ભાગ્યશાળી લોકોને જ દર્શન થાય છે બજરંગદાસ બાપાનાં આ તસવીરોની…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બજરંગદાસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં બગદાણા ગામે થયેલ સંત હતા.તેઓ બજરંગદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે.બજરંગદાસ બાપાનું મુળ કુટુંબ રાજસ્થાનથી હતું.મુળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. ૧૯૦૬માં (ચોક્કસ તારીખ ની માહિતી નથી) ઝાંઝરીયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભકિતરામ તરીકે માતા શિવકુંવરબાના ખોળામાં તેમનો જન્મ થયો.

Advertisement

એમના પિતાજીનું નામ હરીદાસબાપુ હતું. ભકિતરામ ૧૧ વર્ષની નાની વયે સાધુઓના સંપર્કમાંઆવ્યા. અયોધ્યામાં તેમની મુલાકાત તેમના ગુરૂ સીતારામ બાપુ સાથે થઈ.તેઓ તેમના શિષ્ય બન્યા તો ચાલો મિત્રો જાણીએ આગળ. બજરંગદાસ બાપા ને આપણે સૌ જાણીએ જ છીએ પરંતુ હજી કેટલાક પ્રસંગો અને બાબતો થી આપણે અજાણ છીએ અહી બજરંગદાસ એવા ફોટોસ રજુ કરીએ છીએ કે તમે કદાચ પહેલા નહી જોયા હોય.

તેમના કેટલાય કાલ્પનિક પ્રસિદ્ધ પરચા છે. જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈમાં સાધુ ની જમાત જોડે હતી. ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણીની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગદાસ એ ત્યાં મુંબઈ માં દરીયાકીનારે એક ડાર બનાવ્યો, (દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે) અને એ ડાર માં થી મીઠુ પાણી નીકળ્યુ.ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી ગયેલ અને બાપાએ તેને તેડી ને બચાવી લીધેલ.

એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી.આ ઉપરની દુર્લભ તસ્વીર મા ભાવેણાના રાજવી પરિવારના શિવભદ્રસિંહજી ગોહિલ ૧૯૬૬-૬૭ ની સાલ માં સ્વતંત્ર પક્ષમાંથી તળાજા માંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયની આ તસવીર છે.

તસ્વીરમાં પૂ.બજરંગઘસ બાપા સાથે શિવભદ્રસિંહજી બાજુબાજુ માં ઉભેલા દેખાય છે.તેઓ સૂરત (લક્ષ્મીનારાયણ મંદિર), હાનોલ (રણજીત હનુમાનજી), ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા.અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા. બાપા ત્યારપછી બગદાણા આવ્યા અને અહીં સ્થાયી થયા.ઉપરના બે ફોટા મા બજરંગદાસ બાપા પોતના આશ્રમ પર છે.

બગદાણાનો ગુરૂ આશ્રમ તેમના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે.બાપા સીતારામ ની મઢૂલીઓ સૌરાષ્ટ્રના કેટલાય ગામોમાં આવેલી છે.ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતી થાય

મારે પણ આજે એક એવા જ સંત ની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રિય સંત નુ બિરૂદ મળેલ છે. જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની સેવા પણ કરેલી છે. એવા જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણામાં આવેલ છે.જેમને ફકત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ મટાડે છે.

જેમને લોકો બાપા સીતારામ નાં હુલામણા નામથી ઓળખે છે.ઉપર ના ફોટા મા બજરંગદાસ બાપા પોતના ભક્તો સાથે છે.રામાનન્દી સાધુ હોવાના કારણે નામ રાખ્યું, ભક્તીરામ. નાનપણથી જ ભક્તીરામનાં મનમાં માતા-પિતાનાં સંસ્કાર હતાં ખરેખર તેમનામાં નામ પ્રમાણેજ ગુણ પણ હતાં.

એક સવારે ભક્તીરામ મોડે સુધી સુઈ રહ્યાં તો પિતા હિરદાસ અને માતા શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો. પછી એમને થયું કે જરુર ભક્તીરામ શેષ નારાયણનાં અવતાર હોવો જોઈએ.

ભક્તીરામને ભક્તી ની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ ૨ ધોરણ સુધી જ ભણ્યા હતાં અને ૧૧ વરસની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમનાં ગુરુ હતાં સીતારામ બાપુ એમની પાસેથી દિક્ષા લઈને સમાધીમાં લીન થઈ ગયાં.ઉપર ના ફોટા મા બજરંગદાસ બાપા પોતના ભક્તો સાથે છે.

પરમતત્વ અને યોગસિદ્ધીનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા ગયાં. ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય.

ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે.ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો.ઉપરના ફોટા મા બજરંગદાસ બાપા ની અંતીમ વિદાય નો ફોટો છે.

જેમા હજારો ભાવિક ભક્તો જોડાયા હતા.ભક્તીરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામ ના નામથી ઓળખાવા લાગ્યાં.એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંમ્બઈ આવી પહોચ્યાં. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો. બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા હતા.

તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યાં.અને જોત જોતાંમાં ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા પડી ગયો હતો.

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં.તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં.

બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો.

બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં.બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો.

બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ,જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી.

હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે.

આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી. પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો.બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે. ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે.

ચાલો જાણીએ બજરંગ દાસ બાપાના એક પરચા વિશે એક દિવસ પુજ્ય બાપા ફરતા ફરતા બગદાણા આવેલા ને બગદાણા ના મનવીયો ના હૃદયમાં એવુ સ્થાન મેળવી લિધેલુ કે બાપા કહે દિવસ તો દિવસ ને રાત કહે તો રાત બાપા ની સેવામાં બગદાણા ગામના લોકો હાજર રહેતા પછી તો ધિરે ધિરે આજુબાજુના ગામડામાં પણ બાપાની સુવાસ ફેલાઈ ગઈ.

બાપા ની પોતાના ગામમાં પધરામણી થાય એવુ લોકો ઇચ્છતા અને બાપા આમંત્રણ નુ માન રાખવા જતા પણ બાપાની મરજી મુજબ ગમે ત્યારે ઉભા થઇ ને હાલતા થઇ જતા કે હાલો વાલા હુ જાવ વિચાર કરો કે જે સમયે કોઇ પાસે સાયકલ ન હતી એ સમય મા બાપા પાસે મોટર હતી.

બાપા ને ગમે ત્યાં જવાનુ હોય પણ ડ્રઇવરથી પુછાય જ નહી કે બાપા કયા જવુ અને કદાચ પુછ્યુ હોય તો કેવો જવાબ મળે એનુ નક્કી નહી એટલ બાપા મોટર મા બેસી જાય એટલે બાપાની આંગળી ના ઇશારે જ ગાડી ચલાવે જે સ્થળે જવુ હોય તે સ્થળ આવી જાય ત્યારે જ ડ્રઇવરને ખબર પડે કે ઠિક બાપા ને અહી આવું હતુ.

બાપા નુ મસ્તી ભર્યુ જીવન,બગદાણા નો આ આપણો ગાંડો બાવલિયો એક દિવસ અસ્ત પછી ધિરે ધિરે ધરતી માથે અંધારા ના ઓળા ઉતરી રહ્યા છે એવા ટાણે બગડનદી ની વેળુ મા બેઠા છે ઉનાળા નો વખત છે નદી ની વેળુ ઠરી ને હિમ જેવી થઇ ગઇ છે બાપા વેળુ ની મોજ માણી રહ્યા છે એવે ટાણે કોઇ ના પગ તળે રેતી ચળવાવા નો અવાજ આવે છે.

બાપાએ જોયુ તો કોઇ પ્રસંડ કાયા વાળો કાળો માનવ સામે આવી ને ઉભો રહ્યો ને કહેવા લાગ્યો કે બાવા તારી મઢીયે હરીહર શરૂ કરાવ ને બાપા એ પ્રસંડ કાયા વાળા માનવી ને ઓળખી ગયા એ પ્રસંડ મા માનવી ના રૂપ મા કાળ ભૈરવ પોતે હતા બાપા કહે મારી પાહે શુ છે.

તુ એટલો બધો દયાળુ છો તો કે’દુ નો આ બગડેહરે નવરોં બેઠો છો તે તુ કે’તો હો તો હરીહર સરૂ કરુ એવુ કહેવાય છે ત્યાર થી આજ દિવસ સુધી હરીહર શરૂ છે કયારેય કોઇ વસ્તુ ખુટી હશે એવો એક પણ દાખલો શોધવા જઇએ તો મળે નહી રોજ હજારો યાત્રાળુ પ્રસાદ આરોગે છે. આજ તો ગુરૂ આશ્રમ બગદાણા વિશ્વમા પ્રખ્યાત છે. ભાઇ અને મારબલ ના મહામંદિર મા ચાંદીના શરીરે બાપા બિરાજે છે

અને એક માનવી આરતી ઉતારે છે આમ તો ગુરૂ આશ્રમ બગદાણા મા વર્ષમા બે મેળા ભરાય છે એક ગુરૂ પુર્ણી માનો મેળો ને બિજો પોષ મહીના ની પુર્ણી મા થી ચોથ સુધી ચોથ એટલે બાપા ની ”પુણ્યતિથી” એટલેકે ચાર દિવસ નો મેળો ભરાય છે એમાય ચોથ ના દિવસે તો ભાઇ માનવ મહેરામણ ઉભરાય છે હૈયે હૈયુ દળાય એટલી જન મેદનીનું કિડીયારૂ ઉભરાય છે અને માનવી માટે સરસ મજાની આશ્રમ દ્વારા સુવિધા ગોઠવ્વા મા આવે છે.

આટલા બધા માનવીયો ને ગૂરૂ આશ્રમ દ્વારા પંગત મા બેસાડી ને જમાડે તે નવાઇ કહેવાય ને?હા મને નવાય લાગેલી ત્યારે મે બગદીણા આશ્રમ મા વરસો થી સેવા આપતા બગદાણા ના જ શ્રી કરણાભાઇ ભંમર ના પુત્ર રાજુભાઇ ભંમર ને પુછ્યુ કે આપને આશ્રમ ની નિકટ રહેવાનો મોકો મળ્યો છે તો મારે જાણવુ છે કે મેળા મા કેટલા માનવી ઉમટે છે.

અને એ માનવી ને સાચવ્વા કેટલા માનવી જોતરાય છે તે અગે ની માહીતી આપશો તો રાજુભાઇ ભંમર દ્વારા મને જાણવા મળ્યુ કે ગુરૂ આશ્રમ મા મેળા દર્મિયાન આશરે અઢી થી ત્રણ લાખ ની સંખ્યા મા માનવ ની મેદની ઉમટે છે અને એ ગુરૂ ભક્તો ને કોઇ જાતની અડસણ નડે નહી એ માટે આજુબાજુ કે દુર દુર ના ગામો માથી અઢીસો ભાઇઓ ના સેવા મંડળ સેવા કરવા આવે છે.

ને દોઢસો બહેનો ના સેવા મંડળો આવે છે દરેક મંડળ મા સાઠ થી ચિંતેર માણસ ની સંખ્યા હોય છે તો વિસ હજાર આજુબાજુ ની ભાઇઓ ની સંખ્યા થાય છે અને પંદરેક હજાર બહેનો ની સંખ્યા થાય છે સેવા કરવા વાળા ભાઇઓ ને બહેનો મળી ને ત્રિસ હજારે આકડો પહોચે છે.

ભાઇ રાજુભાઇ ભંમર નો આભાર કે જેમણે સરસ માહીતી આપી આ બજરંગદાસ બાપા ની ચોથ ના પ્રભાત થી મા જ સણગારેલા રથ મા નગરયાત્રા નિકળે છે અબીલ ગુલાલ ની છોળો સાથે ભાવિકભક્તો સુમધુર સંગીત ની ધ્વની ના તાલે ગાંડા થઇ ને નાચતા નાચતા ભાવવિભોર મનોવૃત્તિ સાથે બાપા ની નગર યાત્રામા જોડાઇ જાય છે અને બગદાણા ગામ ની એકે એક ગલીઓ મા બાપા ઘુમતા નજરે પડે છે.

બેનદિકરીયુ પોતાનો બાપ આગણે પધાર્યો હોય એવા ભાવથી પુજ્ય બાપા ને ચોખલિયા થી વધાવતી નજરે પડે છે આવી બાપાની નગર યાત્રા ને નેણે થી નિહાળવા દુરદુર થી માનવિયો ઉમટી પડતા હોય છે આખો દિવસ ફર્યા પછી બાપા સંધ્યાઆરતી ટાણે આશ્રમ મા પાછા ફરે છે જૈં હો બાવલિયા ની જૈં હો જો ત્યાર બાદ બાપા ની આરતી થાય છે.

આ બાપાની શુ વાત કરવી અરે આશ્રમ મા સેવા કરનાર ની વાત કરીયે તો આપણ ને નવાય લાગે કે આજ ના યુગ મા માણસ ને એક મિનિટનો સમય મળતો નથી તો ચારચાર દિવસ આમ નિસ્વાર્થ ભાવે જે સેવા કરવી એ એક ધન્યતા ને પાત્ર છે અને હો સરકારી પોલિસો ની સેવા પણ પ્રસંસનિય છે જ સતા પણ સિક્યુરીટી તરીકે સ્વયંમ સેવકો પણ પોલિસ ખાતાને મદદ કરે છે.

મેળા મા સિક્યુરીટીના રૂપમા આશ્રમ દ્વારા ઠેર ઠેર સેવકો ને ગોઠવ્વા મા આવે છે કોઇ અનિચનિય ધટના ન ઘટે તેની આશ્રમ દ્વારા કાળજી લેવાય છે.અને દુરદુર થી આવતા યાત્રીકો ના વાહન માટે સુંદર પાર્કિગ ની વ્યવસ્થા કરવામા આવે છે અને પાર્કિંગ ના સ્થળે સ્વયંમ સેવકો ગોઠવ્વામા આવે છે અને આવનાર યાત્રીકો ને કોઇ જાત ની તકલિફ ન ઉભી થાય જેની કાળજી લેવાય છે.

Advertisement