૯૯% લોકો નહિ જાણતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણ શામાટે રામદેવજી સ્વરૂપે પૃથ્વી પર અવતરિત થયા હતા, જાણો તેની પાછળનું રહસ્ય..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. ગુજરાતમાં લાખો લોકો એના ભક્તો છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જ. એમણે રણુજાના રાજા રામદેવ પીર તરીકે ઓળખવામાં આવે છે.ચાલો જાણીએ કે પ્રભુ શ્રી કૃષ્ણ જ બાબા રામદેવપીર તરીકે આ પૃથ્વી પર અવતર્યા હતા,જાણો તેના પાછળ નું રહસ્યમય કારણ.

આંખની નજર ના પોચશે એવો રેતાળ પ્રદેશ એટલે મારવાડ આ મારવાડમાં પોકરણ ગઢ કરીને એક ગામ અને આ ગામમાં કુવરસંખ ના રાજા અજમલજીના રાજ તપે ન્યાય અને પ્રજાના સુખે સુખે અને પ્રજાના દુખે દુઃખે અજમલજી ના રાણી મીનળદેવી પતિના પગલે પગલે ચાલનાર હતા દેવ દર્શને જાય ભજન કીર્તન કરે અને દાન પૂર્ણ કરે એમના આંગણે થી કોઈ અજ્ઞાગત ખાલી હાથે પાછો ન જાય આ રીતે પોકરણની પ્રજા સુખી હતી ઘેર ઘેર રાજાના લોકો ગુણગાન ગવાતા હતા.

પરંતુ રાજાને એક વાતનું દુઃખ હતું કે પોકરણગઢમાં ભેરવા નામના રાક્ષસનો ભારે ત્રાસ હતો તે ગુફામાં રહેતો હતો અને ક્યારેક ક્યારેક ગામમાં ત્રાટકતો અને ઢોર ઢાખર ઉપાડી જતો જીવતા માણસોને કાચા ને કાચા ખાઈ જતો હતો.બિચારી પ્રજા ભૈરવાના ત્રાસથી ત્રાહિમામ થઈ ગઈ હતી.જ્યારે ભૈરવાએ માજા મૂકી ત્યારે તો હાહાકાર થઈ ગયો. ભૈરવાના ડરથી પ્રજાજનો વન વગડામાં જતા બંધ થઈ ગયા ખેતર વાડી ઉજ્જડ થવા લાગી.

એક દિવસની વાત છે અજમલજી કચેરી ભરીને બેઠા હતા એજ સમયે મહેલના દરવાજે ગોખેરો થયો મહારાજ બચાવો બચાવોની બૂમો સંભળાય ત્યાતો થોડી વારમાં માણસોનું ટોળું આવ્યું આંખો માં ખોફ અને ફફડાટ હતો.એક કાગળ પ્રધાનજીના હાથમાં આપ્યો.એમાં લખ્યું હતું કે હે તુવર કુળ નરેશ ભૈરવાના ત્રાસથી બધા જ ગામડા ઉજ્જડ થઈ ગયા છે.લોકવાયકા એવી છે ભૈરવો અમૃત કુપો મેળવવા નારપલ્લી યજ્ઞ કરી રહ્યો છે એ માણસને ઉપાડી જઈ ને એનું માથું વાઢીને યજ્ઞમાં આહુતિ આપે છે અને ધડ પોતે ખાય છે જે મહારાજ અમે તમારા શરણે છીએ.

ભૈરવના ત્રાસથી અમને ઉગારો પ્રજાની આવી વાતો સાંભળી રાજ ગાદી પર બેઠેલા રાજાનું હૈયું વલોવાઈ ગયું.અને તે બોલ્યા ભાઈ ડરો નહીં તમારું દુઃખ એ મારું દુઃખ છે જગતનો નાથ બધા સારાવાના કરશે રાજ્ય છોડી તમારે ક્યાંય જવું નહિ પડે તેવું હું તમને વચન આપું છું.રાજાએ વચન આપતા પ્રજાજનો ચાલ્યા ગયા પરંતુ અજમલજીની ઊંઘ ઉડી ગઈ ચિંતાએ ગેરો કર્યો ખૂબ જ બળવાન અને મહાકાય ભૈરવાને મારવો કઈ રીતે રાજા અજમલજી આખી રાત જાગતા રહ્યા પરોઢ થતાં મહેલની બહાર નીકળ્યા તેમને થયું કે આટો મારતો આવું ત્યાં સામે બે ભરવાડ મળ્યા પરંતુ અજમલજી જોઈ પડખું ફરીને ઊભા રહી ગયા.

એટલે અજમલજી એ પૂછ્યું અલ્યા રાયકાઓ તમે મને જોઈ અવડા કેમ ફરી ગયા ત્યારે ભરવાડ કહે છે ક્ષમા કરો મહારાજ અમે અમારા દીકરાના વહુનું આનું તેડવા જઈએ છીએ એટલે વાંજીયાનું મોઢું જોવાય તો અપશુકન થાય પણ ભાઈઓ મારે તો ત્રણ ત્રણ દીકરીઓ છે લાશા, લક્ષ્મી અને સગુના તો હું વાંજીઓ કઈ રીતે મહારાજ દીકરીઓ તો સૌ સૌ ના સાસરે જશે રાજગાદી સંભાળે તેવો કોઈ નથી આ રીતે અજમલજી એ ઘણા લોકોના મોઢે સાંભળવા મળ્યું કે તમે વાંઝિયા છો તમારી પાછળ પિંડ દાન કરનાર કોઈ નથી રાજા હતાશ હૈયે મહેલે આવ્યા અને આવીને રાણીને વાત કરી અને કહ્યું કે પુત્ર થાય તો જ અને કહ્યું કે પુત્ર થાય તો જ જીવવું નહિ તો કમળ પૂજા કરી મરવું અપાર દુઃખ વેઠી દ્વારકાધીશની અપાર જાત્રા કરી છે પરંતુ દ્વારકાનો નાથ દયા કરે એવુ લાગતુ નથી.હવે હું કાશીએ જઈને ભોળાનાથ ને રીજવિશ.

મિત્રો દરિયાકિનારે આવેલા દ્વારકાધીશના મંદિરમાં ખૂબ ભાવપૂર્વક આરાધના કરી. દર્શન દેવા આજીજી કરવા લાગ્યા, પણ વાંઝિયાના વિલાપથી ભગવાનની મૂર્તિ તેમના પર હસતી હોય એવો આભાસ થવાથી અજમલજીએ ભેટ ચડાવવા લાવેલા મોતીચૂરના લાડુનો છુટ્ટો ઘા ભગવાનના કપાળ પર કર્યો. મંદિરના રખેવાળને લાગ્યું કે આવું કરવાથી મૂર્તિ ખંડિત થઈ જશે એટલે બલા ટાળવાના ભાવથી ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ દરિયામાં બિરાજે છે એવું કહ્યું.ભાવમાં આવીને અજમલજીએ કૃષ્ણને મળવા દ્વારકામાં આવેલા દરિયામાં ઝંપલાવી દીધું. દરિયાનાં ઊંડાં પાણીમાં આવેલી સોનાની દ્વારકામાં ભગવાનનો ભેટો થયો.

મિત્રો તેમના કપાળ પરથી લોહી વહેતું હતું એટલે અજમલજીએ એનું કારણ પૂછ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે હસતાં-હસતાં જવાબ આપ્યો કે તેમના એક ભક્તે તેમને મોતીચૂરના લાડુ મારવાથી કપાળ લોહીલુહાણ થઈ ગયું હતું! શર્મિંદા બનીને અજમલજીએ ભગવાનની ખરા દિલથી માફી માગીને પુત્રપ્રાપ્તિનું વરદાન માગ્યું. એટલું જ નહીં, સ્વયં ભગવાન તેમના કુળમાં જન્મ લે એવી માગણી કરી. ભગવાન શ્રીકૃષ્ણએ માગણી સ્વીકારી રાજસ્થાનની મરુ ભૂમિ પર અવતાર ધારણ કરી લોકોનાં દુઃખ દૂર કરવાનાં અને લીલા રચી હિન્દવાધર્મનો પ્રસાર કરવાનું વચન આપ્યું.

મિત્રો આખરે રાણી મિલણદેના કૂખે એક દીકરો જન્મ્યો અને બીજા દીકરા તરીકે સ્વયં ભગવાન પારણામાં પ્રગટ થયા. પ્રગટ થતાં જ લીલા રચી. પોતાના આગમનનાં કંકુ પગલાં પાડ્યાં. પાણીના હાંડલા દૂધથી છલકાવા લાગ્યા અને પ્રભુ પારણામાં સૂતાં-સૂતાં દૂધથી ઊભરાતા હાંડલાને જોઈ પારણામાંથી હાથ લાંબા કરી હાંડલા ઉતારી લીધા. આખું નગર મંત્રમુગ્ધ થઈ ગયું. મોટા પુત્રનું નામ વિરમદેવ અને નાના પુત્રનું નામ રામદેવ રાખવામાં આવ્યું.

કહેવાય છે કે બાબા રામદેવજીએ બાળપણમાં જ પોતાની માં મીનળદે પાસેથી ઘોડાની જીદ કરી હતી.બહુજ સમજાવવા પર બાળક રામદેવના ના માનવા પર અંતે હાર માનીને માતાએ એમનાં માટે એક દરજીને એક કપડાંનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો તથા સાથે જ એ દરજીને કિંમતી વસ્ત્રો પણ એ ઘોડાને બનવવા હેતુ આપ્યાં. ઘરે જઈને દરજીના મનમાં પાપ આવ્યું અને એણે એ કિંમતી વસ્ત્રોની જગ્યાએ ચિંથરામાંથી એ ઘોડાને બનાવ્યો અને ઘોડો બનાવીને માતા મીનળદેને આપી દીધો.માતા મીનળદેએ બાળક રામદેવને કપડાંનો ઘોડો આપતાં એને એની જોડે રમવાનું કહ્યું.

પરંતુ અવાતારી પુરુષ રામદેવને દરજીની ધોખાઘડી જ્ઞાત હતી.અત: એમણે દરજીને સબક શીખવાડવાનો નિર્ણય લીધો. એ ઘોડો આકાશમાં ઉડવા લાગ્યો. આ જોઇને માતા મીનળદે મનોમન ગભરાવા લાગી.એમણે તરત જ એ દરજીને બોલાવીને એ ઘોડા વિષે પૂછ્યું તો એણે માતા મીનળદે બાળક રામદેવની માફી માંગતા કહ્યું કે એણેજ ઘોડામાં ધોખાઘડી કરી છે અને હવે પછી એવું ક્યારેય નહીં થાય એવું વચન આપ્યું.

આ સાંભળીને રામદેવજી પાછાં ધરતી પર ઉતારી આવ્યાં અને એ દરજીને ક્ષમા કરતાં ભવિષ્યમાં આવું ન કરવાનું કહ્યું અને આજ ધારણાને કારણે જ આજે પણ બાબાનાં ભક્તજન પુત્રરતનની પ્રાપ્તિ હેતુ બાબાને કપડાંનાં ઘોડાઓ બહુજ શ્રદ્ધાપૂર્વક ચઢાવે છે.આ વાતને દોહામાં બહુજ સુંદર રીતે વર્ણિત કરાઈ છે,હરજીને હર મિલ્યા સામે મારગ આય |પુજણ દિયો ઘોડલ્યો ધૂપ ખેવણ રો બતાય||કહેવાય છે કે ભક્તોને પ્રભુભક્તિમાં દરેક વસ્તુમાં જ ભગવાનનો વાસ નજરે પડે છે.

આજ વાતનું સાક્ષાત ઉદાહરણ છે રામદેવ મંદિરમાં રખાયેલું ૬૦૦ વર્ષ પુરાણું નગારું. આ નગારું રામદેવજીની કચેરીમાં રાખેલું છે કહેવાય છે કે અહીંયા શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે એ અહીં નગારાં વગાડીને બાબાને પોતાની હાજરી જરૂર દર્જ કરાવે છે.પગલિયા પદ ચિન્હો નોજ રાજસ્થાની ભાષામાં પર્યાય છે. બાબાની પગલિયા શ્રદ્ધાળુ પોતાનાં ઘરમાં પૂજા માટે મંદિર કે અન્ય પવિત્ર સ્થાન ઉપર રાખે છે પગલિયાનું વર્ણન આ દોહામાં કરવામાં આવ્યું છે.

દેવાં કા તો માથા પૂજીજે |મારે દેવ રા પગલિયાપૂજીજે || અર્થાત બધાંજ દેવતાઓના શીશની વંદના થાય છે. જ્યારે બાબા રામદેવ એક માત્ર એવાં છે કે જેમનાં પદચિન્હ પૂજાય છે.જે પ્રકારે ગંગાજળની શુદ્ધતા એવં પવિત્રતાને બધા જ હિંદુ ધર્મનાં લોકો માને છે. એજ પ્રકારે બાબા રામદેવજીનાં નિજ મંદિરમાં એવં અભિષેક હેતુ પ્રયુક્ત થવાંવાળું જળનું પણ એક પોતાનું મહાત્મ્ય છે.આ જળ બાબાની પરચા બાવડીથી લેવામાં આવેલું છે.

એવં એમાં દૂધ,ઘી,શહદ, દહીં, એવમ સાકરનું મિશ્રણ કરીને એને પંચતત્વશીલ બનવવામાં આવે છે. એવં બાબાનાં અભિષેકના કામમાં લેવાય છે. શ્રદ્ધાળુ આ જળને રામ જરોખામાં બનેલી નિકાસ નળીમાંથી પ્રાપ્ત કરીને બહુજ શ્રદ્ધાથી પોતાનાં ઘરે લઇ જાય છે. ભક્તજનોનું માનવું છે કે જે પ્રકારે ગંગા નદીમાં સ્નાન કરવાથી બધાં પાપ ધોવાઈ જાય છે. એજ પ્રકારે બાબાનાં જળનું નિત્ય આચમન કરવાથી બધાં રોગો -વિકારો દુર થઇ જાય છે.

રામસરોવર તળાવની માટીને ખોદીને દવાઓનાં રૂપમાં ખરીદીને શ્રદ્ધાળુ પોતાની સાથે લઇ જાય છે. પ્રચલિત માન્યતા અનુસાર બાબા રામદેવ દ્વારા ખોદવામાં આવેલાં આ સરોવરની માટી નો લેપથી ચરમ રોગ એવં ઉદર રોગોથી છુટકારો મળે છે. સફેદ દાગ, દાદરમ ખુજલી , કુષ્ટરોગ એવં ચામડીના રોગોથી પીડિત સેંકડો લોકો પ્રતિદિન મોટી સંખ્યામાં લોકો રામસરોવર તળાવની માટીમાંથી બનેલી ગોળીઓ પોતાની સાથે લઇ જાય છે.

પેટમાં ગેસ, અલ્સર એવં ઉદર રોગથી પીડિતો પણ મીટ્ટીનાં સેવનથી ઈલાજની માન્યતાથી ખરીદી કરીને લી જાય છે. બાબા રામદેવનાં જીવનકાળમાં રામસરોવર તળાવની ખોદાઈમાં અહમ ભૂમિકા નિભાવવાવાળાં સ્થાનીય ગુંદલી જાતિનાં બેલદાર તળાવની માટીની ખોદાઈ કરી કરીને પરચા બાવડીનાં પાણીની સાથે મીટ્ટીની ગોળીઓ બનાવે છે એવં એને વેચે છે.રામદેવરા રુણિચામાં પ્રતિવર્ષ ભાદરવા મહિનામાં એક માસ સુધી ચાલતો આ મેલો આયોજિત કરવામાં આવે છે. આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.

આ શ્રદ્ધાળુઓ પોતપોતાનાં ઘરેથી બાબાનાં દરબાર સુધીની આ સફર પગપાળા જ કરતાં હોય છે. કોઈ પુત્રરત્નની ચાહમાં તો કોઈ રોગ કષ્ટ નિવારણ હેતુ, કોઈ ઘરની સુખશાંતિ હેતુ આ માન્યતા લઈને પણ બાબાનાં દરબારમાં ચાલતાં જવાંવાળાં ભક્તોને બાબા ક્યારેય ખાલી હાથ નથી મોકલતાં એવું માનીને કીન કેટલાય કિલોમીટર ચાલીને અહીં આવે છે.પગપાળા યાત્રા કરનારાં શ્રદ્ધાળુઓ અમૂમન એક સંઘની સાથે જ યાત્રા કરે છે અને આ સંઘની સાથે અન્ય શ્રદ્ધાળુ પણ માર્ગમાં જોડાય છે બધાં પદયાત્રીઓ બાબાની જયકારનાં નારા લગાવતાં નાચતાં ગાતાંઆ યાત્રા કરે છે.