આ કારણે લક્ષ્મીજીને પ્રિય છે શ્રી યંત્ર આ ઉપાય કરશો તો ક્યારેય નહીં ખૂટે ધન….

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં શ્રીયંત્રની સ્થાપના અતિ શુભ માનવામાં આવી છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને શ્રીયંત્ર અતિપ્રિય છે. શ્રીયંત્રને ઘરમાં સ્થાપિત કરીને સમાજમાં પોતાનું વર્ચસ્વ વધે છે અને પોતાના ઘરમાં ધન અને સંપન્નતા આવે છે.

Advertisement

મિત્રો આજકાલ વાસ્તુના નિયમોનું માનીએ તો આને ગુડલક ચાર્મ તરીકે પણ જોવામાં આવે છે. શ્રીનો અર્થ છે લક્ષ્મી અને યંત્રનો અર્થ છે ઉપકરણ. જે દેવી લક્ષ્મીનું યંત્ર માનવામાં આવે છે.શ્રીયંત્રને સૌથી ઉપરના સ્થાનને એટલે કે ચોટીને મહત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમામ દેવી અને દેવતાઓનું આ નિવાસ સ્થાન છે. તેમની ચોટી પર હિંદુ ધર્મના તમામ દેવી અને દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ એક જ કારણ છે તે માતા લક્ષ્મીને અતિપ્રિય છે.

મિત્રો ઘરમાં આવી રીતે કરો સ્થાપિત, જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે પોતાના ઘરમાં શ્રીયંત્રને સ્થાપિત કરવા ઈચ્છતા હોય તો સૌથી પહેલાં તેને 24 કલાક મીઠાંના પાણીમાં બોળીને રાખો. એ પછી તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો. એ પછી તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરો. શ્રીયંત્ર એક બહું જ મહત્વપૂર્ણ, લાભકારી અને શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. જે માત્ર લાભ જ નથી આપતું પણ ઘરમાં દરેક પ્રકારે સકારાત્મકતા ફેલાવે છે.

મિત્રો તે દાંપત્યજીવન માટે ઉત્તમ ફળદાયી નિવડે છે. તો આર્થિક દ્રષ્ટિએ પણ સુખકારી લાવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈને દિલથી ચાહતા અને તેની સંપન્નતા માટે ભગવાનને પ્રાર્થના કરતાં હોય તો તેને શ્રીયંત્ર ભેટ આપી શકો છો.શ્રીયંત્ર એ વ્યક્તિની જિંદગી સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં મદદગાર સાબિત થાય છે અને એ સ્થાનની તમામ નકારાત્મકતા દૂર કરી દે છે.

મિત્રો ક્રિસ્ટલ શ્રીયંત્ર સંપૂર્ણ બ્રહ્માંડમાં નકારાત્મક અને સકારાત્મક ઉર્જાની વચ્ચે સંતુલન બનાવવામાં કામ કરે છે. ક્રિસ્ટલમાં એક પ્રકારની દિવ્ય શક્તિ હોવાને કારણે તે ધન અને સ્વાસ્થ્ય માટે લાભકારી સમજવામાં આવે છે. તેને તમે પોતાના ઘરના મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં અને અન્ય પૂજાસ્થળમાં પણ રાખી શકો છો. ક્રિસ્ટલ શ્રીયંત્ર તમારી કેરિયરમાં આગળ વધવામાં તેમજ નામ અને પૈસા કમાવામાં મદદ કરે છે.

મિત્રો કેમ શ્રીયંત્રને માનવામા આવે છે માતા લક્ષ્મી નું સ્વરૂપ, જેમ મંત્રોની શક્તિ તેના શબ્દોમા હોય છે, તેવી જ રીતે શ્રીયંત્રની શક્તિઓ તેની રેખાઓ અને બિંદુઓમાં હોય છે. શ્રીયંત્રમાં ૯ ત્રિભુજ હોય છે. આ ૯ ત્રિભુજોના મિશ્રણથી ૪૫ નવા ત્રિભુજો બને છે. શ્રીયંત્રની વચ્ચે સૌથી મોટા ત્રિભુજની વચ્ચે એક બિંદુ હોય છે. શ્રીયંત્રમાં કુલ ૯ ચક્ર હોય છે, જે ૯ દેવીઓના પ્રતિક હોય છે.

માતા લક્ષ્મીના અંશ સમાન પારદ શ્રીયંત્રને સિદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્તિ માટે રાખવામાં આવે છે.માતા લક્ષ્મીની કૃપા બનાવી રાખવા માટે અષ્ટધાતુના શ્રીયંત્રને રાખવાથી પારિવારિક સુખ અને ધન લાભ પ્રાપ્ત થાય છે.સૌથી વિશિષ્ઠ એવા સ્ફટિક શ્રીયંત્ર રાખવાથી શાંતિ, જ્ઞાન અને સમૃદ્ધિ મળે છે.ધંધાર્થી માટે સુવર્ણ શ્રીયંત્ર વ્યવસાય માટે શુભ હોય છે.હંમેશા ઘરમાં તાંબાનો શ્રીયંત્ર રાખવાથી ધનની કામના પૂર્ણ થાય છે.બીજાના ભલા માટે જો તમે કોઇને દાન અથવા ઉપહાર આપવા માગો છો તો ચાંદીનો શ્રીયંત્ર આપી શકો છો.

કેવી રીતે સ્થાપિત કરવું શ્રી યંત્ર, ઘરમાં હંમેશા શુખ શાંતિ અને સમૃદ્ધિ માટે જો તમે શ્રીયંત્ર રાખવા માગો છો તો એક લાલ કપડામા શ્રીયંત્ર રાખો અને તેની એક તરફ જળનો કળશ રાખો. દરરોજ શ્રીયંત્ર પર શ્રી એટલે કે લક્ષ્મીના બીજ મંત્રનો ઉચ્ચારણ કરીને કંકુ ચડાવવું. વિધિ-વિધાનથ અનુશાર પૂજા કરો. એક તરફ ૧૧ દિવસ સુધી પૂજા કર્યા બાદ તિજોરીમાં એક લાલ કપડું પાથરીને તેના પર શ્રીયંત્ર રાખો.

સંતાન ગોપાલ યંત્રઆ યંત્રની સાધના ખૂબ જ પ્રસિદ્ધ છે. જેમને સંતાન થતાં નથી તેઓ લડ્ડુ ગોપાલની મૂર્તિની સાથે સંતાન ગોપાલ યંત્ર સ્થાપિત કરે છે તથા તેમની સામે સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરે છે. જેથી સંતાનની પ્રાપ્તિ થાય છે.સંતાન ગોપાલ યંત્રને ગુરૂ પુષ્ય નક્ષત્રમાં સ્થાપિત કરવું જોઇએ. તે પછી સંતાન ગોપાલ સ્તોત્રનો પાઠ કરવો જોઇએ.સંતાન ગોપાલ યંત્રની સ્થાપના ગૌશાળામાં કરશો તો તેનો પ્રભાવ વધી જશે. તેની સામે ગોપાલકૃષ્ણ મંત્રનો જાપ કરવાથી ઝડપથી જ યોગ્ય સંતાનની પ્રાપ્તિ થાય છે.

શ્રીયંત્ર શિવ અને શિવાનું વિવાહ યંત્ર છે. વિદ્યા અને ધનની પ્રાપ્તિ માટે શ્રી યંત્રની સાધના કરવામાં આવે છે. શ્રી યંત્રનામ પત્ર પર સપાટ અને રજત સુવર્ણ વગેરે પર કૂર્માકાર કે સુમેરુ પર્વતની જેમ ઉપરથી ઉઠેલા આકારનું મળે છે. આ યંત્રમાં મુખ્ય રૂપે 18 શક્તિઓનુ અર્ચન હોય છે. આ શક્ત્તિઓ જ સંપૂર્ન બ્રહ્માંડને નિયંત્રિત કરે છે. સાધક આ શક્તિઓના અર્ચન પૂજનથી પોતાના શરીર, મન, બુદ્ધિ, ચિત, અહંકાર અને દસ ઈન્દ્રિયોની સાથે સાથે સમસ્ત બ્રહ્માંડ અથવા બ્રહ્મ જગતને પોતાના વશમાં કરી લે છે.

શ્રી યંત્રની કૃપાથી તેના બધા પાપનો નાશ થાય છે અને ચમત્કારી સિદ્ધિઓ, ધન ધાન્ય અને સુખની પ્રાપ્ર્તિ થાય છે. શ્રી યંત્રના દર્શન માત્રથી બધા પાપ, શ્રાપ અને તાપનુ શમન થાય છે અને ધન ધાન્ય અને સ્વાસ્થ્યની પ્રાપ્તિ થય છે. આની સાધના વામ અને દક્ષિણ બંને માર્ગોથી કરવામાં આવે છે. બૌદ્ધ કાળમાં આ વામ માર્ગી સાધનાનો દુરુપયોગ કરવામાં આવ્યો. તેથી આદિ શંકરાચાર્ય દ્વારા પરિષ્કૃત દક્ષિણ માર્ગી શ્રી યંત્રના સ્વરોપની સાધની પરંપરા આજે પણ પ્રચલિત છે. શ્રી યંત્રને દુકાનમાં રાખવાથી વેચાણમાં વધારો થાય છે.

પૂજા ઘરમાં રાખવાથી ધન ધાન્ય અને કારખાના કે અન્ય કોઈ વ્યવસાય ક્ષેત્રમાં રાકહ્વાથી વ્યવસાયમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે. તેનુ સવારે ઉઠીને દર્શન માત્ર કરી લેવાથી દરેક પ્રકારનો લાભ મળે છે. વિનિયોગ મંત્રમાં ઉન્નતિ અને વૃદ્ધિ થાય છે. તેનો સવારે ઉઠીન દર્શન કરવાથી દરેક પ્રકારના લાભ મળે છે. શ્રી યંત્ર સ્થાપિત કરતી વખતે લાલ રંગના વસ્ત્ર પહેરીને કોઈ શુભ મુહુર્તમાં તેને વિધિવત સ્થાપિત કરો. પછી ધ્યાન પૂજન વગેરે કરીને શ્રી વિદ્યા મંત્રનો અથવા રુદ્રાક્ષની માળાથી પાંચ માળા નિયમિત રૂપે જપો આ યંત્ર સિદ્ધ થઈ જશે.

Advertisement