કહેવાય છે કે માસી માં નું બીજું રૂપ હોય છે પરંતુ આ કિસ્સા માં માસી હેવાન બની ભણીયા ના ના કરવાના હાલ કર્યા આવો જાણીએ.આપણે ત્યાં એક કહેવત પ્રચલિત છે કે પ્રેમ હંમેશાં એ માટે આંધળો હોય છે. પ્રેમ ક્યારેક સામેના પાત્રને જોતો નથી કે તે પાત્ર છે તે ગરીબ છે મોટું છે કે નાનું છે પ્રેમ તો માત્ર એક અભિવ્યક્તિ છે. જે કોઈપણ વ્યક્તિને થઈ જતી હોય છે અને આવો જ એક કિસ્સો બનેલો છે ફિરોઝાબાદ ની અંદર રહેતા એક મહિલા સાથે. ઉત્તર પ્રદેશની અંદર રહેતી આ મહિલાને પોતાના સગા ભાઈઓ સાથે જ પ્રેમ થઈ ગયો કે જે સમગ્ર દેશ માટે એક ચોંકાવનારી ઘટના બની ગઇ.
ઉત્તર પ્રદેશ ની અંદર રહેતી આ મહિલાને સમય જતા ની સાથે સાથે પોતાના ભાણેજ સાથે કંઈક એવો પ્રેમ થઈ ગયો કે તે માસીએ પોતાના ભાણેજ સાથે જ લગ્ન કરવાની જીદ કરી લીધી. અને આમ કરવા માટે તેણે પોતાના પરિવારને પણ કહ્યું એટલું જ નહીં પરંતુ તેણે તેની સાથે લગ્ન કરવા માટે પોલીસ સ્ટેશન સુધી જવાની પણ ખચકાટ ન કર્યો.હકીકતમાં આ સ્ત્રી પોતાની મોટી બહેન સાથે રહેતી હતી અને ત્યાં તેનો ભાણેજ તેના દાદી અને અન્ય લોકો પણ રહેતા હતા.
લાંબા સમયથી એકબીજાની સાથે રહેવાના કારણે માસી ભાણેજ માં પ્રેમ થઇ ગયો. અને માસી જાણે પોતાના ભાણેજ ના પ્રેમ ની અંદર પાગલ થઈ ગઈ. જેથી કરીને તેને પોતાના ભાણેજ વગર અને ભાણેજને પોતાની માસી વગર એક સેકન્ડ પણ ચાલતું ન હતું. તે હંમેશાં એ માટે એકબીજાની સાથે જ રહેતા હતા અને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા.પરંતુ જ્યારે છોકરો ઉંમરલાયક થયો ત્યારે તેની માતાએ તેના લગ્ન બીજી કોઈ છોકરી સાથે નક્કી કરી દીધા.
આ વાતથી તેના માસીને ખૂબ નારાજગી ઉત્પન્ન થઈ અને તેણે પોતાના ભાણેજ સાથે જ લગ્ન કરવા માટે પોતાના પરિવારજનોને વાત કરી. ઘરમાં વાત કરવાની સાથે જ લોકો તેના ઉપર તૂટી પડ્યા અને તેને આમ ન કરવા માટે સમજાવી. તથા તેને બનાવવામાં પણ આવી પરંતુ તે સ્ત્રી એકની બે ન થયા અને તેણે પોતાના ભાણેજ સાથે જ લગ્ન કરવા હતા.વાત ત્યાં અટકીને ન રહી ગઈ અને માસી પોતાના ભાણેજ સાથે લગ્ન કરવા માટે પોલીસ સ્ટેશન સુધી જતી રહી.
ત્યાં તેણે ફરિયાદ કરી જેથી કરીને સમગ્ર શહેરની અંદર આ ચર્ચાનો વિષય બની ગયો. અને તે પરિવારની ઈજ્જત પોલીસ સ્ટેશનમાં જ નહીં પરંતુ સમગ્ર શહેરની અંદર ઉછળી. ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે સગા-સંબંધીઓ વચ્ચે અમુક ખાસ પ્રકારના પ્રેમ સંબંધો વિકસી જતા હોય છે. જે આગળ જતા પોતાના પરિવાર માટે તથા તેની આબરૂ માટે નુકસાનકારક સાબિત થતાં હોય છે.
આથી જ શક્ય હોય ત્યાં સુધી આ રીતના સંબંધોથી દૂર રહેવું જોઈએ.ઘણી વખત આવા પ્રેમ સંબંધોને જો યોગ્ય ઉપયોગ ન મળે તો તે આત્મહત્યા સુધી પણ પહોંચી જતા હોય છે. તેથી આ વાતને ખાસ યાદ રાખવી જોઈએ કે આ પ્રકારની કોઇપણ પ્રવૃત્તિ કરતા પહેલા તેના પરિણામ વિશે 100 વખત વિચારવું જોઈએ.આ ઘટના ઉત્તર પ્રદેશ ના ફિરોઝાબાદ જીલ્લાના શીકોહાબાદમાં ફેબ્રુઆરી ૨૦૧૯માં બનેલી છે.અગાવ પણ આવોજ કિસ્સો બન્યો હતો.અમદાવાદનાં આનંદનગર વિસ્તારમાં રહેતી મૂળ પોરબંદરની 28 વર્ષીય યુવતી જે ઘરકામ કરે છે તેણીએ પોતાના ભાણિયા વિરુદ્ધ લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા અંગેની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટશને નોંધાવી છે. આ ફરિયાદ મુજબ ભાણિયાએ લગ્નનો પ્રસ્તાવ મૂકીને પરિવારના સભ્યોને સમજાવવાની ખાતરી આપી માસી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન કરવાનું નક્કી કરી માસી સાથે સંબંધો કાપી નાંખ્યા હતા.
આનંદનગર પોલીસ સ્ટેશનમાં મૂળ પોરબંદરની અને હાલમાં શહેરમાં રહેતી રેખા (નામ બદલ્યું છે)એ તેના ભાણિયા વિનોદ (નામ બદલ્યું છે), વિનોદની માતા, બહેન અને ફિયાન્સ વિરુદ્ધ ફરિયાદ કરી છે.ફરિયાદ મુજબ રેખા વર્ષ 2009માં એમબીએ કરવા માટે પોરબંદરથી અમદાવાદ આવી હતી. તે સમયે રેખાની તેના મામાની દીકરીના બોપલ સ્થિત ઘરે અવરજવર રહેતી હતી. તે દરમિયાન સપના સમક્ષ તેની પિતરાઈ બહેનના પુત્ર વિનોદએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો.જો કે, રેખાએ આપણે એક જ્ઞાતિના હોવાથી આ સંબંધ પરિવાર મંજૂર નહી રાખે.
તે સમયે વિનોદએ પરિવારને હું સમજાવીશ તેમ કહી રેખા સાથે અવારનવાર શારિરીક સંબંધો બાંધ્યા હતા. બાદમાં રેખાને જાણ થઈ કે વિનોદના લગ્ન માટે અન્ય યુવતી સાથે વાત ચાલી રહી છે. રેખાએ આ બાબતે વિનોદ સાથે વાત કરતાં તેણે રેખા સાથે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. અને જણાવ્યું હતું કે મારી ફીયાન્સી કેનેડા અભ્યાસ માટે ગઇ છે તે આવતાની સાથે જ અમો લગ્ન કરી લઇશું. અને આ વિશે તું કોઇને જાણ કરીશ તો તારા અશ્લીલ ફોટા વાયરલ કરી દઇશ અને તને જોઇ લઇશ તેવી ધમકી પણ આપી હતી.