જાણો ગુજરાતમાં ક્યારે એન્ટ્રી કરશે મેઘરાજા, આ વિસ્તારમાં ત્રણ દિવસ પડશે વરસાદ…

કેરળમાં નેઋત્યનું ચોમાસું ત્રણ દિવસ વહેલું જ શરુ થઈ ગયું હતું ત્યારે હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે આવશે અને વરસાદ કેવો થશે તેને લઈ અમદાવાદ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે રાજ્યમાં ચોમાસાને લઈ હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો માટે સારા સમાચાર છે હવામાન વિભાગે ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ સારો રહેશે એવું અનુમાન કર્યું છે.

Advertisement

દક્ષિણ ભારતના રાજ્યોને ભીંજવ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર અને ઉત્તરપૂર્વમાં પહોંચી ગયું છે IMD અનુસાર દક્ષિણ-પશ્ચિમ પવનો મજબૂત થવાને કારણે અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને પડોશમાં નીચા સ્તરના ચક્રવાતી વાવાઝોડાને કારણે આગામી ત્રણ દિવસમાં ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.

અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય અને મણિપુર જેવા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું કે ચોમાસું મહારાષ્ટ્ર તેલંગાણા તમિલનાડુ અને આંધ્રપ્રદેશના વધુ ભાગો સહિત દેશના ઘણા ભાગોને આવરી લેતા મધ્ય અરબી સમુદ્રમાં પણ આગળ વધ્યું છે.

હવામાન વિભાગની આગાહી આજે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું છે કે આ વર્ષે દેશમાં સારો વરસાદ પડવાનું અનુમાન છે આ વર્ષે દેશમાં 103 ટકા સરેરાશ વરસાદ પડશે આ ઉપરાંત ગુજરાતમાં જૂન મહિનામાં ચોમાસાની શરુઆત થઈ જશે.

જૂન મહિનામાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આ વર્ષે રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડશે આ સાથે હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે આગામી પહેલી અને બીજી જૂનના રોજ રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે ત્યાર બાદ બે દિવસ બાદ ગરમીથી આંશિક રાહત રહેશે ઉલ્લેખનીય છે કે કેરળમાં નેઋત્યનું ચોમાસું 29 મેના રોજ શરુ થયું હતું.

અને દરવખતની જેમ કેરળમાં ચોમાસું બેસે તેના પછી 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થતી હોય છે ત્યારે 15 જૂન સુધીમાં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે 10 જૂનથી વરસાદી ઝાપટાં ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસસશે તેને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

કે રાજ્યમાં 10 જૂન સુધીમાં વરસાદી ઝાપટા પડશે 14 અને 15 જૂન આસપાસ સારો વરસાદ થશે જુલાઈ મહિનામાં અને ઓગસ્ટની શરૂઆતમાં વરસાદ સારો રહેશે તો સપ્ટેમ્બરમાં થોડો ઓછો વરસાદ પડશે વરસાદ કેટલો પડશે તેની પણ ધારણા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું હતું કે રવિવારે મહારાષ્ટ્રના ત્રીસ ટકા વિસ્તારને આવરી લેતા તેણે રાયગઢ અને પુણે જિલ્લામાં દસ્તક આપી હતી. આ જિલ્લાઓમાં રાત્રિથી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે કહ્યું કે ચોમાસું આવતા અઠવાડિયે મુંબઈ પહોંચે તેવી શક્યતા છે 15 જૂન સુધીમાં તે મધ્ય અને ઉત્તરપૂર્વ ભારતમાં પણ સક્રિય થઈ જશે ચોમાસું 20 જૂન પછી મધ્ય પ્રદેશ, ગુજરાત અને રાજધાની દિલ્હી હરિયાણા પંજાબ ઉત્તર પ્રદેશમાં પહોંચવાની ધારણા છે.

હવામાન વિભાગે આ વખતે સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ રાજ્યોમાં ચોમાસાનો વરસાદ સમયસર અથવા તે પહેલા શરૂ થઈ જશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું મહારાષ્ટ્રના તટીય વિસ્તાર રત્નાગીરી જિલ્લાના હરનાઈ બંદર પર પહોંચી ગયું છે ટૂંક સમયમાં તે સમગ્ર રાજ્યને આવરી લેશે.

હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર 11 જૂન સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર વિસ્તાર બનવાની શક્યતા છે તેનાથી ચોમાસું વધુ સક્રિય બનશે ઓડિશા ઝારખંડ પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો જોવા મળશે જણાવી દઈએ કે ચોમાસું બે દિવસના વિલંબ સાથે 3 જૂને કેરળ પહોંચ્યું હતું IMDએ જૂનમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય અથવા સારું રહી શકે છે હવામાન વિભાગે પણ આ વર્ષે સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ સારો વરસાદ થવાની આગાહી કરી છે.

જો આ વખતે ચોમાસું વધુ રહેશે તો તે ત્રીજું વર્ષ હશે કે દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે છેલ્લા બે વર્ષથી સારો વરસાદ થઈ રહ્યો છે આ વખતે દેશમાં 907 મીમી વરસાદની સંભાવના છે સમગ્ર દેશમાં 90 થી 104% સુધી વરસાદ પડવાની ધારણા છે.

Advertisement