લગ્નની પહેલી રાત્રે યુવતી ચીસો ન પડે તો શું એને પહેલા સંબંધ બાંધ્યા હશે?…

સવાલ.અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં પણ છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો બધો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.

Advertisement

જવાબ.૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ હવે સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવી જાય. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપી દો.

સવાલ.લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી જ નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ખૂબ ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે.

જવાબ.પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જ જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી હોતી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી જ નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે.

એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો પણ નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.

સવાલ.હું ૧૮ની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી.

જવાબ.તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ પણ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી હોતો.

આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક પણ છે.કાણાને કાણો કહે વરવું લાગે વેણએ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખી જાવ.

સવાલ.કોઇ પણ સ્ત્રીનાં મદમસ્ત સ્તનો જોઉં છું તો તરત પેનિસમાં ઇરેક્શન થાય છે, આમ થવું કુદરતી છે.

જવાબ.હા, આમ થવું કુદરતી છે. જુદી જુદી વ્યક્તિ જુદા જુદા કારણસર ઉત્તેજિત થાય છે. કેટલાંક પુરુષ માત્ર યુવતીના સુંદર ઘાટીલા પગ કે સુડોળ નિતંબ જોઇને પણ ઉત્તેજના અનુભવે છે.

સવાલ.મને મારી વાઇફ પર ‘શક’ જાય છે કે તેને આડા સંબંધ હશે. અમારે રોજ ઝઘડો થાય છે. તેનો ઉપાય જણાવવા વિનંતી.

જવાબ.દોસ્ત, આ કંઇ સે@ક્સની સીધી સમસ્યા નથી. તમારા ઝઘડાના મૂળમાં તમારી ‘શંકા’ છે. શંકાની નજરથી વાઇફને ન જુઓ. તેને પ્રેમથી, સ્નેહથી જુઓ. આમ થતાં ઝઘડા બંધ થશે.

સવાલ.શું મંદબુધ્ધિવાળા લોકોને કામેચ્છા ઉત્પન્ન થાય છે.

જવાબ.મગજમાં અને કરોડરજ્જુમાં મંદબુધ્ધિવાળા સ્ત્રી-પુરુષના સે@ક્સ સેન્ટર્સ ક્રિયાશીલ હોય તો તેમને કામેચ્છા, કામોત્તેજના થાય. તેઓ મૈથુન પણ કરે. તેઓ માતા-પિતા પણ બને. આવા ઘણા કિસ્સાઓ હશે.

સવાલ.પુરુષને કામોત્તેજના વધે તો પેનિસમાં ફેરફાર થાય તેવી રીતે સ્ત્રીને કામોત્તેજના વધે તો તેના શરીરમાં કેવા ફેરફારો થાય.

જવાબ.સ્ત્રીને કામોત્તેજના વધે ત્યારે તેનાં સ્તનોની નિપલ્સ ફૂલીને તંગ થાય છે. કામોત્તેજના વધતાં સ્ત્રીની યોનિને ઢાંકતા હોઠ ફૂલે છે. નાના હોઠનો રંગ ગુલાબી હોય છે. કામોત્તેજના વધતા તે ઘેરો ગુલાબી કે લાલ થાય છે. યોનિદ્વાર અને યોનિમાર્ગની દિવાલો પણ કામોત્તેજના વધતાં ફૂલે છે અને ભીની થાય છે. ક્રિલટોરિસ પણ કામોત્તેજના વધતાં ફૂલે છે.

સવાલ.મેં અને મારી પત્નીએ લગ્ન પછી ત્રણ વરસ સુધી પ્રેગ્નન્સી ન રાખવાનું નક્કી કર્યું હતું. જોકે હનીમૂનના એક્સાઈટમેન્ટમાં અમે પ્રોટેક્શન રાખવાનું ભૂલી ગયાં ને તેને પ્રેગ્નન્સી રહી ગઈ. બહુ વિચાર કર્યા પછી વાઈફે બીજા જ મહિને અબોર્શન માટેની ટેબ્લેટ લઈ લીધી. એ પછી માસિક આવીને ખૂબ બધો કચરો નીકળ્યો. જોકે એ પછી બે મહિના નથી આવ્યું. પ્રેગ્નન્સી ટેસ્ટ પણ નેગેટિવ છે. આમ થવાનું કારણ શું?.

જવાબ.સામાન્ય રીતે બાળક ન થયું હોય ત્યારે ગોળી લઈને ગર્ભપાત કરી લેવાની મેથડ રિસ્કી છે. બને ત્યાં સુધી એ રીત ન અપનાવવી. ગર્ભપાત પછી માસિક નિયમિત ન થવાનાં અનેક કારણો હોઈ શકે. હોર્મોનલ ચેન્જિસથી લઈને ગર્ભાશયમાં હજી ગર્ભનો કચરો રહી ગયો હોવાના ચાન્સિસ પણ છે. જોકે એના ચોક્કસ નિદાન માટે ગાયનેકોલોજિસ્ટનો જ સંપર્ક કરો એ બહેતર છે.

સવાલ.હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું. હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય, અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું?

જવાબ.પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે, પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે. એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.

સવાલ.મારી ફિયાન્સી મને ઓરલ સે@ક્સ કરાવી આપે છે ત્યારે ક્યારેક મને તેના મોંમાં જ સ્ખલન થઈ જાય છે. તેને વીર્યનો સ્વાદ ગમે છે એટલે તે ગળી જાય છે. શું વીર્ય ગળી જવાથી ગર્ભ રહે ખરો? બીજું, ઓરલ સે@ક્સથી એચઆઈવી ફેલાવાની શક્યતાઓ કેટલી.

જવાબ.મુખમૈથુન દરમ્યાન સ્ત્રી વીર્ય ગળી જાય તો પ્રેગ્નન્સીની કોઈ જ શક્યતાઓ નથી. કેમ કે પાચનતંત્ર અને પ્રજનનતંત્રને કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. પેટમાં ગયેલું વીર્ય પ્રજનનમાર્ગમાં કોઈ કાળે પહોંચી નથી શકતું ને સ્ત્રીબીજ પેટમાં નથી ઊતરતું.બે વફાદાર પાર્ટનર્સ વચ્ચે મુખમૈથુન કરવાથી એચઆઈવીનો ફેલાવો થવાની શક્યતાઓ નહીંવત્ છે.

પરંતુ જો એક પાર્ટનરને ઈન્ફેક્શન હોય તો કાળજી રાખવી જરૂરી બની જાય છે. બેમાંથી બિનચેપી પાર્ટનરને મોમાં છાલાં કે ચાંદાં પડી ગયાં હોય ને લોહી તાજું હોય તો ચેપી વ્યક્તિનાં જનનાંગોમાંથી ઝરતા પ્રવાહીના સંપર્કમાં આવવાથી ઈન્ફેક્શન લાગવાની શક્યતાઓ રહે છે. અજાણી વ્યક્તિ સાથે મુખમૈથુનમાં રાચવાનું રિસ્કી જરૂર છે.

Advertisement