આજના સમયમાં ફેશનમાં ઘણો વધારો થયો છે. જ્યારે છોકરીઓ ફેશનેબલ દેખાવા માટે તેમના વાળ ખુલ્લા રાખે છે. આવી સ્થિતિમાં ચાલો આપણે પણ તમને જણાવીએ કે ભારતીય સંસ્કૃતિમાં આપણે ક્યારે ખુલ્લા વાળ રાખવા જોઈએ અને ક્યારે નહીં.હા આ વિશે ઘણી માન્યતાઓ કહેવામાં આવી છે,જે અમે આજે તમને જણાવીશું.શું થાય છે ખુલ્લા વાળ રાખવાથી.
એવું કહેવામાં આવે છે કે સ્ત્રીઓને સિલ્કી વાળ રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. ખરેખર, ગૂંચવાયેલા અને વેરવિખેર વાળ અમંગલકારી માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે કૈકેયીના કોપભવનમાં વેરવિખેર વાળમાં રૂદન કરવાથી અયોધ્યાને અમંગળ કહેવામા આવતું હતું અને આજ કારણથી મહિલાઓએ ખુલ્લા વાળ ન રાખવા જોઇએ.
એવું કહેવામાં આવે છે કે ખુલ્લા વાળ હોવાને કારણે મહિલાઓની વિચારધારા અને આચરણ બંને બગડવાનું શરૂ થાય છે.તે સિવાય એવું પણ કહેવાય છે કે જે પુરૂષ મોટા વાળ ખુલ્લા રાખે છે તો તેમની માનસિક સ્થિતિ બગડવાની શરૂ થાય છે.
એવું કહેવામાં આવે છે કે વાળ દ્વારા ઘણી બધી તંત્ર ક્રિયાઓ થાય છે. આ સિવાય જો કોઈ સ્ત્રી ખુલ્લા વાળવાળા અશુદ્ધ અથવા અજાણ્યા સ્થળેથી પસાર થાય છે તો દુષ્ટ શક્તિઓ તેના પર હાવી થાય છે.આ સિવાય ખુલ્લા વાળ રાખવાથી અજાણી શક્તિઓ આકર્ષિત થાય છે.એવું કહેવાય છે કે ખુલ્લા અને ગુંચવાયેલા વાળ અશુભ હોય છે. અન્ય એક દંતકથા અનુસાર, જ્યારે માતા કૈકેયી નારાજ થઇને કોપભવન ગયા ત્યારે તેમણે પણ તેમના વાળ ખુલ્લા રાખ્યા હતા.
એ જ અવસ્થામાં તેઓ રડી પડ્યા હતાં, જેના ગંભીર પરિણામો પણ જોવા મળ્યાં. તે જ સમયે, ભરી સભામાં દ્રૌપદીનું અપમાન થયા પછી, તેણીએ પણ તેના વાળ ખોલી નાંખ્યા હતાં.જેનું પરિણામ ધૃતરાષ્ટ્રના તમામ પુત્રો અને અન્ય સંબંધીઓના વિનાશના રૂપમાં જોવા મળ્યું હતું. માન્યતાઓ અનુસાર, જો તમે રાત્રે એકલા અથવા પરિવાર સાથે સૂતા હોવ તો પણ, તમારે તમારા વાળ ખુલ્લા રાખીને સૂવું જોઈએ નહીં.
એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પરિવારમાં દુખ અને તકલીફો વધે છે. જો કે, જો તમે તમારા પતિ સાથે સૂઈ રહ્યા છો તો વાળ ખુલ્લા રાખી શકાય છે. ધાર્મિક શાસ્ત્રો અનુસાર, મહિલાઓને માત્ર શોક સમયે જ તેમના વાળ ખુલ્લા રાખવાની છૂટ આપવામાં આવી છે.
એવું પણ માનવામાં આવે છે કે વાળ સાથે પણ ઘણી પ્રકારની તંત્ર ક્રિયાઓ કરવામાં આવે છે.આવી સ્થિતિમાં, જો તમે તમારા વાળ ખુલ્લા રાખીને ઘરની બહાર નીકળો છો.
તો તમે સરળતાથી નકારાત્મક શક્તિઓ અને તંત્ર ક્રિયાનો શિકાર બની શકો છો. ધાર્મિક માન્યતાઓ સિવાય, જો આપણે તેને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો વાળ ખુલ્લા રાખવાથી મુશ્કેલીઓ વધે છે. આને કારણે, ધૂળ અને માટી વાળમાં ભરાઇ જાય છે. જેના કારણે વાળ શુષ્ક થવા લાગે છે. તેના કારણે તેના મૂળ નબળા પડવા લાગે છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે.