દિવસમાં એકવાર કરીલો રામદેવપીર મહરાજનો જાપ,જીવનની દરેક મુશ્કેલીઓ થઈ જશે ગાયબ…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં જો કોઈ શ્રદ્ધા અને આસ્થા ધરાવતા હોય તો તે છે બાબા રામદેવ પીર મહરાજ ગુજરાતમાં લાખો લોકો તેમનાં ભક્તો છે એમ કહેવામાં જરાય અતિસયુક્તી નથી ઇ્છતા એમને રણુંજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ રામદેવજી ની જાપ વિશે જેના ઉચ્ચારણ માત્ર થી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે.

Advertisement
  • રામદેવજી નો જાપ.
  • એ હરજી હાલો દેવળે, ને પુજવા રામાપીર
  • એ કોઢીયાના કોઢ મટાડ્યા, બાબો સાજા કરે શરીર
  • હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
  • વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • હેલો મારો સાંભળો રણુંજાના રાય
  • હુકમ કરો તો પીર જાત્રાયુ થાય
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • એ વાણીયોને વાણીયણ ભલી રાખી ટેક,
  • પુત્ર જુલસે પારણે તો જાત્રા કરશુ એક.
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • વાણીયોને વાણીયણ જાત્રાએ જાય,
  • માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય.
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • ઉચી ઉચી ઝાંડીયુને વસમી છે વાટ,
  • બે હતા વાણીયાને ત્રીજો થયો સાથ,
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • ઉંચા ઉંચા ડુંગરાને વચમાં છે ઝોર,
  • મારી નાખ્યો વાંણીયોને માલ લઈ ગ્યા ચોર,
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • ઉભી ઉભી અબળા કરે રે પોકાર
  • સોગઠે રમતા પીરને કાને ગયો સાદ.
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • લીલુડો છે ઘોડલોને હાથમાં છે તીર,
  • વાણીયાને વહારે થયા રામદેવ પીર.
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • ઉઠ ઉઠ અબળા ધડ-માથુ જોડ,
  • ત્રણે ભુવનમાંથી શોધી લાવુ ચોર,
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • ભાગ ભાગ ચોરટા તુ કેટલેક જઈશ,
  • વાણીયાનો માલ તુ કેટલા દહાડા ખઈશ,
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • આંખે કરુ આંધળોને ડીલે કાઢું કોઢ,
  • દુનિયા જાણે પીર રામદેવનો ચોર,
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • ગાઈ દલુ વાણીયો ભલી રાખી ટેક,
  • આજ રણુંજામાં લીધો વાણીયા એ ભેખ,
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી…
  • હે રણુંજાના રાજા, અજમલજીના બેટા,
  • વિરમદે ના વિરાં, રાણી નેતલના ભરથાર
  • મારો હેલો સાંભળો જી… હે જી રે મારો હેલો સાંભળો જી.

આજે પણ તેઓ તેમના ભક્તોને ચમત્કાર બતાવીને ચમત્કારિક અનુભૂતિ કરાવતા રહે છે.પરચા બાવડી.પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્તાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે.

રૂણીચા કુવો,રૂણીચાકુવો રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને નવીનતમ છોડોનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત: ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે બાબા રામદેવજીએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું.

ત્યારથી જ આ સ્થળ રાણી સા નો કુવોનાં રૂપમાં ઓળખાવા માંડ્યું પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઇ થઇને એ રુણીચા કુવામાં પરિવર્તિત થઇ ગયું. આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકનાં માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવં રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામગૃહ પણ બનેલું છે . મેળાના દિવસોમાં અહીંયા બાબાનાં ભક્તજનો રાત્રીમાં જમવાનું આયોજન પણ કરતાં હોય છે.

ડાલીબાઈની જાળ.ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી. એ સ્થળ મંદિરથી ૩ કિલોમીટર દૂર NH-15 પર સ્થિત છે. કહેવાય છે કે રામદેવજી જ્યારે નાનાં હતાં ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું.બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી.ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોનાં ઉદ્ધાર કરવાં એવં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું. આજ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું.

પંચ પીપળી.પંચ પીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલાં પાંચ પીરોને એમનાં કટોરા, કે જે તેઓ મક્કા ભૂલી આવ્યાં હતાં એમાં ભોજન કરાવ્યું હતું. એજ પાંચ પિરોને કારણે પાંચ પીપળાનાં ઝાડ ઊગ્યાં હતાં અને બાબા રામદેવજી ને પીરોના પીર રામસાપીરની ઉપાધિ પણ પ્રાપ્ત થઇ હતી.

આ સ્થળ મંદિરથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીયા બાબા રામદેવનું એક નાનું મંદિર એવં સરોવર પણ છે.ગુરુ બાલીનાથજીની ધૂણા.રામદેવજીનાં ગુરુ બાલીનાથજીના ધુણા અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંયા ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી.આ એજ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવાં હેતુ છુપાવાનું કહ્યું હતું.

શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવં રામદેવસર તળાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથનાં આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંયા ધુણા પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે.બાલીનાથજીનાં ધુણાની પાસે જ એક પ્રાચીન બાવડી પણ સ્થિત છે.

રામદેવરા આવવાંવાળાં લાખો શ્રદ્ધાળુઓ બાબાનાં ગુરુ મહારાજનાં દર્શન કરવાં અવશ્ય જાય છે.ભૈરવ રાક્ષસ ગુફા, બાળપણમાં બાબા રામદેવે બધાં જનમાનસમાંથી ભૈરવ નામનાં રાક્ષસનાં આતંકમાંથી મુક્ત કરાવ્યાં હતાં. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો.આ ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહી સુધી જવાનો પાકો સડક માર્ગ છે.

Advertisement