તમારાં કુળનીદેવીને માનતાં હોય તો એકવાર આટલી વાતો જરૂર વાંચજો બદલાઈ જશે જીવન.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનુ હાર્દિક સ્વાગત છે, ભારત દેશ ધર્મ નીરક્ષેપ છે. અહિયાં જેટલા ધર્મ છે એટલા બીજે કોઈ દેશમાં નથી. ભારતની સંસ્કૃતિ પુરા વિશ્વ માં પ્રસિદ્ધ છે. ભારતીય સંસ્કૃતિમાં દરેકના કુળ પ્રમાણે તેમના કુળ દેવી કે દેવતા હોય છે.

જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે. જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે, અને આ એક સત્ય હકીકત છે.શક્ય હોય તો વર્ષ મા એક વખત અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો.

વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે. જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે. તમને ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે. આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે. આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થાન નથી.ઘણીવખત તમે લોકોને કહેતા સાભાળ્યું હશે કે બધું નસીબ થી ચાલે છે.

અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ?મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે. તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે. દર્દી ના ઓપરેશન વખતે એનેસ્થેશિયા જે કામ કરે છે..તે આ ભક્તો ના દુઃખ વખતે માઁ ની કૃપા કામ કરે છે. તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે.ખરેખર આ જ રીતે અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે.

જે ના કોઈને કેહવાય કે ના સહેવાય તેવા હોય છે. આવા સમયે એક જ ઉપાય કુળ દેવી નું શરણ. તેથી તો તેને શક્તિપીઠ કહે છે..નવી શક્તિ નો સંચાર અને નવા વિચારો નો પ્રારંભ. અનેક લોકો કહેયતા હોય છે કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ ગઈ પરંતુ અરે ભાઈ ૩૬૫ દિવસ માથી ૨ દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યા એ બગાડ્યા નથી?તમારા જીવનના બીજા અમુક કામ જેવાકે પેન્શન લેવા કે.

બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારા મા શક્તિ ક્યાંથી આવે છે? તમારી ધાર્મિક મુલાકાત ને ઉંમર ના બહાના નીચે દબાવી તો નથી દેતાને? ખરેખર અશક્ત, અપંગ હોય તયારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે.ખરેખર તો આપણા કુળ દેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિત નાં ભૂખ્યા છે તેમના મા શ્રધ્ધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય.

બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારા થી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયંમ ડાકોર મા આવી ગયા.દરેક ભકતો ના પ્રેમમાં નિખાલસતા અને સચ્ચાઈ હોવી જોઈએ જે માઁ જગડુશા ના વહાણ ઉગારી શક્તી હોય. જે પ્રભુ અર્જુન ના રથના સારથી બની શકતા હોય. તેની કૃપા વિશે શંકા ના હોય. કુળ દેવી, કૂળદેવતા બધા ની ઈચ્છા પૂરી કરે.

કુળની રક્ષક હોય છે કુળદેવી.આપણે બધા જ જાણીએ છીએ કે ઈશ્વર કે માતાજી કોઈ પર જો શ્રદ્ધા રાખવામાં આવે તો આપણી મનોકામના અવશ્ય સફળ બને છે. તો કુળદેવી શા માટે કહેવામાં આવે છે તેના વિશે જાણીએ તો આપણા કુળની રક્ષા કરે છે એટલા માટે કુળદેવી કહેવામાં આવે છે. જે આપણને કોઈ પણ પરેશાની કે તકલીફમાંથી ઉગારે છે. પરંતુ આજની પેઢીઓ આવી બધી વાતમાં ખુબ જ ઓછો વિશ્વાસ કરે છે.

પરંતુ તમને જણાવી દઈએ કે માતાજીના પૂજન અને અર્ચનથી આપણા વડીલો ખુબ જ દ્રઢ બુદ્ધિ વાળા હતા. જેના કાર્યને આપણે નજરઅંદાજ ન કરવું જોઈએ. માટે કુળદેવીનું પૂજન અને આરાધના પણ કરવી જોઈએ. જે આપણા આખા કુળની રક્ષા પણ કરે છે આવનારા સમયમાં જે મુસીબત આવે તેને પણ ટાળી નાખે છે અને આપણા પરિવારને સમૃદ્ધ બનાવી અને પરિવારની રક્ષા પણ કરે છે.કુળદેવી પાસે પ્રાર્થના સમયે શું માંગવું જોઈએ.

મોટાભાગે કુળદેવીની પ્રાર્થના કરતા સમયે એક વસ્તુ ખાસ માંગતા હોય છે કે અમારા કુળની રક્ષા કરજો. કુળના બાળકો પર સદા માટે કૃપા દ્રષ્ટિ રાખજો. કુલ સુખી રહે, સમૃદ્ધ બને, સંતાનો સત્યના માર્ગ પર ચાલે વગેરે વગેરે. તો લગભગ લોકો પોતાના કુળદેવી પાસે આવી જ કામના કરતા હોય છે. પરંતુ આ બધી કામનાથી માતાજી અવશ્ય પ્રસન્ન થાય છે. તેનું ફળ પણ આપણને મળે છે.

પરંતુ આ રીતે જો પ્રાર્થના જ ન કરવામાં આવે તો તેની કૃપા દ્રષ્ટિ આપણા પર નથી રહેતી. માટે કુળદેવી પાસે આ બધી પ્રાર્થનાઓ અવશ્ય કરવી જોઈએ.ક્યાં કારણે કુળદેવીને પ્રાર્થના કરવી.આજના સમયમાં બધા જ લોકો એવું માને છે કે બધું મહેનત દ્વારા જ થાય છે. આ વાત એકદમ સાચી છે. પરંતુ ઘણી વાર મહેનત કરવા છતાં આપણે સફળ ન બની શકતા હોઈએ. ઘણી આપણી સફળતા પછાળ ઈશ્વરીય શક્તિ પણ હોય છે. ઘણી વાર આપણા કહેવા માત્રથી જીવનમાં ઘણા ફેરફાર થતા હોય છે.

તો તેવી જ રીતે ઈશ્વર પાસેથી અથવા કુળદેવીની જો પ્રાર્થના કરવામાં આવે તો આપણે ઘણા સંકટોથી બચી શકીએ છીએ.ઘણા લોકો આજના સમયમાં ભગવાન અને દેવીમાં શ્રદ્ધા ન ધરાવતા હોય. પરંતુ એક સમય તેના જીવનમાં એવો આવતો હોય છે જ્યારે તેને સંપૂર્ણ વિશ્વાસ અને શ્રદ્ધા ઈશ્વર પર રાખીને આગળ વધવું પડે છે. આ ઈશ્વર દ્વારા આખા કુદરતનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે એક દેવી શક્તિ જ છે. માટે આપણા કુળદેવીની પ્રાર્થના કરવી એક શ્રદ્ધાનો વિષય છે. અને જ્યાં પૂર્ણ શ્રદ્ધા રાખવામાં આવે ત્યાં ક્યારેય ખાલી હાથ નથી રહેતા.

માટે કુળદેવીને સંપૂર્ણ શ્રદ્ધા સાથે જો પ્રાર્થના કરવામાં આવે તો બધી જ મનોકામના પૂર્ણ થાય છે.ભાગદોડ ભર્યા જીવનમાં આ રીતે કરો કુળદેવીની આરાધના.પહેલાના સમયમાં કુળદેવીની પૂજા અને અર્ચના લોકો તેમના દર્શન, પાઠ, હવન જેવા અનેક ઉપાયથી કરતા હતા. પરંતુ આજના સમયમાં લોકોનું જીવન ખુબ જ વ્યસ્ત બન્યું છે. જેમાં લોકો આજે પોતાનું કામ પણ ન છોડી શકે અને સમય પણ ન કાઢી શકે. પરંતુ મિત્રો આજના સમયમાં લોકો ફરવા માટે અવશ્ય સમય કાઢી લેતા હોય છે.

તો તેવી જ રીતે વર્ષમાં માત્ર બે વાર પણ જો કુળદેવીના દર્શન કરવામાં આવે તો પણ તેની કૃપા આપણા પર અવશ્ય રહે છે.કોઈ પણ માતા હોય તે તેના બાળકને ક્યારેય નિરાશ જોવા ન ઈચ્છે. પરંતુ જો આપણે સમય ન કાઢી શકતા હોઈએ અને વર્ષમાં માત્ર બે વાર પણ કુળદેવીના દર્શન કરવા જાવ તો પણ માતાજી આપણા પર ખુબ જ કૃપા વરસાવે છે. ત્યાર બાદ તમે જ્યારે સવારે ઉઠો ત્યારે બે હાથ જોડીને માતાજીનું સ્મરણ સાચા હૃદયથી કરો તો પણ તેની કૃપા દ્રષ્ટિ આપણા પર રહે છે.

જે આપણને ક્યારેય નિરાશ ન થવા દે.રાત્રે સુતા સમયે પણ જો માતાજીનું સ્મરણ કરવામાં આવે અંને એવી પ્રાર્થના કરવામાં આવે કે આજે આખા દિવસ દરમિયાન જે કંઈ ભૂલ થઇ હોય તેને ક્ષમા કરજો અને મારા પરિવાર સદા તમારી કૃપા રહે. આ રીતે પણ રોજ સુતા સમયે પ્રાર્થના કરવામાં આવે તો જીવન ધન્ય બની જાય છે અને કુળદેવી સદા માટે આપણા પર મહેરબાન રહે છે.જો તમારાથી થઇ શકે તો નવરાત્રીમાં કુળદેવીનો આઠમા નોરતે હવન પ કરવો જોઈએ. તે તમે તમારી યથા શક્તિ પણ કરી શકો.

કોઈ પણ શુભ પ્રસંગ અથવા કોઈ તહેવાર હોય ત્યારે કુળદેવીની પ્રાર્થના કરીને શરૂઆત કરો. દરેક પ્રસંગમાં સફળતા મળશે. નવા નવા લગ્ન થયેલા દંપત્તિએ પણ અવશ્ય કુળદેવીના દર્શન કરવા જોઈએ. તો તમે કોઈ પણ સ્થિતિમાં હો અને કુળદેવીનું સાચા હૃદય ભાવ સાથે સ્મરણ કરો તો તેની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા પર રહે છે. આજે વડીલોએ અથવા માતા-પિતાએ તેમના સંતાનોને એટલું જરૂર કહેવું જોઈએ કે, આપણા કુળદેવીની આરાધના કરવી જોઈએ અને તેના પર અતુટ શ્રદ્ધા રાખવી જોઈએ.