શું હોય છે પલંગ તોડ શારીરિક સંબંધ જાણો તેનાં માટે શું કરવાનું હોય છે……

આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે જેમાં શું હોય છે પલંગ તોડ શારીરિક સંબંધ જાણો તેનાં માટે શું કરવાનું હોય છે.તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.

Advertisement

જો ફીમેલ બોડી પાર્ટ્સની વાત કરીએ તો વજાઇના ખૂબજ પાવરફુલ અંગ છે. તમને કદાચ ખબર નહીં હોય પરંતુ તમારી વજાઇના ખૂબ આશ્ચર્ય કરે એવા કામ કરી શકે છે. શુ તમને ખબર છે કે તે પેનીસને પણ ટ્રેપ કરી શકે છે.પલંગ તોડ શારીરિક સંબંધ માટે શું કરવું જોઇએ અને અહીં કેટલીક એવી વસ્તુઓ છે જે કદાચ જ તમને ખબર હશે. ઘણા લોકોના મગજમાં અનેક સવાલો હોય છે. તે સિવાય પુરૂષોના લિંગને લઇને પણ ઘણી એવી વાતો અને સવાલો છે તો આવો જાણીએ અજાણી વાતો.પલંગ તોડ શારીરિક સંબંધ માટે શું કરવું જોઇએ અને હું મારા લિંગનો આકાર કેવી રીતે વધારી શકું છું. તે સિવાય હું જલદી સ્ખલન કરુ છું. તે સિવાય મારે એવી દવાઓ જોઇએ છે.

જે સંભોગ દરમિયાન લાંબા સમય સુધી મારી મદદ કરે, કૃપા કરીને કોઇ ઉપચાર જણાવો, શીધ્રપતન અને ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી પરેશાન છું આ સમસ્યાને કેવી રીતે સારી કરું.પલંગ તોડ શારીરિક સંબંધ માટે શું કરવું જોઇએ અને લિંગના આકારનો વધારવો સંભવ નથી, રોજ કીગલ વ્યાયામ, આહાર અને પોષણની મદદથી શીધ્રપતનનું ધ્યાન રાખવામાં આવે છે. તમે ડોક્ટરથી સલા લીધા બાદ આયુર્વેદિક દવાઓ લઇ શકો છો.

સવાલ: મારો ૧૭ વરસનો નાનો ભાઈ એકદમ શાંત બની ગયો છે તેને લાગે છે કે કોઈ તેને પ્રેમ કરતું નથી. ભણવામાંથી પણ તેનું ધ્યાન હટી ગયું છે. હું તેને કેવી રીતે મદદ કરી શકું?એક યુવતી (મુંબઈ).

જવાબ: તેની આસપાસના લોકોમાં જ કંઈ ખોટ છે. સમાજ અમુક પ્રકારના લોકોની જ કદર કરે છે. શાંત, અને અંતર્મુખી લોકો કરતા હસમુખા અને બોલકણા લોકોની વધુ કિંમત થાય છે. તેનામાં ઉત્સાહ ઉત્પન્ન કરવાની જરૂર છે. તેને તેનું વ્યક્તિત્વ અને ટેલન્ટ ખીલવવા માટે પ્રોત્સાહિત કરો. તેનામાં આત્મવિશ્વાસ પેદા કરો. તમે અને તમારો પરિવાર એને ચાહે છે અને એની કદર કરે છે એ વાત તેને સમજાવવાનો પ્રયાસ કરો. આમ કરવાથી તેણે ગુમાવેલો વિશ્વાસ જરૂર પાછો આવશે.

સવાલ: મારા લગ્ન થયો ૨૦ વરસ થયા છે. છેલ્લા ૧૫ વરસથી મને મારા મિત્રની પત્ની સાથે આડા સંબંધો છે. અમે સેક્સ પણ માણીએ છીએ. મારી પત્ની અને એના પતિને આની જાણ થશે તો શું થશે એનો ડર અમને પરેશાન કરે છે. અમે આ સંબંધ છોડવા પ્રયાસ કર્યો હતો પરંતુ એમા અમને સફળતા મળી નહોતી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
– એક ભાઈ (મુંબઈ).

જવાબ: સત્ય લાંબા સમય સુધી છૂપું રહેતું નથી. એકને એક દિવસ તો તે ચાડી ખાય જ છે. જો કે વર્ષો પહેલા થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું હતું કે જીવનસાથીની જાણ વિના આગળ વધતા લગ્નેતર સંબંધોેને કારણે લગ્નજીવન વધુ સુખી બને છે. પરંતુ આ વાત ગંભીરતાથી લેવાની જરૂર નથી.તમારા જીવનસાથીઓને જાણ થાય અને તમારા સુખી સંસારમાં આગ ચંપાય એ પૂર્વે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકી દો. જીવનસાથીનો વિશ્વાસઘાત કરો નહીં. આ સંબંધ તોડયા પછી શરૂઆતમાં થોડી તકલીફ થશે પરંતુ ધીરે ધીરે તમે એકબીજાને ભૂલી જશો. આટલા લાંબા સમય સુધી તમારા આ સંબંધની વાત તમારા મિત્ર કે તમારી પત્નીને થઈ નથી એની નવાઈ લાગે છે. શક્ય છે તેઓ આ જાણતા હોય અને આંખ આડા કાન કરતા હોય.

સવાલ: હું એમબીએ કરું છું. એક વર્ષથી હું મારી સાથે ભણતી એક છોેકરીને પ્રેમ કરું છું. પરંતુ શરમને કારણે આ વાત તેને કહી શકતોે નથી. હવે હું એને એટલો પ્રેમ કરું છું કે એના વિના રહી શકતો નથી મારી સમસ્યાનું સમાધાન કરતો કોઈ ઉપાય દેખાડવા વિનંતી.

જવાબ: સૌ પ્રથમ તો પ્રેમનું ચક્કર છોેડી ભણવામાં ધ્યાન આપો. બીજી વાત એ છે કે મનોમન ચાહવાથી કોઈ ફરક પડશે નહીં. તમારે એની સમક્ષ પ્રેમનો એકરાર કરવો જ પડશે. યોગ્ય એ છે કે તમે પોતે જ તેની સમક્ષ તમારી લાગણી સ્પષ્ટ કરો. પરંતુ શક્ય છે કે એ તમને પ્રેમ કરતી નહીં હોય આથી ના સાંભળવા માટે મન કઠણ કરી લો. એક પક્ષીય પ્રેમના મામલામાંમ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અને આમ પણ એ યુવતી તમને ના પાડે તો હતાશ થવાની જરૂર નથી. ભવિષ્યમાં તમને એના કરતા પણ કોઈ સારી જીવનસાથી મળશે. આથી એ ના પાડે તો ભણવામાં મન લગાડી સારી કારકિર્દી બનાવવા તરફ આગળ વધજો.

સવાલ:મારી ઉંમર ૪૮ની છે અને મારી પત્નીની ઉંમર ૩૨ની છે. અને મારી પત્નીનું કહેવું છે કે તમારું ગુપ્તઅંગ હવે ઘસાઈ ગયુ છે. એટલે સંભોગમાં આનંદ આવતો જ નથી તો આવા આધુનિક જમાનામાં શરીરનાં અવયવો બદલી શકાય છે. દા.ત.કિડની વગેરે. તો તમે પણ ૧૮-૨૦ વર્ષનાં પુરુષનુ ગુપ્તઅંગ બદલાવી લગાવી લો. તો શું આ શક્ય છે. રૂપિયાનો ભલે ગમે તે ખર્ચ થાય.

જવાબ:એકનું અવયવ બીજામાં ટ્રાન્સપ્લાન્ટ કરવાના કિડની વગેરેનાં જેમ પ્રયોગો થાય છે તેમ ગુપ્તઅંગ બદલવાના પ્રયોગો થવાની અમને જાણ નથી. ઉંમર વધતા કંઈ ગુપ્તઅંગ ઘસાઈ જતું નથી, પણ તરુણ-યુવાન વયે જેટલી ઝડપથી ગુપ્તઅંગનું ઉત્થાન થાય છે તેટલી ઝડપથી મધ્ય વયે, પૌઢ વયે થતું નથી. વળી એક વખતના સમાગમ પછી પુરુષને વિરામકાળની જરૂર પડતી હોય છે.ઉંમર વધતા આ વિરામકાલ વધતો જાય છે. ઉંમર વધતા કેટલાકને પૂરેપૂરું ઉત્થાન પણ થતું નથી. ખાસ સમસ્યા છે શીઘરપતનની. સ્ત્રીને હજી કામોત્તેજનાની શરૂઆત હોય ત્યાં જ પુરુષ જો પરાકાષ્ઠા આવી જાય અને વીરયસ્ત્રાવ થઈ જાય તો તે તરત ફરી કામોત્તેજિત થઈ શકતો નથી.

તેને વિરામકાળ (રિફેક્ટરી પિરિયડ) જરૂરી હોય છે. તેને બીજી વખત ઉત્થાન-ઉત્તેજનાં માટે મોટી વયે કલાકો અને દિવસોનો વિરામ જોઈએ છે.એક વિશિષ્ટ બાબતની નોંધ પણ કરી દઉં. પુરુષની કામેચ્છા મધ્ય વયે, પ્રૌઢ વયે ઘટે છે. સ્ત્રીની કામેચ્છા-કામોત્તેજનાનાં ટોચના વર્ષો (પિક યર્સ) તે યુવાની પછીના ત્રીસી-ચાળીસીના વર્ષો સુધી હોય છે. પુરુષની આ દ્રષ્ટિએ ટોચની વય તરુણ-યુવાનીનાં વર્ષોની હોય છે.હવે મૂળ વાત પર આવીએ, દંપતી સાથે જ વાંચો છો તો જાણી જ લો કે કોઈ યુવાનનાં ગુપ્તઅંગને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત માત્ર તરંગ-કલ્પના છે. સ્ત્રીને કામ પરાકાષ્ઠાના પરમ સુખનાં એક કરતા વધારે અનુભવો મળે તે માટે ઘણી વાર લખી ગયા છીએ તેમ કિલટુરિસ સાથે સ્પર્શક્રીડા કરવી જોઈએ. આવી ક્રીડા હાથની આંગળીથી પણ થઈ શકે છે અને જીભ-હોઠથી પણ થઈ શકે છે. ક્લિટુરિસ કામોત્તેજિત થતા સ્ત્રીને ઉપરાઉપરી અનેક પરાકાષ્ઠાઓ ના સુખાનુભવો પ્રાપ્ત થઈ જાય છે.

સવાલ:હું એક નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થઈ ગયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ પણ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી.

જવાબ:આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું. આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી જ શકો નહીં. તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ પણ તમને થશે. એ યુવકને તેની કોઇ અસર થવાની નથી. આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ રહેલી છે.

સવાલ:મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે. જે બીજા શહેરમાં રહે છે. અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ. શું આ જ સાચો પ્રેમ છે? એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી જ નથી. માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે.

જવાબ:પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી જ નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર જ આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી પણ શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

સવાલ:અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં પણ છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો બધો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.

જવાબ:૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ હવે સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવી જાય. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપી દો.

સવાલ:લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી જ નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ખૂબ ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે.

જવાબ:પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જ જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી હોતી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી જ નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે. એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો પણ નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.

સવાલ:હું ૧૮ની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી.

જવાબ:તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ પણ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી હોતો. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક પણ છે.કાણાને કાણો કહે વરવું લાગે વેણએ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખી જાવ.

પ્રશ્ન: કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે.ઉત્તર: હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.સવાલ:મને મારી વાઇફ પર ‘શક’ જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.જવાબ:દોસ્ત, આ કંઇ સેક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી ‘શંકા’ છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.

સવાલ: શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે.જવાબ: મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સેક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.

સવાલ:પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય.જવાબ:સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.

સવાલ:પુરુષને જેમ નાઇટ ડિસ્ચાર્જ થાય તેવી રીતે સ્ત્રીને પણ થાય.જવાબ:સ્ત્રીને પણ નિદ્રામાં કામોત્તેજના થાય છે. તેને પણ સ્વપ્ન આવે અને ઊંઘમાં ને ઊંઘમાં કામપરાકાષ્ઠાનો અનુભવ થાય. પુરુષની જેમ જ સ્ત્રીને ‘નાઇટ ડિસ્ચાર્જ’ થાય છે તેમ કહી શકાય. પણ સ્ત્રીને કંઇ વીર્યની જેમ ડિસ્ચાર્જ (સ્ત્રાવ) થતો નથી તેટલી સ્પષ્ટતા કરી લઉં. હા, કામોત્તેજના વધતાં ઊંઘમાં ને ઊંઘમાં તેના જનન માર્ગમાં ભીનાશ છૂટે અને તે અવયવો ફૂલે છે.

સવાલ: સમાગમ માટેનો યોગ્ય કે સારો સમય ક્યો. બપોર, મધ્યરાત્રિ કે સવાર.સ્ત્રીને કામોત્તેજના થઇ છે તો તેનાં લક્ષણો ક્યાં? અથવા તેને કામેચ્છા થઇ છે અને તે સમાગમની ઇચ્છા ધરાવે છે તો તેના કોઇ શારીરિક સંકેતો ખરા. પેનિસ ચામડીથી ઢંકાયેલો હોય તો તેથી સમાગમ વખતે કોઇ સમસ્યા ઊભી થાય થાય તો તેનો ઉપાય શો કરવો.સમાગમની ક્રિયા કેવી રીતે કરવી જેથી બન્નેને સંતોષ થાય.આસનો વિશે વધુ માહિતી આપશો.

જવાબ:ના દૂરથી સ્ત્રીની કામોત્તેજના અને સમાગમ માટેની ઇચ્છાને પામી શકાય તેવાં કોઇ બાહ્ય શારીરિક લક્ષણો નથી પ્રકટ થતાં. તે તેની ચેષ્ટા (જેશ્ચર) અને શબ્દથી પ્રકટ કરે તો જાણી શકાય. સાવ સમીપ પથારીમાં પ્રેમ કરતી સ્ત્રીના શરીરમાં કામોત્તેજના વધતાં પ્રકટ થતાં શારીરિક લક્ષણો વિશે ઉપરના પ્રશ્નના જવાબમાં નિરૃપણ કર્યું છે. સમાગમનો ‘શ્રેષ્ઠ’ સમય ક્યો? આમાં સમયની શ્રેષ્ઠતા વ્યક્તિએ- વ્યક્તિએ ભિન્ન હોઇ શકે. રાતની નોકરી કરનારને માટે સવારનો કે બપોરનો સમય અનુકૂળ રહે. નિશ્ચિત સમયને શ્રેષ્ઠતા સાથે સંબંધ નથી.

બે વ્યક્તિઓની અનુકૂળતાનો સમય તે શ્રેષ્ઠ સમય.પેનિસ પર ચામડી ઢંકાયેલી હોય છે. સમાગમ વખતે તે ચામડી ચઢ-ઉતર થતી હોય છે. તેથી મૈથુન વખતે તકલીફ પડતી નથી. જૂજ કિસ્સાઓમાં જો ચામડી સરળતાથી ચઢ-ઉતર ન થતી હોય તો સમાગમ વખતે વેદનાનો અનુભવ થતો હોય છે. આવા કિસ્સામાં સર્જન ડૉક્ટર પાસે નાનીઅમથી શસ્ત્રક્રિયાથી ચામડીનું આવરણ દૂર કરવાથી સમસ્યાનું નિવારણ થઇ જાય છે.સમાગમ પૂર્વે સમાગમ વખતે અને સમાગમ પછી ફોર પ્લે વગેરે ક્રીડાઓ કરવી જોઇએ. જેથી એકબીજાની કામોત્તેજના વધે અને બન્નેને કામ પરાકાષ્ઠાના અનુભવો થવાથી કામતૃપ્તિ થાય. અવારનવાર ચુંબન વગેરે ક્રિયાઓ તથા કિલટોરિસ સાથેની સ્પર્શક્રિયા સિવાય બન્નેએ નિખાલસ બનીને જીવનસાથી કેવી ક્રિયા કરે તો કામોત્તેજના વધે તે વિશે મન મૂકીને રજૂઆત કરવી જોઇએ.

Advertisement