સવાલ.હું ૨૪ વર્ષની છું. મારા લગ્નને એક વર્ષ થયું છે. મને સે@ક્સની બહુ ઇચ્છા થાય ત્યારે હું હસ્ત-મૈથુનને સહારો લઉં છું. મારી બીજી સમસ્યા એ છે કે માસિક દરમિયાન મને એક જ દિવસ રક્તસ્ત્રાવ થાય છે અને તેનું પ્રમાણ ઘણું ઓછું હોય છે.
શું હસ્ત-મૈથુનની આદત અને માસિકની તકલીફને કારણે મને માતા બનવામાં મુશ્કેલી થશે. બીજું સં@ભોગ પછી મારામાંથી બધુ જ વીર્ય બહાર નીકળી જાય છે. શું આ કારણે મને ગર્ભ રહેતો નહીં હોય.
જવાબ.હસ્ત-મૈથુન અને ગર્ભ રહેવા સાથે કોઇ સંબંધ નથી. કામવાસના દૂર કરવા માટે લગ્નબાહ્ય સંબંધ બાંધવા કરતા હસ્ત-મૈથુન આદર્શ છે. શરીરનો આવેગ દૂર કરવાનો આ એક કુદરતી માર્ગ છે. હા, માસિક ઓછું આવે છે એ વાત ચિંતા ઉપજાવે તેવી છે.
આ માટે તમે કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટનો સંપર્ક કરો. તમારી અને તમારા પતિની અમુક ટેસ્ટ પછી તેઓ ઉપચાર જણાવશે. સં@ભોગ દરમિયાન વીર્ય બહાર આવવું એ સામાન્ય છે. ગર્ભ રહેવા માટે વીર્યનું એક ટીપું પણ કાફી છે. આથી એની ચિંતા કરવાની પણ જરૂર નથી.
સવાલ.હું ૨૭ વર્ષની છું.મારા પતિ પણ ૨૭ વર્ષના છે. અમારા લગ્નને પાંચ વર્ષ થયા છે પણ હજુ સુધી અમને સંતાન નથી. લગ્નના પહેલા વર્ષ મને ગર્ભ રહ્યો હતો. પરંતુ તે સમયે સંતાનની ઇચ્છા નહીં હોવાથી મેં ક્યુરેટિન કરાવ્યું હતું.
ડૉક્ટરે કહ્યું હતું કે ક્યૂરેટિન કરવાથી ગર્ભ જલદી રહેતો નથી. તો શું હવે મને પ્રેગનન્સી રહેશે નહીં? સંભોગ દરમિયાન મારા પતિનું વીર્ય બહાર આવી જાય છે. મારા પ્રશ્નનું યોગ્ય સમાધાન સૂચવવા વિનંતી.
જવાબ.કોઇ નિષ્ણાત ગાયનેકોલોજીસ્ટને દેખાડી તેમની સલાહ મુજબ તમારે અને તમારા પતિએ ટેસ્ટ કરાવવાની જરૂર છે. તમારી સમસ્યાનો ઉપાય માત્ર ડૉક્ટર પાસે જ છે. સે@ક્સ કર્યાં પછી વીર્ય બહાર નીકળી જાય છે. એ સમસ્યાનું સમાધાન આગલા જ પ્રશ્નના ઉત્તરમાં આપ્યું છે.
સે@ક્સોલોજીસ્ટોએ જણાવ્યા પ્રમાણે માસિક આવી ગયા પછી એક અઠવાડિયું છોડી બીજા અને ત્રીજા સપ્તાહમાં એકાંતરે સંબંધ બાંધ્યા પછી સ્ત્રી પોતાના ઘૂંટણ છાતી પાસે લાવીને અડધો કલાક એ સ્થિતિમાં સૂઇ રહે તો ગર્ભ રહેવાની શક્યતા છે.
પરંતુ આ પધ્ધતિ અપનાવવાથી ગર્ભ રહેશે એમ ગેરેન્ટી સાથે કહી શકાય તેમ નથી.આ ઉપરાંત સમાગમ દરમિયાન જેલી કે કોઈ ચીકણો પદાર્થ વાપરતા હો તો તે બંધ કરી દો. આ કારણે શુક્રજંતુની ગતિ મંદ થઇ જાય છે કે તે ગતિહીન થઇ જાય છે. તમે કોઇ નિષ્ણાતની સલાહ લો. આપણે બનતી મહેનત કરવી. ફળ આપવાનું કામ ઇશ્વરનું છે. આથી નિરાશ થવાની જરૂર નથી.
સવાલ.હું ૨૪ વરસનો છું. મારાથી મોટી મહિલા સાથે મારે ઓળખાણ થઇ અને હવે અમારી વચ્ચે શારી-રિક સંબંધ છે. તે રોજ સહ-વાસ માટે મને મજબૂર કરે છે. મારે હવે આ પ્રકરણ સમાપ્ત કરવું છે તો મારે શું કરવું એ જણાવવા વિનંતી.
જવાબ.તમારી મરજી વિરુધ્ધ કોઇ તમને શારી-રિક સંબંધ બાંધવા મજબૂર કરી શકે તેમ નથી. તમે એ સ્ત્રીને ઉત્તેજન આપ્યું હશે એટલે જ તે આગળ વધી હશે. તમારે આ સંબંધ પર પૂર્ણવિરામ મૂકવું હોય તો એ મહિલાને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દો અને તેની સાથે બધો જ વ્યવહાર બંધ કરી દો. બોલવા ચાલવાનું બંધ કરો અને તેનાથી દૂર રહો.
સવાલ.મારી ઉંમર ૫૪ વર્ષ છે. મારી પત્નીની ઉંમર ૫૧ વર્ષ છે. મારી પત્નીને સે@ક્સમાં બહુ રસ પડતો નથી. તેને ફોરપ્લેમાં પણ રસ નથી પડતો. ક્યારેક તેને સ્પર્શ ગમે છે તો ક્યારેક નથી ગમતો. સમજાતું નથી કે તેને શું ગમે છે. મને અઠવાડિયામાં એકાદ વખત સં@ભોગ કરવાની ઇચ્છા થાય છે. મને ઘણા કામુક વિચારો આવે છે છતાં મારું શિશ્ન આપમેળે ઉત્તેજિત નથી થતું.
પહેલાં તો કલ્પનામાત્રથી ઉત્તેજના આવી જતી હતી. હવે હસ્તમૈથુન કરીને ઉત્તેજના લાવવી પડે છે. પત્નીના સ્પર્શથી ઉત્તેજના આવે છે, પણ તેને સે@ક્સની જરાય ઇચ્છા નથી થતી. મને જલદી સ્ખલન થઈ જાય છે એ માટે શું કરવું પત્નીને રસ લેતી કરવા માટે શું થઈ શકે?
જવાબ.ઉંમર થવાની સાથે આવા બદલાવો સહજ છે. યુવાનીમાં કલ્પના માત્રથી ઉત્તેજના આવી જાય છે, પરંતુ ઉંમર વધતાં ધીમે ધીમે કલ્પનાની સાથે સ્પર્શનો સહારો લેવો પડે છે. ઉંમરને કારણે હૉમોર્ન્સમાં આવતા પરિવર્તનને કારણે માત્ર વિચારથી આવતી ઉત્તેજના ઓછી થઈ જાય એ સ્વાભાવિક છે.
આ એક નૉર્મલ પ્રક્રિયા છે અને એને માટે ઇલાજની કોઈ જ આવશ્યકતા નથી. કામુક કલ્પનાઓથી ઉત્તેજના આવી જવી જોઈએ એવી અપેક્ષા તમે છોડી દો અને પરસ્પરને સ્પર્શ અને રોમૅન્ટિક સંવાદોથી ઉત્તેજિત કરો.
પત્નીને ઉત્તેજિત કરવા માટે સૌથી પહેલાં તો તેના ઘણા અણગમા જાણી લેવા જરૂરી છે. બની શકે કે તેને જે પ્રકારે સ્પર્શ પસંદ નથી એવું જ તમે કરતા હો એને કારણે તેઓ અકળાઈ જતાં હોય. દરેક સ્ત્રીની પસંદ-નાપસંદ યુનિક હોય છે એટલે પત્નીને ગમતી ચીજ શોધવા માટે તમારે ટ્રાયલ્સ કરવી જ રહી. સં@ભોગ પહેલાંની સંવનનની ક્રિયામાં થોડો વધુ સમય આપવો પડે એ પણ એક નૉર્મલ પ્રકિયા છે.
ઘણી વાર કારણ વગરની ચિંતા પણ ઉત્તેજનામાં અવરોધ લાવી શકે છે.શીઘ્રસ્ખલનનું મોટું કારણ ચિંતા અને ઍન્ગ્ઝાયટી હોય છે એટલે સમા-ગમ પહેલાં રિલૅક્સ થવું જરૂરી છે. જલદી સ્ખલન ન થાય એ માટે ડૅપોક્સિટિન નામની ગોળી લેવી. એ ગોળી સમા-ગમના એક કલાક પહેલાં લેવાની હોય છે. અલબત્ત, એ તમે ઓવરઑલ બૉડી ચેકઅપ કરાવીને ફૅમિલી ડૉક્ટરને કન્સલ્ટ કરીને જ લો એ બહેતર રહેશે.
સવાલ.મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. મારા પતિને પો@ર્ન ફિલ્મોની લત છે. તો પો@ર્ન ફિલ્મોની જેમ જ મારી સાથે તે રિલેશન બાંધવા ઈચ્છે છે, પરંતુ હું ના પાડી દઉં છું, કારણ કે મને બીક લાગે છે.મને ડર છે કે તેમની આ વાત નહીં માનું તો મારાં લગ્ન તૂટી જશે તો? હું શું કરું? કારણ કે પતિનો ખૂબ આગ્રહ હોય છે, જ્યારે મને એ બધું થોડું ભયજનક લાગે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ.જો તમારા પતિ સે@ક્સ લાઈફમાં વિવિધતા ઈચ્છે છે અને તેમની ઈચ્છાઓ તથા આદતોથી તમને કોઈ નુકસાન નથી થઈ રહ્યું તો તમે પણ તેમની સાથે ભાગ લો. તમે પ્રશ્નમાં જણાવ્યું નથી કે તમારા પતિ પો@ર્ન ફિલ્મ જોઈને કેવી ડિમાન્ડ કરે છે?જો તેમની ડિમાન્ડ અસામાન્ય અને એબ્નોર્મલ સે@ક્સની હોય તો તમે તેમની સાથે ખુલ્લા મને વાત કરો.
તેમને પ્રેમથી સમજાવો તથા સે@ક્સ અંગે તમારા વિચારો અને ઈચ્છા સ્પષ્ટ કરો. તેમ છતાં તે પોતાની જીદ ન છોડે અને તેમને સતત અસંતોષ રહે તો તમારે તેમનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે અને જરૂર જણાય તો તેમની સારવાર માટે તમે સે@ક્સોલોજિસ્ટનો સંપર્ક કરી શકો છો.
સવાલ.મારી ઉંમર ૨૫ વર્ષની છે, અને મારી પત્નીની ઉંમર ૨૧ વર્ષની છે. ૬ મહિના પહેલાં લગ્ન થયાં છે. મારી પત્નીને ૨૧થી ૨૩ દિવસે માસિક આવી જાય છે તથા ૬થી ૭ દિવસ સુધી રહે છે. તો મારી આ મૂંઝવણનો ઉકેલ જણાવવા વિનંતી.
જવાબ.સામાન્ય રીતે દરેક મહિલાની માસિકમાં થવાની સાઈકલ ૨૧થી ૨૫ દિવસની હોય છે. આ દિવસો સામાન્ય છે. તમે પ્રશ્નમાં જણાવ્યું છે કે તમારી પત્ની ૨૧થી ૨૩ દિવસે માસિકમાં આવી જાય છે, તે સારી બાબત કહી શકાય. માસિક નિયમિત આવવું જોઈએ. દરેક મહિલાની તાસીર અલગ-અલગ હોય છે, જેના કારણે ઘણી મહિલાઓને ૨૧ દિવસે ૨૫, ૨૮ અથવા ૩૦ દિવસનું માસિકચક્ર હોય છે.
જેમાં એક બે દિવસ આગળ પાછળ થવું પણ સામાન્ય છે.તેમાં ચિંતા કરવાની જરૂર નથી. આ ઉપરાંત તમે જણાવ્યું કે તમારી પત્નીને ૬થી ૭ દિવસ માસિક આવે છે. તો તે પણ સામાન્ય બાબત કહી શકાય. સામાન્ય રીતે ૫થી ૬ દિવસ સુધી માસિક આવતું જ હોય છે, પરંતુ ઘણી મહિલાને ચોથા દિવસથી માસિકનો સ્ત્રાવ ઘટવા લાગે છે.
જેમાં ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે માસિકનો આધાર હોર્મોન્સ તથા મહિલાના શરીરમાં રહેલા લોહીના બગાડ પર આધાર રાખે છે. આ વિષય પર મૂંઝાવાની જરૂર નથી, આ સામાન્ય બાબત છે તેથી તેને સામાન્ય રીતે જ લો તથા અન્ય કોઈ મૂંઝવણ હોય જેનો તમે પ્રશ્નમાં ઉલ્લેખ નથી કરી શક્યા, તો તમે આ વિષય પર ગાયનેકોલોજિસ્ટની સલાહ લઈ શકો છો. તે તમારું યોગ્ય ચેકઅપ કરીને નિદાન કરશે. અને તેને અનુકૂળ દવા પણ લખી આપશે.