નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે.મિત્રો તમને જણાવી દઈએ કે સૌથી વધારે શ્રદ્ધા અને આસ્થા ધરાવતાં હોય તો તે છે બાબા રામદેવ પીરમાં. હિંદુ સંતને મુસ્લિમો પણ પોતાના સંત માને એને પીર કહેવાય. મિત્રો દરેક લોકો મંદિરમાં જતા હશે અને ભગવાનની પૂજા કરતા હશે મિત્રો ચોખા પણ ધાર્મિક કાર્યમાં ઉપયોગ થાય.
મિત્રો તમને જણાવી દઈએ કે તમારા નજીકના રામદેવજી ના મંદિરમાં જઈને બે ચપટી ચોખા રામદેવજી ની પ્રતિમા આગળ વધાવવા થી તમારી દરેક મનોકામના ઓ પુર્ણ થશે.ચોખાનું હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે, તેથી જ પૂજા વગેરેમાં ચોખાનો ઉપયોગ થાય છે. પ્રાચીન શાસ્ત્રોમાં ચોખા ખૂબ પવિત્ર માનવામાં આવે છે. તેની શુદ્ધતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે દરેક દેવતાને ભાત ચઢાવવામાં આવે છે અને તે પણ કોઈ ડર વિના ઘણા દેવતાઓને અમુક વસ્તુઓ અર્પણ કરવાની મનાઈ છે.
પરંતુ ત્યાં એક અનાજ છે જે બધા દેવો સ્વીકારે છે અને આજે અમે તમને ચોખાને લગતી કેટલીક વિશેષ બાબતો જણાવી રહ્યા છીએ, તેથી જો તમે પણ પૂજા પાઠમાં ચોખાનો ઉપયોગ કરો છો, તો આ બાબતો ધ્યાનમાં રાખવાની ખાતરી કરો.જ્યારે પણ રામદેવજીને ચોખા ચઢાવો ત્યારે ખાતરી કરો કે ચોખા તૂટેલા કે તૂટેલા નથી. આવા ચોખા અર્પણ કરવું વર્જિત માનવામાં આવે છે. વળી, આવા ચોખા અર્પણ કરવાથી ભગવાન પણ ક્રોધિત થાય છે અને પૂજા-અર્ચનાનું ફળ મળતું નથી.
વળી, ધ્યાનમાં રાખો કે ચોખા સફેદ હોવા જોઈએ, પૂજામાં ક્યારેય પીળા ચોખાનો ઉપયોગ ન કરવો જો તમે દરરોજ સવારે ભગવાનની પૂજા કરો છો, તો તમારે ભગવાનને દરરોજ ચોખા ચઢાવવા જોઈએ, શાસ્ત્રો અનુસાર, ભગવાનને દરરોજ ચોખા ચઢાવવાથી ઘરમાં ખોરાકની તંગી થતી નથી. આ માટે, તમે પૂજા સમયે ભગવાનને ચોખાના ચાર દાણા અર્પણ કરો, પરંતુ ખાતરી કરો કે ચોખાના આ અનાજ તૂટેલા નથી.સુરેન્દ્રનગરના પીપળી ખાતે આવેલ છે
ભગવાન રામદેવપીરનું નકળંગ ધામ.કહેવાય છે કે અહીં રામદેવપીર હાજરાહજુર બિરાજમાન છે. મંદિરની જો કોતરણીની વાત કરવામાં આવે તો મંદિરની કોતરણી જોઈને જ મંત્રમુગ્ધ થઈ જવાય. સુંદર અને કલાત્મક મંદિરની અંદર બિરાજે છે કળિયુગમાં પ્રગટેલા અને સાદ આપ્યોને જવાબ આપતા દેવ રામદેવપીર. મંદિરમાં પ્રવેશતા જ સામે ભગવાન રામદેવપીરની મૂર્તિ નજરે પડે છે.
જો આ મંદિરની મૂરતની વાત કરવામાં આવે તો ખૂબ જ પ્રભાવશાળી તેમજ દેદિપ્યમાન ભગવાનની મૂરત છે.આ મંદિરની સ્થાપના સવા ભગત દ્વારા કરવામાં આવી હતી. તેમજ તેમણે સેવાકીય પ્રવૃત્તિના પણ શ્રી ગણેશ કર્યા હતા જે સેવાકીય પ્રવૃત્તિ આજે પણ અવિરતપણે ચાલી રહી છે. સવારે અને સાંજે ભગવાન રામદેવપીરને શણગાર કરીને ગુગળનો ધૂપ આપીને આરતી કરવામાં આવે છે.
અહીં સનાતન ધર્મના દરેક વાર તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને અહીંયા રામદેવપીરના નોરતા ખૂબ જ ઉત્સાહથી તેમજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા ગામે રામદેવપીરનું મંદિર આવેલું છે. આ મંદિર જામનગરથી 52 કી.મી દૂર આવેલું છે. આ મંદિરે દૂર દૂરથી ભક્તજનો દર્શન કરવા માટે આવે છે
કાલાવડના નવા રણુજા ગામે આવેલ બાબા રામદેવપીરનું મંદિર વિશાલ મોટી સંખ્યામાં આવેલું છે. આ મંદિરમાં પ.પૂ.બ્રહ્મલીન સંત શ્રી ખુશાલબાપુ એ આ મંદિરમાં બાબારામદેવજીની 1960મા સ્થાપના કરેવામાં આવેલ છે. આ જગ્યા પર પહેલા જંગલ અને મેદાન જ હતું ત્યાર બાદ સંત શ્રી ખુશાલબાપુ દ્વારા અહીંયા તેની સ્થાપના કર્યા બાદ આ મંદિરનો શિલાયન્સ કરવામાં આવ્યો.
હાલ આ મંદિર સંત ખુશાલબાપુના દીકરા સુરેન્દ્રભાઇ કામદાર ચાલવી રહ્યા છે. અહીંયા મંદિરમાં ઉજળિયા સુદ-બીજ ઉજવવામાં આવે છે. અહીંયા રામદેવજી મહારાજનો દિવ્ય જ્યોતિ પાઠ દર માસના એકમે કરવમાં આવે છે અને સાથે અન્નકૂટ પણ ધરવામાં આવે છે.મિત્રો તમને જણાવી દઈએ કે સવારામ બાપા પીપળી ગામમાં થઇ ગયા તેમના સતગુરુ ફૂલગરજી મહારાજ હતા અને તેમની જ્ઞાતિ કુંભાર હતી.મિત્રો એક કહાની મુજબ એક સમયે અહીંયા ભગત ભજન ગાતા હતા
મેઘવાળ મંડળ શ્રોતાજનો સાંભળે છે,ત્યાં પંડિતજી આવી,મેઘવાળો મંડળને કહેછે,કે તમે શુદ્રના મુખે વાણી સાંભળોછો તો નર્કના અધિકારી થશો.તે વખતે સવરામ બાપા આ પદ બોલ્યા કે હે પંડિત શુદ્ર તે કોઈ કહૈ,નિંદા અસ્તુતિ નિત્ય કરીનેતમે શ્રોતાજનો સુનાઈ, હાડ માસ ચામ રુદ્ર ને વિટા,મૂત્ર ભર્યો છે માહી,એવા શરીરમાં આપ બિરાજો,તમે કેન કરો પંડિતાઇ.
પંડિત તનનો માલ તપાસીને જોજો, સર્વેમાં સરખોચે ભાઈ,શુદ્ર જાતિને છેટે કાઢીને તમે,પચે બોલો તો બડાઈ.પંડિત-૨, પાંચ તત્વ અને ત્રણ ગુણમાં,શુદ્ર તે કોણ કહાઈ,ઉત્તમ મધ્યમ કર્મ રહ્યાછે,વર્ણાશ્રમ ની માઇ: પંડિત -3સંશય શુદ્ર મુવો નહિ મૂરખ,મોટો થયો તુજ માહી, મહામાર્ગીયએ મારીને કાઢ્યો,આવી બેઠો છે અહીં :પંડિત -4 એક બીજ અને એક આત્મા,એક ખાંણેથી સબ આઈ,સતગુરુ ચરણે દાસ સવો કહે,બ્રાહ્મણ ક્ષત્રી ને કસાઈ.અહીંયા વર્ષની 12 બીજ ઉજવવવમાં આવે છે અને પ.પૂ.સંત શ્રી ખુશાલબાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે.
આ રામદેવજીના મંદિરમાં પ્રવેશતા જ ભક્તોને શાંતિનો અહેસાસ થાય છે. અહીંયા દરરોજના 1000 જેટલા ભાવિકો દર્શનાથે દર્શન કરવા માટે આવે છે. અહીંયા ભાદરવા સુદ-નોમ,દશમ,અગિયારસ,ના મેળો યોજાય ત્યારે મંદિરમાં ત્રણ દિવસ ભજન, સંતવાણી, મહાપ્રસાદનું આયોજન કરવમાં આવે છે .અહીંયા મોટી સઁખ્યામા દૂર દૂર થી યાત્રિકો આવે છે. અહીંયા મંદિરની અંદર પ્રાગણમાં અલગ- અલગ દેવી દેવતાઓની મૂર્તિ બેસાડવામાં આવી છે.
અહીંયા વર્ષ દરમ્યાન નાના મોટા તહેવારો પણ ઉજવવમાં આવે છે.વિક્રમ સંવત 1968માં પીપળીગામના સવારામ બાપાએ મંદિરની સ્થાપના કરી.ધાર્મિક માહાત્મ્ય, વિક્રમ સંવત 1968માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો. તેથી અહીંના સવા ભગત માટી કામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા. દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા. એક સાંજે તેમની પાસે કબીર હંસ બનીને આવ્યા.
કબીર સાહેબે સવાભગતને ગુરુજ્ઞાન આપ્યુંસ્ટ. સપનાંમાં કબીરસાહેબે આપેલી પ્રેરણાથી સવા ભગતે પીપળી ગામે કબીર મંદિરની સ્થાપના કરી.વિક્રમ સંવત 1968ની એક રાત્રિએ રણુજાના રાજા રામદેવપીર ભગત તરીકે ઓળખાતા સવારામ બાપાના ઘરે પધાર્યા અને પીપળી ગામમાં કાયમી રહેવાની ઈચ્છા વ્યક્ત કરી. રામદેવ પીરે સવારામ બાપાને કહ્યું કે સમય આવશે મારું બાવનગજનું દેવળ બનશે અને ઈશાનખૂણામાં બાવન ગજનો નેજો ફરકશે.
મંદિરના બને ત્યાં સુધી મને ગેબી તરીકે અહીં સ્થાન આપજે. એ રીતે રામદેવ પીરની પ્રેરણાથી સવા ભગતે અહીં મંદિરની સ્થાપના કરી.ઐતિહાસિક માહાત્મ્ય, મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલાં જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર લેખક-વિચારક સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ‘ધરતીની આરતી’માં સવા ભગતે લોકબાનીમાં રચેલાં પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા.
સ્વામી આનંદે સવા ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું એ પછી લિંબડીના ઠાકોરે તેમનો મહિમા સ્વિકાર્યો. એકવાર લિંબડી ઠાકોરના મહેમાન બનેલાં રાજકોટના ઠાકોરે સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા એ વખતે સવા ભગતના પદ સાંભળીને રાજકોટના ઠાકોરે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વિકાર્યા હતા.વર્ષ ૨૦૧૪માં મંદિરની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થયા ત્યારે ત્રિ-દિવસિય શતાબ્દિ મહોત્સવ ઉજવાયો હતો.
જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના આશરે પાંચ લાખથી વધુ ભાવિકો અને ગુજરાતભરના તમામ નામી-અનામી સાધુ, સંતો, કથાકારો અને દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપીને ઈતિહાસ સર્જ્યો હતો.દર્શન માટે આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ખૂલી રહે છે.
આ સુંદર મંદિરનું નિર્માણ પીપળીધામના સવારામ બાબાએ વિક્રમ સંવત 1972માં મંદિરની સ્થાપના કરી હતી. રામદેવપીરના બાવન ગજના દેવળની પ્રાણપ્રતિષ્ઠા સદગુરુ બળદેવજી મહારાજે કરાવી હતી. મુખ્ય પ્રવેશદ્વારનું નિર્માણ 1985માં બળદેવદાસ મહારાજના હસ્તે કરાયું હતું.આ મંદિરમાં અમુક સ્થાન છે જેના જોતા જ તમે તેની તરફ આકર્ષિત થશો. અન્ય મંદિરોમાં રામદેવપીર ઘોડા પર બિરાજમાન હોય છે.
પરંતુ સવા ભગતને પીરે જ્યારે દર્શન આપ્યાં ત્યારે તેઓ સિંહાસન પર બેઠા હોવાથી આ મંદિરમાં સિંહાસન પર આરુઢ રામદેવ પીરની પ્રતિમા જોવા મળે છે. આવી પ્રતિમા ધરાવતું આ એકમાત્ર મંદિર છે. વેરાઈ માતાજી મંદીર.પીપળીધામ જેમની પ્રેરણાથી બન્યું તે સવારામ બાપાની સમાધિ પણ અહીં આવેલી છે.અહીં દ્વારકાધીશ અને રુકમણીનું મંદિર પણ છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિરમાં હંમેશા પૂર્ણિમાએ પૂજન, ભજન અને ભોજન હોય છે.
સાથે બીજ, ગુરુપૂર્ણિમા, ભાદરવા સુદ નોમ, દશમ, અગિયારસ, સવારામ બાપા અને બળદેવદાસ બાપા તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હાલ ગાદી પર બિરાજમાન છે.પીપળી ના રામદેવજી મંદિરમાં આરતીનો સમય, સવારે: 7.15 વાગ્યે,સાંજે અને સંધ્યા સમયે કરવામાં આવે છે અને આ સિવાય શ્રદ્ધાળુઓ માટે ૨૪ કલાક અહીં મંદિરના દ્વાર ખુલ્લાં હોય છે.
આ મંદિર સુધી પોહોચવાનો રસ્તો સુરેન્દ્રનગરથી 37 કિમી, અમદાવાદ 97 કિમી, રાજકોટ 150 કિમી. અંતરે આવેલા આ સ્થળે જવા માટે ખાનગી વાહનો પણ મળે છે.રામદેવજી પીપળી ધામ નજીક પણ બીજા ઘણા ધાર્મિક સ્થળો આવેલાં છે જેમાં નજીકનાં મંદિરો, સ્વામિનારાયણ મંદિર, મૂળી- 66 કિમી.ઈસ્કોન મંદિર અમદાવાદ-97 કિમી.
જગન્નાથ મંદિર અમદાવાદ -104 કિમી.ચામુંડા માતા મંદિર ચોટીલા- 103 કિમી.અહીં સંત કબીરનું મંદિર પણ આવેલું છે.મિત્રો તમને જણાવી દઈએ કે આ મંદિરમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે.મિત્રો તમને જણાવી દઈએ કે અહીં રહેવા-જમવાની વિનામૂલ્યે ઉત્તમ સુવિધા છે.