નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની લોકપ્રિયતાએ તેને અનેક બ્રાન્ડ્સનો પોસ્ટર બોય બનાવી દીધો છે. વિરાટ કોહલી પાસે હાલમાં અનેક લગ્ઝરી કાર છે. કોહલી કારનો શોખીન છે. તેની પાસે એકથી એક શાનદાર લગ્ઝરી કાર છે.
કોહલી લાંબા સમયથી ઓડી ઈન્ડિયાનો બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. જેના કારણે ઓડી ઈન્ડિયાની દરેક કાર લોન્ચિંગ સમયે નજર આવતો હોય છે.જો વિરાટ કોહલીને દર વખતે એક નવી કાર મળે છે તો તે જૂની કારનું શું કરતો હશે? ફેન્સના મગજમાં ઘણીવાર આ સવાલ આવતો હશે. વિરાટની એક જૂની કાર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધુળ ખાઈ રહી છે.
જણાવી દઈએ કે વિરાટ કોઈ અપરાધમાં સામેલ નથી. પરંતુ તેની કાર પોલીસ સ્ટેશનમાં પડી રહી છે. વાસ્તવમાં, ઓડી ઈન્ડિયાએ નવું R8 મોડલ લોન્ચ કર્યું હતું ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના જૂના મોડલ વેચવાનો નિર્ણય કર્યો હતો. આ 2012નું Audi R8 મોડેલ હતું. વિરાટ કોહલીની આ પહેલી કાર હતી.
2016માં કોહલીએ તેને એક બ્રોકર દ્વારા સાગર ઠક્કર નામના વ્યક્તિને પોતાની ઓડી કાર વેચી દીધી હતી. એક રિપોર્ટ્સ અનુસાર સાગર બાદમાં એક કૌભાંડમાં ઝડપાયો હતો, જેના કારણે પોલીસે તેની કારને જપ્ત કરી લીધી હતી. હાલમાં તેની કાર પર મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ધૂળ અને ગંદકી જામી ગઈ છે.સાગર ઠક્કરે આ કાર ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપવા માટે વિરાટ પાસેથી ખરીદી હતી. સાગરે લગભગ 2.5 કરોડ રૂપિયામાં આ કાર ખરીદી હતી.
વિરાટ કોહલીને સચિન તેંડુલકરનો ઉત્તરાધિકારી માનવામાં આવે છે. વિરાટ કોહલીનો જન્મ ૫ નવેમ્બર ૧૯૮૮ માં થયો હતો. તેમના પિતાનું નામ પ્રેમ કોહલી અને માતાનું નામ સરોજ કોહલી છે. તેમના મોટા ભાઈનું નામ વિકાસ અને બહેનનું નામ ભાવના છે.
ડીસેમ્બર ૨૦૦૬ માં કોહલી રંજી ટ્રોફી ના એક ખાસ ટેસ્ટ મેચમાં કર્નાટક વિરુદ્ધ રમી રહ્યા હતા. આ ટેસ્ટ મેચના બીજા જ દિવસે તેમના પિતા પ્રેમ કોહલીનું મૃત્યુ થયું હતું અને આગલા દિવસે તેમનો અંતિમ સંસ્કાર હતો.વિરાટે કર્નાટકની મેચમાં પહેલી ઇન્નીંગમાં ૪૪૬ રન બનાવ્યા હતા.વિરાટ કોહલીને બાળપણમાં તેમના કોચ અજિત ચૌધરીએ એક નીક નામ આપ્યું હતું, આ નામ ‘ચીકુ’ હતું.વિરાટ કોહલી ટેટુ ના ખુબ શોખીન છે. તેમણે ચાર વાર ટેટુ બનાવ્યા છે. સમુરાઈ યોધ્ધા વાળું ટેટુ તેમણે ખુબ પસંદ છે.
અત્યારે ભારતીય ખેલાડીયો માં સૌથી વધારે સેન્ચ્યુરી ફટકારવાનો રેકોર્ડ કોહલીના નામે છે. તેમણે ઓસ્ટ્રેલિયા સામે એક દિવસની મેચમાં 52 બોલમાં 100 રન બનાવ્યા હતા.વિરાટ કોહલી પહેલી વાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્તરમાં ફેમસ ત્યારે થયા જયારે તેમની કપ્તાનીમાં ભારતીય અંડર-૧૯ ટીમે ૨૦૦૮ માં અંડર -૧૯ માં વિશ્વ પોતાના નામે કર્યું.
કોહલી પોતાના ડ્રેસિંગ સેન્સ માટે પ્રખ્યાત છે. ‘GQ’ પુરુષોના ફેશન સંબંધિત એક આંતરરાષ્ટ્રીય મેગેઝીન છે. આ મેગેઝીને સાલ ૨૦૧૨ માં વિરાટ કોહલીને ’૧૦ સૌથી સારા કપડા પહેરતા પુરુષો’ માં શામેલ કર્યા છે. આ લીસ્ટમાં બરાક ઓબામાં પણ શામેલ છે. તમને જણાવી દઈએ કે આ લીસ્ટમાં કોહલી ૩ સ્થાને છે જયારે ઓબામાં ૧૦ માં સ્થાને.
હાલમાં તેઓ એક ડઝન કરતા પણ વધારે બ્રાંડ માટે પ્રચાર કરે છે. પોતાના નાનકડા કરિયરમાં વિરાટે ઘણા બધા મોટા રેકોર્ડો બનાવ્યા છે.ગર્લ્સમાં વિરાટ ખુબ ફેમસ છે તેથી તેમને લોહીથી લખેલ પત્ર મળે એ સામાન્ય વાત છે.બોલીવુડમાં તેમની ફેવરીટ અભિનેત્રી કરિશ્મા કપૂર છે.વિરાટને સ્વાદિષ્ટ ભોજન ખુબ પસંદ છે. જયારે તેઓ ઘરે હોય છે ત્યારે તેમની મમ્મીના હાથોથી બનેલ મટર બિરયાની અને ખીર પસંદ છે.
કમાઈના મામલામાં વિરાટ ફક્ત ધોની થી જ પાછળ છે. ૨૦૧૫ ફોર્બ્સના રીપોર્ટ અનુસાર ઓક્ટોબર ૨૦૧૪ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫ ના વચ્ચે કોહલીને ૧૦૪ કરોડ ૭૮ લાખની આવક થઇ હતી જયારે ધોનીની વર્ષદીઢ આવક ૧૧૯ કરોડની હતી.2013 માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ પોતાને હાથે તેમણે ‘અર્જુન એવોર્ડ’ આપ્યો હતો.
સચિન તેંડુલકર અને સુરેશ રૈના સિવાય વિરાટ એક એવા બેટ્સમેન છે જેમણે પોતાના 22 મા જન્મદિવસ પહેલાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સેન્ચ્યુરી કરી હતી.માત્ર ૨૩ વર્ષની ઉમરમાં વિરાટ કોહલીએ આઈસીસી માં ‘ક્રિકેટર ઓફ ધ યર’ નો પુરસ્કાર 2012 માં જીત્યો હતો.ધોની, સચિન અને ગાંગુલી બાદ વિરાટ એકમાત્ર એવા ભારતીય ક્રિકેટર છે જેમણે લગાતાર વર્ષમાં ૧૦૦૦ થી વધારે વનડે રન બનાવ્યા હતા.
કોહલી પોતાના નામે ગરીબ બાળકો માટે એક સંસ્થા ચલાવે છે. જેનું નામ ‘વિરાટ કોહલી ફાઉન્ડેશન’ છે.વિરાટ કોહલી કાર ના ખુબ શોખીન છે. જયારે પણ તેમને સમય મળે ત્યારે તે પોતાના કારની સવારી કરે છે. તેમની પાસે ઓડી કારના બે મોડેલ છે, જેમાંથી એકની કીમત ૧ કરોડ ૮૭ લાખ અને બીજીની કીમત ૨ કરોડ ૯૭ લાખ છે.
મીડિયા રિપોર્ટ મુજબ દિલીપ વેંગસરકરે વિરાટને ટીમમાં શામેલ કરવા તક આપી હતી. એક ખાનગી સ્પોર્ટ વેબસાઇટ સાથે વાત કરતા દિલીપ વેંગસરકરે કહ્યું કે,‘વર્ષ 2000માં બીસીસીઆઈએ ટેલેન્ટ શોધવા માટે એક કમિટી બનાવી હતી. જેનો હું અધ્યક્ષ હતો. મારી સાથે બૃજેશ પટેલ હતા. હું દેશભરમાં અંડર-14, અંડર-16 અને અંડર-19 ના મેચ જોતો હતો. વિરાટ કોહલીને મે પહેલીવાર અંડર-16 મેચમાં મુંબઈ વિરુદ્ધ રમતા જોયો હતો. વિરાટ કોહલી, લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજસ્વીની કેપ્ટન્સીમાં રમતો હતો. વિરોટ કોહલીએ ત્યાં જબરદસ્ત બેટિંગ કરી હતી.
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની ગણતરી વિશ્વના ટોચના ક્રિકેટરોમાં થાય છે. વિરાટ આ દિવસોમાં ક્રિકેટ ક્ષેત્રે સારો દેખાવ કરી રહ્યો છે જ્યારે તે જ સમયે તે ઘણી બ્રાન્ડની જાહેરાતથી પણ કરોડોની કમાણી કરી રહ્યો છે. તે ભારતનો ટોચનો ક્રિકેટર છે જે ઘણી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સને પ્રોત્સાહન આપે છે. વિરાટ નો જન્મ 1988 માં થયો હતો અને તેણે માત્ર ત્રણ વર્ષની ઉમર થીજ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. કારકિર્દીની શરૂઆતમાં તે દિલ્હી તરફથી રમ્યો હતો અને 2008 માં તેના શાનદાર પ્રદર્શનને કારણે આઈપીએલમાં તેની પસંદગી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માં કરવામાં આવી હતી. બાદમાં તેણે 2010 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ ક્રિકેટના રાજા બની ગયા.
તે ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટર બની ગયો છે જોકે કોઈપણ ઉદ્યોગપતિ કે સેલિબ્રિટીથી વધારે છે. કોહલીને એક બ્રાન્ડના એન્ડોર્સમેન્ટ માટે 5 કરોડ રૂપિયા મળે છે. વિરાટ હાલમાં વિશ્વના સૌથી મોંઘા ખેલાડીઓમાં સામેલ છે તેથી તેની બ્રાંડ વેલ્યુ ઘણી વધી ગઈ છે. વન-ડે આંતરરાષ્ટ્રીય અને ટી 20 ટીમના કપ્તાન તરીકે ભારતીય ટીમની નિમણૂક થઈ ત્યારથી વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુમાં 20-25% નો વધારો થયો છે. ઑક્ટોબર 2016 ના અહેવાલ મુજબ કોહલીની બ્રાન્ડ વેલ્યૂ અભિનેતા શાહરૂખ ખાન પછી બીજા ક્રમ ની છે.
ક્રિસ્ટિયન રોનાલ્ડોએ અનેક ટાઇટલ જીત્યા છે. તેણે ગયા વર્ષે રીઅલ મેડ્રિડ સાથે એક નવો કરાર કર્યો હતો જેની લાંબા સમય સુધી મીડિયામાં ચર્ચા થઈ હતી. રોનાલ્ડોની કુલ કમાણી કેટલી છે? સચોટ આંકડો આપવો મુશ્કેલ છે પરંતુ તે વિશ્વના સૌથી વધુ કમાતા એથ્લેટ્સમાંનો એક છે.તેમની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો 45 કરોડ ડોલર(33.4 મિલિયન પાઉંડ) તેના વાર્ષિક પગારમાંથી આવે છે. રોનાલ્ડોએ નવેમ્બર 2016 માં મેડ્રિડ સાથે એક નવો કરાર કર્યો હતો જેનાથી તે અઠવાડિયામાં આશરે 365,000 પાઉંડ ની કમાણી કરતો હતો.
આ ડીલ 2021 સુધી ચાલુ રહેશે એટલે કે તેઓ 2021 સુધી દર અઠવાડિયે લગભગ 365,000 પાઉંડ ની કમાણી ચાલુ રાખશે. આ સોદાની સાથે તે રીઅલ મેડ્રિડ દ્વારા સૌથી વધુ વેતન મેળવતા ફૂટબોલ ખેલાડી બન્યો. રોનાલ્ડો નાઇક સ્કૂર બ્રધર્સ સુટ્, કેસ્ટ્રોલ, અરમાની, મોનસ્ટર્સ હેડફોન જેવા બ્રાન્ડની જાહેરાતો દ્વારા પણ વધુ કમાણી કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની વાર્ષિક કમાણી લગભગ 122 કરોડ છે જે ફક્ત તે બ્રાન્ડ્સના પ્રમોશન દ્વારા જ મેળવે છે. તો તે જ સમયે ફૂટબોલર રોનાલ્ડોની બ્રાન્ડને પ્રોત્સાહન આપવાથી વાર્ષિક આવક આશરે 224 કરોડ રૂપિયા છે. જે વિરાટ કોહલીથી ડબલ છે. એમ કહી શકાય કે વિરાટની કમાણી બાકીના ક્રિકેટરો કરતા વધારે હોય તો પણ તેઓ રોનાલ્ડો કરતા ઘણી ઓછી કમાણી કરી શકે છે.