પતિ રહેતો હતો વ્યસ્ત તો 28 વર્ષની મહિલાએ બાંધ્યા, 21 વર્ષના યુવક સાથે સંબંધ, એક દિવસ તો બંને બેડરૂમમાં હતા અને અચાનક…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજના સમયમાં સંબંધોને લોકો ધૂળમાં જતા કરી દીધા છે. કોઈ કોઈનું વિચાર કરતુ નથી. પહેલના સમયની વાત કરવામાં આવે તો સંબંધો માટે લોકો પોતાનો જીવ આપી દેતા હતા પરંતુ આજે લોકો એક જમીનના ટુકડા માટે ભાઈ ભાઈ એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે.

Advertisement

આપણા દેશમાં સંબંધોમાં પણ અનૈતિક સંબંધોનો ચાલી રહ્યા છે જેમાં તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જેમ કે ભાઈએ ભાભી સાથે, કાકાએ પડોશની કાકી સાથે, પોતાના સગા પિતાએ પોતાની જ દીકરી સાથે વગેરે જેવા તમે જોયા હશે અને સાંભળ્યા હશે. આવોજ એક કિસ્સો સામે આવ્યો છે.

સોલામાં રહેતા ઉદ્યોગપતિની 28 વર્ષની પત્નિને 21 વર્ષના યુવક સાથે સંબંધો બંધાતાં તેણે પતિને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. યુવતી પણ પછી બીજે રહેવા જતી રહી હતી. દરમિયાનમાં પતિએ ઘરમાં તપાસ કરતાં ઘરમાંથી રૂપિયા 10 લાખની કિંમતના દાગીનાની ચોરી થઈ હોવાની ખબર પડતાં ચોરી પાછળ પત્નિ અને તેના પ્રેમીનો હાથ હોવાની શંકા સાથે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સોલામાં હાર્મની હોમ્સ વિભાગ-4માં રહેતા ગિરીશભાઈ પી.પટેલ (29 વર્ષ ) તેમની પત્ની અને બાળકો સાથે રહે છે. વિરમગામ ખાતે ફેક્ટરી ધરાવે છે. સાથે સાથે તે બિઝનેસ પણ કરે છે. ત્રણેક મહિના અગાઉ પત્નીનો ફોન અવારનવાર વ્યસ્ત આવતા આ બાબતે પૂછતા પત્નીએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. તેમનાં પત્નિ સેજલબેને ધમકી પણ આપી હતી કે, આ મારૂ મકાન છે તેથી હું ફાવે તેમ કરીશ. તમને ના ફાવે તો તમે તમારા છોકરાઓને લઈને જતા રહો.

આ પછી સેજલબેને તેમને પરેશાન કરતાં તેઓ બાળકો સાથે તેમના માતાપિતાને ત્યાં રહેવા જતા રહ્યા હતા. પત્ની સેજલબહેન તેમના સાયન્સ સિટી રોડ પરના સહજાનંદ સ્ટેટસના મકાનમાં એકલા રહેતા હતા.ગિરીશભાઈએ તપાસ કરતા પત્નિને વીસનગર ખાતે રહેતા ધીરજ પ્રજાપતિ નામના 18 વર્ષના છોકરા સાથે અફેર હોવાની ખબર પડી હતી. સેજલબેન પણ 29 જુનથી મકાન બંધ કરીને તેના માતાપિતાના ગાંધીનગરના ઘરે રહેવા જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ગિરીશભાઈને દાગીનાની જરૂર પડતા તેમણે તેમના સહજાનંદ સ્ટેટસ મકાનમાં તપાસ કરતા રૂપિયા 10 લાખ ની કિંમતના દાગીના તથા બાળકોના પાસપોર્ટ અને લિવીંગ સર્ટિફિકેટ પણ ગુમ હતા. તેમના બેન્કના જોઈન્ટ ખાતાના લોકરની ચાવી પણ ગુમ હતી. આ અંગે તેમણે પત્ની સેજલબહેન તથા ધીરજ પ્રજાપતિ પર શંકા કરીને સોલા પોલીસ સ્ટેશનમાં બન્ને વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

આવીજ એક બીજો કિસ્સો.જેને જાહેરમાં ભાભી કહીને માન આપતા હતા તેની સાથે જ દિયરને અનૈતિક સંબંધ હતો. પણ આ અનૈતિક સંબંધ લોહિયાળ બન્યો અને શરીરસુખ આપવાની ના પાડતા દિયરે ભાભીને માર માર્યો. જ્યારે ગુસ્સે ભરાયેલા ભાભીએ દિયરની હત્યા કરી દીધી. વાત છે સુરેન્દ્રનગરની. જ્યાં વિધવા ભાભી અને દિયર વચ્ચે પ્રેમ સંબધ હતો. પરંતુ બાળકો મોટા થયા હોઇ ભાભીએ સંબંધ રાખવાની દિયરને ના પાડી હતી. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. આ વાતને લઈ બંને વચ્ચે ઝઘડો થયો. ભાભીએ રાત્રે 3 વાગ્યે દિયરને ગળામાં છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો.

હોશ ઉડાડી દેનારી આ ઘટનાની વિગત એવી છે કે સુરેન્દ્રનગરમાં આવેલા ગંગાનગરમાં રહેતા કસ્તુરીબેન અને મૃતક દિયર સાગરભાઈ સાથે પ્રેમસંબંધ હતો. સાગરભાઇ સાંતલપરા (ઉંમર 41 વર્ષ) ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. ખમીસાણા ગામે માતાજીનો માંડવો હોઇ ઘરના તમામ લોકો પ્રસાદ લેવા ત્યાં ગયા હતા.

ત્યારે મોડી રાતના સાગરભાઇ, ભાભી કસ્તુરીબેન અને ભત્રીજો ધનશ્યામભાઇ પરત ઘરે આવી ગયા હતા. સાગરભાઇનો પુત્ર મહેશ ખમીસાણા ગામે રોકાઇ ગયો હતો. એ રાત્રે સાગરભાઇ ઘરના ફળિયામાં ખાટલો ઢાળી સૂઈ રહ્યા હતા, ત્યારે રાતના સમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેમના પર તીક્ષ્ણ હથિયારોના ઘા મારી હત્યા કરી હતી.

સવારે જ્યારે સાગરભાઇનો પુત્ર મહેશ ઘરે આવ્યો ત્યારે સૂતેલા પિતાને જગાડવા ગયો હતો ત્યારે તેને પિતાની ખાટલામાં લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પુત્રએ બૂમો પાડતા આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરાતા કાફલો ઘટના સ્થળે આવી દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડિયાની સૂચનાથી પોલીસ ટીમે સઘન તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, કસ્તુરીબેન અને તેના દિયર વચ્ચે અનૈતિક સંબંધ હતો. પોલીસે મહિલાની ઉંડી પૂછપરછ કરતાં તેને પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને જણાવ્યું હતું કે, તેના પતિ વજાભાઈ સાંતલપરાનું ઘણા સમય પહેલા મૃત્યુ થયું હતું. જ્યારે તેના દિયરની પત્નીનું પણ અવસાન થયું હોવાથી ભાભી-દિયર વચ્ચે પ્રેમસંબંધ હતો.

આ દરમિયાન મહિલાના બન્ને દીકરા મોટા થઈ ગયા હોવાથી ભાભીએ દિયરને હવે આ સંબંધનો અંત લાવવા માટે કહ્યું હતું. પરંતુ મૃતક દિયર માન્યો ન હતો અને અવારનવાર શરીર સંબંધ બાંધવાની માગણી કરતો હતો.15 ઓક્ટોબરની રાત્રિએ મૃતક સાગરે ઘરમાં આવી બળજબરીથી શરીર સંબંધ બાંધવાની કોશિષ કરતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. આ જ રાત્રે મહિલાને ગુસ્સો આવતાં છરી વડે દિયરની હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપી કસ્તુરી સાંતલપરાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આવીજ એક બીજો કિસ્સો અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ ધરાવતા પતિને કહેવા ગયેલી પરિણીતાને સાસરિયાંએ માર મારી ત્રણ વર્ષની દીકરી સાથે ઘરની બહાર કાઢી મૂકતા પરિણીતાએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં પતિ સહિત સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાંથી મળતી વિગત અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના સુલ્તાનપુર જિલ્લા અને હાલ ઓલપાડ તાલુકાના કીમ ખાતે આવેલ શિવસાઈ રેસિડેન્સીમાં રહેતા સુખારામ મૌર્યની દીકરી અમિતા (ઉ.વર્ષ 27)ના લગ્ન મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રહેવાસી અને હાલ સાયણના મણિપુષ્પકમ સોસાયટીમાં રહેતા મોનુ શિવકુમાર મૌર્ય સાથે 28ના રોજ થયા હતા. લગ્ન બાદ તેમને ત્રણ વર્ષની એક પુત્રી છે.

બે વર્ષ સારી રીતે રહ્યા બાદ અમિતા સાથે તેના પતિએ તને જમવાનું બનાવતા આવડતું નથી એમ કહી અવારનવાર ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું. બાદમાં આ ઉપરાંત સાસુ, જેઠાણી અને નણંદ પણ પતિને ખોટી ચઢામણી કરી માતાપિતાના ઘરેથી કશું શીખીને નથી અવળી અને લગ્નમાં સાવ હલકા ઘરેણાં આપ્યા છે. એમ કહી તેણીને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવો હતો. તેમજ મકાન લેવા માટે પિતાને ત્યાંથી ત્રણ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું.

બાદમાં અમિતાને જાણવા મળ્યું હતું કે પતિ મોનુના કોઈ સ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે. જેને તે સાયણમાં જ રહેતા તેમના સંબંધીને ત્યાં રાખતો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પણ બંને વચ્ચે લડાઈ ઝઘડો થતાં મોનુએ માર મારી રાત્રિના સમયે ચપ્પુ બતાવી ત્રણ વર્ષની પુત્રી સાથે ઘરની બહાર કાઢી મૂકી હતી. આથી તે તેના પિતાના ઘરે જતી રહી હતી. સાસરિયાંના ત્રાસની વિરુદ્ધમાં અમિતાએ સુરત જિલ્લા મહિલા પોલીસ મથક ખાતે બે જેઠાણીઓ સુનિતા સોનું મૌર્ય, સંગિતા શત્રુઘ્ન મૌર્ય, નણંદ સંજુ શિવકુમાર મૌર્ય, સાસુ સાવિત્રીદેવી શિવકુમાર મૌર્ય અને પતિ મોનુ શિવકુમાર મૌર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Advertisement