જાન્યુઆરીમાં આ ઉપાય કરવાથી દૂર થઈ શકે છે દુર્ભાગ્ય, જાણીલો તેનાં માટેની ખાસ રીત.

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે મકરસંક્રાંતિ એટલે પતંગ ચગાવવાનો પર્વ, આ માન્યતા યુવાવર્ગના માનસમાં ઘર કરી ગઈ છે. પરંતુ આ દિવસ દાન-પુણ્ય કરવા માટેનો સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ પણ આગવું મહત્વ ધરાવે છે. મકર સંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં નદી અથવા સરોવરમાં સ્નાન કરવાનો પણ મહિમા છે.

Advertisement

મકરસંક્રાતિના દિવસે ઘરમાં વિવિધ પ્રકારના પકવાન પણ બને છે. આ દરેક વાનગીમાં તલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. કારણ કે આ દિવસે તલનો ઉપયોગ શુભ માનવામાં આવે છે.મકરસંક્રાંતિના દિવસને વધારે શુભ અને લાભદાયી બનાવવા માટે તલનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ. સ્નાન પહેલા તલના તેલની શરીરે માલિશ કરવી ત્યારબાદ સ્નાન કરી સૂર્ય દેવની પૂજા કરવાથી સૂર્યકૃપા તમારા પર થશે. આ ઉપરાંત તલના અન્ય ઉપાયો કરવાથી પણ લાભ થાય છે. કયા છે આ ઉપાય જાણી લો આજે તમે પણ.

મકરસંક્રાંતિના દિવસે તાંબાના કળશમાં તલ ભરી તેના ઉપર ગોળનો ટુકડો રાખી બ્રાહ્મણોને દાન કરી દેવું.સૌભાગ્યવતી સ્ત્રીને સૌભાગ્યની સામગ્રીઓ સાથે તલમાંથી બનેલી ખાદ્ય સામગ્રી દાન કરવી. નહાવાના પાણીમાં સફેદ તલ પધરાવી દેવા અને તેનાથી સ્નાન કરવું.સફેદ તલનું યથાશક્તિ યોગ્ય વ્યક્તિને દાન કરવું.ભગવાનને ભોગમાં તલ ગોળ ધરાવવા અને તે પ્રસાદ સ્વયં ભોજન કરતાં પહેલાં ગ્રહણ કરવો.

મકરસંક્રાંતિના દિવસે તલને વિવિધ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. કારણ કે આ દિવસે તેલના ઉપયોગનું સૌથી વધારે મહત્વ હોય છે. આ કાર્યો કરવાથી દુર્ભાગ્યમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયની સેવા કરવાનું પણ મહત્વ રહેલું છે. આ દિવસે ઘરમાં બનેલા ભોજનમાંથી સૌથી પહેલા ગાયને ભોજન કરાવવું. ભોજનની સામગ્રી ખવડાવ્યા બાદ પાણી પણ પીવડાવવું. આ કર્મ કરવાથી પિતૃદોષ પણ શાંત થાય છે.

જ્યોતિષ પ્રમાણે જ્યારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થાય છે તો તેને મકર સંક્રાંતિ કહે છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ પણ થઈ જાય છે. ગ્રંથોમાં ઉત્તરાયણની અવધિને દેવતાઓનો દિવસ તથા દક્ષિણાયનના સમયને દેવતાઓની રાત્રિ કહેવામાં આવી છે. આ પ્રકારે મકર સંક્રાંતિ દેવતાઓનો પ્રભાત કાળ છે.મહાભારતના અનુશાસનપર્વમાં લખ્યું છે કે-माघे मासि महादेव यो दद्यात् घृतकम्बलम्।स भुक्त्वा सकलान भोगान् अन्ते मोक्षं च विन्दति।।माघ मासे तिलान यस्तु ब्राहमणेभ्य: प्रयच्छति।सर्व सत्त्व समाकीर्णं नरकं स न पश्यति।।

આ શ્લોક પ્રમાણે મકર સંક્રાંતિ ઉપર ગંગાજળ સહિત શુદ્ધ જળથી સ્નાન વગેરે કર્યા પછી ભગવાન વિષ્ણુને પુષ્પ-અક્ષત તથા વિભિન્ન પૂજા સામગ્રીઓથી પૂજા કરવી જોઈએ. સાથ જ વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ દિવસે ઘી-તલ-કામળો-ખિચડીનું દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે. આ વસ્તુઓના દાન કરનાર વ્યક્તિને બધા દેવી-દેવતાઓની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને રૂપિયાની તંગીથી મુક્તિ મળી જાય છે. આ દાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.

મકર સંક્રાંતિ ઉપર ગંગા સ્નાન તથા ગંગા કિનારે દાનનું વિશેષ મહત્વ બતાવ્યું છે. તીર્થ રાજ પ્રયાગમાં મકર સંક્રાંતિનો મેળો તો વિશ્વ વિખ્યાત છે. આ સંબંધમાં ગોસ્વામી તુલસીદાસે શ્રીરામચરિતમાનસમાં લખ્યું છે કે,माघ मकर गत रवि जब होई। तीरथ पतिहिं आव सब कोइ।।देव दनुज किंनर नर श्रेनीं। सादर मज्जहिं सकल त्रिबेनी।।તેનો અર્થ છે કે જ્યારે પોષ મહિનામાં સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે બધા લોકો તીર્થ રાજ પ્રયાગ આવે છે. આ દિવસે દેવતા, દૈત્ય, કિન્નર અને મનુષ્ય, બધા આદરપૂર્વક ત્રિવેણી(ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ સ્થળ-પ્રયાગ)માં સ્નાન કરે છે.

ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ ઉપર તીર્થ રાજ પ્રયાગમાં મકર સંક્રાંતિના શુભ અવસરે બધા દેવી-દેવતાઓ પોતાનું સ્વરૂપ બદલીને સ્નાન કરવા આવે છે. અહીં મકર સંક્રાંતિ ઉપર સ્નાન કરવાથી અક્ષય પુણ્ય પ્રાપ્તિ થાય છે.ખોગોળ શાસ્ત્રીઓના માનવા પ્રમાણે સંક્રાંતિ ઉપર સૂર્ય પોતાની કક્ષામાં પરિવર્તન કરી દક્ષિણાયનથી ઉત્તરાયણ થઈને મકર રાશિમાં પ્રવેશ કરે છે.

જે રાશિમાં સૂર્યની કક્ષાનું પરિવર્તન થાય છે, તેને સંક્રમણ અર્થાત્ સંક્રાંતિ કહેવામાં આવે છે. આપણા ધર્મ ગ્રંથોમાં સ્નાનને પુણ્યજનકની સાથે-સાથે સ્વાસ્થની દ્રષ્ટિએ પણ લાભદાયક માનવામાં આવે છે. મકર સંક્રાંતિએ સૂર્ય ઉત્તરાયણ થઈ જાય છે, ગરમીની શરૂઆત થવા લાગે છે, એટલા માટે આ સમયે સ્નાન સુખદાયી લાગે છે.ઉત્તર ભારતમાં ગંગા-યમુનાના કિનારે(તટ ઉપર) વસેલા ગામો, નગરોમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. ભારતવર્ષનો સૌથી પ્રસિદ્ધ મેળો બંગાળમાં મકરસંક્રાંતિ ઉપર ગંગા સાગરમાં લાગે છે. ગંગા સાગરના મેળાની પાછલ પૌરાણિક કથા છે કે આ દિવસે ગંગાજી સ્વર્ગથી ઉતરીને ભગીરથની પાછળ-પાછલ ચાલીને કપિલ મુનિના આશ્રમમાં જઈને સાગરમાં મળી ગઈ હતી.

ભારતીય પૌરાણિક કથાઓ મુજબ, એવું માનવામા આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ દ્વારા અસુરો તેમજ દેવો વચ્ચે થયેલા સંગ્રામ નો અસુરો ના સંહાર સાથે અંત આવ્યો હતો. આ સાથે ત્યારે ભગવાન દ્વારા તમામ અસુરો ના માથા ને મંદાર પહાડ મા દાટી દેવા મા આવ્યા હતા. આ પ્રમાણે આ દિવસ ને નરશી તેમજ નકારાત્મકતા નો અંત મનાય છે.

આ સાથે માતા યશોદાએ કૃષ્ણ ને પુત્ર સ્વરૂપે પામવા માટે ઉપવાસ કર્યુ હતુ, ત્યારે ભગવાન સૂર્યનારાયણ ઉત્તરાયણ મા જઈ રહ્યા હતા તેમજ ત્યાર થી આ દિવસે ને મકરસક્રાંતિ કેહવા મા આવી અને ત્યાર થી આ મકરસક્રાતિ નો ઉપવાસ ચાલુ થયુ હતુ. આ સાથે મહાભારત મા પણ આ દિવસ નો ઉલ્લેખ થયેલ છે કેમ કે આ જ દિવસે પિતામહ ભીષ્મે પોતાના દેહ નો ત્યાગ કરી પોતાની ઈચ્છામૃત્યુ પામી મોક્ષ મેળવ્યો હતો.

પિતામહ આ દિવસ ની રાહ જોતા હતા અને ત્યાં સુધી તેઓ પોતે અર્જુન દ્વારા પથરાયેલ બાણો ની શૈયા પર જ કષ્ટ સહન કરતા ઉતરાયણ ની રાહ જોઇ રહ્યા હતા. એવું માનવામા આવે છે કે દક્ષિણાયન અંધકાર નો સમય છે માટે તે સમયે મૃત્યુ થવા થી માનવ ને મુક્તિ મળી શકતી નથી.

આથી ભગવાન સૂર્યનારાયણ નુ ઉત્તરાયણ થવુ શુભ ગણાય છે કેમકે આ પ્રકાશ નો સમય મનાય છે.આ સાથે બીજી એક માન્યતા એવી પણ છે કે આ જ દિવસે ભગવાન સૂર્યનારાયણ પોતાના પુત્ર ભગવાન શની ને મળવા માટે તેના ઘરે જાય છે. આમ તો ભગવાન શનિ ને મકર રાશિ ના સ્વામીગ્રહ માનવામા આવે માટે જ તેને મકરસંક્રાતિ ના નામ થી ઓળખવામા આવે છે.

માત્ર એક જ તેહવાર ઘણી વિવિધતાઓ, ભારત ના જુદા-જુદા પ્રાંત મા આ તહેવાર ને જુદી-જુદી રીતે ઉજવવા મા આવે છે. દરેક રાજ્ય મા તેનુ નામ તેમજ તેની રીત જુદી-જુદી હોય છે. ભારત ના આંધ્રપ્રદેશ, કેરલ તેમજ કર્ણાટક મા તેને માત્ર સંક્રાતિ તરીકે માનવામા આવે છે તેમજ તમિલનાડુ મા તેને પોંગલ ના રૂપે મનાય છે. પંજાબ તેમજ હરિયાણા મા આ સમયે નવી ફસલ ની ઉજવણી સંક્રાતિ થી એક દિવસ પહેલા લોહરી તરીકે મનાવામા આવે છે.

આ સાથે ભારત ના પૂર્વી ક્ષેત્ર આસામ મા તેને બિહૂ તરીકે ઉજવાય છે. આ સિવાય એક એવી પણ માન્યતા છે આ દિવસે ગંગા, યમુના તેમજ સરસ્વતી ના ત્રિવેણી સંગમ ગણાતા પ્રયાગ મા સમસ્ત દેવી-દેવતાઓ પોતાનુ વેશ પલટો કરી સ્નાન કરવા માટે આવે છે. આ સાથે જ એવી માન્યતા પણ જોડાયેલી છે કે આ દિવસે આવી પવિત્ર સરિતાઓ મા સ્નાન કરવાથી મનુષ્ય ને તમામ કષ્ટો નુ નિવારણ થાય છે.

જુદા-જુદા પ્રાંત ના જુદા-જુદા પકવાનો નુ મહત્વ, આખા ભારત મા જુદા-જુદા પ્રાંત મુજબ આ દિવસે જુદી-જુદી વાનગીઓ બનાવવા મા આવે છે. પણ ભારત ના ઉત્તરી રાજ્યો મા દાળ તેમજ ભાત ના મિશ્રણ થી બનાવેલ ખીચડી આ તહેવાર ની ખાસ ઓળખ મનાય છે. તેમાય ખાસ કરી ને ગોળ તેમજ ઘી સાથે ખીચડી ખાવા નુ વિશેષ મહત્વ મનાવામા આવે છે.

આ ખીચડી સિવાય મોટેભાગે તલ, મમરા તેમજ ગોળ થી બનાવેલ લાડૂ અને બીજા ઘણા પ્રકાર ની વાનગીઓ આ દિવસ નિમિતે પકાવવા મા આવે છે. આવી વાનગીઓ બનાવી એક-બીજા ને ભેટ રૂપે પણ આપવાનો એક રીવાજ આ પ્રાંતો મા વધુ પ્રચલિત છે. ભારત ના બિહાર, ઝારખંડ તેમજ પશ્ચિમ બંગાળ મા દહીં-ચૂડા તેમજ તલ થી બનેલ વાનગીઓ ખાવાનુ તેમજ ખવડાવવા ની રીત સદીયો થી ચાલી આવે છે.

આ દિવસે કરવામા આવતા દાન-પૂણ્ય ની વિશેષતા, ભારતીય પુરાણો મુજબ એક એવી પણ માન્યતા છે કે આ દિવસે કરવામા આવેલ દાન દક્ષિણા માનવી ને સો ગણુ બની પરત ફળીભૂત થાય છે. આ માટે સવારે નિત્યકર્મ થી નિવૃત થઇ ભગવાન સૂર્યનારાયણ ને જલ અર્પણ કરી તેમની ઉપાસના કર્યા બાદ ઘી, તલ, ચાદર તેમજ ખીચડી નુ દાન કરવું જોઈએ. આ પવિત્ર દિવસે ગંગા તટે દાન-દક્ષિણા કરવાનુ પણ એક અનેરો મહત્વ છે અને સાથોસાથ ગાય ને ચારો નાખવાનો પણ રીવાજ વર્ષો જુનો છે.

Advertisement