પતિને છાતી પર વાર ના હોવાથી પત્ની કર્યું એવું કામકે જાણી ચોંકી જશો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણા હિન્દુ ધર્મમાં લગ્ન પછી ઘણા એવા નિયમો હોય છે જે સ્ત્રી એ પાળવા પડે છે. જેમ કે લગ્ન પછી માથામાં સિંદુર, હાથમાં બંગડી અને ગળામાં મંગળસૂત્ર આ બધું એક લગ્ન થઈ ગયેલ સ્ત્રી ની નિશાની છે. પરંતુ આજના સમયમાં કોઈ સ્ત્રી આ પરંપરાને માનતી નથી. ઘણી સ્ત્રી આ પરંપરા જાળવી રાખે છે તો અમુક સ્ત્રી આ પરંપરાને અપનાવતી નથી. પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે પરિવારના નિયમોને ના માનવાથી લગ્નજીવન પણ તૂટી શકે છે.

Advertisement

પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા માટે પૈસા, અફેર, મનમેળ વગેરે જેવા અનેક કારણો તમે જોયા હશે, પણ તમે ક્યારેય સાંભળ્યું છે કે પુરૂષને ચેસ્ટ પર વાળ ન હોવાથી પત્નીએ છૂટાછેડા આપ્યા હોય? પણ આ હકીકત છે. અમેરીકન સોશિયલ ન્યૂઝ એગ્રીગેસન સાઈટ રેડીટ પર છેડાયેલી એક ચર્ચામાં ઘણા ડિવોર્સ લોયર્સે ભાગ લીધો હતો. જેમાં છૂટાછેડાના આશ્ચર્ય પમાડે તેવા કારણો આપવામાં આવ્યા છે.

ઈલેવૂડ નામથી એક યુઝર્સે પોસ્ટ લખી છે કે મને ઘણા યુવા ક્લાયન્ટ મળવા આવે છે. જેમાંથી 98% લોકો ખરેખર ડિવોર્સ લેવા નથી માંગતા, પણ તેની માતાના આગ્રહના કારણે તેને ડિવોર્સ લેવા પડે છે.એક યુઝર્સે લખ્યું છે કે એક કપલે બિંગો કાર્ટૂન શો અને જ્યારે બીજાએ સ્ટાર વોર્સ મૂવીના કારણે ઝઘડો થતા ડિવોર્સ લીધા હતા. એક મહિલાએ તો પતિને જમતી વખતે ચાવવામાં અવાજ આવતાં ડિવોર્સ આપી દીધા હતા.

પેરેલિગલ નામના એક યુઝર્યે લખ્યું કે, ”એક કપલના બિલાડીના કારણે છૂટાછેડા થયા હતા. પત્ની પોતાની બિલાડી સફેદ રંગની હોવાથી તેને સ્નોબોલ નામથી બોલાવતી હતી અને ઈચ્છતી હતી કે બિલાડીને માત્ર પ્રવાહી ખોરાક અથવા ચીકન આપવામાં આવે. જ્યારે પતિ બિલાડીના સફેદ રંગના કારણે તેને લીલી નામથી બોલાવતો હતો અને તેનું માનવું હતું કે બિલાડીને ડ્રાય ફૂડ જ આપવામાં આવે.

આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઘણા વર્ષો સુધી ઝઘડો ચાલ્યો હતો. તેઓ પોતાના ત્રણ બાળકોનું ધ્યાન રાખવાના બદલે બિલાડીની કસ્ટડીને લઈને ઝગડતા હતા. ”એક યુઝર્સે લખ્યું છે કે ”મારા પિતા ડિવોર્સ લોયર હરતા. તેમના એક ક્લાયન્ટ બે કારણોના લીધે તેમના પતિથી છૂટાછેડે લેવા માંગતા હતા. પહેલું કારણ એ કે તેના પતિને ચેસ્ટ પર પૂરતા પ્રમાણમાં વાળ નહોતા. બીજું કારણ એ કે તેઓ સ્પીડમાં ડ્રાઈવિંગ નહોતા કરતા. આ 70ના દશકની વાત છે, જ્યારે ચેસ્ટ પર વાળ રાખવાની ફેશન હતી. ”

આવા જ એક કિસ્સામાં એક વ્યક્તિએ પોતાની પત્નીને એટલા માટે છૂટાછેડા આપ્યા કે તેની પત્ની માથામાં સિંદુર અને સાડી પહેરતી નહોતી. આ કિસ્સો રાજસ્થાનમાં બનેલ છે. આ વ્યક્તિ કોર્ટમાં જણાવ્યું કે તેની પત્ની વહુના પોશાકમાં રહેતી નહોતી એટલા માટે તેને તેની પત્નીથી છૂટાછેડા જોઈએ છે. બીજી તરફ તેની પત્નીએ ભોપાલ ની કોર્ટમાં પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો છે.

તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ એક વ્યાપારી છે. તેમણે જણાવ્યું હતું કે લગ્ન પછી તેની પત્ની ના તો સાડી પહેરે છે કે ના તો માથા પર સિંદૂર લગાવે છે. તેની પત્ની ઘરમાં પણ જીન્સ અને ટોપ જ પહેરે છે. તેની પત્ની તેની સાથે પત્ની તરીકે નહીં પરંતુ ગર્લફ્રેન્ડ તરીકે રહેવા માંગે છે. જે તેને પસંદ નથી.બીજી તરફ તેમની પત્ની ને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે લગ્ન પહેલા તે મુંબઈમાં નોકરી કરતી હતી પરંતુ તેણે લગ્ન એ શરત પર કર્યા હતા કે તેના પતિએ કહ્યું હતું કે લગ્ન પછી તેને પોતાની કંપનીમાં રાખી લેશે. પરંતુ લગ્ન પછી તેનો પતિ આ વાત પરથી ફરી ગયો હતો. તમને જણાવી દઈએ કે બંને પક્ષ તરફથી છૂટા થવાનો નિર્ણય કરી લીધો છે.

આવોજ એક બીજો કિસ્સો પોતાના પતિ સાથે એટલા માટે છૂટાછેડા લેવા માંગે છે, કારણ કે તેનો પતિ તેને ખુબ પ્રેમ કરે છે. જી હા, તમે બરાબર વાંચ્યું. પત્ની પોતાના પતિના વધારે પ્રેમ કરવાને લીધે પરેશાન છે અને છૂટાછેડા લેવા માંગે છે. જયારે મહિલા આ વાતને લઈને કોર્ટમાં ગઈ તો ત્યાં બેસેલો ક્લાર્ક પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યો. આવો આ આખા બનાવને વિસ્તારથી જાણીએ.

પતિના પ્રેમથી કંટાળી મહિલા, માંગ્યા છૂટાછેડા.આ વિચિત્ર ઘટના ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાની છે. અહીં એક મહિલાએ શરિયા અદાલતમાં પોતાના છૂટાછેડાની અરજી આપી અને કારણમાં લખ્યું કે, ‘મારો પતિ મને ઘણો વધારે પ્રેમ કરે છે.’ મહિલાની આ અરજી જોઈને કદાચ કોર્ટમાં બેસેલા લોકોએ પણ મોતાનું માથું પકડી લીધું હશે.

હકીકતમાં મહિલાએ કોર્ટમાં કહ્યું કે, તે (પતિ) ન તો ક્યારેય મારા પર ખીજાય છે, અને ન તો કોઈ વાતને લઈને નારાજ થાય છે. મને આવા વાતાવરણમાં ગૂંગણામણ અનુભવાય છે. ક્યારેક ક્યારેક તે મારા માટે ખાવાનું પણ બનાવે છે અને ઘરના કામમાં મારી મદદ પણ કરે છે. જયારે પણ હું કોઈ ભૂલ કરું છું તો તે મને તરત માફ કરી દે છે. હું તેમની સાથે ઝગડો કરવા માંગુ છું. મને એવું જીવન નથી જોઈતું જ્યાં મારા પતિ મારી દરેક વાતથી સહમત હોય.

લગ્નને થયા 18 મહિના.આ કપલના લગ્નને 18 મહિના થઈ ગયા છે. છૂટાછેડા પાછળ પત્નીનું આ કારણ જાણીએ શરિયા કોર્ટનો ક્લાર્ક પણ ચકિત રહી ગયો. તેણે મહિલાને પૂછ્યું કે આના સિવાય તમને પતિથી કોઈ અન્ય તકલીફ છે? તો મહિલાએ જવાબ આપ્યો ‘ના’. ત્યારબાદ ક્લાર્કે મહિલાના છૂટાછેડાના કારણને ‘તુચ્છ’ જણાવતા તેમની છૂટાછેડાની અરજીને રિજેક્ટ કરી દીધી.

પત્નીને ખુશ જોવા માંગે છે પતિ.બીજી તરફ મહિલાના પતિ આ છૂટાછેડાના પક્ષમાં નથી. પણ તેમણે તો કોર્ટને છૂટાછેડાનો આ કેસ રદ્દ કરવા માટે કહ્યું હતું. પતિનું કહેવું છે કે, તે પોતાની પત્નીને ફક્ત ખુશ જોવા માંગે છે. એટલા માટે તે ક્યારેય તેની સાથે ઝગડતો નથી અને તેનાથી નારાજ પણ નથી થતો. બંને પક્ષોને સાંભળ્યા પછી શરિયા કોર્ટે કપલને કહ્યું કે, તમે લોકો આ કેસને પરસ્પર વાત કરીને ઉકેલી લો.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.છૂટાછેડાના અજીબો-ગરીબ કારણો તો તમે સાંભળ્યા જ હશે પરંતુ યુએઇની એક મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લેવા માટે જે કારણ આપ્યું છે તેને સાંભળીની દરેક વ્યક્તિ હેરાન છે. યુએઇની એક મહિલાએ જણાવ્યું છે કે, તેનો પતિ તેનાથી ખૂબ જ પ્રમે કરે છે તેના માટે તે છૂટાછેડા લેવા માગે છે.

ફુજૈરાની શરિયા કોર્ટમાં મહિલાએ છૂટાછેડાની અરજી દાખલ કરી છે. બન્નેના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા.મહિલાનો પતિ તેને ખૂબ જ પ્રેમ કરે છે જે તે સહન કરી શકતી નથી, તેથી તેણે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો છે.મહિલાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, મારો પતિ મારા પર કયારેય ગુસ્સે થતો નથી અને મને નિરાશ પણ થવા દેતો નથી.મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે, હું એક લડાઇ કરવા માગુ છું પરંતુ મારે રોમાન્ટિક પતિની સાથે ઝઘડો કરવો હવે લગભગ અસંભવ થઇ ગયો છે કેમકે તે હંમેશા મને માફ કરી દે છે, અને મને ભેટ આપી દે છે.

રિપોર્ટ મુજબ મહિલાના પતિએ જણાવ્યું હતું કે, તેણે કાંઇપણ ખોટું કર્યું નથી તે તો માત્ર એક પરફેક્ટ પતિ બનવા માગતો હતો. એટલું નહીં તેણે કોર્ટને અપીલ કરી છે કે, તેની પત્નીને કેસ પરત ખેંચવા કહેવામાં આવે. એક વર્ષમાં કોઇપણ લગ્ન પર ચુકાદો સંભળાવવો યોગ્ય નથી, દરેક વ્યક્તિ તેની ભૂલોથી જ શીખે છે. કોર્ટે પતિ-પત્નીને તેમની વચ્ચે મતભેદો ઉકેલવા કહ્યું છે.

Advertisement