જાણો માં દુર્ગા નું નામ કેવી રીતે પડ્યું માં ચામુંડા,આ નામ પાછળ જોડાયેલ છે આ રસપ્રદ ઇતિહાસ….

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું,શ્રી ચામુંડા માતાજીના નામ ની કથા.ચામુંડામાં હિન્દૂ ધર્મમાં માતાજી તરીકે પૂજાય છે.ચામુંડા ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. ચંડ અને મુંડ નામનાં રાક્ષસોને મારનાર દૈવી સ્વરૂપ એટલે ચંડી ચામુંડાનું છે. માતા ચામુંડાને ક્યારેક પાર્વતી ચંડી અને કાલીનું સ્વરૂપ પણ મનાય છે.

માતા ચામુંડાનો નિવાસ મોટાભાગે વડના વૃક્ષમાં મનાય છે. હિન્દૂ ધર્મ ઉપરાંત જૈન ધર્મમાં પણ ચામુંડા માતાનું ઘણું મહત્વ મનાયું છેત્રિશુલ અને તલવાર એ ચામુંડાનાં આયુધો છે.શ્રી ચામુંડા માતાજી એ પાર્વતી માતા નું જ એક રૂપ છે.માતા ભગવતી દુર્ગા નું નામ ચામુંડા કેવી રીતે પડ્યું એના પાછળ એક કથા પ્રચલિત છે.દુર્ગા સપ્તસતી માં માતા ના નામ ની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી તે કથા વર્ણિત છે.અને આજે અમે તમને તે કથા વિશે જણાવીશું.

હજારો વર્ષ પહેલા ધરતી પર શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે રાક્ષસોનું રાજ હતું.તે બે રાક્ષસો દ્વારા ધરતી અને સ્વર્ગ માં બહુ જ અત્યાચાર કરવામાં આવ્યો.તેથી બધા દેવતાઓ એની સાથે વામણા સાબિત થઇ રહ્યા હતા ત્યારે બધા દેવતા ગણ અને મનુષ્યો દ્વારા માતા દુર્ગા ની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેવો પોતે બધા દેવતા ગણ અને મનુષ્યો ની રક્ષા કરશે.અને ત્યારે માતા દુર્ગા કોશિકી નામ થી અવતાર લે છે.

ત્યારે કોશિકી ને શુમ્ભ અને નીશુંમ્ભ ના બે દૂતો જોઈ લે છે અને તે દૂતો એ શુમ્ભ અને નીશુંમ્ભ રાક્ષસોની પાસે જાય છે અને તેને કહે છે કે મહારાજ તમે ત્રણેય લોક ના રાજા છો.તમારી જોડે બધાજ પ્રકારના અમૂલ્ય રત્નો છે.ઇન્દ્ર ભગવાન નો ઐરાવત હાથી પણ તમારી પાસે છે.તેથી તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી પણ હોવી જોઈએ જે ત્રણેય લોક માં સર્વસુંદર હોય.આ વાત સાંભળીને શુમ્ભ અને નીશુંમ્ભ ને પોતાના એક દૂત ને કોશિકી પાસે મોકલે છે.અને તે દૂતને કહે છે કે તારે તે સુંદરી પાસે જઈને કહેવાનું કે શુમ્ભ અને નીશુંમ્ભ ત્રણેય લોક ના રાજા છે અને તે તમને પોતાની રાની બનાવવા માગે છે.

આ સાંભળીને દૂત માતા કોશિકી પાસે જાય છે અને માતા કોશિકી ને જણાવે છે.ત્યારે માતા કોશિકી કહે છે કે શુમ્ભ અને નીશુંમ્ભ બંને મહાન બળશાળી છે.પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સામે તે યુદ્ધ જીતશે એની જ સાથે હું વિવાહ કરીશ.ત્યારે તે બંને દૂત કોશિકીની આ વાત સાંભળીને પાછા જાય છે અને તે દૂત દ્વારા આ વાત શુમ્ભ અને નીશુંમ્ભ ને જણાવે છે.ત્યારે તે બંને રાક્ષસ કોશિકીનાં આ વચન ની વાત સાંભળીને ક્રોધિત થઇ જાય છે અને કહે છે કે તે નારીનું આટલું દુસ્સાહસઃ કે તે મને યુદ્ધ માટે લલકારે.

અને ત્યારે શુમ્ભ અને નીશુંમ્ભ દ્વારા ચંડ અને મૂંડ નામના બે અસુરોને મોકલે છે અને તે અસુરને કહે છે કે તેના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો. અને ત્યારે ચંડ અને મૂંડ માતા કોશિકીની પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહ્યું.ત્યારે માતા કોશિકી દ્વારા તેમની સાથે જવા માટે ના પાડે છે,ત્યારે તે બંને અસુર માતા કોશિકી પર પ્રહાર કરે છે.ત્યારે માતા કોશિકી એ પોતાનું દુર્ગા સ્વરૂપ ધારણ કરે છે અને ચંડ અને મૂંડ નામના બંને અસુરનો વધ કરે છે.અને ત્યારથી ચંડ અને મૂંડ નામના અસુરને મારવાને કારણે માતા દુર્ગા નું નામ ચામુંડા કેવાય છે..

ચામુંડામાં નું મંદિર ચોટીલામાં આવેલું છે.ચોટીલા એ રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો આ પ્રદેશ પાંચાળ તરીકે ઓળખાતો હતો. અહીં માતા ચામુંડાનું મંદિર છે. માતા ચામુંડા એ શક્તિના 64 અવતારો પૈકીનો એક અવતાર છે, જ્યારે અન્ય અવતારમાં બહુચર માતા, કાલી માતા, અંબાજી માતા વગેરેનો સમાવેશ થાય છે. ચામુંડા માતાજી ઘણા હિંદુઓના કુળદેવી છે. માતા ચામુંડાના પ્રતાપે આજે ચોટીલા સતત પ્રવાસન પ્રવૃતિઓને લીધે વિકાસ સાધીને એક નગર બની ચુક્યું છે. ચોટીલાનો સુરેન્દ્રનગર જિલ્લામાં સમાવેશ થાય છે.જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે.

ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1173 ફીટ જેટલી છે.

શ્રી ચામુંડા માતાજીનો ડુંગર હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. દેવી ભાગવત અનુસાર હજારો વષૅ પહેલા અહિં ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો બહુ જ ત્રાસ હતો. ત્‍યારે ઋષિ મુનીઓએ યગ્‍ન કરી આધ્‍યા શકિતમાંની પ્રાથૅના કરી ત્‍યારે આધ્‍યા શકિતમાંના હવન કુંડમાંથી તેજ સ્‍વરૂપે મહાશકિત પ્રગટ થયા. અને તે જ મહાશકિતએ ચંડ અને મુંડ નામના બે રાક્ષસોનો સંહાર કરેલ. ત્‍યારથી તે જ મહાશકિત નું નામ ચંડી ચામુંડા તરીકે ઓળખાયેલ. અને ચંડી ચામુંડા માતાજીએ અનેક પરચાઓ પુરેલ છે. તેવી લોક વાયકાથી આજે પણ સાક્ષાત તેના ભકતજનો તપ અને ભકિત થી માં ચંડી ચામુંડા માતાજીની પુજા કરે છે. એક લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો પણ આશ્રમ હતો.

ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે શક્તિની દેવી છે. તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે કેમ કે તેમને ચંડી-ચામુંડા પણ કહેવામાં આવે છે. ચામુંડા માતાજીની છબિમાં તેમની ઓળખ મોટી આંખો તથા લાલ અથવા લીલા રંગના વસ્ત્રો તથા ગળામાં ફૂલોના હાર વડે થઈ શકે છે. તેમનું વાહન સિંહ છે.

ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્‍યાએ નાનો ઓરડો હતો. તે સમયે ડુંગર ચડવા પગથિયાં પણ ન હતા તો પણ લોકો માતાજીના દર્શન કરવા આવતા હતાં. આશરે ૧પપ વર્ષ (વિક્રમ સંવત ૧૯૧૦ થી ૧૯૧૬) પહેલા મહંત શ્રી ગોસાઇ ગુલાબગિરી હરિગીરીબાપુ ડુંગર ઉપર ચામુંડા માતાજીની પુજા કરતાં અને મંદિરના વિકાસના કર્યો કરતાં હાલ તેમના વારસદારો વંશ પરંપરાગત રીતે ચામુંડા માતાજીની સેવા પુજા કરે છે અને મંદિરે આવતા યાત્રાળુઓને સગવડતા મળી રહે તેવા કર્યો કરે છે.

શ્રી ચામુંડા માતાજી ગોહિલવાડના ગોહીલ દરબારો, જુનાગઢ તરફના સોલંકી, ડોડીયા, પરમાર વગેરે કુળના રાજપૂતોના ચોટીલા વિસ્‍તારના ખાચર-ખુમાણ વગેરે કાઠી દરબારો, પરજીયા સોની, દરજી, પંચાલ, ઉતર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્‍છના રબારી તથા આહીર સમાજ, દીવ – સોમનાથ-વેરાવળ તરફના ખારવા સમાજ, મોરબી તરફના સતવારા સમાજ તથા અન્‍ય ઘણા બધા સમાજના કુળદેવી તરીકે પૂજાય છે.

શ્રી ચામુંડા માતાજીના ડુંગર ચડવા માટે હાલ પ૩પ પગથીયા છે. જેમાં ચડવા તથા ઉતારવા માટેની અલગ – અલગ વ્‍યવસ્‍થા છે. દર ૧૦૦ પગથીયા ચડતા પીવાના પાણીની વ્‍યવસ્‍થા છે. જેમાં કૂલીંગ સીસ્‍ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે. તદ ઉપરાંત પગથીયા ઉપર છેક સુધી રોડ (છાયડો) હોવાથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઇ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથીયા ઉપર પંખાઓ પણ લગાવેલા છે.વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે.

ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે.જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં 635 પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.

મંદિર વિષે ની રસપ્રદ માહિતી ચોટીલા ચામુંડા માતાજીના સ્‍થાને વિશેષ પરંપરા છે. અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપરથી ભાવિકો-પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે. રાત્રીના ઉપર કોઇ રોકાઇ શકતુ નથી. એક માત્ર નવરાત્રી દરમિયાન જ પૂજારી સહિત પાંચ વ્‍યકિતને ડુંગર ઉપર રાત્રી રહેવાની મંજુરી માતાજીએ આપી છે. ડુંગર પર મુખ્‍ય મંદિરમાં માતાજીના બે સ્‍વરૂપ છે. આ બે સ્‍વરૂપમાં ચંડી અને ચામુંડા બિરાજમાન છે, જેમણે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કરેલો.ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે.

મંદિરનો વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ. મહંતશ્રી ગુલાબગિરિ બાપુના વંશને છેલ્લા ૧૪૦ વર્ષથી ચામુંડા માતાજીની પૂજા-અર્ચના કરે છે.ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઇવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે. ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.