સુતા પહેલાં હનુમાનજીનો આ એકજ મંત્રનો જાપ કરવાથી દરેક સમસ્યાઓનો આવી જાય છે અંત.

મિત્રો એવી માન્યતા છે કે કળીયુગમાં એક માત્ર જ જીવિત દેવતા છે અને તે છે હનુમાનજી. જે પોતાના ભક્તો અને સાધકો પર હંમેશા કૃપા વરસાવતા જ હોય છે અને તેમની દરેક ઈચ્છાને પૂરી કરે છે. હનુમાનજીની કૃપાથી જ તુલસીદાસજીને ભગવાન રામ મળ્યા હતા. હનુમાનજી વિશે એવી પણ માન્યતા છે કે જ્યાં પણ ભગવાન રામની કથા હોય છે ત્યાં કોઈને કોઈ સ્વરૂપે હનુમાનજી ઉપસ્થિત હોય છે.

પ્રભુ હનુમાનજી ને સંકટો ના હરનાર તરીકે પણ ઓળખવા મા આવે છે. એવુ કહેવાય છે કે જે કોઈ ભક્ત સાચા હૃદય થી હનુમાન કવચ નુ મંત્રોચ્ચારણ કરે છે, તેના ઉપર થી બધા જ પ્રકાર ના દર્દ અને સમસ્યાઓ નુ નિવારણ થઇ જાય છે, અને ઘર મા સકારાત્મક વાતાવરણ નુ સર્જન થાય છે. આ ઉપરાંત પંચમુખી હનુમાનજી ની છબ્બી જો ઘર ના મુખ્ય દ્વાર ઉપર લગાવવા મા આવે તો ઘણુ ફાયદાકારક સાબિત થાય છે

આપણે સૌ જાણી એ છીએ કે આપણો દેશ સાંસ્કૃતિક તથા ધાર્મિક છે. આપણા હિંદુ ધર્મ ના શાસ્ત્રો મા ઘણા એવા વિશેષ કવચ વિશે જણાવવા મા આવ્યુ છે જે દરેક દર્દ અને સમસ્યા મા થી મુક્તિ અપાવવા મા રામબાણ સાબિત થાય છે. આ વિશેષ કવચો મા નુ એક કવચ છે શ્રી રામ ભક્ત હનુમાન કવચ. આજે અમે તમને હનુમાન કવચ ના ફાયદા અને થોડા સરળ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે અપનાવી ને તમે પણ તમારા જીવન ની પરિસ્થિતિ ને પરિવર્તિત કરી શકો છો.

એવી માન્યતા છે કે શ્રી રામ ના ભક્ત હનુમાનજી આજે પણ આ ધરતી ઉપર કોઈ ને કોઈ રીતે હાજરાહજૂર છે અને પોતાના ભક્તો ની હંમેશ ને માટે રક્ષણ કરતા આવ્યા છે અને તેમા પણ હનુમાનજી નુ પંચમુખી હનુમાન કવચ એટલુ બળશાળી છે કે તેના મંત્રોચ્ચારણ માત્ર થી કોઈ પણ મરેલા પ્રાણી ને સજીવન કરી શકાય છે. એટલુ જ નહિ ઘણા બધા લોકો હનુમાન કવચ ના મંત્રોચ્ચારણ કાર્ય મા સફળતા મેળવવા માટે કરતા આવ્યા છે. શાસ્ત્રો મા જણાવ્યા મુજબ ત્રેતા યુગ મા રાવણ સાથે યુધ્ધ દરમિયાન સ્વયં ભગવાન રામે પણ હનુમાન કવચ ના મંત્રોચ્ચારણ કર્યા હતા.

ૐ શ્રી હનુમંતે નમમિત્રો જે ભક્ત સાચા હૃદયથી અને મનથી ભગવાન હનુમાન ની રુદ્રાક્ષ ની એક માળા દ્વારા ભગવાન હનુમાન ના આ મંત્રનો જાપ કરે છે તેની આસપાસ 24 કલાક માટે હનુમાનજી નું સુરક્ષાકવચ બની જાય છે. જે વ્યક્તિ આ મંત્રનો જાપ એક કરતા વધારે વખત કરે છે તેના જીવનમાં ક્યારે કોઈ સંકટ આવતું નથી.

મંત્ર – ૐ નમો હનુમંતે આવેશાય આવેશાય સ્વાહા દરેક ભક્તોએ હનુમાનજીના આ મંત્રનો જાપ દિવસમાં ઓછામાં ઓછા એક વખત જરૂર કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં આવી પડેલી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. તમને આમંત્રણ નું રિઝલ્ટ 24 દિવસમાં દેખાવા લાગશે. તમારી આર્થિક પરિસ્થિતિ મા સુધારો આવશે.

મંત્ર – ૐ નમ : હનુમંતે રુદ્રાવતારાય સર્વ શત્રુ સંહારાય, સર્વ રોગ હરાય, સર્વ વશીકરાનાય, રામ દૂતાય સ્વાહા!!
ઘણી વખત વ્યક્તિને એવું લાગતું હોય છે કે તેના ઉપર ટૂંક સમયમાં કોઈ મુસીબત આવવાની છે. તો આ મંત્ર જાપ કરવાથી તને ઘણો બધો ફાયદો થશે. આ મંત્રના જાપ દ્વારા ખુદ હનુમાનજી તમારા દુશ્મનથી તમારું રક્ષણ કરશે. આ ઉપરાંત તમારે દરેક મુશ્કેલીમાં તમારો પડછાયો બનીને હનુમાનજી ઉભા રહેશે.

મંત્ર – મહાબલાય વિરાય ચિરંજીવીન ઉદ્દતે, હારીણે વજ્ર દેહાય, ચોલંગ્દ્ધિમહાવ્યયે જે વ્યક્તિના મનમાં વસ્તુને પ્રાપ્ત કરવાની પ્રબળ ઈચ્છા હોય તો આવા લોકોએ આ મંત્રનો જાપ ઓછામાં ઓછો એક માળા રોજ કરવી જોઈએ. આમ કરવાથી તમારી પ્રબળ ઈચ્છા પૂરી થાય છે.

હનુમાન ચાલીસાનો પાઠ આર્થિક સમસ્યાઓથી પણ છુટકારો મેળવવામાં મદદ કરે છે. જ્યારે પણ તમારા પર કોઈ આર્થિક સંકટ આવે ત્યારે તમારે મનમાં હનુમાનજીનું ધ્યાન ધરતા હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરી દેવો જોઈએ. આવું રોજે કરવાથી થોડાક અઠવાડિયામાં જ તમને તેનું પરિણામ જોવા મળશે અને આર્થિક સમસ્યાનું નિવારણ થઇ જશે.

જ્યારે તમને કોઈ અજાણ કે તમારો કાલ્પનિક ડર તમને સતાવે તો પણ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. હનુમાન ચાલીસમાં કહેવાયું છે કે “ભૂત પિસાચ નિકટ નહિ આવે, મહાવીર જબ નામ સુનાવે” તેનો મતલબ છે કે હનુમાન ચાલીસાનો પાઠ જે પણ કરે છે તેની આસપાસ કોઈ ભૂત આત્મા કે કોઈ અન્ય નકારાત્મક શક્તિઓ નથી આવતી. તેમજ તે વ્યક્તિનું મનોબળ એટલું વધી જાય છે કે તેનો ડર ખતમ થઇ જાય છે. જ્યારે કોઈ ડર સતાવે તો તે વ્યક્તિએ રાત્રે સુતા પહેલા હાથ પગ ધોઈને હનુમાન ચાલીસાનો પાઠ કરી પછી સુવું જોઈએ.

એવું કહેવામાં આવે છે કે આધ્યાત્મિક બળ આધ્યાત્મિક શક્તિ આપે છે અને ફક્ત આધ્યાત્મિક શક્તિ દ્વારા જ આપણે શારીરિક શક્તિ મેળવી શકીએ છીએ અને તેનાથી જ દરેક પ્રકારના રોગ સામે લડી શકીએ છીએ અને તેના પર કાબૂ મેળવી શકીએ છીએ. દરરોજ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મનને આધ્યાત્મિક શક્તિ મળે છે.હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને વિદ્યાના દાતા કહેવામાં આવે છે, તેથી હનુમાન ચાલીસાના દરરોજ પાઠ કરવાથી તમારી યાદશક્તિ અને બુદ્ધી પણ વધે છે. તે જ રીતે તેનાથી આધ્યાત્મિક શક્તિ પણ મળે છે.સતત હનુમાન ચાલીસાના વાંચન દ્વારા પવિત્રતાની ભાવના વિકસિત થાય છે, આપણું મનોબળ વધે છે. જો મનોબળ વધારે હશે તો તમે દરેક સમસ્યા સામે લડી શકો છો.

મિત્રો હનુમાનજીના ઉપરોક્ત મંત્રના ફાયદો મેળવવા માટે તમારે નિયમોનુસાર વિધિપૂર્વક આ મંત્રનો જાપ કરવો પડશે. આ માટે તમારે સવારે ઉઠીને સ્નાન કરીને હનુમાનજીની મૂર્તિ સામે આસન પાથરીને બેસીને દીવો કરવાનો રહેશે. ત્યારબાદ હનુમાનજીની પૂજા કરવાની રહેશે. પૂજા કરતી વખતે હનુમાનજીનું નામ લઈને તેની સાથે સાથે ભગવાન શ્રી રામ નું પણ સ્મરણ કરવાનું રહેશે. ત્યારબાદ હનુમાનજીને ચૌલા સિંદુર લગાવેલ જનોઈ હનુમાનજીને અર્પણ કરવી. આટલું કર્યા પછી તમારે આ મંત્રનો જાપ શરૂ કરવાનો રહેશે. જો તમે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મંત્રોનો જાપ કરશો તો તમને આ મંત્રજાપનું પરિણામ જલદ્દી જ જોવા મળશે.

હનુમાન કવચ એ પ્રભુ શ્રી રામજી દ્વારા રચિત એક સુરક્ષા કવચ છે, જેના નિયમિત મંત્રોચ્ચારણ થી અન્યાય ઉપર ન્યાય ની જીત મેળવી શકાય છે, અને નકારાત્મક શક્તિઓ ની પ્રભાવ થી બચી શકાય છે. હનુમાન કવચ દરેક પ્રકાર ની અસૂરી મંત્રવિદ્યા અને સંકટો થી આપણું રક્ષણ કરે છે એટલા માટે આ અસૂરી મંત્રવિદ્યા ને પણ હનુમાન કવચ થી સરળતા થી હરાવી શકાય છે.

હનુમાન કવચથી થતા ફાયદા : જો તમે કોઈ પણ પ્રકાર ની ઇચ્છાઓ પૂરી કરવા માંગો છો, તો હનુમાન કવચ એટલે પંચમુખી હનુમાન કવચ ના મંત્રોચ્ચારણ અવશ્ય કરો. તેના થી સ્વયં પ્રભુ શ્રી રામ રાજી થાય છે અને ભક્તો ની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. હનુમાન કવચ ના નિયમિત રીતે મંત્રોચ્ચારણ કરવા થી દરેક પ્રકાર ની સમસ્યાઓ અને સંકટો ઉપર વિજય પ્રાપ્ત કરી શકાય છે. તેનાથી શરીર રોગ મુક્ત બને છે. “ॐनमोहनुमतेरुद्रावतारायसर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूतायस्वाहा” હનુમાન કવચના આ મંત્રના મંત્રોચ્ચારણ થી આપણા બધા જ સંકટો દુર થાય છે, અને સાથે જ તે મંત્ર આપણું દુશ્મનોથી રક્ષણ કરે છે.

હનુમાન કવચ જાપ વિધિ : હનુમાન કવચ મંત્રો ના સિધ્ધીકરણ માટે વ્યક્તિ એ પરોઢે ઉઠી ને સ્નાન કરી શરીર નુ શુધ્ધિકરણ કરવુ જોઈએ. ત્યાર બાદ આસન પાથરી ને હનુમાનજી ની પ્રતિમા કે છબ્બી ની સામે બેસી જાવ અને પ્રભુ હનુમાનજી ના આશીર્વાદ લો. હવે તમે તેમને સિંદુર અને જનોઈ અર્પણ કરો અને આ મૂળ મંત્ર નુ મંત્રૌચ્ચારણ કરો “ॐश्रीहनुमतेनम:”. ધ્યાન રાખશો કે તમારે આ મંત્ર નુ મંત્રોચ્ચારણ માળા ના એક-એક મણકે એટલે કે ૧૦૮ વખત કરવુ પડશે. આ મંત્ર ૨૪ કલાક એક સુરક્ષા કવચની જેમ તમારુ રક્ષણ કરશે.