નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા સૌરાષ્ટ્ર ની ભૂમી એટલે સંતો ની ભૂમી અહી એવા સંતો થય ગયા કે જેના ભક્તો દેશ વિદેશ મા છે અને સૌરાષ્ટ્ર મા પણ અનેક અન્ન ક્ષેત્રો ચાલે છે. સંતો મા બાપા સીતારામ અને જલારામ બાપા નો મહીમા ઘણો અલગ છે. રાજકોટ ના વિરપુર મા આવેલું જલારામ બાપા નુ મંદિર આપણા સંત જલારામ બાપા ની સાક્ષી પુરે છે. આજે તમને જલારામ બાપા ના એવા જ એક ચમત્કાર ની વાત કરવી છે.
પહેલા ના સમય મા અલગ અલગ પ્રકાર ઑઆ લોકો હતા ત્યારે એક વાર આરબ લોકો શિકાર કરી બાપા પાસે પહોંચ્યા. બાપા એ તેમને અન્ન ક્ષેત્ર મા જમાડયા અને પછી બાપા એ આરબ ને કહ્યુ છે પેલા પક્ષીઓ તમારા જોળા તરફડે છે જોળો ખોલી નાખો. આરબોસાથે એ જોળો ખોલ્યો તો પક્ષીઓ જીવતા હતા. 2 કલાક પહેલા મારી નાખેલા પક્ષીઓ આરીતે જીવતા જોઈ આરબ લોકો પણ ચોકી ગયા અને બાપા ને ભગવાન માની લીધા અને શિકાર કરવાનુ છોડી દીધુ અને માંસાહાર કરવાનુ પણ.
આવોજ એક બીજો પરચો આજ થી થોડા વર્ષો પેહલા ની છે. જ્ઞાતિ થી રઘુવંશી ગુજરાતી લુંવાણો લંડન ની એક કંપની મા નૌકરી કરતો હતો. તેને વિરપુર ના જલારામ જોગી ઉપર ઘણી આસ્થા અને વિશ્વાસ હતો એટલે તે પોતાની ઓફિસ મા જલારામ બાપા નો ફોટો રાખતો અને રોજ સવારે ભક્તિ ભાવ થી અગરબત્તી કરી તેમની વંદના કરતો.
આ દરેક ગુજરાતીઓની એક બહુ જાણીતી આદત છે કે તેઓ દુનિયા ના કોઇપણ છેડે કેમ ના હોય પરંતુ પોતાના ધર્મ અને આસ્થા ના દીપ ને ઓલવવા દેતાં નથી. અત્યાર ના આ આધુનિક યુગ ને જાણતા છતા આપળી ગરવી અસ્મીતા ને વિસરાવા દેતાં નથી અને એમાંય આ તો વિરપુર ના જલિયાણ જોગીડો. પોતાની પત્ની ને સાધુ વેશધારી ને કોઇપણ સંકોચ વિના હાથ મા હાથ આપવાની શક્તિ તો મારા જલારામ જોગી ની જ હોય શકે અન્ય કોઇનું ગજું નથી.
આવી રીતે આ ગુજરાતી યુવક પોતા ની ઓફિસ મા રોજ સવારે પેહલા જલારામ બાપા ની પુજા કરે અને પછી જ તેના કામ ની શરૂઆત કરે. આ રીતે રોજ તેને પૂજા કરતા જોઈ ત્યાં ના વિદેશી મેનેજર તેની ઘણી વાર મજાક કરતા. એક વાર અંગ્રેજ મેનેજરે અંગ્રેજી મા પૂછ્યું કે “ યુ ઇન્ડિયન આર સચ અ સ્ટુપિડ. હું ઇજ દિસ ઓલ્ડ મેન વહુમ યુ વર્શીપીંગ? ત્યારે ગુજરાતી યુવકે જવાબ આપ્યો કે આ અમારા ભગવાન છે વિરપુર ના જલારાપબાપા.
અંગ્રેજે પાછુ પૂછ્યું “ હિ ઇજ હેલ્પીંગ યુ?” ત્યારે ગુજરાતી યુવકે જવાબ આપ્યો કે હા તે સદાય બધે ની મદદ કરે છે અને આ સાંભળીને અંગ્રેજ જોર-જોર થી ખડખડાટ હસવા લગ્યો. આ રીતે તે રોજ કોઈ ના કોઈ રીતે આ ગુજરાતી યુવક ની આસ્થા સાથે રમુજ કરતો અને આવું ઘણા સમય સુધી ચાલ્યું.
એક સમય એવો આવ્યો કે જયારે આખું વિશ્વ મંદી ના ચપેટ મા આવ્યું અને અમેરીકા તો આખું ભરડાઇ ગયું. લાખો લોકો બેરોજગાર થયા, મોટી-મોટી કંપનીઓ ના દરવાજા પણ પલ વાર દેવાય ગયા.ઇંગ્લેન્ડ મા આવું જ થયું અને જે કંપની મા આ ગુજરાતી યુવક કામ કરતો હતો તે પણ આ મંદી ની ચપેટ મા આવી અને કમ્પની બંધ થવાની આરે હતી. તેમાં એક દિવસ પેલો અંગ્રેજ મેનેજર ગુજરાતી ની ઓફિસ મા આવ્યો અને જલારામ બાપા ના ફોટા સામે ઉભો રહ્યો.
“ડુબતા ને તણખલાં નો ટેકો” આ વાત ને મગજ મા રાખી તેણે ગુજરાતી ને કહ્યું કે તું કહે છે ને આ તારા ગોડ તારી હેલ્પ કરે છે તો અત્યારે આપણી કંપની ઘણી મુશ્કેલીમાં છે તો શું એ મારી પણ હેલ્પ કરશે? ત્યારે ગુજરાતી યુવક બોલ્યો હા,સર. શ્રધ્ધા ભાવ થી ભક્તિ કરો તો એની કૃપા ને કોઇ સરહદો ના સીમાડા નથી નડતાં. ત્યારે અંગ્રેજ બોલ્યો કે મારે આના કેટલા પાઉન્ડ ચુકવવા પડશે? ત્યારે યુવક બોલ્યો સર,એ તમારા પાઉન્ડ નો ભુખ્યો નથી.
મારો જોગીડો તો માત્ર ભાવ નો ભૂખ્યો છે અને તમારે વિરપુર જઈ બાપા ના મંદિરે શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે. આનાથી વધુ તો મારો જલિયાણ લેતો પણ નથી. આ સાંભળી અંગ્રેજ મેનેજર ના હોશ ઉડી ગયા અને આવી વિચિત્ર વાત થી તેને કશું સમજાતું નહતું પરતું તે ખુશ થયો કેમકે આમાં તેને વધુ ખર્ચો કરવો પડે તેમ નહતો. આથી તેણે વિરપુર ના આ જોગીડા ના ફોટા સામે હાથ ધરી ને માનતાં કરી.
સમય પસાર થતો હતો આ વાત ને બે થી ત્રણ મહિના વીતી ગયાં અને જાણે જોગીડા ની કૃપા ત્યાં ઉતરી હોય તેમ કંપની ફરી થી એકવાર ધમધમવા લાગી. શેર-હોલ્ડરો મળવાથી શેરો વેંચાવા લાગ્યાં. મેનેજર ખુશ થયો અને કહ્યું કે તારો ગોડ ખરેખર માઇન્ડ બ્લોયિંગ છે હો ! એની પ્રે કરવાથી આ કંપની ફરી દોડવા લાગી. એ તો એની દયા છે સર પરંતુ તમે કરેલી માનતાં મુજબ હવે તમારે વિરપુર જવું પડશે. આ વાક્યો સાંભળતા અંગ્રેજ થોડો મુન્જાયો કેમકે તેની ગરજ હવે પતિ ગઈ હતી.
તેને સમય નો અભાવ દર્શાવ્યો ત્યારે ગુજરતી યુવક બોલ્યો કે સર માત્ર ત્રણ દિવસ નુ જ કામ છે. ત્યારે તેણે કહ્યું કે તેની દીકરી ભારત ટુર પર જવાની છે ત્યારે તે ત્યાં મંદિરે જઈ આવે તો ચાલે, ત્યારે યુવક કે હા પાડી. મેનેજરે પોતા ની વીસ વર્ષ ની જુવાન દિકરી ને વાત કરી કે તું ભારત ભલે જા પણ પહેલાં તારે વિરપુર જઇ જલારામબાપા ના મંદિરે શ્રીફળ ને અગરબત્તી ધરવાના છે. આ વાત મા દીકરી ને કોઈ વાંધો નહોતો. પછી તે ત્યાં થી ફ્લાઈટ મા મુંબઈ પોહચી અને મુંબઈ થી રાજકોટ.
રાજકોટ પોહચી ત્યારે સાંજ પડી ગઈ હતી આ દીકરીએ રાજકોટ થી વિરપુર જવા માટે વેરાવળ-સોમનાથ જે વિરપુર થઇ ને જાય છે તે બસ પકડી. આ રીતે સતત મુસાફરી ને લીધે તેને થાક નો અનુભવ થતો હતો. બસ ચાલુ થઈ અને તેને ઊંધ આવી ગઇ, વિરપુર ઉતરવાનું ચુકાઇ ગયું ને બસ પહોંચી સીધી વેરાવળ. અડધી રાત નો સમય હતો અને આ જુવાન દીકરી વેરાવળ ના બસ સ્ટેન્ડ મા આંટા મારવા લાગી. તેને સમજાઈ ગયું હતું કે તેને જ્યાં ઉતરવાનું હતું તે જગ્યા પાછળ રહી ગઈ છે.
વેરાવળ ના બસ સ્ટેશન મા મધરાતે એક યુવક ને અંગ્રેજી મા વિરપુર જલારામ મંદિરે જવાનું પુછ્યું આ યુવક ને તેમની ભાષા સમજાઈ ગઈ અને તે બોલ્યો કે તમે વધુ આગળ આવી ગયા છો અને તેને ફરી વિરપુર જતી રાજકોટ ની બસ પકડવી પડશે. આ દીકરી એકલી મધરાતે ફરી બસ મા બેઠી અને રાત ના ચારેક વાગ્યા ના ગાળા મા બસ વિરપુર સ્ટેશન પર થોડીવાર માટે ઉભી આ દીકરી ત્યાં ઉતરી ગઈ.
વિરપુર નું બસ સ્ટેશન ગામ ની બારોબાર હોવા થી સવાર ના ચાર વાગે બધું સુમસામ હતું ચારે બાજુ અંધારી રાત અને નિરવ શાંતિ માત્ર કુતરાઓ નો ભસવાનો આવાજ આવી જગ્યા જોઇ તે ગભરાવા લાગી. આજુ-બાજુ કોઈ દેખાતું નહતું પરંતુ થોડી દુર તેની નજર એક રીક્ષાવાળા પર પડી. તે ત્યાં ગઈ અને અંગ્રેજી મા કહ્યું કે તેને જલારામ મંદિરે જવું છે. આ રીક્ષાવાળો ખરાબ વૃતિ થી દીકરી ને જોતો હતો. તેને અંગ્રેજી તો ના સમજાયું પણ એટલું નક્કી થયું કે આ છોકરીને જલારામ મદિરે જવું છે.
તેની લુચ્ચાઇ વાળી આંખો થી તે દીકરી ને જોતો હતો તેનો દુધ જેવો રૂપાળો ચહેરો,હાથ મા રહેલો સામાન અને વાત થી વિદેશી યુવતી દેખાતી હતી અને તેના પેટ મા પાપ જાગ્યું. એ વિચારવા લાગ્યો કે આ સુમસામ અંધકાર મા આ એકલી અજાણ યુવતી ને શી ખબર પડશે કે હું એને ક્યાં લઇ જાવ છું અને તેણે યુવતીને રીક્ષા મા બેસવા ઈશારો કર્યો. આ મવાલી ના પાપ થી અજાણ યુવતી રીક્ષા મા બેસવા જાય છે ત્યાં તેજ સમયે પાછળ થી દીકરી નો હાથ કોઇકે પકડ્યો.
દીકરીએ પાછળ ફરી ને જોયું તો માથે દુધ જેવી સફેદ પાઘડી,અંગે કડિયું અને ધોતી અને હાથ મા લાકડી પકડી એક મોટી ઉંમર ના બાપા તેને ઇશારા થી રીક્ષા મા ન બેસવા માટે સમજાવી રહ્યાં હતાં. દીકરી ને આ એક અદ્ભુત પુરુષ લાગ્યાં અને કોણ જાણે કેમ પણ તેને થયું કે આ બાપા માંથી કોઇ દિવ્યતેજ કિરણો નો પ્રકાશ ચારે બાજુ રેલાઇ રહ્યો છે. દીકરી તેમનો ઇશારો સમજી ગઇ અને તેણે મવાલી રીક્ષાવાળા ને જાકારો આપી આ બાપા ની પાછળ હાથ પકડી ચાલવાં લાગી.
બાપા ના મોઢાં મા થી માત્ર સીતારામ નુ રટણ ચાલુ હતું અને ધીરે-ધીરે દીકરી ને દોરી આ બાવલીઓ ચાલતો હતો. લગભગ દસ થી પંદર મિનીટ ચાલ્યા બાદ આ બાપા ઉભા રહ્યા અને દીકરી ને ઈશારા થી મંદિર દેખાડ્યું, આ જોય દીકરી સમજી ગઈ કે આ જલારામ મંદિર આવી ગયું છે અને હવે તેને કોઇપણ જાત નો ભય નહતો. બાપા દીકરી ને ત્યાં મેલી આગળ ચાલ્યા અને દીકરી મંદિર મા અંદર ગઈ ત્યાં તેની રેહવાની વ્યવસ્થા કાર્યકરો એ કરી આપી હતી.
સવાર ની વેહલી આરતી વખતે દીકરી તૈયાર થઇ અને એક થાળી મા શ્રીફળ,કંકુ,ચોખા અને અગરબત્તી લઇ તે બધા ભાવિકો ની જેમ લાઇન મા દર્શન કરવા ઊભી રહી. એવા મા તેની નજર મંદિર મા રાખેલી એક છબી ઉપર પડી. આ ફોટો જલારામ બાપા નો એક અંગ્રેજે પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો હતો જે હજુ પણ વિરપુર ના મંદિર મા રાખેલો છે. દીકરી ને આ ફોટો જોઇ નવાઇ લાગી. તેણે બાજુ મા ઊભેલા એક યુવક ને પૂછ્યું કે આ ફોટા વાળા વ્યક્તિ નુ સરનામું આપશો તેને મળવું છે.
આ સંભાળીને ત્યાં લોકો હતા તે હસ્યાં અને કહ્યું કે મેડમ આ શક્ય નથી. ત્યારે તેણે કારણ પૂછ્યું કેમકે દીકરી વિચારતી હતી કે હજુ ગઈ રાતે આ માણસે જ મને રાતે બસ-સ્ટેન્ડ થી અહિયાં સુધી પહોંચાડી ને મારી મોટી હેલ્પ કરી હતી. મારે તેને થેન્ક યુ કહેવું છે આ વિચાર તેને બધા ને જણાવ્યો અને તેના અવાજ મા અધિરાઇ હતી. ત્યારે એક યુવક બોલ્યો કે મેડમ આ બાપાએ તો સમાધી લીધી એને ઘણા દાયકાઓ વીતી ગયા છે.
આ સાંભળી દીકરી ના પગ તળે જમીન ખસી ગઈ. તે વિચારવા લાગી કે એક મરી ગયેલા માણસે મારી હેલ્પ કરેલી અને ત્યારે તેના હાથ માંથી થાળી પડી ગઇ અને તે ત્યાં જ બેહોશ થઇ ગઈ કેમકે આવું તેની સાથે પહેલીવાર અનુભવ થયો કે ભારત ના સંતો ની શું તાકાત હોય છે.આ દેશ ના સંતો ની કૃપા તો દુનિયા ના ગમે તે છેડો હોય ત્યાં વરશે માત્ર શ્રદ્ધા હોવી જોઈએ પછી તે કોઈ પણ ધર્મ ના લોકો હોય. સમાધી લીધા બાદ પણ માનવતા નો અમર દીપ ને અખંડ રાખવાની તાકાત છે આ દેશના,આ ભૂમિના જોગીઓમાં છે!