નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સામાન્ય લોકોની જેમ બોલીવૂડ સેલેબ્સ પણ પોત-પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યાં છે. છેલ્લા 10 દિવસથી સલમાન ખાન પણ પોતાના પરિવાર સાથે પોતાના પનવેલવાળા ફાર્મહાઉસમાં છે. આ ફાર્મહાઉસમાં થોડા સમય પહેલા જ તેની બહેન અર્પિતાએ દિકરા આહિલનો જન્મદિવસ પણ સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનમાં સંપૂર્ણ ખાન પરિવાર સામેલ થયો હતો. સલમાન ખાનનું આ ફાર્મહાઉસ ખુબ જ લક્ઝુરિયસ છે. પરંતુ પહેલીવાર અંદરના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.
સલમાન ખાનનું પનવેલ સ્થિત આ ફાર્મહાઉસ 150 એકરમાં ફેલાયેલું છે. અહીં પાર્ટીઓઐ અને અન્ય સોશિયલ ઇવેન્ટ્સ અવાર નવાર થતી રહે છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ બજરંગી ભાઇજાનના કેટલાક સીન્સ અહીં સૂટ કરવામાં આવ્યા હતા.પનવેલ, નવી મુંબઇ સ્થિત સલમાન ખાનના આ ફાર્મ હાઉસનું નામ અર્પિતા ફાર્મ્સ છે. જે તેની નાની બહેનના નામ પર છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાને પોતાનો 50મો બર્થ ડે આ ફાર્મહાઉસમાં સેલિબ્રેટ કર્યો હતો.કહેવામાં આવી રહ્યું છે કે અર્પિતા ફાર્મ્સ 150 એકરમાં ફેલાયેલું છે. એન્ટ્રેન્સ બોર્ડ પર લખ્યું છે કે ”A bird in bush is better than two on the Plate.” .સલમાન ખાનને બાઇકિંગ અને હોર્સ રાઇડિંગ ખુબ જ પસંદ છે.ફાર્મ હાઉસમાં પાલતુ પ્રાણીઓની દેખભાળ માટે મોટી જગ્યા ફાળવવામાં આવી છે.
અવાર નવાર સલમાનના ફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ વંતૂર, કેટરીના કેફ સહિત અન્ય મહેમાનો અહીં હોર્સ રાઇડિંગની મજા માણતી નજરે પડે છે.આ ફાર્મહાઉસમાં સ્વિમિંગ એરિયા ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યો છે. તેના પર સલમાન ખાનના NGO બેઇંગ હ્યુમન લખેલું છે.સલમાન અહીં બાઇક રાઇડિંગની સાથે ઓલ ટેરેન વ્હીકલ ગાડી પણ ચલાવે છે.
બધાને ખબર છે કે સલમાન ફિટનેસને લઇને કેટલા ગંભીર છે. આથી જ તો ફાર્મ હાઉસમાં ફિટનેસને લગતી તમામ સુવિધા ઉપલબ્ધ છે.સલમાન ખાનનું આ ફાર્મહાઉસ મુંબઇથી અંદાજે 2 કલાકના અંતરે આવેલું છે.મિત્રોની સાથે સલમાન ખાન અવાર નવાર ફાર્મહાઉસમાં સમય વીતાવે છે.જ્યારે પણ શૂટિંગમાંથી સમય મળે તો સલમાન ખાન ફાર્મહાઉસ પહોંચી જાય છે.ભાઇ સલમાન ખાન સાથે ફાર્મહાઉસમાં સલમાન ખાન.
સલમાન ખાનની વેનિટી વેનને જો ચાલતું ફરતું આલિશાન એપાર્ટમેન્ટ કહેવામાં આવે તો એમાં કઈ જ ખોટું નહિ હોય. ફિલ્મના સેટથી નીકળીને સલમાન ખાન અહીંયા જ સૌથી વધુ સમય વિતાવે છે. અહીંયા જરૂરિયાતની બધી જ વસ્તુઓ હાજર છે. પછી એ આરામ કરવા માટે સોફા હોય કે પછી ખાલી સમયમાં ટીવી જોવું હોય, સલમાન ખાનની.વેનેટી વેનમાં બધી જ સુવિધાઓ છે.
વેનિટી વેનના ફોટા જોઈને એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે વેનિટી વેનની કિંમત કરોડો રૂપિયા છે. રિપોર્ટ અનુસાર સલમાન ખાનની આ વેનિટી વેનની કિંમત કરોડોમાં છે. રિપોર્ટ અનુસાર સલમાન ખાનની આ વેનિટી વેનની કિંમત લગભગ ચાર કરોડ રૂપિયા જેટલી છે.
બિગ બોસના સેટની જેમ જ વેનિટી વેનની અંદર પણ સલમાન ખાનનો ફોટો લગાવેલો છે. નજીકમાં જ મેકઅપ માટે જગ્યા બનાવેલી છે. સેટ પર જતા પહેલા સલમાન ખાન અહીંયા જ તૈયાર થાય છે. અહીંયા એક આરામદાયક ખુરશી પણ છે. અને પાસે જ એક સોફા પણ છે. ઘણી વાર સલમાન ખાન પોતાના નિર્દેશક સાથે ફિલ્મની સ્ક્રીપટની ચર્ચા કરે છે.
સલમાન ખાનની તસવીર જ્યાં લગાવેલી છે એની એકદમ બાજુમાં જ સીટીંગ એરિયા છે. અહીંયા સલમાન ખાન સાથે કામ કરતા સ્ટાલિસ્ટ, મેનેજર, મેકઅપ આર્ટિસ્ટ અને હેર સતાલિસ્ટ વગેરે બેસે છે. વેનિટી વેનમાં એક મોટી ટીવી સ્ક્રીન પણ જોવા મળી રહ્યું છે. વેનિટી વેનનું ઇન્ટિરિયર પર પણ ઘણું જ ધ્યાન આપવામાં આવ્યું છે અને એનો લુક હળવા પીળા રંગનો છે.
મમ્મી પપ્પાને કારણે હજુ પણ 1BHKનાં ‘ગેલેક્સી’ અપાર્ટમેન્ટમાં રહે છે ભાઈજાન, જુઓ અંદરની તસવીરો: દબંગ સલમાન ખાન આજે બોલીવુડના સુપરસ્ટાર છે. સલમાન ખાનના બધા જ લોકો દીવાના છે. સલમાન ખાનનું ફેન ફોલોઇંગ આજે એટલું છે કે જેનો અંદાજ તમે તેની એક ઝલક જોવાની ભીડથી લગાવી શકો છે. લોકોના દિલમાં જ નહીં પરંતુ સલમાન ખાન બોક્સ ઓફિસ પર પણ રાજ કરે છે. આમ છતાં સલમાન ખાન બહુ જ નોર્મલ લાઈફ જીવે છે.
બોલીવુડના સુલતાન સલમાન ખાન મુંબઈના ગેલેકસી એપાર્ટમેન્ટમાં રહે છે. સામાન્ય રીતે અમિતાભ બચ્ચનનો બંગલો જલસા, શાહરુખ ખાનનો મન્નત મશહૂર છે. સલમાન જેવો સુપરસ્ટાર કોઈ બંગલા, વિલા અથવા પેન્ટહાઉસ છોડીને એપાર્ટમેન્ટમાં રહે છે. આ પાછળનું અસલી કારણ સલમાન ખાનના પિતા સલીમ ખાને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.
સલમાન આટલા વર્ષથી મુંબઈમાં તેના પરિવાર સાથે રહે છે. સલમાન તેના માતા-પિતા અને બાકી ફેમિલી મેમ્બર સાથે મુંબઈમાં રહે છે. સલમાનને ફક્ત માતાના હાથનું બનાવેલું જમવાનું પસંદ છે. તેથી તે શુટીંગ પર જાય છે તો પણ ડબ્બો સાથે લઈને જાય છે. સલમાન ખાન મુંબઇના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ 8 માળનું છે જે ખાન પરિવારને કારણે પ્રસિદ્ધ છે. સલમાન ખાનના આ એપાર્ટમેન્ટમાં 2 ફ્લેટ છે. સલમાન ખાન ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે અને જયારે તેના માતા-પિતા સલીમ ખાન અને સલમા ખાન પહેલા માળ પર રહે છે. સલમાન ખાન એલ શેપના ફ્લેટમાં રહે છે જે એક બીએચકે છે.
આ ફ્લેટમાં એક કિચન છે જેમાં ચાર ફૂટની ગ્લાસ વોલ છે અને ડાઇનિંગ તેનાથી અલગ રહે છે. ભાઈજાનના ઘરમાં જિમ અને સ્વિમિંગ પુલ પણ છે. સલમાન ખાનનો બેડરૂમ 170થી 190 સ્કેવર ફૂટ છે. જેમાં એક બાથરૂમ પણ છે.સલમાન ભલે બૉલીવુડનો સુલતાન બની ગયો હોય પરંતુ ઘરમાં તેનું એક પણ નથી ચાલતું. સલમાનના ઘરમાં બધાં નિયમ અને કાનૂન ચાલે છે. આટલું જ નહીં તેના પિતા જ ઘરના ફેંસલા લે છે. સલમાન આજે પણ એક બેડરૂમના ફ્લેટમાં રહે છે.
સલીમ ખાનએ જણાવ્યું હતું કે, સલમાન ખાન માટે મોટો બંગલો લેવો આસાન છે પરંતુ તે અમારી સાથે અહીં એપાર્ટમેન્ટમાં રહે છે તેનું કારણ હું છું. સલમાન મને ઘણી વાર કહી ચુક્યો છે કે એક બંગલો અથવા તો પેન્ટ હાઉસ લઈએ, પરંતુ હું અહીં 1973માં આવ્યો હતો. હવે જવાનું મન નથી. હું ક્યાંય નથી જતો તો સલમાન પણ અહીં જ રહે છે.સલીમ ખાને જણાવ્યું હતું કે, અમે મોટા ઘરમાં જશું તો સલમાનને બહુ જ આરામ મળશે. તે બિચારો મુશ્કેલથી એક એપાર્ટમેન્ટમાં રહે છે. જેમાંથી અડધામાં તો જિમ બનાવી લીધું છે. અડધામાં કપડાં અને ચંપલ અને ખુદ રહે છે. તે ગમે તે રીતે મેનેજ કરે છે.
સલીમ ખાને જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસમાં બહુ જ સંઘર્ષ કરવો પડયો હતો. પરંતુ ફિલ્મ જંજીર રીલિઝ થયા બાદ ગેલેક્સીમાં આવ્યો તો સારું લાગ્યું. સાચું કહું તો ત્યારે જ મેં વિચાર્યું હતું કે, મારું છેલ્લું ઠેકાણું પણ આ જ હશે, ત્યારથી જ હું અહીં રહું છું.એક ઇન્ટરવ્યૂમાં સલમાન ખાને જણાવ્યું હતું કે, હું કોઈ મોટા અને લકઝરી બંગલાની બદલે બાંદ્રા સ્થિત ફ્લેટમાં જ રહેવાનું પસંદ કરું છું. મારા ઉપરના ફ્લેટમાં મારા માતા-પિતા રહે છે. મેં બાળપણમાં ઘણું જોયું છે તેથી માતા-પિતાથી અલગ થવાનો વિચાર નથી આવ્યો.
સલમાન ખાન બોલીવૂડનો બિલિયોનેર સ્ટાર છે. તે પોતાનું પ્રોડક્શન હાઉસ ધરાવે છે. એક ફિલ્મની અધધ કરોડો ફી વસુલે છે. કોઈ પ્રોડક્ટને એન્ડોર્સ કરવાના પણ તે કરોડો રૂપિયા વસુલે છે અને બિગ બોસ જેવા રિયાલિટી ટીવી શોને હોસ્ટ કરવા માટે પણ તે એક એપિસોડના કરોડો રૂપિયા ફી વસુલે છે તેમ છતાં તે ગમે ત્યાં ખાઈ લે છે. તેમને બસ પોતાના મનનું ખાવાનું મળવું જોઈએ. તેમને કોઈ પણ સારા રેસ્ટોરન્ટની જરૂર નથી હોતી. તે રસ્તા પરના કોઈ ઠેલા પર પણ આરામથી ખાઈ લે છે.
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન તેની ફિલ્મો અને વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે.આ પ્રખ્યાત નામ ની સંપત્તિ આશરે $ 260 મિલિયન Dh.954,980,000 છે અને તે તેની ફિલ્મ્સ સુલતાન ટ્યુબલાઇટ અને દબંગ શ્રેણી માટે જાણીતી છે.
તેમના જણાવ્યા અનુસાર,સલમાન ખાનની 2019 માં કુલ કમાણી 229.25 કરોડ રૂપિયા હતી. આ આધારે, તેમની દૈનિક આવક લગભગ 62 લાખ રૂપિયા બેસે છે.તેની કમાણીના મુખ્ય સ્રોત ફિલ્મો, ટેલિવિઝન અને જાહેરાતો છે. સલમાન 100 કરોડની ક્લબની સતત 14 ફિલ્મો આવી હતી.