કોણે કીધું ગામડામાં રહીએ તો અમીર ન થવાય, આ પરિવાર ગામડામાંજ રહીને બન્યું કરોડપતિ,જાણો એવું શું કર્યું……

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે આપણે સૌ જાણીએ છીએ કે, આજના સમયમાં લોકોનો શહેર પ્રત્યેનો મોહ વધી રહ્યો છે. લોકો ગામડું છોડીને શહેરમાં સ્થાયી થઈ રહ્યા છે.

Advertisement

ગામડામાં રહીએ તો પ્રગતિ ન થાય આવી વિચારસરણી ઘણાં લોકો ધરાવતા હોય છે, ત્યારે આપણાં જૂનાગઢ જિલ્લાનો એક પરિવાર કે જે કરોડપતિ હોવા છતાં શહેરમાં વસવાને બદલે ગામડામાં રહીને એકદમ સાદું અને સરળ જીવન જીવે છે.જૂનાગઢ જિલ્લાનાં પરસોત્તમભાઈ સિદપરા, પત્ની સુશિલાબેન, પોતાના બંને પુત્રો અને તેમના પરિવાર સાથે જામકા ગામમાં રહે છે.ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓ કરી લાખો રૂપિયાનો બિઝનેસ કરે છે. પરસોત્તમભાઇના બંને પુત્રોએ ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કોઈ કંપનીમાં જોડવાને બદલે પિતાની સાથે જ ખેતી અને પશુપાલનના વ્યવસાયમાં જોડાવાનો નિર્ણય કર્યો.પરસોત્તમભાઈ પાસે 105 ગીર ગાય છે.

પોતાની પાસે રહેલી 12 એકર જમીન અને ભાડા પેટે રાખેલી બીજી 12 એકર જમીનમાં તેઓ માઇક્રો પ્લાનિક દ્વારા ખેતી કરે છે. 105 ગાયો દ્વારા તેઓ લગભગ 250 લિટરથી વધારે દૂધ મેળવે છે. જેમાંથી માખણ, ઘી, પેંડા, માવો જેવી પ્રોડક્ટ બનાવે છે. તેમના જણાવ્યા અનુસાર આ બધી પ્રોડક્ટની માંગ વિદેશમાં પણ છે. તેઓ અનાજ અને અન્ય અનાજની દાળ બનાવી તેના પેકેટ્સ બનાવી વેચાણ કરે છે.

આજે દરેક યુવતી લગ્ન પછી શહેરમાં જ રહેવાની ઇચ્છા ધરાવે છે, ત્યારે પરસોત્તમભાઈની ભણેલી ગણેલી પુત્રવધુઓ પણ ગામડામાં જ રહીને પશુપાલનમાં મદદ કરે છે. પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિનની પત્ની શ્રધ્ધાએ બીબીએનો અભ્યાસ કર્યો છે, જ્યારે નાના પુત્ર કિશનની પત્નીએ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે. વંદના અને શ્રધ્ધા સાથે રહીને ગામડામાં ખેતી અને પશુપાલન જેવી પ્રવૃતિઓમાં પોતાના પતિને હોંશભેર મદદ કરે છે.

આજના દેખાદેખીના યુગમાં લોકો જ્યારે લગ્ન પ્રસંગે લાખો રૂપિયાનો ખર્ચો કરતાં હોય છે, ત્યારે પરસોત્તમભાઈ એ પોતાના બંને પુત્રોના લગ્ન પણ અલગ રીતે જ કર્યા હતા. આ લગ્ન દ્વારા તેમણે વ્યસન મુક્તિનો સંદેશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. વ્યસન ધરાવતા લોકોને આ લગ્નમાં આવવા માટે મનાઈ કરવામાં આવી હતી.આ લગ્નમાં ઓર્ગેનિક વસ્તુઓથી બનેલું ભોજન બનાવવામાં આવ્યું હતું.પોતાના જ ખેતરમાં ઉગાડેલા ઓર્ગેનિક શાકભાજી, ગીર ગાયના દૂધ, છાસ, ઘી, લાડુ, શાક, કઢી, ખિચડી, જાદરિયું, જુવાર, બાજરી અને મકાઈનાં રોટલા.આ હતું આ ખાસ લગ્ન પ્રસંગનું ખાસ મેનૂ આ ઉપરાંત સોડા કે શરબત ના બદલે શેરડીનો રસ, ગાયની છાસ, તરબૂચ અને ટેટી જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમની પુત્રવધૂઑ પણ આ લગ્નને ખાસ અને સાદાઈ ભર્યા બનાવવામાં એમનો સાથ આપવા માંગતી હોવાથી તેમણે પણ બ્યુટીપાર્લરમાં તૈયાર થવાના બદલે પરંપરાગત શણગારને મહત્વ આપ્યું હતું. આ સ્વાવલંબી અને ઓછા ખર્ચાળ લગ્નને કારણે અન્ય લોકો પણ પ્રોત્સાહિત થયા હતા.ભલે પરસોત્તમ ભાઈએ માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે,પરંતુ આજે મોટી મોટી સંસ્થાઓ પણ તેમને લેક્ચર લેવા માટે આમંત્રણ પાઠવે છે. તેઓ ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે. પરસોત્તમભાઈ કહે છે કે, આજના યુવાનો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઇવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી, પરંતુ જો યોગ્ય રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વ્રારા પણ સારી કમાણી કરી શકાય છે.

ગુજરાતના અનેક ખેડૂતોમાં એક એવા જૂનાગઢ જિલ્લાના જામકા ગામના સામાન્ય ખેડૂત એવા પરસોતમભાઈ સિદપરા એ ગાય આધારિત ખેતી દ્વારા ઓર્ગેનિક ખેત પેદાશો નું ઉત્પાદન આજથી દસ વર્ષ પહેલાં શરૂ કરી એક અનોખી ખેત ક્રાંતિ , ગૌ ક્રાંતિ અને જળ ક્રાંતિ દ્વારા ખેતી કરવા નું શરું કરેલ પ્રથમ 2 ગાય થી શરૂ થયેલ આજે 100 જેટલી નાના મોટી ગાયો તથા ગોવંશ દ્વારા પતાની 36 વીઘા જમીન અને બીજા ખેડૂતો ની 150 વિઘા જમીન મળી અંદાજે 200 વીઘા ની આસપાસ ગાય આધારિત ખેતી કરી ને લાખો રૂપિયા ની કમાણી કરતા થયા છે.ખેતીમાં પોતાના ઓર્ગેનિક બ્રાન્ડ નામ ગોપી ફાર્મ ને આજે ગુજરાત સહિત ભારત ના અનેક શહેરોમાં પોતાના બ્રાન્ડ નામ થીજ પોતાનો પાક પાકે તે પહેલાં ખેતરમાંજ વેચાય જાય છે.ખેતી પશુપાલન અને ઓર્ગેનિક ફાર્મિંગ જેવા ત્રિવેણી સંગમ પોતાની સુજબૂજ અને કામ કરવાની ધગશ ને આગળ વધારતી જાય છે પોતાનું આખુ કુટુંબ આજે પણ ખેતી કરે છે .

પોતાના પુત્ર પુત્રવધુઓ ગ્રેજ્યુએટ હોવા છતાં નોકરીની લાલચ વગર જાત મહેનત જીંદાબાદ ની જેમ ખેતી કરી પોતાનું તથા પોતાના પરિવાર ને સમગ્ર વિશ્વ લેવલે પહોંચાડવા મેનેજમેન્ટ કરી રહ્યા છે.ગીર ગાયની ઓલાદો ની ઉચ્ચકોટીની ગાયો સાથે ખેતી પશુપાલન થકી ઓર્ગેનિક ખેતીમાં કેળા, શેરડી, સીતાફળ, ટેટી, પપૈયા, જામફળ,ગાજર સહિત શાકભાજીની પણ ખરીદી લોકો તેના ફાર્મમાંથી કરે છે.આ અંગે પરસોત્તમભાઈ સિદપરાએ કહ્યું કે અમો લોકોને ઝેરમુક્ત ફળો, શાકભાજી જેવા ખેતી ઉત્પાદનો આપવા હરહંમેશ તૈયાર છીએ.તેમની પુત્રવધૂઓ પણ આ લગ્નને ખાસ અને સાદાઈ ભર્યા બનાવવામાં તેમનો સાથ આપવા માગતી હોવાથી તેમણે પણ બ્યુટીપાર્લરમાં તૈયાર થવાના બદલે પરંપરાગત શણગારને મહત્વ આપ્યું હતું.

ઓછા ખર્ચાળવાળા આ લગ્નને જોઈને અન્ય મહેમાનો પણ પ્રભાવિત થયા હતાં.પરસોત્તમભાઈએ માત્ર થોડા સુધી જ અભ્યાસ કર્યો છે પરંતુ મોટી-મોટી સંસ્થાઓ તેમને લેક્ચર લેવા માટે આમંત્રણ પાઠવે છે. તેઓ ગીર ગાય સંવર્ધનની પણ કામગીરી કરે છે.પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, આજના યુવકો ઉચ્ચ અભ્યાસ બાદ પ્રાઈવેટ નોકરી કરવાનો મોહ રાખે છે અને ખેતીમાં રસ ધરાવતા નથી પરંતુ જો સારી રીતે ખેતી કરવામાં આવે તો તેના દ્વારા પણ સારી કમાણી કરી શકાય છે.

Advertisement