૯૯% લોકો નહિ જાણતા હોય ચામુંડા માતાજીના પવિત્ર યાત્રાધામ ચોટીલા મંદિર પાછળની આ વાતો જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલું ચોટીલા ધામ, જ્યાં ચોટીલા ડુંગર પર વિરાજમાન છે મા ચંડી ચામુંડા. માતા ચામુંડા 64 જોગણીઓના અવતારમાના એક છે. જ્યાં રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અહીં દર્શને આવનાર દરેક શ્રદ્ધાળુઓની માતા ચામુંડા કરે છે મનોકામના પૂર્ણ. આ મંદિર ડુંગર પર આવેલું છે, જ્યા સુધી જવા માટે 1000 પગથિયાં ચડીને જવું પડે છે.

Advertisement

ચામુંડા માતાજીના ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં મહંત ગોસાઇ પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું’ તેમ પૂછીને આ સાધુપુરુષ અદ્રશ્ય થઇ ગયા હતા. ચોટીલા સૌરાષ્ટ્રનું મુખ્ય પ્રવેશદ્વાર ગણાય છે. પાંચાળ પ્રદેશના રાજવીની પુત્રી પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર મનાતા ‘પાંચાળ’ વિસ્તારનો મુખ્ય પ્રદેશ ચોટીલા છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલ તે વિખ્યાત કવિ ઝવેરચંદ મેઘાણીનો જન્મ પણ ચોટીલામાં જ થયો હતો, તેવી જ રીતે લાખો ભાવિકો માટે શ્રદ્ધાના પ્રતીક સમાન ચોટીલાના ડુંગર પર માતા ચામુંડા હાજરાહજૂર બિરાજમાન છે. પાંચાળ વિસ્તારના ચોટીલા પંથકની ભૂમિનો સોનેરી અને ભવ્ય ઇતિહાસ પંથકની પ્રજાના વાણી વિચાર, મહેમાનગતિ, નીતિરીતિ, દિલેરી, બહાદુરી, સંત, સતી અને શૂરા તથા ભક્તોની ભવ્ય રૂડી ગાથા સાથે આ ભૂમિના કાંકરે કાંકરે કંડારાયેલો છે.

આવા આ રૂડા પાંચાળ પંથકના ચોટીલામાં પ્રજાના છત્ર સમાન ચોટીલાના ડુંગર પર ચામુંડા માતાજીના સ્થાનકે દેશ-વિદેશથી લાખો માઇભક્તો પૂર્ણ શ્રદ્ધા સાથે માડી સમક્ષ શિશ ઝુકાવવા આવે છે. ડુંગર પર ચામુંડા માતાજીની સેવા-પૂજા ૧૪૦ વર્ષથી ગોસાઇના પરિવારના સભ્યો કરી રહ્યા છે.શ્રી ચામુંડા માતાજીના નામ ની કથા.શ્રી ચામુંડા માતાજી એ પાર્વતી માતા નું જ એક રૂપ છે.માતા ભગવતી દુર્ગા નું નામ ચામુંડા કેવી રીતે પડ્યું એના પાછળ એક કથા પ્રચલિત છે.દુર્ગા સપ્તસતી માં માતા ના નામ ની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી તે કથા વર્ણિત છે.અને આજે અમે તમને તે કથા વિશે જણાવીશું.

હજારો વર્ષ પહેલા ધરતી પર શુમ્ભ અને નીશુંમ્ભ નામના બે રાક્ષસોનું રાજ હતું.તે બે રાક્ષસો દ્વારા ધરતી અને સ્વર્ગ માં બહુ જ અત્યાચાર કરવામાં આવ્યો.તેથી બધા દેવતાઓ એની સાથે વામણા સાબિત થઇ રહ્યા હતા ત્યારે બધા દેવતા ગણ અને મનુષ્યો દ્વારા માતા દુર્ગા ની આરાધના કરી ત્યારે દેવી દુર્ગા પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું કે તેવો પોતે બધા દેવતા ગણ અને મનુષ્યો ની રક્ષા કરશે.અને ત્યારે માતા દુર્ગા કોશિકી નામ થી અવતાર લે છે.

ત્યારે કોશિકી ને શુમ્ભ અને નીશુંમ્ભ ના બે દૂતો જોઈ લે છે અને તે દૂતો એ શુમ્ભ અને નીશુંમ્ભ રાક્ષસોની પાસે જાય છે અને તેને કહે છે કે મહારાજ તમે ત્રણેય લોક ના રાજા છો.તમારી જોડે બધાજ પ્રકારના અમૂલ્ય રત્નો છે.ઇન્દ્ર ભગવાન નો ઐરાવત હાથી પણ તમારી પાસે છે.તેથી તમારી પાસે એવી દિવ્ય અને આકર્ષિત નારી પણ હોવી જોઈએ જે ત્રણેય લોક માં સર્વસુંદર હોય.આ વાત સાંભળીને શુમ્ભ અને નીશુંમ્ભ ને પોતાના એક દૂત ને કોશિકી પાસે મોકલે છે.અને તે દૂતને કહે છે કે તારે તે સુંદરી પાસે જઈને કહેવાનું કે શુમ્ભ અને નીશુંમ્ભ ત્રણેય લોક ના રાજા છે અને તે તમને પોતાની રાની બનાવવા માગે છે.આ સાંભળીને દૂત માતા કોશિકી પાસે જાય છે અને માતા કોશિકી ને જણાવે છે.

ત્યારે માતા કોશિકી કહે છે કે શુમ્ભ અને નીશુંમ્ભ બંને મહાન બળશાળી છે.પરંતુ મેં એક પ્રણ લીધું છે કે જે વ્યક્તિ મારી સાથે યુદ્ધ કરશે અને મારી સામે તે યુદ્ધ જીતશે એની જ સાથે હું વિવાહ કરીશ.ત્યારે તે બંને દૂત કોશિકીની આ વાત સાંભળીને પાછા જાય છે અને તે દૂત દ્વારા આ વાત શુમ્ભ અને નીશુંમ્ભ ને જણાવે છે.ત્યારે તે બંને રાક્ષસ કોશિકીનાં આ વચન ની વાત સાંભળીને ક્રોધિત થઇ જાય છે અને કહે છે કે તે નારીનું આટલું દુસ્સાહસઃ કે તે મને યુદ્ધ માટે લલકારે.

અને ત્યારે શુમ્ભ અને નીશુંમ્ભ દ્વારા ચંડ અને મૂંડ નામના બે અસુરોને મોકલે છે અને તે અસુરને કહે છે કે તેના માથાના વાળ પકડીને મારી સમક્ષ હાજર કરો. અને ત્યારે ચંડ અને મૂંડ માતા કોશિકીની પાસે જાય છે અને તેમને પોતાની સાથે ચાલવાનું કહ્યું.ત્યારે માતા કોશિકી દ્વારા તેમની સાથે જવા માટે ના પાડે છે,ત્યારે તે બંને અસુર માતા કોશિકી પર પ્રહાર કરે છે.ત્યારે માતા કોશિકી એ પોતાનું દુર્ગા સ્વરૂપ ધારણ કરે છે અને ચંડ અને મૂંડ નામના બંને અસુરનો વધ કરે છે.

અને ત્યારથી ચંડ અને મૂંડ નામના અસુરને મારવાને કારણે માતા દુર્ગા નું નામ ચામુંડા કેવાય છે.વર્ષની ત્રણ મુખ્ય નવરાત્રિ મહા, ચૈત્ર તથા આસો માસમાં માતાજીના ડુંગર પર અને સમગ્ર તળેટી તથા હાઇવે પર જાણે કે ધાર્મિક મિની કુંભમેળો ભરાયો હોય તેવાં રૂડાં ધાર્મિકસભર દ્રશ્યો જોવાં મળે છે. ખાસ કરીને આસો માસની નવરાત્રિથી છેક દિવાળી સુધી મોટી ઉંમરના વયોવૃદ્ધો પણ હૃદયમાં માતા પ્રત્યેની અપાર શ્રદ્ધા સાથે સડસડાટ ડુંગર ચઢી જાય છે.

જ્યારે અસંખ્ય માઇભક્તો આળોટતાં આળોટતાં કે દંડવત્ પ્રમાણ કરતાં ડુંગરનાં ૬૨૫ પગથિયાં સડસડાટ ચઢી જાય તે દ્રશ્ય જોઇને ભલભલા નાસ્તિક માનવીનું મસ્તિષ્ક પણ ઝૂકી જાય છે. ડુંગર તળેટીમાં પગથિયાં પાસે ચામુંડા ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં દરરોજ બપોરે માઇભક્તોને લાપસી-દાળભાત-શાકનો પ્રસાદ પ્રેમપૂર્વક જમાડવામાં આવે છે.

ચામુંડા માતાજીના ડુંગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો હોવાનો ઉલ્લેખ થાનપુરાણ નામના પુસ્તકમાં જોવા મળે છે. વર્ષો પહેલાં ડુંગર ઉપર ચામુંડા માતાજીની રાતદિન ભક્તિ-પૂજા કરતાં મહંત ગોસાઇ પરિવારના વડવા સ્વ.ધનબાઇ માતા એક વખત વહેલી પરોઢે ડુંગર ઉપર ચામુંડા માતાજીની ભક્તિમાં લીન હતાં ત્યારે અચાનક જ એક ઋષિમુનિ જેવા દેખાતા સાધુપુરુષે ધનબાઇ માતાને ‘અહીં એક મોટો કુંડ હતો તેનું શું થયું’ તેમ પૂછીને આ સાધુપુરુષ અદ્રશ્ય થઇ ગયા હતા.

જ્યારે લોકવાયકા પ્રમાણે ડુંગર પર ભૃગુઋષિનો આશ્રમ હતો. તેવી જ રીતે ચોટીલાના પવિત્ર પુરુષ મનાતા કાઠી દરબાર સ્વ.સોમલાબાપુ ખાચર પણ ચામુંડા માતાજીના અનન્ય ભક્ત હતા. સોમલાબાપુ ખાચર ઘોડા પર બેસીને બહારગામ જાય ત્યારે તેમની સાથે રાખેલા ભાલા પર માતા ચામુંડા ચકલીનું સ્વરૂપ ધારણ કરીને તેમની રક્ષા કરવા બેસતાં હતાં.ચામુંડા માતાની ડુંગર તળેટીમાં તથા હાઇવે પર દુકાનોમાં ધાર્મિક કેસેટો-પ્રસાદ-ચૂંદડી-માતાજીના છત્ર-માનતા માટેનાં પારણાં- સ્ત્રી શણગાર- રમકડાં સહિત સેંકડો વસ્તુઓ વેચાય છે.ચોટીલા ડુંગરની તળેટીમાં ધર્મશાળામાં રોજ દર્શનાર્થીઓની સંખ્યા વધતી જ જાય છે.

ચામુંડા માતાજીનું પ્રખ્યાત મંદીર ચોટીલાના ડુંગર પર આવેલું છે, જ્યાં પહોંચવા માટે નીચેથી ઉપર સુધી પગથીયાં પણ બનાવવામાં આવેલાં છે. આ ડુંગરની ઉંચાઇ 1,173 ફુટ જેટલી છે. શ્રદ્ધાળુ લોકો માતાજીનાં દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં આવતા હોય છે. ચોટીલા મંદીર ટ્રસ્ટ દ્વારા ચાલતા અન્નક્ષેત્રમાં જમવાની તથા રહેવાની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ ધાર્મિક સ્થળ ગુજરાતનાં મુખ્ય યાત્રાધામો પૈકીનું એક પૌરાણીક અને અગત્યનું યાત્રાધામ છે.

આજે પણ ચંડી ચામુંડા માતાજીનાં અનેક પરચાઓ હાજરા હજુર છે.ઉપરાંત ચોસઠ જોગણીઓ કે એક્યાસી તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ ગણાય છે. કેટલાયને દીકરા આપ્યાનાં પણ પુરાવા છે. એવું કહેવાય છે કે આ દેવી તાંત્રિકની દેવી છે. જો કોઈએ તમારા પર મેલી વસ્તુનો પ્રયોગ કરી તમને હેરાન કરતું હોય તો આ દેવીનાં માત્ર સ્મરણ માત્રથી તમારી રક્ષા કરવા આવી પહોંચે છે. એની પણ એક માન્યતા છે કે, જો કોઈપણ સ્ત્રીના વાળ વિના કારણે ખરી રહ્યા છે તો આ માતાજીને બજારમા મળતો ખોટો ચોટલો ચડાવવાની માત્ર સ્મરણ કરી માનતા માનશો તો વાળ લાંબાને ઘટાદાર બની જાય છે.

યાત્રાળુઓથી ધમધમે છે આ સ્થળ: એવો એકેય દિવસ નહી હોય કે અહીં કોઈ યાત્રાળુ ન આવ્યું હોય, ગામોગામથી બસો ભરી ભરીને લોકો આ દેવી પાસે પોતાના મનની મનોકામના પૂરી કરવા માટે આવે છે. કોઈ હાથમાં દીવા લઈને એક એક પગથિયું ચડતા હશે, તો કોઈ ચાર પગે માતાના દરબાર સુધી પહોચે છે. તો કોઈ એક એક પગથિયે સવસ્તિક કરતાં નજરે ચડશે. આ માતાનું મહત્વ જેટલું કહીએ તેટલું ઓછું પડે. એટલા પરચા પૂરા કર્યા છે ચંડી ચામુંડાએ તેના ભક્તોના.

ચામુંડા માતાજીનું વાહન સિંહ છે. આજે પણ ત્યાં રોજ રાત્રે સિંહ સાક્ષાત આવે છે. માતાની સેવામાં એટ્લે સાંજે સાત વાગ્યા પછી આ મંદિરમાં કોઈ રહેતું નથી. ખુદ પૂજારી પણ રોજ ડુંગર ઉતરી નીચે આવી જાય છે. માતાની મુર્તિ સિવાય રાત્રે ડુંગર પર કોઈ ત્યાં રહી નથી શકતું. માતાની રક્ષા કરવા માટે સાક્ષાત કાલભૈરવ મંદિર બહાર ચોકી કરે છે. એવું પણ એક લોકવાયકા મુજબ સાંભળવા મળ્યું છે.

આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન તો લાખો શ્રદ્ધાળુઓ અહીં ઉમટી પડે છે. નવરાત્રીના દિવસોમાં ચામુડાં માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે.ચામુંડા માતાજીને રણ-ચંડી (યુદ્ધની દેવી) તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે તેમની છબિમાં તેમની જોડિયા પ્રતિકૃતિ દેખાય છે. જે બે બહેનો છે. એક ચંડી ને બીજી મંડી. એટ્લે આ માતાનું નામ ચંડી ચામુંડા પડ્યું છે. એવી પણ એક લોકવાયકા છે.

Advertisement