એક પથ્થરને રામાંપીરના મંદિરમાં મુકકાયો અને ત્યારબાદ લોકોનાં ટોળે ટોળા ઉમટ્યા, જાણો એવુંતો શું હતું આ પથ્થરમાં….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે આ દુનિયા અનેક ચમત્કારોથી ભરેલી છે. કેટલાક બનાવો કે ઘટનાઓ આપણને વિચારતા કરી મૂકે છે. આવી જ એક ઘટના અરવલ્લીમાં સામે આવી છે. જેમાં એક પથ્થર આપણે કુતૂહલ કરવા પ્રેરી રહ્યો છે. મંદિરની આરતીમાં ઘંટ નહીં પણ પથ્થર વગાડવામાં આવે છે, સૂર એટલો મધૂર કે સાંભળતા જ રહેશો ! કદાચ તમે પથ્થરને કોઈ પવિત્ર ધાતુ જ માનવા પ્રેરાશો. જાણો શું છે તેનું કારણ.

Advertisement

અરવલ્લીના મોડાસાના ડીપ વિસ્તારમાં રામાપીરના મંદિરમાં આરતી સમયે ઘંટ નહીં પણ પથ્થરનો રણકાર સંભળાય છે. વાત કદાચ આપના ગળે નહીં ઉતરે પણ વાત સાચી છે. અહીં રણકાર ઘંટનો નહીં પણ પથ્થરમાંથી આવે છે. રામાપીરની આરતીમાં બાળકો અને દર્શનાર્થીઓ પથ્થર વગાડવા માટે આતૂર બને છે. અહીં મુકવામાં આવેલા પત્થરમાંથી આવતો સૂર મંદિરમાં લગાવેલા બેલ કરતાં પણ મીઠો છે.

આ પથ્થર અરવલ્લીની ગિરીમાળાઓના જંગલમાંથી ખાનગી ફાઉન્ડેશનની ટીમને મળી આવ્યો હતો. વાત એમ બની કે, મોડાસા દયા ફાઉન્ડેશનની ટીમ ગીરીમાળાઓમાં થોડા દિવસ અગાઉ ફરવા માટે ગઇ હતી. તે સમયે એક સભ્યને ઠેસ વાગતાં એક પથ્થરમાંથી અવાજ આવ્યો. નીચે જોતા 30 કિલોનો પથ્થર હતો. પથ્થરને જેવો ઉપાડીને બાજુમાં મૂક્યો તો તેમાંથી રણકાર થયો.

દયા ફાઉન્ડેશનની ટીમને આશ્ચર્ય થયું. તેમણે ફરીથી ચેક કર્યું તો જણાયું અવાજ પથ્થરમાંથી જ આવે છે. બાદમાં દયા ફાઉન્ડેશનની ટીમના સભ્યો આ ચમત્કારિક પથ્થરને લઈને મોડાસાના ડીપ વિસ્તારના રામાપીર મંદિરમાં મૂક્યો હતો. હવે દર્શનાર્થીઓ અને પૂજારી દર્શન અને આરતીના સમયે આ પથ્થરને વગાડે છે. જો કે તેમાંથી આબેહૂબ ઘંટ વાગવા જેવો અવાજ આવ્યો હતો.

આ પથ્થરમાંથી આવતા અવાજને સાંભળવા માટે હાલ મંદિરમાં શ્રદ્ધાળુંઓ ઉમટી રહ્યા છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ પથ્થર વગાડીને દર્શન કરે છે. દયા ફાઉન્ડેશનના જગદીશભાઈએ જણાવ્યું હતું કે જંગલ વિસ્તારમાંથી પથ્થર મળી આવતા ત્રણ કિલોમીટર જેટલું અંતર કાપીને પથ્થરને માથે ઉઠાવીને મુખ્ય માર્ગ સુધી લાવવામાં આવ્યો હતો. આ પથ્થરનું અંદાજે વજન 25 થી 30 કિલો છે.

આ ચમત્કારિક પથ્થરની વિશિષ્ટતા તમને આશ્ચર્યમાં મૂકી દેશે. પથ્થરમાંથી ઘંટના પ્રગટે છે અને વાતાવરણ પવિત્ર કરી દે છે. જો કે, ભલે આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટી સૃષ્ટિની આ કરામતમાં કાર્યકારણના સંબંધો જોતી હોય. પરંતુ જ્યાં સુધી કારણોમાં પડ્યા વગર આવી ઘટનાને માણતા નથી ત્યાં સુધી સૃષ્ટિના સૌંદર્યને માણી શકાતું નથી.

અરવલ્લી જિલ્લાના પાડોશી જિલ્લા સાબરકાંઠામાં પણ આવો જ પથ્થર છે. ઈડરના પ્રતાપગઢના સાબલી ગામ સ્થિત પથ્થરોના ડુંગર પર મહાકાળી મંદિર આવેલું છે. આ મંદિરની બાજુમાં બે પથ્થરોની શિલા આવેલી છે, આ શીલા પર બીજા પથ્થર વડે ખખડાવતા જ તેમાંથી અદભુત અવાજ આવે છે. આ પથ્થરમાંથી એવો અવાજ આવે કે, જાણે ઝાલર કે ઘંટ વાગતો હોય. અવાજ નિકળે છે અને એ પણ ઘંટરાવ જેવો અવાજ રણકાવે છે. મહત્ત્વનું છે કે, આસપાસમાં તો ઘણા પથ્થર છે પણ આ એક જ પથ્થરમાં આવો રણકાર થાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે ભક્તોની ભીડ ભાગનાર રામદેવપીરના અનેક પરચા જાણીતા છે.આવા પરચાઓ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મજાદર ગામે ધના ભગત(પ્રજાપતિ)એ પણ અનુભવ્યા હતા.ધના ભગત નજીક રેલ્વેની ઘુમટીમાં નોકરી કરતા હતા.પગે અપંગ હોવાના કારણે ફરજ બજાવવામાં તેમને ઘણીવાર અગવડ પડતી પણ લાચાર બનીને સાચવીને એ ફરજ બજાવતા રહ્યા.એમની ફરજ દરમ્યાન એકવાર ચમત્કાર થયો.રામદેવપીરે એમને દર્શન દીધાં.થોડીવારમાં સામેથી ગાડી આવતી દેખાઈ.ફરજ ચૂકાઈ જશે ને અકસ્માત સર્જાશે એવા ભયે ધના ભગત દોડ્યા.ત્યારે પગે અપંગ છે એટલે દોડી શકાશે નહિ એનો ખ્યાલ ના રહ્યો.

મિત્રો એ તો દોડ્યા એવો જ ચમત્કાર થયો,એમના પગ સાજા થઈ ગયા.આ ધના ભગતને રામાપીરના બ્રાહ્મણ સ્વરૂપે દર્શન થયાં અને તેમને રણુજાની જાત્રાએ જવા કહ્યું. જાત્રાએ જવાના પોતાના પ્રતિકૂળ સંજોગની ધના ભગતે વાત કરી તેના જવાબ રૂપે તેમને રાણીછાપના અઢિસો રૂપિયા જમીનમાંથી પ્રાપ્ત થયા અને સાધુનું રૂપ લઈ ભગવાને તેમને ખભે કર્યા અને રણુજાની જાત્રા કરાવી.ત્યાંથી એક ઘોડો લઈ ધના ભગત પાછા ફર્યા ત્યારે એ ઘોડો પાંચ દિવસ ઘુમટીએ રાખ્યો ત્યાં ચમત્કાર સર્જાયો.

મિત્રો ત્યાંના ઝાડ ઉપર પત્તા એટલા દીવા થયા જે સવા કલાક લગી પ્રકાશતા રહ્યા.રણુજાની જાત્રા કરીને અને આવા ચમત્કારોનાં દર્શન કરીને ધના ભગતના જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું.અને ધના ભગત નોકરી છોડીને મજાદર ગામના રામદેવપીરના મંદિરે સેવામાં લાગી ગયા.મજાદર ગામે આવેલ રામદેવપીરનું આ ભવ્ય મંદિર અઢીસો વર્ષ જુનું હોવાનું કહેવાય છે.રાજસ્થાનમાં આવેલ રણુજાના રાજા અજમલજીને એકપણ સંતાન ન હતું.આમ ને આમ વર્ષો વીતી જશે એ વાત એમને અને એમની રાણી મિણલદેને કોરી ખાતી હતી.

મિત્રો એક દિવસ ભક્તિ કરતાં આ વાત એમણે પ્રભુ સમક્ષ મૂકી.અને આકાશવાણી થઈ કે તારા ત્યાં અવતારી પુરૂષ જન્મ લેશે.એ પછીના નવ જ માસમાં માતા મિણલદેની કૂખે રામદેવનો જન્મ થયો.આ રામદેવ મોટો થતો ગયો તેમ તેમ એ અનેક દુ:ખીઓના દુ:ખ ભાગતો રહ્યો.પરોપકારી જીવ બનીને સમાજના દરેક વર્ગને મદદે પહોંચવા લાગ્યો.ગામના લોકોને ત્યાં રામદેવમાં કોઈક અજબ શક્તિના દર્શન થવા લાગ્યાં.જાત્રાએ જતા વાણિયાનો માલ લૂંટી ચોર તેને મારી ભાગી ગયા ત્યારે તે વાણિયાની પત્નીની વ્હારે રામદેવ ઘોડે ચડી આવી પહોંચ્યા.

મિત્રો વાણિયાને જીવીત કર્યો અને ચોરના શરીરે કોઢ થઈ ગયો.ચોરાયેલો માલ વાણિયાને પાછો મળ્યો.આવા અનેક ચમત્કારો સર્જાતાં રામદેવને સૌ રામદેવપીર તરીકે ઇશ્વર અવતાર સ્વરૂપે ઓળખવા લાગ્યા.જીવનમાં અનેક ચમત્કારો સર્જીને લોકોના દુ:ખમાં મદદરૂપ થનારા રામદેવપીરને સમાધિ લેવાનો સમય લેવાનો સમય આવ્યો ત્યારે એમના પિતા અજમલજી અને માતા મિણલદેને સ્વપ્ન આવ્યું.એકદમ સફાળા ઝબકીને એ જાગી ગયાં ત્યારે રામદેવજી તેમના પલંગ પાસે દોડી આવ્યા અને માતા-પિતાને જણાવ્યું કે તમને જે સ્વપનું આવ્યું તે સ્વપનું નહિ પણ સત્ય છે.મારો જીવનકાળ પૂરો થવા આવ્યો છે.હું સમાધિ લઈ નિર્વાણપદ પામવા ઇચ્છું છું.

મિત્રો વિધિનું આ નિર્માણ છે.સવંત પંદરસો પંદરના ભદરવા મહિનાની અજવાળી બીજ હતી.તે વેળા દરબારગઢમાં પાટોત્સવનો આરંભ થયો.પાંચ દિવસ પછી ભાદરવા સુદ સાતમની રાતે અજમલજી અને મિણલદેવીની સ્વપનું આવ્યું.એ પછીના બે જ દિવસ બાદ ભાદરવા સુદ નોમના પ્રભાતે દરબારગઢના દ્વારે શરણાઈ અને ચોઘડીયાં વાગવા લાગ્યાં.

મિત્રો રણુજામાં હર્ષ અને શોકનું મિશ્ર વાતાવરણ છવાઈ ગયું.ગામના અને આસપાસના ગામના લોકો દરબાર ગઢમાં આવી ભારે હૈયે રામદેવજીને પુષ્પોથી વધાવી ચોકમાં રોપેલ ધોળા નેજાને વંદના કરી જય જયકારથી વાતાવરણને ગજાવવા લાગ્યા.અને એ દિવસે વિશાળ ગ્રામજનો,સગા-સ્નેહીઓની હાજરીમાં વાજતે ગાજતે રામદેવજીએ સમાધિ લઈ લીધી.

એમની સાથે એમના પરમ સેવિકા ડાલીબાઈએ પણ સમાધિ લઈ લીધી.મજાદર ગામે પણ આ બંનેના મંદિરો છે.તેમાં રામદેવપીરના મંદિરે પહેલા દર મહિને મેળો ભરાતો.હાલ દર વર્ષે ભાદરવા સુદ ૯ થી ૧૨ સુધી મેળો ભરાય છે.જેમાં દરેક જ્ઞાતિ ના ભાવિકો રામદેવપીરના દર્શનાથે મોટી સંખ્યામાં ઉમટે છે.શ્રદ્રાળુઓ બાધા-માનતા પુરી થતાં, ઝુમ્મરો અને ઘોડા ચઢાવે છે.મજાદર આવવા માટે બસની વ્યવસ્થા છે.

Advertisement