1939 માં ભાવનગરનાં આ બે વીર પુરુષોએ પોતાનો જીવ આપીને સરદાર પટેલનો જીવ બચાવ્યો હતો,100% તમે નહીં જ જાણતાં હોય આ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સરદાર પટેલ પીપલ્સ એસોસિએશનની પાંચમી કોન્ફરન્સ ભાગ લેવા માટે 14 મી મે 1939 ના રોજ ભાવનગર પહોંચ્યા હતા સરદાર પટેલની શાનદાર અને ભવ્ય શોભાયાત્રા અને સન્માન કરાયું પછી ભાવનગર પીપલ્સ એસોસિએશન દ્વારા સરદાર પટેલ સાથે શોભાયાત્રા કાઢવા માં આવી હતી. આ યાત્રા દાણાપીઠ થઈને ખાર્ગેટ નજીક પહોંચી.

Advertisement

અહીં તેમનું એક સમિયાનામાં સ્વાગત કરાયું હતું. પછી શોભા યાત્રા દાન પીઠ ખૂણા તરફ વળ્યું, અને કેટલાક અસામાજિક તત્વો એ સરદાર પટેલ પર ચાકુ અને લાકડી જેવા હથિયારો થી હુમલો કર્યો નાનાભાઇ (નૃસિંહપ્રસાદ) ભટ્ટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. એક ઘા તેના માથા વાગ્યો હતો. શ્રી મકનજીભાઇ વાલિયા અને કાળુભાઇ વાલિયા પણ હતા.

સરદાર વલ્લભભાઈ પટેલ ને બચાવવા બચુભાઇ એ પોતાના પર ઘા જીલીયા હતા અને બચુભાઈ વિરજીભાઇ નામના સ્વયંસેવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બીજા દિવસે સારવાર દરમિયાન દરમિયાન જાદવજીભાઇ ગિરધરભાઇ મોદીનું અવસાન થયું. સરદાર પટેલ પરિસ્થિતિને સમજીને સરઘસ અટકાવ્યું. વિરગતી પામેલ જાદવભાઈ અને બચુભાઈ એ પોતાના પ્રાણ આપી સરદાર વલ્લભભાઈ પટેલ નો જીવ બચાવ્યો હતો. ઈતિહાસ આ બન્ને મહાપુરુષો નો રુણી સદાય રહેશે.

વલ્લભભાઈ પટેલનો જન્મ ૩૧ ઓક્ટોબર ૧૮૭૫માં ગુજરાતના બોરસદ તહસીલના કરમસદ નામના ગામમાં થયો હતો. એમનો જન્મ લેઉવા પાટીદાર જાતિના એક સમૃદ્ધ જમીનદાર પરિવારમાં થયો હતો. એમનાં પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. એમનાં માતા-પિતા ખેડૂત હતાં અને ખેતીથી જ પોતાની જીવિકા ચલાવતાં હતાં. વલ્લભભાઈના પિતાએ સન ૧૮૫૭ના બળવામાં ભાગ પણ લીધેલો અને જેલમાં પણ ગયેલાં.વલ્લભભાઈ નાં ચાર ભાઈ હતાં.

વલ્લભભાઈ પટેલ બાળપણથી જ બહુ બહાદુર હતાંએક વાર એમની બગલમાં ફોલ્લો થઇ ગયો તો વૈદ્યે એમેને ગરમ લોખંડના સળિયા થી એને ફોડી નાખવાનું કહ્યું. એમના પરિવારજનો તો ફોલ્લો ફોડી નાખવાની વાતથી જ ડરી ગયાં હતાં. પરંતુ વલ્લભભાઈ પટેલે પોતે જાતે જ લોખંડના સળિયાને ગરમ કરીને એ ફોલ્લાને ફોડી નાંખ્યો અને તે બિલકુલ ડર્યા જ નહીં. આ સિવાય એક વાર પુસ્તકો ખરીદવાં માટે એમનાં એમને પુસ્તકો ખરીદવા માટે બધાં છાત્રોને બાધ્ય કરાવતાં હતા તો વલ્લભભાઈ પટેલે સ્કુલમાં હડતાલ કરાવી દીધી અને પુસ્તકોનો વ્યાપાર બંધ કરાવી દીધો.

સરદાર પટેલની પ્રાથમિક શિક્ષા એમનાં જ ગામમાં થઇ હતી.અને મેટ્રીકની પરીક્ષા એમણે ૧૮૯૭માં નડિયાદમાં પૂરી. કરી સરદાર પટેલના પિતાજી એમને ભણાવવામાં રુચિ ખુબજ ધરાવતાં હતાં કારણકે એ એમનાં પુત્રને એટલો કાબિલ બનાવવા માંગતા હતાં કે ભવિષ્યમાં એમને ખેતી ના કરાવી પડે. સરદાર પટેલ બાળપણમાં ખેતરમાં કામ કરતા હતાં અને સાથે સાથે ભણતાં પણ હતાં. સરદાર વલ્લભભાઈ પટેલ એકવાર મેટ્રિકની પરીક્ષામાં અનુતીર્ણ પણ થયાં હતાં પરંતુ તેમણે ક્યારેય હાર નહોતી માની અને આગળ વધતાં જ રહ્યાં.

પારંપરિક હિંદુ માહૌલમાં ઉછરેલા સરદાર પટેલે કરમસદમાં પ્રાથમિક વિદ્યાલય અને પેટલાદ સ્થિત ઉચ્ચ વિદ્યાલયમાં શિક્ષા પ્રાપ્ત કરી. પરંતુ એમણે અધિકાંશ જ્ઞાન સ્વાધ્યાયથી જ અર્જિત કર્યું. ૧૬ વર્ષની ઉંમરમાં એમનો વિવાહ થઇ ગયો. ૨ વર્ષની ઉંમરે એમણેમેટ્રીકની પરીક્ષા પાસ કરી અને જીલ્લા અધિવક્તાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં. જેનાં લીધે એમને વકીલાત કરવાની અનુમતિ મળી. સન ૧૯૦૦માં એમણે ગોધરામાં સ્વતંત્ર જિલ્લાઅધિકતા કાર્યાલયની સ્થાપન કરી અને ૨ વર્ષ બાદ ખેડા જીલ્લાના બોરસદગામે જતાં રહ્યાં.

મેટ્રિક પરીક્ષા ઉત્તીર્ણ કર્યા પછી એમની ઈચ્છા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની હતી પરંતુ તે પરિવાર પર બોજ બનવાં નહોતા માંગતા એટલા માટે એમણે સારા કાર્યકર્તા બનવાની પ્રેક્ટીસ શરુ કરી દીધી હતી. હવે એમની પાસે એટલાં બધાં પૈસા ભેગા થઇ ગયાં કે એ વિદેશ જઈને બેરિસ્ટરનું ભણી શકે.જયારે એમણે વિદેશ જવાની તૈયારી પૂરી કરી લીધી ત્યારે અંતિમ ક્ષણે એમનાં મોટા ભાઈ વિઠ્ઠલભાઈએ પણ વિદેશ જવાની વાત કરી.

સરદાર પટેલે પોતાનાં ખર્ચા પર પોતાનાં મોટાભાઈ ને વિલાયત મોકલ્યા અને ઇસવીસન ૧૯૦૮માં વિઠ્ઠલભાઈ બેરિસ્ટરનું ભણીને પાછાં ફર્યા. ૧૯૦૯માં સરદાર પટેલ સાથે એક દુખદ ઘટના બની. જયારે એક મુકદ્દમાની શરૂઆતમાં એમને એમની પત્નીના મૃૃત્યુનો તાર મળ્યો. તેમ છતાં પણ તેમણે મુકદ્દમો પૂરો લડીને અને એને જીત્યાં બાદ જ એ પોતાને ઘરે ગયા હતાં.

સરદાર વલ્લભભાઈ પટેલના પિતા ઝવેરભાઈ એક ધર્મપારાયણ વ્યક્તિ હતાં. ગુજરાતમાં સન ૧૮૨૯માં સ્વામી સહજાનંદ દ્વારા સ્થાપિત સ્વામીનારાયણ પંથના એ પરમ ભક્ત હતાં. ૫૫ વર્ષની અવસ્થા ઉપરાંત એમણે પોતાનું જીવન એમાં જ અર્પિત કરી દીધું હતું. વલ્લભભાઈએ સ્વયં કહ્યું હતું કે હું તો સાધારણ કુટુંબમાંથી આવ્યો હતો. મારા પિતા મંદિરમાં જ જિંદગી વિતાવતાં હતાં અને એમને ત્યાં જ પૂરી કરી. વલ્લભભાઈની માતા લાડબાઈ પોતાના પતિની જેમ જ એક ધર્મપરાયણ મહિલા હતી. એમાં વિઠ્ઠલભાઈ તથા વલ્લભભાઈએ રાષ્ટ્રીય અંદોલનમાં ભાગ લઈને ભારતીય ઈતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ગ્રહન કર્યું.

જયારે ૧૯૧૩માં સરદાર પટેલ બેરિસ્ટર બનીને પાછાં ભારત આવ્યાં તો એમનાં ગામના લોકો દંગ રહી ગયાં કારણકે એક ખેડૂતના દીકરા એ વિદેશમાં જઈને ડીગ્રી હાંસલ કરી હતી. હવે સરદાર પટેલે અમદાવાદમાં વકીલાત શરુ કરી અને થોડાંક જ મહિનામાં અમદવાદના જાણીતાં બેરિસ્ટરોમાંનાં એક ગણાવા લાગ્યાં. હવે ધીરે ધીરે એમની ખ્યાતિ બીજાં શહેરોમાં પણ ફેલાઈ ગઈ અને તેમને પોતાની ફીસ વધારી દીધી. હવે માત્ર એમની જ કમાઈ પર એમનો આખો પરિવાર જીવન ગુજારતો હતો.

સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદના ફેશનપરસ્ત ગુજરાત ક્લબમાં બ્રીજના ચેમ્પિયન હોવાનાં કારણે પણ એ વિખ્યાત હતાં. ૧૯૧૭સુધી એ ભારતની રાજનીતિક ગતિવિધિઓ પ્રત્યે ઉદાસીન જ રહ્યાં. ૧૯૧૪થી ૧૯૨૦ સુધી એમણે પૂર્ણરૂપે પોતાની જાતને કોર્ટમાં જ ઓતપ્રોત કરી દીધા હતાં અને એ એ અમય સુધી રાજનીતિથી દૂર જ રહેતાં હતાં. ૧૯૨૧માં જયારે ગાંધીજીએ અસહયોગ આંદોલન શરુ કર્યું તો બધાંજ વકીલો એમાં શામિલ હતાં. આ વકીલોમાં વલ્લભભાઈની સાથે સાથે મોતીલાલ નહેરુ, તેમજ બહાદુર, રાજેન્દ્ર પ્રસાદ અને માવલંકર જેવા ખુબજ મોટાં જાણીતાં વકીલોએ પણ ભાગ લીધો હતો. આની પહેલાં સરદાર પટેલ ક્યારેય પણ ગાંધીજીના આંદોલનમાં ભાગ નહોતા લેતાં અને એ ગાંધીજીના આંદોલનને પાગલપન કહેતાં હતાં.

વિદેશથી પાછાં ફર્યા બાદ એમણે જયારે સ્વદેશી આંદોલનમાં વિદેશી કપડાઓનો ત્યાગ કર્યો. ત્યારે એમના મનમાં ગાંધીજી પ્રતિ ભાવના જાગૃત થઇ હતી. ગુજરાત સભામાં ગાંધીજીના ભાષણથી એ સમયે સરદાર પટેલ બહુજ પ્રભાવિત થયાં હતાં. જયારે ૧૯૧૭માં ગુજરાત સભા થઇ તો દેશના બધાં જ નેતાઓને ગાંધીજીએ ગુજરાતી ભાષામાં ભાષણ આપવાનું કહ્યું અને જે લોકો ગુજરાતી નહોતાં બોલી શકતાં એમને માટે અનુવાદક રાખવામાં આવ્યો હતો. આ રીતે દેશમાં પહેલી જ વાર અંગ્રેજી ભાષાનો વિરોધ કરવામાં આવ્યો હતો. સરદાર પટેલ એમનાં આ વક્તવ્યથી બહુજ પ્રભાવિત થયાં અને ત્યારથી જ એ એમની સાથે જોડાઈ ગયાં.

Advertisement