ચોક્કસ તમે નહીં જાણતાં હોય કે ગેસનો બાટલો ફાટે તો મૃતક અને ઈજાગ્રસ્ત બન્ને ને પૈસા મળે છે જાણો વિગતે….

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે.જો તમે એલ પી જી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હો તો તમારે તેની પર મળતા ઇન્શ્યોરન્સ વિશે જાણવું જોઈએ.ગેસ કંપનીઓની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ઇન્શ્યોરન્સ કવર સિલિન્ડરના કારણે થતા કોઈપણ પ્રકારના અકસ્માતમાં કોઈ જાન કે સંપત્તિને નુકસાન થાય તો 50 લાખ રૂપિયા સુધીનો વીમો પૂરો પાડે છે. સિલિન્ડર પર મળતા ઇન્શ્યોરન્સનો સંપૂર્ણ ખર્ચ સંબંધિત ઓઇલ કંપનીઓ ઉઠાવે છે.મૃત્યુ પર 50 લાખ અને ઇજાગ્રસ્ત પર 40 લાખ મળે છે.

Advertisement

અકસ્માત થાય તો 40 લાખ રૂપિયાનો વીમો કવર થાય છે, જ્યારે સિલિન્ડર ફાટવાના કારણે મૃત્યુ થાય તો 50 લાખ રૂપિયાનો ક્લેમ કરી શકાય છે. અકસ્માતનો ભોગ બનેલા દરેક વ્યક્તિને મહત્તમ 10 લાખ રૂપિયા વળતર આપવામાં આવી શકે છે.ઇન્શ્યોરન્સ કોણ લઈ શકે પેટ્રોલિયમ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમના ડિસ્ટ્રિબ્યુટરે આ વીમો કરાવવો પડે છે.આ લોકોએ ગ્રાહકો અને અન્ય સંપત્તિઓ માટે થર્ડ પાર્ટી વીમા કવર સહિતના અકસ્માતો માટે વીમા પોલિસી લેવાની રહે છે.ક્લેમ કેવી રીતે કરવો જો કોઈ અકસ્માત થાય તો ગ્રાહકે 30 દિવસની અંદર પોલીસ સ્ટેશન અને એલ પી જી વિતરકને જાણ કરવાની હોય છે. વીમા રકમનો દાવો કરવા માટે એફ આઈ આઈ ની એક કોપી, ઇજાગ્રસ્તોની સારવાર માટેનું ખર્ચનું બિલ અને કોઈનું મૃત્યુ થાય તો તેનો રિપોર્ટ સંભાળીને રાખવાનો હોય છએ.

માહિતી આપ્યા પછી સંબંધિત અધિકારી અકસ્માતનું કારણ તપાસ કરે છે અને જો એલ પી જી દ્વારા અકસ્માત થયો હોય તો ડિસ્ટ્રિબ્યુટર ગેસ કંપનીને જાણ કરે છે.ઇન્શ્યોરન્સ ક્લેમ કોણ આપે છે? જ્યારે તમે તમારા એલ પી જી ડિસ્ટ્રિબ્યુટરને અકસ્માત વિશે જાણ કરો ત્યારે તે સંબંધિત ઓઇલ કંપની અને ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરે છે.તે ડિસ્ટ્રિબ્યુટર જ ગ્રાહકને દાવા માટેની આવશ્યક ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં મદદ કરે છે. ડિસ્ટ્રિબ્યુટર અને કસ્ટમર સર્વિસ સેલ પાસે તમામ વિગતો હોય છે.ઇન્શ્યોરન્સ માટે સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરવી જરૂરી સિલિન્ડર ખરીદતી વખતે જ તેનો ઇન્શ્યોરન્સ થઈ જાય છે, જે સિલિન્ડરની એક્સપાયરી ડેટ સાથે જોડાયેલો હોય છએ. ઘણીવાર લોકો એક્સપાયરી ડેટ ચેક કર્યા વગર જ તેને ખરીદી લે છે.

આવી સ્થિતિમાં કોઈ ગ્રાહક વીમાનો દાવો કરવા માટે હકદાર નથી રહેતો.ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરવી?દરેક ગેસ સિલિન્ડર પર જ્યાં રેગ્યુલેટર લગાવવામાં આવે છે ત્યાં ડી 20 જેવું કંઇક લખવામાં આવ્યું હોય છે. તે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ હોય છએ. અહીં ડી 20નો અર્થ એ છે કે ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ડિસેમ્બર 2020 છે. ત્યારબાદ આ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવો જોખમી બની શકે છે.આવા સિલિન્ડરો ગેસ લિકેજ અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ગેસ સિલિન્ડરની ઉપર રેગ્યુલેટર પાસે જે ત્રણ પટ્ટી હોય છે, તેમાં કોઇ એક પટ્ટી પર એ બી સી ડી લખેલું હોય છે. ગેસ કંપની દરેક લેટરને 3 મહિનામાં વહેંચી દે છે. અહીં એ નો અર્થ જાન્યુઆરીથી માર્ચ અને બી એટલે એપ્રિલથી જૂન થાય છે. એ જ રીતે સી એટલે જુલાઈથી સપ્ટેમ્બર અને ડી એટલે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનો થાય છે.

વધુ માહિતી આપતા તમને જણાવીએ કે આજે અમે તમને ગેસ સિલિન્ડરના ઉપયોગ સાથે જોડાયેલી થોડી જાણકારી જણાવવાના છીએ. અને એ જાણકારી ગેસ સિલિન્ડરના રેગ્યુલેટર સાથે જોડાયેલી છે. સ્વાભાવિક છે કે તમે ગેસ સિલિન્ડર વાપરો છો, તો એનું રેગ્યુલેટર ઘસારાને કારણે કે પછી અન્ય કોઈ કારણે ખરાબ થાય છે.ઘણા કેસમાં તે ચોરી થવાના બનાવ પણ બને છે.તેમજ ઘણી વાર કોઈ રેગ્યુલેટરમાં રહેલી ખામીને કારણે પણ તે ખરાબ થઈ જાય છે. તો એવામાં લોકો મોટી રકમ ચૂકવીને નવું રેગ્યુલેટર ખરીદતા હોય છે. પણ જણાવી દઈએ કે તમારે એના માટે કોઈ પૈસા ચુકવવાની જરૂર નથી. તમે ફ્રી માં જ નવું રેગ્યુલેટર મેળવી શકો છો.

આવો જાણીએ કેવી રીતે. ગેસ સિલિન્ડરનો ઉપયોગ તો મોટાભાગના દરેક વ્યક્તિ કરે છે, પણ ગેસ સિલિન્ડરના રેગ્યુલેટર સાથે જોડાયેલા અમુક નિયમ એવા છે જેના વિષે ઘણા ઓછાં લોકો જાણે છે. આવો જાણીએ એના વિષે.તમારું રેગ્યુલેટર ચોરી થવા પર તમને એક ખાસ સુવિધા મળે છે, જેના અંતર્ગત તમે એજન્સી પાસે નવા રેગ્યુલેટરની માંગ કરી શકો છો.એના માટે તમારે પોલીસમાં એફઆઈઆર દાખલ કરાવવી પડશે અને એફઆઈઆરની કોપી જમા કરાવ્યા પછી એજન્સી તમને નવું રેગ્યુલેટર આપી દેશે.એટલું જ નહિ, જો તમારા સિલિન્ડરનું રેગ્યુલેટર ખરાબ થઈ ગયું છે, તો પણ તમે એજન્સી પાસે રેગ્યુલેટરની માંગ કરી શકો છો. એના માટે તમારે પૈસાની ચુકવણી નહિ કરવી પડે.

પણ તમને એના માટે સબ્સ્ક્રિપ્શન વાઉચરની જરૂર પડશે. ધ્યાન રહે કે જો તમારા સબ્સ્ક્રિપ્શન વાઉચરનો નંબર રેગ્યુલેટર સાથે મેચ થશે, ત્યારે જ તમને નવું રેગ્યુલેટર આપવામાં આવશે.જો કે તમારા સિલિન્ડરનું રેગ્યુલેટર ડેમેજ થઈ ગયું છે, એટલે કે તમારી કોઈ ભૂલને કારણે ખરાબ થઈ ગયું છે, તો નવું રેગ્યુલેટર લેવા માટે તમારે એજન્સીને 150 રૂપિયા સુધી આપવા પડી શકે છે.ગ્રાહકોને સારી સુવિધા પ્રદાન કરવાં માટે બજારમાં મલ્ટીફંક્શન રેગ્યુલેટર પણ મળે છે. આ રેગ્યુલેટરની મદદથી તમને ખબર પડી શકે છે કે તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે.

Advertisement