રામદેવપીરને માનતાં હોય તો સમગ્ર કહાની જરૂર વાંચજો…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે રણુંજાના રાજા અને અજમલજીના બેટા એવા રામદેવજી મહારાજની પૂજા અર્ચના કરતા લોકો હંમેશા તેમના પર રામદેવજી ની કૃપા રહે છે.રામદેવજી મહારાજે નાનપણમાં ઘણા પરચા બતાવ્યા હતા અને હાલ કળિયુગમાં પણ લોકો ની મનની ઈચ્છાઓ પૂરી કરે છે.

Advertisement
 • રમો રમો રામદેવ ખેલો કુંવર મારી પત રાખો પર દંગાજી
 • જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
 • ઉગ્યો રવિને કિરણાયું કિધી ત્યારે વાણિયે વાણ હંકારીયા જી…
 • જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
 • એબ ગેબના વાગે નગારા મારેકાને મંજીરા સુનાયાજી…
 • જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
 • સોનાની પાવડીને રુપાની બાવડી રૂમઝુમ કરતા આવ્યાજી…
 • જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
 • વાણિયાની જહાજ બેડી બુડવાને લાગી ત્યારે હિંદવાપીરને સમર્યાજી…
 • જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…
 • હરી ચરણે ભાટી હરજી બોલ્યા તારા બાનાની પત રાખોજી…
 • જીવો રામદેવજી… જીવો રામદેવજી… રમો રમો રામદેવ…

રામદેવ પીરને ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનના અવતાર માનવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે અને આ બે રાજ્યોમાં તેમના અનુયાયીઓની સંખ્યા પણ વધુ છે. ભાદરવા સુદ બીજને દિવસે રામદેવ પીરની જન્મ જયંતિ મનાવવામાં આવે છે.વિક્રમ સંવત ૧૫૧૫ ભાદ્રપદ સુદી ૧૧ને ગુરુવારના રોજ ભગવાન શ્રી રામદેવજી મહારાજે મહાસમાધીમાં પ્રવેશ કર્યો ત્યારે નિજ ભક્તોને ચોવીસ ફરમાનરૂપે અંતિમ બોધ આપ્યો. તે ચોવીસ ફરમાનો નીચે પ્રમાણે છે.

મિત્રો ચાલો જાણીએ આ ચોવીસ ફરમાનો વિશે કહે રામદેવ સુણો ગતગંગા,૧.પાપથી કાયમ દૂર રહેવું ધર્મમાં આપવું નિજ ધ્યાન;જીવમાત્ર પર દયા રાખવી ભુખ્યાને દેવું અન્નદાન.૨.ગુરુચરણમાં પાપ પ્રકાશો પરમાર્થ કાજે રહેવું તૈયાર;જૂજ જીવવું જાણી લેજો કરવો સાર અસારનો વિચાર.૩.વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહિ ગતના ગોઠીને;આવતા વાયકને હેતે વધાવવું નિજ અંતર ઢંઢોળીને.

૪.ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો મળે જ્ઞાન સારને ધાર;ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તી તણી લાર.૫.તનથી ઉજળા મનથી મેલા ધરે ભગવો વેશ;તે જન તમે જાણો નુગરા જેને મુખડે નૂર નહિ લવલેશ.૬.સેવા મહાત્મય છે મોટું જેમાં તે છે સનાતન ધર્મ નિજાર;જતી સતીનો ધર્મ જાણો ત્યજી મોહમાયાની જંજાળ.૭.વચન વિવેકી જે હોય નરનારી નેકી ટેકીને વળી વૃતધારી;તે સૌ છે સેવક અમારા જે હોય સાચાને સદાચારી.૮.માત મિતા ગુરુ સેવા કરવી કરવો અતિથી સત્કાર;સ્વધર્મનો પહેલા વિચાર કરવો પછી આદરવો આચાર.

૯.પ્રથમ પરોઢીયે વ્હેલા ઉઠવું પવિત્ર થઈ લેવું ધણીનું નામ;એકમના થઈ અલેખને આરાધવા પછી કરવા કામ તમામ૧૦.એક આસને અજપા જાપ જપવા અંતઃકરણ રાખવું નિષ્કામ;દશેય ઈન્દ્રીયોનુ જ્યારે દમન કરશો ત્યારે ઓળખાશે આત્મરામ.૧૧.દિલની ભ્રાંતી દૂર કરવી ત્યજવા મોહ માન અભિમાન;મૃત્યુ સિવાય સર્વે મીથ્યા માનવું સમજવું સાચુ જ્ઞાન.૧૨.સંપતિ પ્રમાણે સોડ તાણવી કિર્તિની રાખવી નહિં ભુખ;મોટપનો જો અહં ત્યજશો તો મટી જાશે ભવ દુઃખ.૧૩.સદવર્તનને શુભાચાર કેળવવા વાણી વદતાં કરવો શુધ્ધ વિચાર;સ્વાશ્રયે જીવન વિતાવવું અલખ ધણીનો લઈ આધાર.

૧૪.દીનજનોના સદા હિતકારી પરદુઃખે અંતર જેનું દુઃખાય;નિશ્વય જાણવા તે સેવક અમારા કદીએ નવ વિસરાય.૧૫.નિસ્વાર્થીને વળી સમભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ;એક ચિતે ભકિત કરે તેને જાણવા હરિના દાસ.૧૬.જનસેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય;ઉંચ નીચનો ભેદ ન રાખે તેવા સમદર્શી નર પૂજાય.૧૭.ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભકિતમાં વિશ્વાસ;અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પામે પૂર્ણ વિશ્વાસ.૧૮.કોઈ જન સાચા કોઈ જન ખોટા આપ મતે ચાલે સંસાર;પરવૃતિમાં ચાલે કોઈ વિરલાં કોઈ વિવેકી નર ને નાર.૧૯.ભકિતને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી;તે જન નહિ સેવક અમારા નહિ પાટપૂજાના તે અધિકારી.

૨૦.ભકિતભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ;નરનારી તે પ્રેમે પામે ચોવીસ અવતારની આજ્ઞા પ્રમાણ.૨૧.સભામહિ સાંભળવું સૌનું રહેવું મુજ આજ્ઞા પ્રમાણ;મુજ પદ નો તે છે જીવ અધિકારી પામી પદ નિરવાણ.૨૨.નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવઅંકા;નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિને કોઈ નરબંકા.૨૩.દાન દીએ છતાં રહે અજાચી વળી પારકી કરે નહિ આસ;આઠે પહોર આનંદમાં રહે તેને જાણવો મુજ અંતર પાસ.૨૪.હું છું સૌનો અંતરયામી નિજ ભક્તનો રક્ષણહાર;ધર્મ કારણ ધરતો હું વિધવિધ રૂપે અવતાર.રામદાસ કહે સુણો સંતજન,લીલુડો ઘોડો ભમર ભાલો પીરે દીધી પરમ પદની ઓળખાણ;સમાધી ટાણે બોધ રૂપે આપી આજ્ઞા ચોવીસ ફરમાન.

રામદેવપીરની સમાધી, સવંત ૧૫૧૫ને ભાદરવા સુદ સાતમના દિવસે રામદેવજી મહારાજે લીલા સંકેલી લેવાનુ. સંકેત અજમલજીને આપ્યો. તેમને સ્વપ્ન આવ્યું જાણે પોતે દ્વારિકા નગરીમાં છે. રત્ન જડીત હિંડોળામાં રણછોડરાય બિરાજમાન છે. ત્યાં રામદેવપીર આવ્યા અને રણછોડરાયમાં સમાઇ ગયા. તેમજ લીલુડો ઘોડો પણ ગરૂડજીમાં સમાઇ ગયો. આ જોઇ અજમલજીએ જોરથી જઇ રામદેવપીર એવો નાદ કર્યો. અજમલજી જાગૃત અવસ્થામાં આવ્યા. ત્યારે રામદેવજીએ કહ્યું હું ભાદરવા સુદ નવમીના દિવસે સમાધી લઇ પડદે પરિયાણ કરવાનો છુ. આ મારો અડગ નિર્ણય છે.આ નિર્ણયથી અજમલજી અને મિણલદે સર્વેને વજ્રપાત થયો, માતા મિણલદે કલ્પાંત કરવા લાગ્યા ત્યારે રામદેવજીએ કહ્યું આ જગતમાં જન્મે છે એકલો અને મરે પણ એકલો.

કોઇકોઇની સાથે આવતુ નથી માટે મોહ ખોટો દુર કરો. માતા મિણલદે કોઇ વાત સાંભળતા નથી. રામદેવજી માતાને કહે છે. તમારો સ્નેહ મને વિહવળ કરે છે માટે હું તમને વચન આપુ છુ. તમારી પેઢીએ પેઢીએ પીર થશે. છતા માતા મિણલદે વાત માનતા નથી ત્યારે રામદેવજી અજમલજીને કહે છે,”પિતાજી ખોટી માયા છોડી ભગવાન સ્મરણમાં જીવન જોડો તો ઉધ્ધાર થશે. હું અને તમે માત્ર અમુક કારણે ભેગા થયા તે કારણ પુરૂ થયુ એટલે હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે. તમે સમુદ્વમાં માંગ્યુ હતુ તે તમને મળી ચુકયુ છે.

માટે મમતા છોડો” આ રીતે અજમલજીના મનનું સમાધાન થઇ ગયું રણુજામાં ભાદરવા સુદ નોમના દિવસે પીરના નેજા રોપાઇ ગયા. માતાએ તિલક કરી ગળામાં પુષ્પની માળા પહેરાવી. રામદેવજીએ સમાધી ખોદવાની આજ્ઞા આપી. સૌ સગા સંબંધીને મળે છે. આ વખતે ડાલીબાઇ આવી સમાધી સ્થળ પોતાનું છે તે માટે પ્રમાણ આપ છે અને રામદેવજી મહારાજના આર્શિવાદ લઇ પોતે સમાધી લઇ લે છે. ભાદરવા સુદ અગિયારસનો દિવસ રામદેવજી મહારાજના પડદે પરીયાણનો દિવસ છે.

જેથી સવારે બ્રહમ મુહુર્તમાં ધ્યાનથી પરવારી હાથમાં શ્રીફળ લઇ રામદેવજીએ જનસમુદાયને ૨૪ ફરમાનો કહ્યા અને તે પાળવાની આજ્ઞા આપી. રામદેવજી મહારાજે દિવ્ય પ્રકાશમાંથી પોતાનું નિજ સ્વરૂપ જે અમરપદ વાળુ છે. તેના સૌનૈ દર્શન કરાવી જણાવ્યુ આ મારુ દિવ્ય નિજ સ્વરૂપ કાયમ રહેશે. તમે તેનું ધ્યાન ધરશો તો હું તમારી સમીપ રહીશ આ સ્વરૂપ સૌને મુક્તિ પમાડનારૂ છે. તેમાં શંકા કે સંદેહ કરશો નિહ આટલું કહી રામદેવજી મહારાજ સમાધી પાસે આવ્યા. અજમલજીએ અભય અચંળો, વિર ગેડીયો, અમલ દાબડી અને રતન કટોરો પરત કરી સમાધીમાં મુકાવ્યા.

રામદેવજી માતા પિતાને પાય લાગી સૌને નમન કરી કહેવા લાગ્યા, મારો સમય પુરો થયો છે મારી સમાધી ઢાંકી દીધા બાદ કોઇ ખોલીને જોશો નિહ. પડદો ઉઘાડશો નિહ. મારા વચનમાં કોઇ શંકા રાખશો નિહ. મારા વચન ઉપર શ્રધ્ધા રાખજો. મારા ફરમાનો, આજ્ઞાઓ અને સુચના ધર્મની મહતા વધારવા માટે છે. માટે શ્રધ્ધા રાખી મનને અડગ રાખજો. તુવરા કુળમાં પેઢીએ પેઢીએ પીર થઈ પરચા પુરીશ. મારી સમાધી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આવી તમને ભોળવી ખોલવાનું કહે તો પણ ખોલશો નિહ અને કોઇના વચનથી છેતરાઇ મારી આજ્ઞાની અવગણના કરશો નહિ.

Advertisement