જો તમે પણ ખોલવા માંગો છો તમારી કિસ્મતના તાળા તો આજેજ આ વસ્તુઓ તમારા ઘરમાં કરી દો સ્થાપિત

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મ પર ચાલતો દેશ છે. આપણા દેશમા બનતી રોજબરોજની ઘટનાઓ ક્યાંક ને ક્યાંક આપણા શાસ્ત્રો સાથે સંકળાયેલ હોય છે પરંતુ, આપણને તેના વિશે ખ્યાલ હોતો નથી અથવા તો આપણી પાસે તે અંગેનુ યોગ્ય જ્ઞાન હોતુ નથી કે, જેથી આપણે તે ઘટનાને સમજી શકીએ.

ઘણા લોકો રાત-દિવસ અથાગ પરિશ્રમ કરતા હોય છે પરંતુ, તેમને તેમના પરિશ્રમ મુજબનુ ફળ પ્રાપ્ત થતુ નથી અને તેની સાપેક્ષે અમુક લોકો કોઈપણ જાતના પરિશ્રમ વિના અઢળક સંપતિ ધરાવતા હોય છે. આ સમયે ઘણીવાર મનમા એવા વિચાર આવતા હોય છે કે, પરિશ્રમ વિના કોઈ વ્યક્તિ કેવી રીતે સફળ બને?

ત્યારે જો તમને ખ્યાલ ના હોય તો આજે અમે તમને જણાવી દઈએ કે, પ્રવર્તમાન સમયમા સફળતા માટે ફક્ત અથાગ પરિશ્રમ જ નહિ પરંતુ, તેની સાથે જ જ્યોતિષ શાસ્ત્રનો પણ સહારો લેવો પડે છે, તો જ તમે જે ઉંચાઈએ જવા ઈચ્છો છો ત્યા પહોંચી શકો છો. આજે અમે તમારા માટે અમુક એવા ઉપાયો લાવ્યા છીએ, જે તમારા જીવનને સફળ બનાવવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. તો ચાલો આજે આપણે આ ઉપાયો અંગેની અમુક વિશેષ અસરો વિશે માહિતી મેળવીએ.

જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, અંડાકાર આકારનો સફેદ પથ્થર એ ખૂબ જ અદ્ભુત સાબિત થાય છે. એક એવુ ઘર કે જ્યા અંડાકાર સફેદ રંગનો પથ્થર સ્થાપિત કરવામા આવે તો માતા લક્ષ્મી સ્વયં તેના ઘરે આવે છે અને ઘરમા સુખ-શાંતિ મળે છે. એટલા માટે જો તમે ઘરમા સુખ-શાંતિ સ્થાપિત કરવા ઈચ્છતા હોવ તો આ ઉપાય કારગર સાબિત થાય છે.

આપણા ઘરમા વાસ્તુશાસ્ત્રનુ એક વિશેષ મહત્વ રહેલુ છે. આ શાસ્ત્રમા અનેકવિધ બાબતો દર્શાવવામા આવેલી હોય છે, જે મુજબ આપણે આપણા ઘરમા વર્તીએ તો તે આપણા માટે શુભ સાબિત થાય છે. જો તમે તમારા ઘરમા હંસ અથવા તો હરણના જોડાને રાખવામા આવે તો તેનાથી ચમત્કારિક લાભ થાય છે. તેનાથી દાંપત્યજીવન સુખી રહે છે અને તમારુ સુતેલુ ભાગ્ય પણ ખુલી જાય છે.

મોરની પાંખો એ તમારા માટે ખુબ જ નસીબદાર સાબિત થાય છે.જો તમારા ઘરમા મોરની પાંખો રાખો છો તો જંતુઓ અને ગરોળીઓ ઘરમા આવતા નથી અને ભૂત-પ્રેતના અવરોધ પણ નડતા નથી. જો શક્ય હોય તો મોરપંખને ઘરના ટેબલ પર રાખો. આમ, કરવાથી સૌ કોઈની નજર તેના પર પડે છે અને તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા દૂર થઇને ઘરનુ વાતાવરણ સકારાત્મક બને છે.

જો ઘરમાં કે તમારી પાસે ચાંદીની આ પાંચ વસ્તુઓ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધવાથી અને ધનવાન થવાથી રોકી નહી શકશે. ઘરમાં ચાંદીનો ગિલાસ જરૂર રાખવું જોઈએ અને તેનાથી પાણી પણ પીવું જોઈએ. ચાંદીના ગ્લાસથી પાણી પીવાથી અને તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુનો પ્રકોપ ક્યારે નહી આવે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી વ્યાપારમાં ખૂબ લાભ હોય છે અને વ્ય્પારા ક્યારે નુકશાનમાં નહી જાય.

ચાંદી વીંટી, ચેન કે ચાંદીનો કડું પહેરવાથી લગ્નમાં થઈ રહી મોડુ દૂર થઈ જાય છે.ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં રાખવાથી નોકરીમાં આવી રહી સમસ્યા દૂર થઈ જાય છે અને જલ્દી જ નોકરી મળી જાય છે. ચાંદીની ઠોસ ગોળી પર્સમાં રાખવાથી પરસ્પર સંબંધોમાં મધુરતા બની રહે છે. આ ગોળી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે.

ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ જોઈએ છે તો ચાંદીની અમુક શુભ વસ્તુઓને ઘરમાં રાખી શકો છો. આ ચાંદીની વસ્તુઓને ઘરમાં રાખવાથી તમે કોઈપણ પ્રકારની દુર્ઘટના,ગૃહ કલેશ અને ગ્રહ નક્ષત્રના દુષ્પ્રભાવથી બચી શકો છો.આવો તો તમને જણાવીએ ચાંદીની આ 6 વસ્તુઓ વિશે જે તમને ખુશીઓ અને સમૃદ્ધિ આપવા માટે પૂરતી છે.

ચાંદીનો ચોરસ ટુકડો.જો તમે તમારા કેરિયર અને વ્યાપારમાં સફળતા પ્રાપ્ત કરવા માગો છો તો ચાંદીનો એક ટુકડો ઘરમાં રાખી દો. અમુક લોકો તેને ખિસ્સામાં પણ રાખવાની સલાહ આપતા હોય છે. જો તમે પણ આવું કરશો તો તમારા વ્યાપારમાં વૃદ્ધિની સાથે-સાથે સફળતા પણ મળશે અને કાર્ય ક્ષેત્ર માં આવનારી દેરક બાધાઓ દૂર થઇ જશે અને સફળતાનો અવસર મળશે.

ચાંદીના ગ્લાસ.જો કુંડળીમાં એકાદશ ભાવમાં સ્થિત રાહુ તથા પંચમ ભાવમાં વિરાજમાન કેતુ માટે ચાંદીના ગ્લાસમાં પાણી પીવું સારું માનવામાં આવ્યું છે. જે વ્યક્તિઓને ભાવનાત્મક પરેશાનીઓ વધુ છે તો તે વ્યક્તિ ચાંદીનો પ્રયોગ સાવધાની પૂર્વક કરે.ચાંદીના બનેલા હાથી.જો તમે તમારા ઘરમાં ચાંદીના બનેલા હાથી રાખો છો કે પછી તમે ચાંદીનો બનેલો નાનો હાથી તમારા ખિસ્સામાં રાખો છો તો તે પંચમ અને દ્વાદશ માં બેઠેલા રાહુનો ઉપાય છે. તેનાથી સંતાનને કષ્ટ નથી મળતો અને તમારા વ્યાપારમાં પણ લાભ થશે.

ચાંદીની ગોળી.જો તમારી કુંડળીમાં રાહુ દ્વીતીય ભાવમાં છે તો ચાંદીની ગોળી પોતાની પાસે રાખો અને જો લગ્નમાં કેતુ છે તો વિવાહના સમયે ચાંદીની ઈંટ પોતાની પત્નીને આપો અને તે વાતનું ધ્યાન આપવાનું કે આ ઈંટ ક્યારેય પણ ન વહેંચો. તેનાથી તમારી દરેક સમસ્યાઓ દૂર થઇ જાશે.

ચાંદીની ડબ્બી.તમે તમારી તિજોરીમાં ચાંદીની ડબ્બીમાં પાણી ભરીને રાખો જ્યારે પાણી સુકાઈ જાય તો તેને ફરીથી ભરીને મૂકી દો. જો ચતુર્થ માં રાહુ હોય તો ડબ્બી માં મધ ભરીને ઘરની બહાર જમીનમાં દાંટી દો. જો સપ્તાહમાં રાહુ હોય તો ડબ્બીમાં નદીનું પાણી ભરીને તેમાં ચાંદીનો એક ટુકડો નાખીને ઘરમાં મૂકી દો. જો તમે આ ઉપાય કરશો તો તમારા જીવનમાં રાહુની આ ખરાબ દશા સમાપ્ત થઇ જાશે અને તમારા કષ્ટ પણ દૂર થઇ જાશે.

ચાંદીની ચેન કે વીંટી.જો કોઈ વ્યક્તિના લગ્નમાં મોડું થઇ રહ્યું છે તો શુક્લ પક્ષના પ્રથમ સોમવારે સવારે ચાંદીની એક વીંટી ચાંદીની જ ચેનમાં પરોવીને પહેરો તેનાથી તમારા લગ્નમાં આવતી દરેક બાધાઓ દૂર થઇ જાશે અને પ્રથમ ભાવમાં રાહુ છે તો ગાળામાં ચાંદીની ચેન પહેરો અને રાહુ ચતુર્થ ભાવમાં છે તો ચાંદીની વીંટી ધારણ કરવી ફાયદામાં રહેશે.

ઘરમાં વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી-દેવતાઓના ફોટાને લગાવવાથી બધી પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિ ટકી રહે છે.બેડરૂમમાં રાધાકૃષ્ણની છબી લગાડવી શુભ માનવામાં આવે છે. તેનાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે.મહાલક્ષ્મી માતાની બેઠેલા સ્વરૂપવાળી તસવીર શુભ ફળ આપે છે.માં દુર્ગાની તસવીર લગાવતી વખતે એ ધ્યાન રાખવું જોઇએ કે એમાં સિંહનું મોઢું ખૂલું ના હોવું જોઇએ.ઘરમાં રામાયણ કે મહાભારતના યુધ્ધના દ્રશ્યો ન લગાડવા જોઈએ.વાસ્તુશાસ્ત્ર મુજબ એવા દ્રશ્યોની વિપરીત અસર ઘરના સભ્યો પર થાય છે. એકબીજા સાથે મતભેદ ઊભા થઈ શકે છે.હનુમાનજીની તસવીર દક્ષિણ દિશા તરફ જોતી હોય એવી રીતે લગાડવી જોઈએ.

ગર્ભવતી મહિલાના રૂમમાં શ્રીકૃષ્ણના બાળસ્વરૂપની છબી લગાડવી ખૂબ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગર્ભવતી મહિલા જેવુ જુએ છે તેની અસર તેના ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. જો બાલગોપાલના દર્શન રોજ કરવામાં આવે તો આવનાર બાળક સુંદર જન્મે છે.ઘરમાં સ્વસ્તિક, કમળ કે ફૂલોના ફોટો રાખવા પણ શુભ માનવામાં આવે છે.ઘરમાં સમુદ્ર કિનારે દોડતા 7 ઘોડાની તસવીર લગાવવાથી હકારાત્મક ઊર્જા વધે છે.ઘરમાં બેઠકરૂમમાં હંસની મોટી તસવીર લગાવવાનું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં ક્યારેય સુખ સમૃદ્ધિ અને પૈસાની ક્યારેય ખોટ નથી પડતી.