આ ખાસ કારણથી શનિદેવને ચડાવાય છે તેલ,ચોક્કસ તમે નહીંજ જાણતાં હોય,જાણો રહસ્યમય કારણ……

આજે આપણે ખુબજ ખાસ વાત કરવાના છીએ મિત્રો ધાર્મિક જગતમાં તમારું સ્વાગત છે.આજે જાણીશું શનિદેવને લગતાં કેટલાક એવા ખાસ મુદ્દાઓ જે આપણાં માટે ખુબજ ખાસ છે તો આવો જાણીએ.હિન્દુધર્મ માન્યતાઓ પ્રમાણે દંડાધિકારી દેવતા શનિની વાંકી ચાલ અને ત્રાસી નજરથી કોઈની પણ સ્થિતિ ખરાબ થઈ શકે છે.આ કારણે જ શાસ્ત્રોમાં શનિવારનો દિવસ શનિની પ્રસન્નતા માટે શનિપૂજા અને ઉપાસનાનું મહત્વ બતાવવામાં આવ્યું છે.મિત્રો આજનો ખાસ ટોપિક તો એજ છે કે શનિદેવ ને તેલ શામાટે ચડાવવા માં આવે છે તો આવો જાણીએ.

પ્રાચીન માન્યતા છે કે શનિ દેવની કૃપા મેળવા માટે દરેક શનિવારે તેલ ચઢાવું જોઈએ.જે લોકો આવું કરે છે એને સાઢેસાતી અને ઢૈય્યામાં પણ શનિની કૃપા મળે છે.શનિ દેવને તેલ શું કારણે ચઢાય છે એના માટે ગ્રંથોમાં કથાઓ મળી છે.કથા મુજબ રામાયણ કાળમાં એક સમય શનિ દેવને એમના બળ અને પરાક્ર્મ પર ઘમંડ થઈ રહ્યા હતા.

તે કાળમાં ભગવાન હનુમાનના બળ અને પરાક્ર્મની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાય હતી. જ્યારે શનિ દેવને ભગવાન હનુમાનના સંબંધમાં જાણકારી મળી તો શનિ દેવ ભગવાન હનુમાનથી યુદ્ધ કરવા માટે નિકળી ગયા. એક શાંત સ્થાન પર હનુમાનજી એમના સ્વામી શ્રીરામની ભક્તિમાં મગ્ન બેસ યા હતા.ત્યારે ત્યાં શનિદેવ આયા અને એને હનુમાનને યુદ્ધ માટે લલકાર્યા.

યુદ્ધની લલકાઅર સાંભળી ભગવાન હનુમાને શનિદેવમે સમઝાવાના પ્રયાસ કર્યા પણ એ નથી માન્યા.અંતે ભગવાન હનુમાન યુદ્ધ માટે તૈયાર થઈ ગયા બન્ને વચ્ચે યુધ થયા.યુદ્ધમાં ભગવાન હનુમાને શનિદેવમે હરાવી દીધા.યુદ્ધમાં ભગવાન હનુમાને કરેલા ઘાથી શનિદેવને આખા શરીરમાં ભયંકર પીડા થવા લાગી. આ પીડાને દૂર કરવા માટે ભગવાન હનુમાનને શનિદેવને તેલ આપ્યા.આતેલ લગાડતા જ શનિદેવની બધી પીડા દૂર થઈ ગઈ.

ત્યારથી જ શનિદેવમે તેલ ચઢાવવાની પરંપરા શરૂ થઈ.શનિદેવ પર જે માણસ તેલ ચઢાવે છે એના જીવનની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે અને ધનના અભાવ ખત્મ થઈ જાય છે.શનિદેવની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કારણ કે જો શનિદેવની સાડાસાતી કે ઢૈય્યા આપણી ઉપર આવી જાય તો આપણે ભારે કષ્ટોનો સામનો કરવો પડી શકે છે. શનિ કોઇ વ્યક્તિ માટે સારા હોય છે તો કોઇની માટે ખરાબ પણ હોય છે.

શનિની સાડાસાતી દર 30 વર્ષે ફરી આવી જાય છે અને સાડાસાતીના આ સાડા સાત વર્ષ ખૂબ જ વધારે પરિશ્રમ ઉઠાવવો પડે છે.શનિ ન્યાયના સ્વામી છે. શનિની પૂજા અને અર્ચના માટે કાળા અડદ અને સરસિયાનું તેલ જરૂર અર્પણ કરવું જોઇએ. આવું કરવાથી શનિદેવ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. શનિની પૂજા હમેશાં વાદળી રંગના વસ્ત્ર ધારણ કરીને જ કરવી જોઇએ.

કાળા અડદ, સરસિયાનું તેલ કીલ અને ચાંદીના સિક્કાનું દાન અવશ્ય શનિવારે કરવું જોઇએ. વૃદ્ધોની સેવા કરવાથી પણ શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે.શનિદેવ ન્યાયના સ્વામી છે આ માટે આપણે હમેશાં ન્યાયસંગત વાતો જ કરવી જોઇએ. શનિની પૂજા હમેશાં દક્ષિણ દિશા તરફ મુખ રાખીને જ કરવી જોઇએ. કારણ કે શનિદેવ દક્ષિણ દિશાના સ્વામી છે.

આ માટે આ દિશા તરફ મુખ ધારણ કરીને પૂજા કરવાથી આપણી પૂજા સફળ થાય છે અને કાર્યોમાં સફળતા પણ પ્રાપ્ત થાય છે.શનિદેવ લોહ તત્વના રૂપમાં આપણાં શરીરમાં વિરાજમાન હોય છે. જો તમારે શનિદેવને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરવા હોય તો તમે તમારી મિડલ ફિંગરમાં એક મેગ્નેટની રિંગ ધારણ કરી શકો છો.

શનિદેવને ખૂબ જ ઝડપથી પ્રસન્ન કરવા માટે શિવજી અને હનુમાનજીના મંત્રોનો જાપ પણ કરવો જોઇએ. શનિને પ્રસન્ન કરીને તમે તમારું અટવાયેલું ધન પ્રાપ્ત કરી શકો છો, કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો, તમારી મનોકામના પૂર્ણ કરી શકો છો. શનિપૂજા ખૂબ જ સરળ હોય છે.

શનિદેવની સરળપૂજાવિધિ.શનિપૂજા અને મંત્રજાપથી શનિદશા, સાડાસાતી અને મહાદશામાં શનિ ગ્રહના ખરાબ પ્રભાવથી મળતા દુઃખ અને કષ્ટ દૂર થાય છે. જાણો શનિ કૃપા અને પ્રસન્નતા માટે સામાન્ય વિધિશનિવારના દિવસે સ્નાન કર્યા બાદ શનિની પૂજા કરો.

પૂજામાં ગંધ, ફૂલ- શક્ય હોય તો કાળા ફૂલ, અક્ષત, કાળા તલ, તલનું તેલ, કાળા અડદ, કાળા વસ્ત્ર ચોક્કસ ચઢાવો.પૂજા બાદ શનિ મંત્રોથી શનિદેવનું ધ્યાન કરો.”ॐ शं शनिश्चराय नम:”,”ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:”પુરાણોક્ત મંત્ર .”नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम्,छायामार्तण्डसम्भूतं तं नमामी शनैश्चरम्”.મંત્ર જાપ કર્યા બાદ તલના તેલનો દીવો પ્રગટાવી શનિ આરતી કરો.શનિને તલનું તેલ, કાળા અડદથી બનેલી મીઠાઈનો ભોગ લગાવો.આ દિવસે કાળા તલ, લોખંડની વસ્તુ કે તલથી બનેલી મીઠાઈઓ દાન કરો.