પતિ એ વાહન ચલાવીને એની પત્ની ને બનાવી ડોક્ટર, પણ પછી પત્ની ના બદલાયા તેવર,જાણો પછી શુ થયું…

આમ તો હાથની રેખાઓ નસીબ નક્કી કરે છે પરંતુ તો સંઘર્ષ અને જનૂન હોય તો હાથની રેખાઓ પણ બદલાઈ જાય છે. કાંઈક આવું જ જયપુરમાં થયું. જ્યાં ત્રીજા ધોરણમાં ભણતી અબુધ બાળકીના 8 વર્ષની ઉંમરમાં જ લગ્ન થઈ ગયા. બાલિકા વધુ બની ગઈ, ઘરના કામકાજમાં લાગી પરંતુ ભણવાનું ન છોડ્યું.

Advertisement

સાસરે જતા પહેલા પિયરમાં ભણી અને બાદમાં સાસરિયાઓએ ભણાવી. સાસરિયામાં પતિ અને તેમના મોટા ભાઈએ તમામ સમાજના બંધનોનો બાજુમાં મુકીને તેને ભણાવી. ભણતરનો ખર્ચ ઉઠાવવા બંનેએ ખેતી કરવાની સાથે ટેમ્પો ચલાવ્યો. કરિયર સક્સેસ સ્ટોરીઝમાં આજે જાણીશું એક બાલિકાવધૂના ડૉક્ટર બનવાની કહાની.વહુને ડૉક્ટર બનાવવાનું નક્કી કર્યું. બે વર્ષ કોટાના એલન કરિયર ઈન્સ્ટીટ્યૂટથી કોચિંગ કરાવી દિવસ રાત અભ્યાસ કર્યો અને હવે તે બાલિકા વધુ ડૉક્ટર બની.

આ બાલિકા વધુ છે જયપુરના ચૌમૂ વિસ્તારના નાના ગામ કરેરીની નિવાસી રુપા યાદવ. જેણે નીટ-2017માં 603 અંક મેળવ્યા. જેના આધારે તેના રાજ્યની સરકારી કૉલેજમાં પ્રવેશ મળી ગયો.ગામમાં આઠમાં ધોરપણ સુધી સરકારી સ્કૂલ હતી, તેમાં ભણી. તે બાદ પાસેના ગામમાં ખાનગી શાળામાં એડમિશન લીધુ અને 10માં સુધીનો અભ્યાસ કર્યો.

દસમાની પરીક્ષા આપી અને મારી વિદાય થઈ ગઈ. જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે સાસરે હતી. ખબર પડી કે 84 ટકા આવ્યા છે. સાસરિયામાં આસપાસની મહિલાઓએ ઘરના લોકોને કહ્યું કે, આને ભણાવો. પતિ શંકરલાલ અને જીજાજીએ આ વાતની સ્વીકારી અને મારું એડમિશન ગામથી 6 કિમી દૂર ખાનગી શાળામાં કરાવી દીધું.

ગામથી ત્રણ કિમી દૂર સ્ટેશન સુધી જવાનું હતું, ત્યાંથી બસમાં સ્કૂલે જવાનું. 11માં ધોરણમાં પણ 81 ટકા આવ્યા. 12માં ધોરણમાં 84 ટકા આવ્યા.પરિવારની સ્થિતિ પિયર અને સારે બંને જગ્યાએ સારી નહોતી. એવામાં ઈન્સ્પાયર અવોર્ડ લેવા માટે બીએસસીમાં એડમિશન લીધું. એ જ વર્ષે બીએસસીના પ્રથમ વર્ષ સાથે AIPMT પણ આપી. જેમાં 415 માર્ક આવ્યા અને લગભગ 23 હજારમો રેન્ક.

મે પતિને આગળ ભણવા માટે વાત કરી. તેમણે પોતાના મોટાભાઈ અને મારા બનેવીને વાત કરી. બનેવીએ મારા અભ્યાસની તમામ જવાબદીરી લીધી. તેમણે કહ્યું કે જમીન વેચવી પડે તો વેચી દેશુ, પણ તું ભણજે. મને કોટા મોકલી. એલન કરિયર ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન કરાવ્યું. કોટામાં રહેવા આવી તો અહીંનો માહોલ ખૂબ જ સકારાત્મક અને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરનાર હતો. શિક્ષણો મદદ કરતા હતા. એક વર્ષની મહેનત પછી હું મારા લક્ષ્યની નજીક પહોંચી.મે ગયા વર્ષે નીટમાં 506 અંક મેળવ્યા, હું મારા લક્ષ્યથી થોડી જ દૂર રહી ગઈ. આવતા વર્ષે ફરી કોચિંગ કરાવવામાં પરિવારની સ્થિતિ આડે આવી રહી હતી.

પરિવાર અસમંજસમાં હતો કે કોચિંગ કરાવીએ કે નહીં. એવામાં એલને મદદ કરી. સંસ્થાએ મારી 75 ટકા ફી માફ કરી. આખું વર્ષ દિવસ રાત મહેનત કર્યા બાદ 603 ગુણ આવ્યા. નીટ રેન્ક 2283 છે. જો કોટામાં ન હોત તો બીએસસી કરીને ઘરના કામ કરતી હોત.હું આજે જ્યાં પણ છું, તેમાં સાસરાનું ખૂબ જ યોગદાન છે. તેમનો સાથ ન મળ્યો હોત તો હું આગળ ન વધી શકત. પહેલા જ્યારે મારું સિલેક્શન ન થયું તો ગામના લોકો વાતો કરવા લાગ્યા હતા.

એટલું જ નહીં મારા અભ્યાસ દરમિયાન સાસરિયાએ ખર્ચ કાઢવા માટે પૈસા ઉધાર લઈને ભેંસ ખરીદી હતી. જેથી દૂધ વેચીને વધારાની કમાણી કરી શકાય પરંતુ તે ભેંસ 15 દિવસમાં જ મરી ગઈ. જેના કારણે લગભગ સવા લાખનું નુકસાન થયું. જો કે મને કોઈએ વાત નહોતી કરી.રુપાએ જણાવ્યું કે પિતા માલીરામ ખેડૂત છે. 13 વિઘા જમીન છે અને પાંચમાં ધોરણ સુધી ભણેલા છે. મા નિરક્ષર છે. પાંચ-ભાઈ બહેનોમાં હું સૌથી નાની છું. પરિવાર ખેતી પર નિર્ભર છે.

આ રીતે સાસરિયાના લોકો મૂળ જયપુરના જ ચૌમૂના નીમાણાના રહેવાસી છે. સસરા ખેડૂત અને સાસુ ગૃહિણી છે. 25 વિઘા જમીન છે જેમાં પુરી રીતે ખેતી પણ નથી થતી. એટલા જીજાજી અને પતિ ટેમ્પો ચલાવીને ઘરનું કામ ચલાવે છે. પતિ શંકરલાલે બીએ કર્યું છે અને ખેતી કરે છે.રુપાએ જણાવ્યું કે બે વર્ષ કોટામા કોચિંગ દરમિયાન જ્યારે ઘરે જતી હતી ત્યારે ઘરનું બધું કામ કરતી હતી. અત્યારે પણ સવાર સાંજનું જમવાનું બનાવવાની સાથે કચરા પોતા પણ કરે છે. સાથે જ ખેતરમાં તે કામ કરે છે. અમે રુપા અને તેના પરિવારને સલામ કરીએ છે.

આવી પ્રતિભાઓ આગળ આવે તો કોટાની મહેનત સફળ થયા છે. રુપાએ અસાધારણ પરિસ્થિતિ છતા જે સફળતા મેળવી, તે આપણા સૌ માટે પ્રેરણ સમાન છે. એલન સંસ્થાએ રૂપાની મદદ આગળ પર ચાલુ રાખી છે, તેને એમબીબીએસના ભણતર દરમિયાન ચાર વર્ષ શિષ્યવૃતિ આપવામાં આવી. આજે તે ડૉક્ટર બનીને લોકોનો ઈલાજ કરી રહી છે. ગામથી આવેલી એક છોકરીના ઉત્સાહે તેનું નસીબ બદલી નાખ્યું.

Advertisement