આજે ગુજરાતના આ વિસ્તારોમાં થઈ શકે છે વરસાદની ધમાકેદાર એન્ટ્રી, જાણો હવામાન વિભાગની આ આગાહી વિશે….

આકરી ગરમી બાદ હવે ધીમે ધીમે ચોમાસું નજીક આવી રહ્યું છે. હવામાન વિભાગે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. ખાસ વાત એ છે કે ગઈકાલે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના અમરેલીમાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો.

Advertisement

આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા પવનોને કારણે ઠંડીનો અહેસાસ થશે.નોંધનીય છે કે, ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા ગઈકાલે અમરેલીમાં ભારે વરસાદ થયો હતો. બપોરના સમયે હવામાનમાં અચાનક પલટો આવ્યા બાદ ધૂળની ડમરીઓ હટવા લાગી હતી અને એક કલાકથી વધુ સમય સુધી સતત વરસાદ વરસ્યો હતો.

અમરેલીના સાવરકુંડલા તાલુકાના વંડા, શેલણા, ઘોબા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે શેલણાની સુતીશેલ નદી પુન:જીવિત થઈ હતી અને નદીમાં પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. એકાએક 42 ડિગ્રીથી વધુ તાપમાનના કારણે વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.

બીજી તરફ ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનો નજારો જોવા મળ્યો હતો. જેસોર તાલુકાના દેરલા, રાણીગામ પીપરડી સહિતના ગામોમાં વરસાદના કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

પરંતુ કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની સંભાવના છે. રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને મેમદાવડ ગામ નજીકના વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતના અમદાવાદ જિલ્લામાં પણ મોડી સાંજે પવનના સુસવાટાથી વાતાવરણમાં પલટો આવ્યો હતો.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 12 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. અમરેલીના લાઠી તાલુકામાં સૌથી વધુ 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો અમદાવાદના ધંધુકામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ચૂડામાં 18 મીમી, જેસોરમાં 11 મીમી, બાવળામાં 9 મીમી અને રાણપુરમાં 6 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ધોળકા, ધોલેરા, વિરમગામ, વલ્લભીપુર, ગારીયાધારમાં પણ વરસાદ પડ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે.

સૌરાષ્ટ્રમાં વરસાદ બાદ ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડ્યો છે.સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારના નળ થવી વિરડી અને વંડામાં ભારે વરસાદ થયો છે. ઉપરવાસના ગામોમાં વરસાદથી શેત્રુંજી નદીમાં પૂર આવ્યું છે.આ ગ્રામ્ય વિસ્તારોના પાણી શેત્રુંજી નદીમાં પ્રથમ પુર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં આઠ જૂનથી દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, વલસાડ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં વરસાદ વરસશે. હાલ પશ્ચિમ દક્ષિણના પવન ફુકાઈ રહ્યા છે.

અમરેલી જિલ્લામાં આજે જેઠ મહિનામાં અષાઢી માહોલ જામ્યો છે.અમરેલી જિલ્લાના સાવરકુંડલા, દામનગર અને લાઠી તાલુકામાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

અમરેલીના ત્રણેય તાલુકામાં લગભગ છેલ્લા બે કલાકથી વધુ સમયથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક તો વરસાદની સાથે કરાં પણ પડ્યા હતા. ધોધમાર વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ પર પાણી વહેતાં થયાં હતાં.

Advertisement