નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઇસબગુલનો ઉપયોગ પાચનતંત્રને સંબંધીત રોગોની સમસ્યાઓ માટે દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હાલના સમયમાં ઈસબગુલનું મહત્વ વધી ગયું છે. ઈસબગુલનો છોડ લગભગ 3 ફૂટ ઉંચો હોય છે. આ છોડના બીજમાં સફેદ રંગની ભૂસી હોય છે. ઇસબગુલનો ઉપયોગ કરવાથી સાંધાનો દુઃખાવો, શરીરમાં પાણીની કમી, કબજિયાત, મળમાં લોહી પડવું, મોટાપા અને ડાયાબિટીઝમાં રાહત રહે છે.
ઈસબગુલ આંતરડાના બેક્ટેરિયાનો નાશ કરવામાં પણ કારગર છે.ઇસબગુલ પાચન તંત્રને મજબૂત બનાવે છે. ઈસબગુલ ખાવાથી હાર્ટ સંબંધી બીમારીઓ થતી નથી.ઈસબગુલને દહીં સાથે ખાવાથી પેટ સંબંધી સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે. કબજિયાતમાં ત્રણ ચમચી ઈસબગુલ ગરમ પાણી કે દૂધ સાથે રાત્રે સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.
કબજિયાતને કારણે માથાનો દુખાવો અને આળસ આવવી સામાન્ય વાત છે. કબજિયાતની સમસ્યા દૂર કરવા માટે હરડે ૨ ચમચી, ૩ ચમચી બેલના ગુદા ઈસબગુલ ૨ ચમચી, મીક્ષ કરીને પાવડર ત્યાર કરો લો. સવાર અને સાંજ તેમાંથી એક એક ચમચી ગરમ દૂધ સાથે લેવાથી ખૂબ ફાયદો થાય છે.કબજિયાતને દૂર કરવામાં ખૂબ જ અસરદાર છે.
રોજ રાતે સૂતા પહેલા બે ચમચી ઈસબગુલને હૂંફાળા પાણી સેવન કરવાથી રોજ સવારે તમારું પેટ એકદમ સાફ થઈ જશે કબજિયાતથી રાહત મળે છે. ઇસબગુલ એ ચિકણું હોય છે. આ કોઈપણ અન્ય પોષક તત્વને શોષતો નથી. ઇસબગુલ ને પણ પાણીમાં ફુલાવીને ખાવાથી આંતરડા સાફ કરે છે અને રાહત મળે છે. એસિડિટી થતા ઈસબગુલને ઠંડા પાણી સાથે ભોજન પછી લો આ પેટમાં એસિડના પ્રભાવને ઓછુ કરે છે. એસિડિટીથી રાહત અપાવે છે.
વજન ને નિયંત્રિત રાખવા માટે રાતે સૂતા પહેલા થોડા ઈસબગુલનું સેવન કરવાથી અચૂક પરિણામ મળે છે. ઈસબગુલના સેવન કરવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે. લીંબૂના રસ માં ઈસબગુલને પાણી સાથે મિક્સ કરી સવારે ખાલી પેટ આનુ સેવન કરવાથી પાછાં શક્તિમાં માં મદદરૂપ થાય છે.
ઈસબગુલ આ ટૉક્સિન્સનો બેકટરિયા નો પણ ખાત્મો કરે છે. ૪ થી ૫ ચમચી ઈસબગુલ ને દિવસમાં એક થી બે વાર પાણી સાથે લેવુ જોઈએ.હાર્ટ સુરક્ષિત રાખવા માટે આનુ સેવન આ રીતે કરો. દિવસમાં બે વાર ભોજન પછી તરત જ ઈસબગુલ લો. આ ગ્લુકોઝના સેવનને ઓછુ કરવા સાથે જ ડાયાબીટીશનું નિયત્રંણ કરે છે.ઈસબગુલમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. અને હ્રદય સંબંધિત બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે.સામાન્ય રીતે ઔષધી તરીકે ઈસબગુલના બીજ અને તેના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો સ્વાદ તીખો અને કડવો તેમજ એની પ્રકૃતિ ઠંડી હોય છે.
ઈસબગુલને પાણીમાં મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવીને તેમાં બદામનું તેલ ભેળવીને પીવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી કબજીયાત દુર થઈને પેટનો દુ:ખાવો પણ દુર થઈ જાય છે. ઉપરાંત ગરમીના દિવસોમાં સવાર-સાંજ ૩-૩ ચમચી ઈસબગુલનો પાવડર અને સાકર પાણીમાં મિક્સ કરી થોડા દિવસ સુધી એનું સેવન કરવાથી પણ કબજિયાત દુર થઈ જાય છે.
૬ ગ્રામ ઈસબગુલને ૨૫૦ મીલીગ્રામ હુફાળા પાણી સાથે સુતા પહેલા પી લો. એટલા માટે ધ્યાન રાખો કે ઈસબગુલનું પ્રમાણ ઓછા માં ઓછું જ લો. અને ઈસબગુલના ઉપયોગથી આંતરડાની કાર્યક્ષમતા વધી જાય છે, જેથી મળ સારી રીતે બહાર નીકળી આવે છે અને કબજિયાત દુર થઈ જાય છે.
ઈસબગુલ લીધા પછી બે ત્રણ વખત પાણી પીવું જોઈએ. તેથી ઈસબગુલ સારી રીતે ફૂલી જાય છે.આંતરડાના સોજાની સમસ્યા છે, તો તમે ૧૦૦-૧૦૦ ગ્રામ બેલનો ગુદો અને ઈસબગુલનો પાઉડર, વરીયાળી, અને નાની ઈલાયચીને એક સાથે વાટીને પાઉડર બનાવી લો. હવે તેમાં ૩૦૦ ગ્રામ દેશી ખાંડ કે બુરું ભેળવીને કાચની બોટલમાં ભરીને રાખી દો આંતરડાની સમસ્યા થી રાહત મળે છે.
ઇસબગુલ એક પ્રકારનું ફાઇબર છે, જે પ્લેટેગો ઓવેટા ઔષધિના બીજમાંથી બનાવવામાં આવે છે. ઇસબગુલના ફાયદા દસ્ત, કબજિયાત, બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. ઇસબગુલને સામાન્ય રીતે ભૂંસીના સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે. ઇસબગુલને કેપ્સુલ અને પાવડર સ્વરૂપમાં પણ ઉપયોગમાં લેવાય છે.
પેટની બળતરા દૂર થાય છે.તળેલું અને મસાલેદાર ખાવાનું ખાવાથી ઘણીવાર પેટમાં બળતરાની ફરિયાદ રહે છે. પેટમાં બળતરા થવા પર ઇસબગુલનું સેવન કરી લેવું. ઇસબગુલ ખાવાથી પેટની બળતરા એકદમ ખતમ થઈ જશે અને પેટમાં શાંતિ મળશે. ખરેખરમાં ઇસબગુલની તાસીર ઠંડી હોય છે જેના કારણે ઇસબગુલ ખાવાથી બળતરા છુમંતર થઈ જાય છે.
બવાસીરથી રાહત મળે છે.બવાસીરનો રોગ થવા પર ઇસબગુલનું રોજ સેવન કરવું જોઈએ. તેમજ રોજ ઇસબગુલ ખાવાથી બવાસીરની સમસ્યા ખતમ થઈ જાય છે. બવાસીરના દર્દીએ ઇસબગુલને પાણીમાં પલાળીને ખાવું જોઈએ. એક અઠવાડિયામાં જ અસર જોવા મળશે અને બવાસીર સારો થઈ જશે.
સાંધાના દુખાવા ગાયબ થઈ જશે.સાંધાના દુખાવાને દૂર કરવા માટે પણ ઇસબગુલ ખૂબ મદદરૂપ સાબિત થાય છે. તેમજ ઇસબગુલ ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. એટલું જ નહીં પણ જે લોકોને દાંતના દુખાવાની ફરિયાદ રહે છે તે લોકો પણ ઇસબગુલનું સેવન કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. એટલે જ જે લોકોને દાંત કે સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તેમણે ઇસબગુલનું સેવન શરૂ કરી દેવું જોઈએ.
કફ દૂર થાય છે.કફ થવા પર છાતી ભારે લાગે છે અને શિયાળાની ઋતુમાં આ તકલીફ ખૂબ વધી જાય છે. કફ થવા પર આપે ઇસબગુલનો ઉકાળો બનાવીને પી લેવો. ઇસબગુલનો ઉકાળો પીવાથી કફ એકદમ ખતમ થઈ જશે અને સરળતાથી નીકળી જશે. ઇસબગુલનો ઉકાળો બનાવવા માટે બે ગ્લાસ પાણી ગરમ કરવા માટે મૂકી દેવું અને તે પાણીમાં ઇસબગુલ નાખી દેવું. પાણી ગરમ થઇ ગયા પછી તે પાણીને ગાળી લેવું. હવે ઇસબગુલના ઉકાળાને પી લેવો. ઇસબગુલનો ઉકાળો દિવસમાં બે વાર પીવો.
કબજિયાત દૂર થશે.કબજિયાતની તકલીફમાં ઇસબગુલ જરૂરથી ખાવું જોઈએ. ઇસબગુલ ખાવાથી કબજિયાતની તકલીફમાં રાહત મળે છે અને પેટ સરળતાથી સાફ થઈ જાય છે. ઇસબગુલને પાંચથી છ કલાક પાણીમાં રાખવું ઇસબગુલને સારી રીતે ફુલવા દેવું. ત્યારપછી ઇસબગુલને પાણીમાંથી કાઢી લેવું. તેમજ આ ઇસબગુલને રાતે સુતા પહેલા હુંફાળા દૂધ સાથે તેનું સેવન કરવું.
દસ્ત.દસ્ત થવા પર ઇસબગુલ ખાય લેવું જોઈએ. ઇસબગુલ ખાવાથી પેટ સારું થઈ જશે અને શરીરને તાકત મળે છે. ખરેખર ઇસબગુલમાં મળી આવતા તત્વો દસ્તને તરત જ મટાડી દે છે. દસ્ત થાય ત્યારે ઇસબગુલને દહીં સાથે ભેળવીને ખાવાથી ખૂબ સારું રહે છે. એટલે જ આપે દહીં અને ઇસબગુલ ભેળવીને દિવસમાં બે વાર ખાવું જોઈએ. આમ કરવાથી દસ્તમાં રાહત મળશે અને દસ્તના કારણે જે નબળાઈ આવી હશે તે પણ દૂર થઈ જશે.
વધુ ભૂખ લગાડવા.જે લોકોને ભૂખ ઓછી લાગતી હોય અને વજન વધારવા ઇચ્છતા હોય તો તેવા લોકોએ ઇસબગુલનું સેવન દૂધ સાથે કરવું. ઇસબગુલ અને દૂધ એકસાથે ખાવાથી ભૂખ વધે છે અને ઓછી ભૂખ લાગવાની સમસ્યા દૂર થઈ જાય છે. આ સિવાય ઇસબગુલ અને દૂધ સાથે ખાવાથી વજન પણ વધી જાય છે.
સૂકી ખાંસી દૂર થાય છે.ઇસબગુલનું સેવન કરવાથી સૂકી ખાંસી દૂર થઈ જાય છે. જ્યારે સૂકી ખાંસી થાય ત્યારે ઇસબગુલને ખાંડ સાથે ભેળવીને ખાવું જોઈએ. દિવસમાં બે વાર આ મિશ્રણ ખાવાથી સૂકી ખાંસી તરત જ મટી જાય છે. તેમજ સૂકી ખાંસીથી છુટકારો મળી જાય છે.
માથાનો દુખાવો દૂર થાય છે.જ્યારે આપને માથામાં દુખાવો થાય ત્યારે માથા પર ઇસબગુલનો લેપ લગાવી દેવો. ઇસબગુલનો લેપ માથાના દુખાવાને તરત જ દૂર કરી દે છે. ઇસબગુલનો લેપ બનાવવા માટે પહેલા નિલગીરીના પાનને સારી રીતે પીસી લેવા ત્યાર પછી તેમાં ઇસબગુલ ભેળવી દેવું. ત્યારપછી આ લેપને ૧૫ મિનિટ માથા પર લગાવી રાખવો.
કાનનો દુખાવો દૂર થાય છે.જો કાનમાં દુખાવો થતો હોય તો ઇસબગુલને પાણીમાં પલાળવું. ત્યારબાદ પાણીમાંથી ઇસબગુલ કાઢીને તે પાણી ડુંગળીનો રસ ભેળવી દેવો. ત્યાર પછી આ રસને કાનમાં નાખવો. આમ કરવાથી કાનનો દુખાવો મટી જશે.એસીડીટી.એસીડીટી થાય ત્યારે જમીને તરત જ ઇસબગુલને ઠંડા પાણી સાથે પીવું. ઇસબગુલને પાણી સાથે ખાવાથી એસીડીટી તરત મટી જાય છે. તેમજ પેટને આરામ મળે છે.
વજન ઓછું કરવા.વજન ઓછું કરવા માટે ઇસબગુલને રોજ સવારે સેવન કરવું જોઈએ. રોજ ઇસબગુલને ખાલી પેટ ખાવાથી વજન નિયંત્રણમાં રહે છે. આપ ઇસબગુલને રોજ પાણીમાં નાખીને તેમાં લીંબુનો રસ નાખવો. આ મિશ્રણને ખાલી પેટ ખાય લેવું. આ મિશ્રણ ખાલી પેટ ખાવાથી વજન ઓછું થઈ જશે અને જમવાનું પણ સારી રીતે પચી જાય છે.દિલની બીમારીને રોકે છે.ઇસબગુલને ફાયદા દિલ સાથે પણ જોડાયેલા છે. ઇસબગુલ ખાવાથી દિલની બીમારી થવાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. ઉપરાંત ઇસબગુલ કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં પણ મદદ કરે છે.
ટોક્સિન પદાર્થને બહાર ફેંકે છે.પેટની અંદર જમા થયેલ ટોક્સિન પદાર્થોના કારણે પેટમાં દુખાવાની તકલીફ રહે છે. જ્યારે લોકો બહાર જમે છે ત્યારે તેઓના પેટમાં ટોક્સિન અને તૈલીય પદાર્થ જમા થઈ જાય છે અને આ ટોક્સિનને બહાર કાઢવાનું કાર્ય ઇસબગુલ દ્વારા કરવામાં આવે છે. એટલે જ આપે ભોજન પછી એક ચમચી ઇસબગુલનું સેવન કરવું જોઈએ. જેથી કરીને પેટમાં ટોક્સિન અને તૈલીય પદાર્થ જમા ના થાય અને બહાર નીકળી જાય.
ગોલ બ્લેડરમાં પથરી ના બને.ઇસબગુલના ફાયદા ઘણા બધા છે. તેમજ ઇસબગુલનું રોજ સેવન કરવાથી ગોલ બ્લેડરમાં પથરી બની શકતી નથી. એટલે જે લોકોને ગોલ બ્લેડરમાં પથરીની સમસ્યા હોય તેવા લોકોએ રોજ ઇસબગુલનું સેવન કરવું જોઈએ. ઉપરાંત રોજ ઇસબગુલ ખાવાથી પથરીની તકલીફ દૂર થઈ જાય છે.
ક્યાંથી ખરીદવું.ઇસબગુલ સરળતાથી દુકાનોમાં મળી રહે છે. ઉપરાંત તે ઓનલાઈન પણ ખરીદી શકાય છે. જો કે આપે ફક્ત ઇસબગુલનો પાવડર જ ખરીદવો. કેમકે ઇસબગુલની કેપ્સુલ પણ ઉપલબ્ધ છે જે સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવતી નથી. શક્ય હોય ત્યાં સુધી ઇસબગુલને પ્રાકૃતિક સ્વરૂપે જ ખરીદવું. કેમકે ફ્લેવર વાળું ઇસબગુલ પણ આવે છે અને ફ્લેવરવાળું ઇસબગુલ એટલું સારું માનવામાં આવતું નથી.