વિધિના બહાને ભૂવાએ મહિલાને કરી નાખી નગ્ન, અને પછી કરવા લાગ્યો એવું કે તમારા હોશ ઉડી જશે….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો અને તેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે તો આવો જાણીએ તેના વિશે.

Advertisement

અમદાવાદ શહેરમાં સરસપુરમાં ગોકુળદાસની ચાલીમાં રહેતી એક મહિલાને ભુવાજી સામે નગ્ન કરવામાં આવી હોવાની ફરિયાદ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે. આ મહિલાએ પતિ, દિયર-દેરાણી, એક મહિલા, ચેતન ભુવાજી અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદ પ્રમાણે, હું મારા પતિ અને બે બાળકો સાથે રહું છું.મને છેલ્લા છ માસથી શારીરિક બીમારી હોવાથી હું અવાર-નવાર દવાઓ લાવતી હતી અને ભુવાઓ પાસે પણ જોવડાવતી હતી. દવા અને દુવા કરી હોવા છતાં પણ મને કોઈ પણ જાતનો ફેર પડ્યો નહોતો. જે બાબતે મેં મારા ઘરના સભ્યોને જાણ કરી હતી. જેથી મને તથા મારા પતિને મારા દિયર ગોપાલ, દેરાણી દીપુએ જણાવ્યું કે, અમારા ધ્યાનમાં ચંદનનગરમાં રહેતા ચેતન ભુવાજી છે અને તેઓ ભુવાનું કામ કરે છે.

જો તમારે બતાવવું હોય તો તમે આવજો. આ બધાંથી કંટાળીને એક દિવસ હું અને મારા પતિ મારા દિયરના ઘરે ગયા હતા. જ્યાં મારા સસરા મંગાભાઈ અને દીપુની પાડોશમાં રહેતા લીલાબેન પણ ત્યાં હાજર હતા. ત્યાર બાદ ત્યાંથી અમે બધા ચંદનનગરમાં રહેતા ચેતન ભુવાજીને ત્યાં ગયા હતાં. ચંદન ભુવાજીએ પરિવારના સભ્યો વચ્ચે કહ્યું હતું કે, આ બેનને 15 વર્ષ જુનું વળગળ છે. જેથી તેને દૂર કરવા માટે કલમ નાંખવી પડશે. જેના માટે આ બેનના કપડાં બદલાવવા પડશે. ત્યાર બાદ ચેતન ભુવાએ કપડાં આપ્યા હતા. તેમાં ચણીયો, કબજો, ઓઢણું હતું.

કપડાં આપ્યા બાદ ભુવાજીએ કહ્યું હતું કે, તું કપડાં ઉતારીને પંદર ડગલા ચાલીને મારી સામે આવ. આ સમયે રૂમમાં ભુવાજી, મારા દિયર-દેરાણી અને અન્ય એક મહિલા હાજર હતા. જ્યારે મારા પતિ અને સસરાને રૂમની બહાર ઉભા રહેવા માટે કહ્યું હતું. બાદ મેં મારા શરીર પર પહેરેલા તમામ કપડાં ઉતારી નાખ્યા હતાં અને ભુવાજીએ કહ્યું હતું કે, 15 ડગલા ચાલ. પરંતુ આ સમયે મને ડર લાગતા મેં મારી દેરાણી પાસેથી ચણીયો લઈ પહેરી લીધો હતો.આ સમયે ભુવાજીએ ઘરના સભ્યોની હાજરીમાં મારા પર પાણી છાંટીને લીંબુ દોરો આપી કહ્યું હતું કે, તને સારું થઈ જશે. ત્યાર બાદ અમે અમારા ઘરે સરસપુર ગયા અને બીજા બે સભ્યો તેમના ઘરે ગયા હતાં. ત્યાર બાદ મેં મારા પતિને જણાવ્યું હતું કે, તમે બધાં ભેગા થઈ કેમ મને ભુવાજી પાસે લઈ ગયા એમ કહી તેમની સાથે અવાર-નવાર બોલાચાલી કરી હતી. મેં કહ્યું હતું કે, મને કોઈ વળગળ નથી. ત્યાર બાદ હું પાલનપુર જતી રહી અને હાલ હું મારા માતા-પિતા રહું છું.

આવીજ એક બીજો કિસ્સો ઘટના કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થતા દંપતી ભૂવા પાસે ગયું હતું, જ્યા ભૂવાએ તાંત્રિક વિધીના નામે પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના બાદ ભૂવાએ મહિલાને ધમકી પણ આપી હતી કે, આ વાત કોઈને કહેશો તો માતાજી રુઠશે.પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસજડા ગામે રહેતો રમણજી ફુલાજી ઠાકોર નામનો વ્યક્તિ ભૂવા તરીકે કામ કરે છે.કલોલ પાસે રહેતા એક દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ કિશનભુવા પાસે પહોંચ્યા હતા. દંપતી છ મહિના સુધી આ ભૂવા પાસે દર રવિવારે દર્શન કરવા જતું હતું. ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીના દર્શને આવવાનું કહેતા તેઓએ રવિવાર ભરવાના શરૂ કર્યા હતા. ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.

આમ, ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ભૂવા કિશન ભાઈ ગોહેલ( નામ બદલેલ) સામે દુષ્કર્મનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને હાલ ભૂવાની ધરપકડ કરી છે.બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં ભૂવાએ વિધિના બહાને એક મહિલા પર મરજી વિરૃદ્ધ બળાત્કાર ગુજાર્યાનો કિસ્સો પ્રકાશમાં આવતાં ખળભળાટ મચ્યો છે.સંતાન પ્રાપ્તિની આશા લઈને એક પરિવાર આ હવસખોર શેતાન ભુવાની પાસે લઇ આવ્યા હતા.ત્યારે વાસના લોલુપ ભૂવાએ વિધિ કરવાના બહાને તેની સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. આ બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ નિ:સંતાન પુત્રવધૂની સમસ્યા દૂર કરવા માટે ભૂવો મુકેશ રૂપસિંગ સંગાડાનો સંપર્ક સાધ્યો હતો.ભુવાએ પોતાની માયાજાળ વાતોમાં ફસાવી નિ:સંતાન પુત્રવધૂને વિધિ કરીને સાજી કરવાની વાત પરિવાર સમક્ષ કરી હતી. ભૂવા મુકેશની વાતોમાં ફસાયેલો અંધશ્રદ્ધાળુ પરિવાર આ માટે રાજી થઇ ગયો હતો.ભૂવા મુકેશે બતાવ્યા મુજબ નિ:સંતાન યુવતી, તેની નણંદ અને સસરો સીંગવડ તાલુકાના જ છાપરી ગામના સ્મશાનમાં પહોંચી ગયો હતો. ત્યાં મુકેશે એકલામાં વિધિ કરવી પડશે, બધા દૂર જતાં રહો અને વિધિ નહીં જોવાનું પણ જણાવતાં પરિવારના લોકો દૂર ઝાડીઓમાં જતા રહ્યા હતાં.જોકે આ દરમિયાન એકલતાનો લાભ લઈ ભૂવાએ મહિલા સાથે જબરજસ્તી કરી હતી. સંતાનની આશામાં આવેલી યુવતીએ ભૂવા મુકેશે કહ્યું એમ કર્યું.

દરમિયાન તકનો લાભ લઇને તેણે લીંબુ કાંપીને તેની ફાડ યુવતીના કપાળે મુકી હતી. ત્યાર બાદ યુવતીના ઇન્કાર કરવા છતાં ભૂવા મુકેશે તેના બંને હાથ પકડીને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું. આ વખતે યુવતીએ બૂમાબૂમ કરતાં તેના પરિવારના લોકો દોડી આવ્યા હતા. એ જોઇ ભૂવો મુકેશ ફરાર થઇ ગયો હતો.આ સમગ્ર બનાવ અંગે અંતે યુવતીએ રણધિકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Advertisement