત મહિલા છું. લગ્નના પ્રથમ દિવસથી જ મને સેક્સમાં રસ નથી. મને સેક્સની ઇચ્છા જ થતી નથી. જોકે મને બીજા કોઈ સાથે અફેર નથી. પતિ સાથેના સંબંધો પણ સામાન્ય છે. પરંતુ લગ્નના છ મહિના પછી પણ અમારી વચ્ચે સંબંધ બંધાયો નથી. યોગ્ય સલાહ આપશો.
એક બહેન (મુંબઈ)

જવાબ:- ઘણી સ્વસ્થ અને નોર્મલ સ્ત્રીઓને સેક્સમાં રસ હોય નહીં એવું બની શકે છે. આ પાછળ બાયોજીનિક કે સાયકોલોજીકલ કારણો હોઈ શકે છે. સંકુચિત માનસ ધરાવતા ઘરમાં ઉછેર થયો હોય એવી છોકરીઓ પણ સેક્સને ખરાબ નજરથી જોતી હોય છે. સેક્સ પાપ કે ખરાબ હોવાની માન્યતા તેમના મનમાં દ્રઢ થઈ ગઈ હોય છે. આ ઉપરાંત અમુક દવાઓને કારણે પણ આમ થઈ શકે છે. તમારે કોઇ થેરાપિસ્ટની સલાહ લેવાની જરૃર છે. યોગ્ય માર્ગદર્શન મળ્યા પછી બધુ ઠીક થઇ જશે. તબીબી તપાસ પછી યોગ્ય કારણ જાણ્યા પછી ઉપરવટ કરાવવાથી તમે સામાન્ય જીવન જીવી શકશો. ચિંતા કરવાની જરૂર નથી.

Advertisement