મારી ઉંમર 28 વર્ષની થઈ ગઈ છતાં પણ મને માસિક સ્ત્રાવ થતો નથી,શું હું ગર્ભવતી થઈ શકીશ…..

ઘણા લોકોને શારીરિક સબંધ, પીરીયડ્સ, ગર્ભવતી કે રિલેશન વિશે જાણવાની ઈચ્છા હોય છે. પરંતુ ઘણી વાર શરમના કારણે પણ પૂછતાં નથી હોતા. તો તમને અમે જણાવી દઈએ એવા ઘણા સવાલના જવાબ વિશે, જેમાંથી તમને ઘણી માહિતી મળી રહેશે.સવાલ. હું ૨૮ વર્ષની યુવતી છું. પીરિયડ્સ આવતા નથી. થોડા દિવસ પહેલાં ડોક્ટરની સલાહથી મે મારુ પેલ્વિક અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું હતું.

Advertisement

આ રિપોર્ટ અનુસાર મારા યુટરસની સાઈઝ 29 મિલી મીટર, 18 મિલી મીટર, ૧૩ મિલી મીટર છે. શું હું ક્યારેય પ્રેગ્નેટ થઈ શકીશ? મારે શું કરવું જોઈએ. કૃપા કરી મને યોગ્ય સલાહ આપો.જવાબ. જ્યાં સુધી યુટરસનૉ સવાલ છે, એના સાઈઝ થી એ સ્પષ્ટ થાય છે કે યુટરસ નાનું છે અને એનો યોગ્ય રીતે વિકાસ થઇ શકયો નથી, તેને હાઇપોપ્લાસ્ટિક યુટરસ નો દરજ્જો આપવામાં આવે છે, આ વિકાર ઘણા કારણોથી થાય છે, જેના વિશે યોગ્ય જાણકારી મેળવવા માટે નિષ્ણાતોને પૂછ્યું ખૂબ જ જરૂરી છે.

અમુક સ્ત્રીઓમાં યુટરસ શરૂઆતથી જ નાનું રહી જાય છે અને આ સ્થિતિ મોટા સિંઘમ નો ભાગ હોય છે, જેમાં ફક્ત યુટરસ પરંતુ વજાઇના નો પણ સારો વિકાસ થતો નથી. ઘણી સ્ત્રીઓમાં યુટરસ નું નાનું હોવું તે મોટા ક્રોમોજૉમલ વિકારનું અંગ હોય છે, જેને ટર્નર સિડ્રોમ નું નામ આપવામાં આવ્યું છે, જેમાં કોઈ મોટા સુધારાની જરૂર હોતી નથી.

સવાલ :- મારા લગ્નને ૨ વર્ષ થઇ ગયા છે અને મારે લગ્ન પહેલા જ બોયફ્રેન્ડ હતો અને મને એની સાથે સબંધ બાંધવામાં વધારે મજા આવે છે, પરંતુ મારા પતિને મારા આ સબંધની ખબર પડી જશે, તો શું મને છોડી દેશે. હું મારા બોયફ્રેન્ડને નથી મૂકી શકતી. હું શું કરું મનેકાઈ ખબર નથી પડતી? મને જણાવશો?જવાબ :- બેન તમે જ વિચારો કે જો તમારા પતિ આવું કરે તો તમે શું એની સાથે રહી શકો? આ સબંધને પૂરો કરવામાં જ તમારી ભલાઈ છે. જો તમે તમારા લગ્ન જીવનમાં ખુશ રહેવા માંગતા હોય તો તમે આ સબંધને પૂરો કરી તમારા પતિ સાથે આગળ વધો, નહિ તો તમે જ પસ્તાશો.

સવાલ :- થોડા સમય પહેલા જ મારી પાર્ટનર સાથે સે@ક્સ્યુઅલી એક્સાઈટેડ થઈને પછી અમે સાથે સૂતાં હતા. અમે પેનેટ્રેટિવ સે@ક્સ નહોતું કર્યું, પણ તેની વજાઈનાનો એરિયા વધારે વેટ થઈ ગયો હતો અને મારું અન્ડરવેર પણ વેટ થઈ ગયું હતું. મને ખબર નથી કે મેં ઈજેક્યુલેટ કર્યું કે નહીં. પણ શું આનાથી મારી પાર્ટનર ગર્ભવતી થઈ ગઈ હશે? મને આનો ઉકેલ જાણવશોજવાબ :- તમારા વધારે વજનની નીચે તમારી પાર્ટનર કચડાઈ ગઈ હશે.  છતાં તમારી પાર્ટનરે ફરિયાદ ના કરી એ સમજાતું નથી. તમારે એના કરતા વધુ સારી કોઈ પોઝિશન નો ઉપયોગ કરવો જોઈએ. જ્યાં સુધી સે@ક્સમાં પેનેટ્રેશન ના થાય ત્યાં સુધી કોઈ પણ મહિલા ગર્ભવતી ના બની શકે. ચિંતા ના કરો.પીરિયડ્સ દરમિયાન થતીસમસ્યાઓનેસમજોમહિલાઓએ શરીરમાં થતાં ફેરફાર પર ધ્યાન આપવું જરૂરીછેઆ બે પરિસ્થિતિ સિવાય પીરિયડ્સ ન આવે તો ચેતજો

મહિનાના એ દિવસોમાં પેટનો નીચલો ભાગ ખૂબ દુ:ખે છે સામાન્ય રીતે મહિલાઓને સહનીય દર્દ થાય છે જેમા કોઈ હળવા ડોઝ વાળી દવા લેવાથી આરામ મળી જાય છે. પણ કેટલીક સ્ત્રીઓને ભયાનક દુખાવો થાય છે જેને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓ ને આવી સમસ્યા થાય છે તેમને અનેકવાર પીરિયડ્સ નથી થતા અને અનિયમિત રીતે થાય છે.  માસિક ધર્મના દિવસોમાં પ્રોસ્ટેગ્લાનડિંસનો સ્ત્રાવ થાય છે. જેને કારણે દુખાવો થાય છે. માસિક ધર્મના દિવસોમાં ગર્ભાશયની માંસપેશીઓ સંકુચિત અવસ્થામાં આવી જાય છે.

જેથી ગર્ભાશયમાં ભરેલી બધી ગંદકી જેવું કે ગંદું લોહી, ઈંડાં વગેરે બહાર નીકળી જાય. અનેક સ્ત્રીઓને આ દિવસોમાં ઉલ્ટી, થાક, માથાનો દુખાવો અને ડાયેરિયા પણ થાય છે. પીરિયડ્સના દિવસોમાં પેટનો આકાર પણ બદલાય જાય છે અને તે થોડો ફૂલી જાય છે.  ખૂબ તીવ્ર દુખાવો થાય છે અને પાંચ દિવસ સુધી સતત રક્તસ્ત્રાવ થવાને કારણે યોનિમાં ખૂબ ભીનાશ પણ લાગે છે.આ સ્થિતિઓ વિવિધ મહિલાઓ અને વિવિધ માસિક ધર્મોમાં જુદી જુદી હોઈ શકે છે. તેમાં ક્રેમ્પિંગ, બ્લીડિંગ કે બેચેની થવી વગેરેનો સમાવેશ છે. અનેક મહિલાઓ જણાવે છે કે પીરિયડ્સ દરમિયાન તેઓ વધુ ભાવનાત્મક થઈ જાય છે અને તેમને તેમના રોજના કાર્ય કરવામાં મુશ્કેલી આવે છે.

આ લક્ષણ બતાવે છે કે, પ્રોટીનની કમીને કારણે અનેક મહિલાઓને ખૂબ થાક અને કમજોરી અનુભવાય છે. આ બધું આ સમયે હોર્મોન્સમાં થનારા પરિવર્તનને કારણે હોય છે. આ માસિક ધર્મનાં સામાન્ય લક્ષણ છે. આજે અહીં આ લેખમાં આપણે માસિક ધર્મ સાથે જોડાયેલાં કેટલાંક એવા લક્ષણો વિશે બતાવીશું જે કોઈ બીમારી કે સમસ્યા તરફ સંકેત કરે છે. શું થાય છે જ્યારે અચાનક તમારા પીરિયડસ આવવા બંધ થઈ જાય છે? જેના બે કારણ હોય શકે છે કે કા તો તમે ગર્ભવતી છો અથવા મેનોપૉઝ આવી રહ્યો છે. જો આ બંને કારણો નથી છતાં તમને પીરિયડ્સ નથી આવી રહ્યા તો પૉલીસિસ્ટિક ઓવેરિયન સિંડ્રોમ, અસામાન્ય થાઈરાઈડ ગ્લેંડ, લો બોડી ફેટ અને ક્યારેક ક્યારેક તનાવ વધુ થવો વગેરેની સમસ્યા પણ થઈ શકે છે. જેથી જો પીરિયડ્સ આવવાનું બંધ થઈ જાય તો હળવાશમાં ન લેતા અને તરત જ કોઈ સારાં ડોક્ટરને બતાવો.

અમદાવાદ, 8 મે 2019, બુધવારભાગદોડ ભરેલી લાઈફસ્ટાઈલના કારણે મહિલાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ માનસિક તાણના કારણે સૌથી પહેલા મહિલાઓનું માસિક ચક્ર પ્રભાવિત થાય છે. નિષ્ણાંતોનું માનીએ તો મહિલાઓમાં અર્લી મેનોપોઝનું જોખમ પણ સ્ટ્રેસના કારણે વધી રહ્યું છે.મોટાભાગની મહિલાઓને માસિક સમયે લાઈટ બ્લીડિંગ થતું હોય છે. માસિક સમયે તો આ રીતે થતું બ્લીડિંગ મહિલાઓને રાહત આપનારું લાગે છે પરંતુ લાઈટ બ્લીડિંગ જોખમી હોય છે.

માસિક સમયે બરાબર રક્તસ્ત્રાવ થાય તે પણ ખૂબ જરૂરી છે. તો ચાલો આજે જણાવીએ કે લાઈટ પીરિયડ્સનું કારણ શું હોય છે અને તેને દૂર કેવી રીતે કરવું.લાઈટ પીરિયડ્સમાસિક સમયે થતા રક્તસ્ત્રાવથી શરીરની અંદર જામેલી ગંદકી દૂર થાય છે. એટલા માટે જરૂરી છે કે માસિકના દિવસો દરમિયાન બ્લીડિંગ બરાબર રીતે થાય.મહિલાઓની લાઈફસ્ટાઈલના કારણે માસિક પ્રભાવિક થાય છે અને તેના ફળ સ્વરૂપ માસિકનો સમય ઘટી જાય છે અથવા તો બ્લીડિંગ ઓછું થાય છે. કેટલીક મહિલાઓને તો માસિક માત્ર 2 દિવસ જ આવે છે. આ રીતે આવતું માસિક ગંભીર બીમારીને આમંત્રણ આપી શકે છે અને તેનાથી અર્લી મેનોપોઝ પણ આવે છે.

મહિલા જ્યારે ગર્ભવતી થાય છે ત્યારે 1 કે 2 દિવસ માટે લાઈટ બ્લીડિંગ થાય છે. આ રક્તસ્ત્રાવ ગર્ભના પ્રત્યારોપણના કારણે થાય છે. આ સ્થિતિમાં સૌથી પહેલા પ્રેગ્નેંસી ટેસ્ટ કરવો જોઈએ. વજન ઘટવાથી કે વધવાથી પણ માસિક પર અસર થાય છે. વજનમાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે પણ હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. તેના કારણે માસિક સમયે થતા રક્તસ્ત્રાવ પર અસર થાય છે. મહિલાઓ સતત ભારે કસરત કરે તો પણ તેના પીરિયડ પર અસર થાય છે.

મહિલાઓએ વધારે પ્રમાણમાં એનર્જી ડ્રિંક પણ પીવા જોઈએ નહીં. તેનાથી પણ માસિક પ્રભાવિત થાય છે. વધતી ઉંમરની અસર પણ માસિક પર પડે છે. ઉંમર વધવાની સાથે રક્તસ્ત્રાવ અને માસિકના સમય પર પ્રભાવ પડે છે. તેને પ્રી મેનોપોઝ પણ કહેવામાં આવે છે. વધારે પડતો સ્ટ્રેસ માસિકના હોર્મોન્સને બદલી દે છે. તેના કારણે માસિક અનિયમિત તો થાય જ છે સાથે જ લાઈટ બ્લીડિંગ પણ થાય છે. બર્થ કંટ્રોલ પિલ્સ ખાવાથી પણ માસિકમાં સમસ્યા થાય છે. ગર્ભ નિરોધક ગોળી શરીરમાં ઈંડા બનવા દેતી નથી અને તેના કારણે લાઈટ પીરિયડ થાય છે.

8થી 9 કલાકની ઊંઘ ન કરવી પણ સ્ટ્રેસના હોર્મોન્સ વધારે છે અને તેનાથી માસિક ધર્મ પ્રભાવિત થાય છે.,જે મહિલાઓમાં રક્તની ખામી હોય છે અથવા તો જેને એનીમિયા હોય છે તેમને પણ માસિક સમયે બ્લીડિંગ બરાબર થતું નથી. ,આયરન અને વિટામિનથી ભરપૂર ગાજરનું સેવન કરો. તેનાથી હોર્મોન્સનું બેલેન્સ વધે છે અને રક્તની ઊણપ પણ દૂર થાય છે. ,તજનો પાવડર પાણીમાં ઉકાળી અને પીવાથી માસિક બરાબર આવે છે. 1 ગ્લાસ ગરમ દૂધમાં તજનો પાવડર ઉમેરી અને પી શકાય છે.,રોજ 200 ગ્રામ પપૈયું ખાવાથી પણ શરીરમાં રક્ત પ્રવાહ સુધરે છે.
મહિલાઓને ચિંતા હોય એટલી ઓછી. ઓફિસની, ઘરની, બાળકોની, ફેમિલીની દરેકની ચિંતા કરતી સ્ત્રી શું પોતાના વિશે વિચારે છે ખરી? જી હા, વિચારે છે પણ માત્ર એ સમયે જ્યારે તેને કોઇ શારિરીક સમસ્યા ઉભી થતી હોય છે. આમ તો એક મહિલાને પોતાનામાં ઝાંખવાનો સમય નથી મળતો પરંતુ જ્યારે એને ક્યારેક શારિરીક સમસ્યા ઉભી થાય છે ત્યારે એ પોતાના વિશે વિચારે છે અને ચિંતામાં મૂકાય છે. અને એમાં પણ ખાસ કરીને જ્યારે પીરિયડ્સ અચાનક બંધ થઇ જવા અથવા તો અનિયમિત આવવા એ સ્ત્રી માટે ચિંતાજનક હોય છે.

પ્રેગનેન્સી દરમિયાન તો  મહિલાઓ નવ મહિના પીરિયડ્સમાં નથી થતી. પરંતુ એના સિવાય પણ અનેક કારણો છે જેના કારણે માસિક અનિયમિત થાય છે અથવા તો અચાનક બંધ થઇ જાય છે.સામાન્ય રીતે કોઇ પણ મહિલા પીરિયડ્સમાં મહિનામાં 3થી 7 દિવસ માટે રહે છે. આ માસિક ચક્ર વર્ષો સુધી આ રીતે ચાલ્યા કરે છે અને ત્યારબાદ એક સમય આવે છે જેને મેનોપોઝ કહેવામાં આવે છે. પરંતુ તમારુ માસિક અચાનક રોકાઇ જાય અથવા તો અનિયમિત થાય છે તો એના પાછળ ઘણા કારણ જવાબદાર છે.

પરણિત મહિલા હોય તો એને તરત જ પ્રેગનેન્સીનો વિચાર આવી જાય છે જેનાથી કોઇ ખુશ થાય છે તો કોઇ દુખી પણ થાય છે. પરંતુ પીરિયડ્સ મોડા આવવાનું કારણ માત્ર પ્રેગનેન્સી જ નથી હોતુ. એવા અનેક કારણો છે જેના લીધે પીરિયડ્સ અનિયમિત આવે છે. તમારી લાઇફસ્ટાઇલમાં નાનામાં નાનો કોઇ ફેરફાર પણ તમારા પીરિયડ્સ પર અસર કરે છે.  ખાવા-પીવામાં ફેરફાર થવો, સૂવા-ઉઠવામાં ફેરફાર, બહારનું ખાવાનું વધી જવુ, કોઇપણ નવુ કામ શરૂ કરવુ જેવા અનેક ફેરફારનાં કારણે તમારા પીરિયડ્સ મોડા આવી શકે છે. તમારા શરીરને જીવનશૈલીમાં થતા બદલાવને અપનાવવામાં સમય લાગે છે અને તેના કારણે માસિક ચક્રમાં પણ ફેરફાર થાય છે.

ઘણી વખત તમારા ખાવા-પીવાનાં કારણે પણ પીરિયડ્સ મોડા આવે છે. બહારનું ફાસ્ટફૂડ ખાવાથી, અથવા તો ખાનપાનમાં વધુ પડતા તેલ મસાલા વાળુ ખાવાનું શરૂ કરવાથી પીરિયડ્સ મોડા આવતા હોય છે. જ્યારે પણ પીરિયડ્સ મોડા આવતા હોય છે અથવા તો અનિયમિત થાય છે ત્યારે મહિલાઓ ખૂબ ચિંતા કરતી હોય છે. પરંતુ ચિંતા કરવાની જગ્યાએ તમારી જીવનશૈલીને નિયમિત કરવાની કોશિશ કરો.

તેલ મસાલા અને બહારનું ફાસ્ટફૂડ ઓછુ કરી અને હેલ્ધી ખોરાક ખાવાનું શરૂ કરો.ઘણી વખત સ્ટ્રેસ પણ લેટ પીરિયડ્સનું કારણ બની શકે છે. ભાવનાત્મક લાગણી અને ટેન્શન વધી જવાને લીધે પીરિયડ્સમાં મોડુ થતુ હોય છે. મહિલાઓ હોય છે પણ એવી કે નાની-નાની વાતમાં ખૂબ લાંબુ વિચારે છે અને દરેક સાથે લાગણી પણ એટલી જલદી બંધાઇ જાય છે કે ભાવનાત્મક આવેગમાં આવી જાય છે. આવા સમયે ખાસ કરીને તમે કોઇને લઇને ચિંતા કરો છો ત્યારે તમારી મેન્સ્ટ્રુઅલ લાઇફ પર અસર થાય છે. આ સિવાય જો તમે પીરિયડ્સ મોડા આવવાના ટેન્શનમાં છો તો એના કારણે પણ પીરિયડ્સમાં મોડું થાય છે.

જો તમે અચાનક જીમ અથવા તો હેવી વર્કઆઉટ શરૂ કરી દીધુ છે તો પીરિયડ્સ મોડા આવવાના કારણમાં આ પણ જવાબદાર છે. વર્કઆઉટ કરવાથી તમારા મેટાબોલિઝમ રેટ વધે છે જેના લીધે તમારી મેનસ્ટ્રુઅલ સાઇકલ અનિયમિત થઇ જાય છે. અચાનક વજન વધી જવાથી કે ઘટી જવાથી શરીરમાં હોર્મોનલ ફેરફાર થાય છે. જેને શરીરમાં એડજસ્ટ થતા વાર લાગે છે જેના કારણે પણ પીરિયડ્સ મોડા આવતા હોય છે. શરીરમાં ઓવ્યુલેશન થતી વખતે બીમાર પડવાથી પણ આવુ થઇ શકે છે.આ સિવાય જો ગર્ભાશયનો ટીબી હોય અથવા તો થાઇરોઇડના લીધે હોર્મોન્સમાં થયેલા ફેરફારનાં કારણે પણ પીરિયડ્સ મોડા આવી શકે છે. પરંતુ જો તમને લાંબા સમયથી આવી સમસ્યા હોય અથવા અન્ય કોઇ શારીરિક સમસ્યા હોય તો એના માટે તમારે ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે.

પીરિયડ્સ એટલે કે માસિક ધર્મ સ્ત્રીઓમાં જોવા મળતી એક સામાન્ય સમસ્યા છે. તેમા મહિલાઓને પ્રાઈવેટ પાર્ટમાંથી લોહીનો પ્રવાહ થાય છે. હકીકતમાં યુવાવસ્થા શરૂ થતા છોકરીઓના શરીરમાં અનેક પ્રકારના ફેરફાર થવા માંડે છે.  આ જરૂરી નથી કે યુવતીઓને કોઈ એક ખાસ વયમાં જ આ સમસ્યા થાય છે.  અભ્યાસ મુજબ યુવતીઓમાં માસિકની સ્માસ્યા 8 થીલઈને 17 વર્ષ સુધી શરૂ થઈ શકે છે.  પહેલીવાર માસિક ધર્મ થવો કોઈપણ યુવતી માટે એક ચિંતાનો વિષય બની શકે છે. છોકરીઓને લોહી અને તરલ પદાર્થ જોઈને તનાવ અને ભયનો અનુભવ થઈ શકે છે.  આવુ એવી છોકરીઓ સાથે થાય છે જેમને આ અંગે બિલકુલ જ્ઞાન  હોતુ નથી અથવા તો પછી તેમને ખોટી માહિતી હોય છે.  દેખીતુ છે કે માહિતીના અભાવમાં તેમને એવુ લાગે કે આ કોઈ બીમારીના લક્ષણ છે.

માસિક ધર્મ કેમ થાય છે – મહિલાનુ શરીર દર મહિને ગર્ભની તૈયારી કરે છે. આ દરમિયાન તેના અંડાશયમાં એક ઈંડુ બને છે જે ગર્ભાશયની નલિકામાં જતુ રહે છે.  આ સાથે મહિલાના ગર્ભાશયની પરતમાં લોહી એકત્ર થતુ રહે છે જેથી ગર્ભના બેસતા એ લોહીથી બાળક વિકસિત થઈ શકે.  જો ગર્ભ નથી રોકાતો તો આ પરત તૂટી જાય છે અને પરતમાં જમા લોહી માસિક ધર્મના રૂપમાં યોનિ દ્વારા બહાર આવી જાય છે. બીજા મહિને ફરી આવુ જ થાય છે અને મસિક ધર્મનુ આ ચક્ર ચાલતુ રહે છે.  લોહીનો આ પ્રવાહ પાંચથી સાત દિવસનો હોઈ શકે છે.  માસિક ધર્મના બીજા કે ત્રીજા દિવસે વધુ પ્રવાહ થાય છે. દરેક મહિલાના માસિક ચક્રના અંતરનો સમય જુદો જુદો હોઈ શકે છે.  આ તેના શરીરની બનાવટ પર નિર્ભર કરે છે.

માસિક ધર્મ દરમિયાન સફાઈ રાખવી જરૂરી છે – દેખીતુ છે કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી લોહી અને સ્ત્રાવના રૂપમાં ગંદકી બહાર નીકળે છે. ઉલ્લેખનીય છે કે આ લોહીમાં બેક્ટેરિયા જલ્દી પૈદા થાય છે. જેનાથી મહિલાઓના પ્રાઈવેટ પાર્ટમાં ઈંફેક્શન થઈ શકે છે.  આવુ થતા મહિલાને પેશાબમાં બળતરા, યોનિ માર્ગ પર ખંજવાળ, દુર્ગંધવાળો સ્ત્રાવ આવવો જેવી સમસ્યાઓ થાય છે. માસિક ધર્મ દરમિયાન આ રીતે રાખો સાફ સફાઈનું ધ્યાન માસિક ધર્મ દરમિયાન કોઈ સારા પૈડનૌ ઉપયોગ કરો અને તેને દિવસમાં 3થી 4 વાર બદલો.  રક્ત સ્ત્રાવને રોકવા માટે ભીના કપડાનો ઉપયોગ ન કરો. તેનાથી ઈંફેક્શનનો ખતરો રહે છે.  આ દિવસોમાં રોજ સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેર

આ દરમિયાન યૌન સંબંધ બનાવવાથી બચવુ જોઈએ. આનાથી તમારા પાર્ટનરને ઈંફેક્શનનો ભય રહે છે. આ દરમિયાન તમારે દુખાવો ઓછો કરવા એક્સરસાઈઝ કરવી જોઈએ.  તેનાથી મસલ્સમાં ઓક્સીઝનની પૂર્તિ વધે છે અને શરીરને આરામ મળે છે. આ દિવસે લોહીનો સ્ત્રાવ થાય છે તેનો મતલબ એ નથી કે તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહો. તમે તમારા રોજના નાના-નાના કામ તો કરી શકો છો.  કેટલાક લોકો એવુ માને છે કે આ દરમિયાન ન્હાવુ ન જોઈએ કે વાળ ન ધોવા જોઈએ. કારણ કે તેનાથી લોહીનો સ્ત્રાવ ધીમો થઈ શકે છે.  પણ આ સારુ નથી. તમારુ જ્યારે મન થાય ત્યારે ન્હાવ.

Advertisement