મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે આજે અમે એક ખાસ આ લેખ જે ઈતિહાસ ને દર્શાવે છે, મીર્ત્રો આજે અમે તમને એક ઇતિહાસ જણાવા જઈ રહયા છીએ, મિત્રો તમને જણાવીએ કે ભારત દેશ માં સદીયો થી ખુબ મોટો ઇતિહાસ રહેલો છે, મિત્રો તમને જણાવીએ કે આજે અમે તમારા માટે ગુજરાત માં ખુબ જાણીતા અને પ્રખીયાત મંદિર નો આજે અમે તમને ઇતિહાસ જણાવા જઈ રહયા છીએ, મિત્રો આ મંદિર છે માં આશાપુરા મિત્રો ચાલો જાણીએ આશાપુરા માતા નો ઇતિહાસ.
અનેક સમુદાયોની કુલ દેવી, મિત્રો તમને જણાવીએ કે કચ્છની અહીંની કુળદેવી માતા આશાપુરા ની પીઢ છે.મિત્રો તમને જણાવીએ કે ઘણા સમુદાયો આશાપુરા માતા ને તેમની કુલદેવી માને છે.તમને જણાવીએ કે મુખ્ય લોકોમાં નવાનગર, રાજકોટ, મોરવી, ગોંડલ બારીઆ રાજ્ય નો શાસક વંશ, ચૌહાણ અને જાડેજા રાજપૂત શામેલ છે.મિત્રો તમને જણાવીએ કે ગુજરાતમાં આશાપુરા માતા નું મુખ્ય મંદિર ભુજ માં આવેલા ‘માતા નો મઢ’જે ભુજ માં છે, કચ્છ થી લગભગ 95 કિમી દૂર સ્થિત છે.મિત્રો તમને જણાવીએ કે કચ્છનો ગોસર અને પોલાડિયા સમુદાય પણ આશાપુરા માતાને તેમની કુલદેવી માને છે.
આશાપુરા માતાની કહાની છે એઈતિહાસિક, મિત્રો તમને જણાવીએ કે એવું કહેવામાં આવે છે કે ચૌહાણ વંશની શરૂઆત થી શાકંભરી દેવી શરૂઆત થી જ કુલદેવી તરીકે પૂજાય છે. ચૌહાણ વંશનો સામ્રાજ્ય શાકંભર એટલે કે સંભારમાં સ્થાપિત થયો હતો, ત્યારથી ચૌહાણોએ માતા આદ્યશક્તિ ને શકંભરી તરીકે સ્વીકારી ને શક્તિની ઉપાસના શરૂ કરી હતી. આ પછી, નાંડોલ માં, રાવ લક્ષ્મણે શાકંભરી માતા તરીકે માતાની ઉપાસના શરૂ કરી, પરંતુ જ્યારે દેવીના આશીર્વાદના પરિણામે તેની બધી આશાઓ પૂર્ણ થવા લાગી, ત્યારે આશાપુરા એટલે આશા પૂર્ણ થાય તેવું કહીને તેઓ એ તેની માતા ને સંબોધન કરવાનું શરૂ કર્યું. આ રીતે, માતા શકંભરી બીજા નામથી આશાપુરા દ્વારા પ્રખ્યાત થયા અને બાદમાં ચૌહાણ લોકોએ માતા શાકંભરીને આશાપુરા માતાના નામથી કુળદેવી માનવાનું શરૂ કર્યું.
મંદિર કઈ રીતે પોહ્ચાય,મિત્રો તમે ગુજરાત માં જ રહો છો તો દોસ્તો આજે ઘણી બધી બસો પણ ત્યાં જાય છે અને તે ઘણા લોકો પ્રાઇવેટ ગાડી પણ લઇ ને ત્યાં માતાજી ના મઢ ના દર્શન કરવા જાય છે.મિત્રો તમને જણાવીએ કે માતા આશાપુરાની મુલાકાત લેવા, અજમેર-અમદાવાદ રેલ્વે રૂટ પર રાણી રેલ્વે સ્ટેશન પર ઉતર્યા પછી બસ અને ટેક્સી દ્વારા નાંડોલ પહોંચી શકાય છે. આ સિવાય તમે માર્ગ દ્વારા કચ્છ પણ પહોંચી શકો છો અને આશાપુરા માતા મંદિરની મુલાકાત પણ લઈ શકો છો.
કચ્છ મા સ્થિત ભૂજ ની ઉત્તર પશ્ચિમ દિશા મા ૪૦ કી.મી. ના અંતરે બિરાજેલા આશાપુરા માતાજી નુ ૬૦૦ વર્ષ જૂનુ કચ્છ ની પ્રજા નુ સજીવ સમુ ઉપાસના નુ સ્થાનક છે. ઈશુ ના ચૌદ મા શતક ની શરૂઆત ના સમયે લાખો ફુલાણી ના પિતા મહારાજા ના રાજસભા મા મંત્રી રૂપે ફરજ બજાવતા બે કરડ વાણીયા અજો અને અનાગોર દ્વારા આ ભવ્ય મંદિર નુ નિર્માણ થયુ હતુ.
૧૮૧૯ ના દાયકા મા પ્રવર્તેલા ભૂકંપ ના કારણે આ મંદીર મા ભારે હાની સર્જાઈ હતી. આ હાનિ ના ૫ વર્ષ ના સમય ગાળા પશ્ચાત , બ્રહ્મક્ષાત્ર ધર્મ ધરાવતા સુંદરજી , શિવજી તથા વલ્લભાજી દ્વારા પુનઃ આ મંદિર નુ જીર્ણોદ્વાર કરવા મા આવ્યો.અંદાજીત ૫૮ ફૂટ ની લંબાઈ , ૩૨ ફૂટ પહોળાઈ તથા ૫૨ ફૂટ ની ઊંચાઈ ધારવતા આ વિશાળકાય પૌરાણીક મંદિર મા ઈ.સ. ૨૦૦૧ ના સમયગાળા દરમિયાન ફરી એક ભયાનક ભૂંકપ સર્જાણો હતો. જેના લીધે ફરી આ મંદિર મા હાની સર્જાણી હતી.જેના લીધે આ મંદિર ની છત નો ભાગ પણ ભાંગી પડ્યો હતો. પરંતુ , ફરી આ મંદિર નો જીર્ણોદ્ધાર કર્યો અને આ મંદિર ને એકદમ આકર્ષિત બનાવવા મા આવ્યુ. આ મંદિર ની અંદર આશાપુરા માતાજી ની ૬ ફુટ ઊંચાઈ અને ૬ ફુટ પહોળાઈ ધરાવતી રાતા રંગ ની વિશાળ પ્રતિમા નુ સ્થાપન કરવા મા આવેલ છે.
તેમજ એવી માન્યતા છે કે આ મંદિર મા માતાજી સ્વયં હાજરા હજુર છે. કચ્છ ના ક્રોમવેલ તરીકે જાણીતા પોલીસ ખાતા મા ફરજ બજાવતા ફતેહમામદે એ આ ભવ્ય મંદિર ને ૪૧ વાટવાળી તથા બે કીલો જેટલા દળ ધરાવતી રજત ધાતુ થી મઢેલી ‘ દીપમાળા ‘ દાન સ્વરૂપે આપી.આ મંદિર ના પ્રમુખ ને ‘ રાજાબાવા ‘ તરીકે સંબોધવા મા આવે છે. આ રાજાબાવા ની ખ્યાતી હાલ પણ એક રાજ્ય નુ શાસન કરતા રાજા સમાન છે. કચ્છ ના શાસક જ્યારે પણ માતાજી ના દર્શનાર્થે આવે ત્યારે તેમણે આ રાજાબાવા ની મુલાકાત લઈ તેમને વંદન કરવા પડે છે. આ દરમિયાન રાજા ઊભા હોય અને રાજાબાવા સિંહાસન પર સ્થિત હોય.
આશાપુરા માતાજી કચ્છ ઉપરાંત જામનગર ના જાડેજા વંશજ ના ‘ કુળદેવી ‘ છે. જામનગરમા હાલ પણ ‘ નાની આશાપુરા ‘ માતાજી નુ મંદિર સ્થિત છે. કચ્છ ની મુલાકાતે પધારેલા દરેક વ્યક્તિ નુ આતિથ્યપણૂ કરવા મા કચ્છી લોકો કઈ પણ કસર છોડતા નથી.
સુરજબારી થી શરૂ કરી ને માતાજી ના મંદિર સુધી ડગલે ને પગલે રાહ મા રાવટીઓ બંધાયેલા હોય છે. ઘણા આજુબાજુ ના ગામડા ઓ મા ચાઈ ને આવી રહેલા યાતીઓ માટે એક ફિક્સ જગ્યા એ વિવિધ રાવટી ઓ નિર્મિત કરી ને રાખવા મા આવેલી હોય છે.
ભુજ-અંજાર ના રસ્તા મા તથા ભચાઉ-દુધઈવાળા રાહ પર ગામડા ના લોકો હોંશભેર તથા હર્ષોલ્લાસ થી ‘ સહાયતા રાવટી ‘ ઓ નુ નિર્માણ કરે છે. અહી લોકો ને ચા , નાસ્તો, પાણી , જમવા નુ , ઠંડા પીણા , મેડીસીન તથા ફળૉ ની સુવિધા ઓ પુરી પાડવા મા આવે છે. તથા ડોક્ટરો ની પણ વ્યવ્સ્થા કરવા મા આવેલ હોય છે. આ સુવિધાઓ સાતો દિવસ ચોવીસો કલાક અવિરત ચાલુ જ હોય છે.ભુજ મા તાલુકા પંચાયત ની સમક્ષ જ એક વિશાળ કેમ્પ નુ આયોજન કરવા મા આવે છે. ત્યારબાદ મિરઝાપુર સુધી ના ૩કી.મી.ના અંતર મા અન્ય ૫ નાના-નાના કેમ્પ નુ આયોજન કરવા મા આવે છે. આ મંદિર સુધી ચાલી ને આવતા યાત્રી ઓ મા ડૉક્ટરો , મેનેજરો , સ્ત્રી ઓ , કોલેજ ના નવયુવકો થી માંડી ને વયોવૃદ્ધ તથા શ્રીમંત થી માંડી ને ઝૂપડી મા રહેતા બધા જ લોકો જોડાય છે.
આ પગપાળા યાત્રા નો અંત ભુજ મા રહેતા પંચહાટડી ચોક મા આશાપુરા મંદિર ની પાસે આવે છે. આ માતાજી ના મંદિરે દર વર્ષે લાખો કરોડો લોકોની ભીડ ઊમટી આવે છે. ગામ ના ચોક થી લઈ ને માતાજી ના મઢ સુધી ના રાહ પર શ્રીફળ ના છોતરા એવી રચનાત્મક રીતે ગોઠવાયા હોય છે કે માનો આ શ્રી ફળ ના છોતરા ઓ નુ પાથરણુ પાથરવા મા આવ્યુ હોય. ભક્તો લાંબો સમય સુધી એમ ને એમ શાંતી થી લાઈન મા ઊભા રહી જાય છે.તથા શિષ્ટપુર્વક આશાપુરા માતાજી ના દર્શન માત્ર થી અહલાદક લાગણી અનુભવે છે. હવનાષ્ટમી ના દિવસે અહી યજ્ઞ નુ આયોજન પણ કરવા મા આવે છે. આ હવન મા કચ્છી રાજવંશ ના કુટુંબોઆવી ને માતાજી ને ચૂંદ્ડી ઓઢાડે છે તથા ‘ પત્રી ‘ પઢવા ની રસમ નિભાવે છે.
અહીયા ચેહર માતા નુ મંદિર , ચેહર કૂંડ તથા ચાચર ચોક પણ સ્થિત છે. કચ્છ મા આશાપુરા માતાજી નુ મંદિર સ્થિત હોવા થી તેને ‘ માતા નો મઢ ‘ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ પાછળ અનેક એવા આલોચક પ્રસંગો જોડાયેલા છે કે જ્યા માતાજી એ પોતાની અસીમ કૃપા ના દર્શન કરાવ્યા છે.પછી તે પ્રસિદ્ધ ગર્ભશ્રીમંત જગડુશા ની વાત આવે કે સીંધ ના મુગલ ગુલામ શાહ કલેશ ની વાત આવે. નાના મોટા બધા જ ભક્તો ને માતાજી એ પોતાના પાલવ ના ભાગ મા સમાવિષ્ટ કરેલા છે. જેઓ એ આ માતાજી ના દર્શન કરેલા હશે તેમને આ મદિર મા મુખ્ય દ્વાર પર સ્થિત પૌરાણિક મહાકાય ઘંટ નિહાળ્યો હશે.
જે માતાજી ની મુસ્લિમ શાસન કરતા રાજા ની ભક્તિ ની સાબીતી છે. સિંધ ના મુગલ ને આત્મજ્ઞાન ની સ્ફુરણા થયા બાદ તેના જીવન મા આવેલા બદલાવ ના પ્રતિક સમાન આ મહાકાય ઘંટ મંદિર ના પ્રમુખ દ્વાર ને સુશોભિત કરે છે. આ માતાજી ના મંદિર મા બધા જ ધર્મ ના લોકો ને સમાનતા પુર્વક પ્રવેશવા માટે અનુમતી છે. અહિયા એવો મતભેદ જરા પણ નથી કે ફક્ત હીંદુ ધર્મ ના લોકો જ દર્શનાર્થે આવી શકે. અહી બધા ધર્મ ના વ્યક્તિ ઓ ને એક સમાન મહત્વ આપવા મા આવે છે.
આ મંદિર ની સાર-સંભાળ રાખતા ખેંગાજી કહે છે કે , માતાજી ના મંદિર મા આવેલા દરેક ભક્તો ની મનોકામના પુર્ણ થાય છે. આશાપુરા માતાજી ફક્ત ક્ષત્રિય કુળ કે હિંદુ ધર્મ ની જ નહી સમગ્ર વિશ્વ ની ઉપાસના દેવી છે. તેના માતે તો બધા જ વર્ણ ના વ્યક્તિ ઓ એકસમાન છે.પૌરાણિક પુસ્તકો મા ઘણા એવા અહલાદક પ્રસંગો ની ચર્ચા કરવા મા આવી છે તેમા નો એક સિંધ ના મુગલ ગુલામશાહ કલેશ ની ચર્ચા અહી કરીએ કે જે આખા વિશ્વ મા જાણીતુ છે. આ મુગલે આ મદિર મા લૂંટફાટ કરવા નો પ્રયત્ન કર્યો હતો જેમા માતાજી એ તેમન સહાયતા કરી હતી.
તેની પાછળ નુ કારણ એ હતુ કે આ માતાજી માટે આ મુગલ એક ભુલ્યો-ભટકેલો માણસ હતો. જેમને તે શીખ આપી ને સત્ય ના માર્ગે લઈ આવવા માગતા હતા. આ પ્રસંગ કઈક એવો હતો કે કચ્છ ના રાવ ગોળજી ના શાસન દરમિયાન તેમના દિવાન ને રાજસભા મા થી નિષ્કર્ષિત કરવા મા આવ્યા. આ પાછળ નુ મૂળભૂત કારણ રાજકીય ખટપટ હતી. આ રીતે નિષ્કર્ષિત થયેલા દિવાન ને વેર વાળવા નુ ઝુનુન ચડયુ. જેથી તે સિંધ ના મુગલ ગુલામશાહ કલેશ ની શરણે જઈ તેમને કચ્છ સાથે યુદ્ધ કરવા ની સલાહ આપી.
આમ , મુગલ આ દિવાન ની વાત મા આવી ને કચ્છ સાથે યુદ્ધ કરવા સજ્જ થઈ ને ચાલવા માંડ્યુ. ત્યા એટલા મા એ દિવાન ને પોતાના રાજ્ય પ્રત્યે આવી દ્વેષભાવના રાખવા પાછળ નો અફસોસ થયો અને પોતાની ભુલ સુધારવા તેમણે આ બધી જ બાબત રાવ ગોળજી ને જણાવી અને પોતાની આ ભુલ માટે ક્ષમા માગી.આ વાત ની જાણ થતા જ રાવ ગોળજી એ પોતનુ સૈન્ય સજ્જ કરી સુથરી સાંધણા ગાન તરફ આ મુગલ ના સૈન્ય સાથે યુદ્ધ કરવા મોકલી દીધુ. આ યુદ્ધ ‘ ઝારા ના યુદ્ધ ‘ તરીકે પ્રખ્યાત થયુ. રાવ ગોળજી ના સૈન્ય નુ પરાક્રમ જોઈ ને મુગલ ગુલામ શાહ કલેશ એ પરત ફરવા નો નિર્ણય લીધો.
આ સમયે કચ્છ ઉપરાંત ગુજરાત ના સમગ્ર દેવ સ્થાનો ની બોલબાલા હતી. આ દેવસ્થાનકો મા પુષ્કળ પ્રમાણ મા ધન રહેતુ છતા પણ કોઈ તેની તરફ આંખ ઊઠાવી ને પણ ના જોઈ શકતુ. તે પાછળ નુ કારણ છે કે ઈશ્વર પોતે સાક્ષાત તેનુ રક્ષણ કરતા.કચ્છ થી પરત આવતા સમયે આ મુગલ ની નજર માતાજી ના મંદીર પર પડી અને તેની ભવ્યતા ને જોઈ ને તેની નિયત બગડી અને તેને લૂંટી ને આગળ વધ્યો.
થોડા આગળ જતા જ માતાજી એ પોતા ની અસીમ લીલા થી રણ મા એક તોફાન સર્જ્યો.જેના લીધે મુગલ નુ આખુ સૈન્ય વેર-વિખેર થઈ ગયુ. નીકળવા માટે કોઈ માર્ગ જ ના દેખાય ત્યારે કોઈ ભક્તે તેમને સમજણ આપી કે આ માતાજી ના કોપ નો તમે ભોગ બન્યા છે. આ સમયે પોતાની ભુલ સમજાઈ અને પોતાની આત્મજ્ઞાન ની પ્રાપ્તિ થઈ.
તેથી તે પરત માતાજી ના મંદિરે આવી ને ક્ષમા યાચના કરી.બધુ જ લૂટેલુ ધન પાછુ મુકી ગયો તથા એક મહાકાય પિતળ ના ઘંટ નુ આ મંદિરમા નિર્માણ કર્યુ. જેના પર તેની ભાષા મા તેણે ક્ષમા નુ વિવરણ કરેલુ હતુ. આ પ્રસંગ ને તો હાલ એક લાંબો સમય વીતી ગયો. ભુકંપ ની ઘટના પહેલા આ ઘંટ મંદિરના અંદર ના ભાગ મા હતો. પરંતુ, જીર્ણોદ્ધર દરમિયાન આ ઘંટ ને મુગલ ની મતાજી પ્રત્યે ની લાગણી દર્શાવતા ધંટ ને પ્રમુખ દ્વાર પર સ્થાન આપવા મા આવ્યુ.