હું સાત મહિનાની ગર્ભવતી મહિલા છું, મને શારી-રિક સંબંધ બાંધવાનું ખૂબ મન થાય છે શું કરું…

સવાલ.હું ઓગણીસ વર્ષની યુવતી છું અને વિધવા મા સાથે રહું છું પહેલાં તો મારું સ્વાસ્થ્ય સારું રહેતું હતું પણ પાછલાં થોડાં વર્ષોથી દમની બીમારીથી પીડાઉં છું મારી માને પણ તેનાં લગ્ન પહેલાં બે વર્ષથી આ બીમારી છે પરંતુ એણે આનો યોગ્ય ઇલાજ નથી કરાવ્યો જેના પરિણામે મને પણ આ રોગ થઈ ગયો શિયાળામાં આ તકલીફ વધી જાય છે ત્યારે મને મા પર બહુ ગુસ્સો આવે છે મને લાગે છે કે હવે હું સામાન્ય જીવન નહીં જીવી શકું ડરું છું કે લગ્ન પછી મારો પતિ મને છોડી નહીં દે ને શું આ બીમારીનો કોઈ જ ઇલાજ નથી?ઘણી વાર થાય છે કે આત્મહત્યા કરી નાખું.

Advertisement

જવાબ.તમારું એવું વિચારવું એકદમ ખોટું છે કે તમારી માએ દમનો ઇલાજ ન કરાવ્યો એટલે તમને પણ એ રોગ થયો તમને દમ થયો એટલે તેના માટે તમારી માને દોષિત માનવી એ જરાય વાજબી નથી તમારે તો ઊલટાનો તેનો આભાર માનવો જોઈએ કે નાની વયે વિધવા થવા છતાં તમારો વિચાર કરીને તેમણે બીજાં લગ્ન ન કર્યાં.

અને તમારો સારો ઉછેર કર્યો એ વાત સાચી છે કે હજી સુધી દમનો કોઈ એવો સચોટ ઇલાજ નથી શોધાયો જેનાથી આ રોગ મૂળમાંથી જ જતો રહે પરંતુ સમયસર દવા શરૂ કરી દેવાથી અને સાવધાની રાખવાથી એના પર કાબૂ મેળવી શકાય છે.

લગ્ન પછી પતિ આ જાણશે તો શું કરશે એ અંગે વિચારીને અત્યારથી જ તેના વિશે નકારાત્મક વિચારી લેવું ઠીક નથી વાત છુપાવવાથી ઘણી વાર મુશ્કેલીઓ ઊભી થાય છે દમ એક સામાન્ય રોગ છે જે ગમે તે વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે આ કોઈ એવો રોગ પણ નથી જે થવાથી વ્યક્તિ સામાન્ય જીવન ન જીવી શકે આત્મહત્યા એ જ કંઈ બધી સમસ્યાઓનું સમાધાન નથી તમે તમારામાં એવા સારા ગુણ વિકસાવો જેથી દરેક વ્યક્તિ તમારી પ્રશંસા કરે આમ થવાથી તમારામાં આત્મવિશ્વાસ જાગશે.

સવાલ.સગર્ભાવસ્થા દરમિયાન સમાગમ ક્યાં સુધી સુરક્ષિત છે? પ્રસૂતિ પછી કેટલા સમયે સમાગમ કરી શકાય?

જવાબ.સગર્ભાવસ્થા દરમિયાન સમાગમ કરવામાં સામાન્ય રીતે ખાસ કોઈ રોકટોક નથી હોતી જેમ જેમ ગર્ભ વિકસતો જાય તેમ તેમ સમાગમની રીતમાં ફેરફાર કરતાં રહેવું જેથી બાળક પર ભાર ન આવે જોકે જે સ્ત્રીઓને પહેલાં વારંવાર ગર્ભપાત થવાની તકલીફ હોય તેમને તો સમાગમ જ નહીં આત્મસંતુષ્ટિથી પણ દૂર રહેવાની સલાહ અપાય છે.

કેમ કે ઉત્તેજનાથી ગર્ભપાત થઈ શકે છે કેટલાંક યુગલો તો નવમા મહિના સુધી પણ પહેલાંની માફક જ સમાગમસુખ માણે છે જો ક્યારેક દુખાવો કે લોહી પડવાની મુશ્કેલી ઊભી થાય ત્યારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી પણ આવું બહુ ઓછા કિસ્સામાં બને છે.

સામાન્ય પ્રસૂતિ થઈ હોય, તો ત્રણ અઠવાડિયાં પછી ફરી શારીરિક સુખ માણી શકાય છે. જો ઓપરેશન દ્વારા પ્રસૂતિ કરાવવામાં આવી હોય, તો ટાંકા બરાબર રુઝાઈ જાય અને યોનિ તથા ગર્ભાશયમાંથી કોઈ જાતનો સ્ત્રાવ ન થતો હોય, તેવી સ્થિતિ આવે, ત્યાં સુધી સમાગમ ન કરવો.

સવાલ.હું સાત મહિનાની ગર્ભવતી છું મને સં-બંધ બાંધવાનું ખુબજ ઈચ્છા થાય છે મેં સંભાળ્યું છે કે આ સમયે સ્ત્રી ને સ-બંધ બાંધવાનું મન ન થાય પણ મને થાય છે તો શું આ બધું નૉર્મલ છે?

જવાબ.દરેકની ઇચ્છા અલગ અલગ હોય છે ગર્ભાવસ્થા દરમિયાન બધાને સરખી ઈચ્છા હોય એવું ન વિચારી શકાય માટે આ અંગે ગભરાશો નહી રહી વાત સ-બંધ બાંધવાની તો જો બાળક નીચું હોય તો સ-બંધ ન બાંધવા જોઈએ આ અંગે તમારે ડોક્ટરને મળવું જોઈએ આમ તો જો હેલ્ધી પ્રેગ્નન્સી હોય તો આ સમયે સબંધ બાંધી શકે છે તો પણ આ અંગે ડૉક્ટર ની સલાહ વગર આગળ ન વધવું જોઈએ.

સવાલ.હું ૩૨ વર્ષનો કુંવારો યુવક છું. અહીંની એક ફેકટરીમાં કામ કરું છું હું સજાતીય સંબંધમાં માનું છું. હું મોટી ઉંમરના માણસને જોઉં કે તરત મારું લિંગ એકદમ ઉત્તેજિત થઈ જાય છે. કોઈ પણ સ્ત્રીને જોઈને લિંગ જરાય ઉત્તેજિત નથી થતું. શું મારી જિંદગી આમ જ જશે?

જવાબ.તમને સેકસ્યુઅલ આકર્ષણ માત્ર પુરુષો જોવાથી થાય છે એનો અર્થ એ કે તમારામાં સજાતીય આકર્ષણ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઘણું ખરું સજાતીય કે વિજાતીય આકર્ષણ એ જન્મજાત હોય છે. એમાં તમારો કોઈ વાંક નથી. એ ઉપરાંત કોઈ વસ્તુ બહુ સારી કે બહુ ખરાબ નથી હોતી.

તમને માલિકે એ રીતે સરજ્યા છે કે તમારામાં જો આકર્ષણ કે ઉત્તેજના આવે તો એ માત્ર પુરુષને જોઈને જ આવે, સ્ત્રીને જોઈને ન આવે. આ કોઈ બીમારી નથી એટલે એના માટે કોઈ ઇલાજની આવશ્યકતા નથી. ટૂંકમાં એક સજાતીય વ્યક્તિ જો બીજી વિજાતીય વ્યક્તિ જોડે લગ્ન કરી બન્નેનું જીવન બરબાદ કરે એના કરતાં પોતાની જાતને સજાતીય સંબંધથી સંતોષે તો એ વધારે સારું છે ને તંદુરસ્ત સમાજની રચના માટે વધુ હિતકર છે.

સવાલ.મારે એ જાણવું છું કે ઇન્દ્રિયને અન્ડરવેરમાં રાખવાની સાચી રીત કઈ? એને ઉપર આકાશ તરફ રહે એ રીતે રાખવી જોઈએ કે નીચે જમીન તરફ રહે એ રીતે રાખવી જોઈએ?

જવાબ.ઘણા ખરા લોકોમાં ડાબો અંડકોષ નીચો હોય છે અને જમણો અંડકોષ શરીરની નજીક હોય છે. એટલે ઇન્દ્રિય ડાબા અંડકોષની ઉપર રાખવી વધારે સહજ પડે છે, કારણ કે એને ત્યાં ‘પાર્ક’ કરવાનું વધુ સહેલંં છે. પરિણામે એ વધુ સરળ, સહેલી અને કમ્ફર્ટેબલ પોઝિશન છે.

માણસ ઇન્દ્રિય ગમે એ દિશામાં રાખે એનાથી કોઈ ફરક નથી પડતો. એમાં કોઈ વધુ ફાયદો કે નુકસાન નથી થતું. ઘણી વાર પહેલેથી ડાબી તરફ શિશ્ન રાખવામાં આવે છે એટલે માણસની ઇન્દ્રિય જ્યારે ઉત્તેજિત થાય છે ત્યારે એ ડાબી તરફ થોડી વધુ વળેલી હોય છે. ઇન્દ્રિયની થોડી ઘણી વક્રતાથી યોનિપ્રવેશમાં કોઈ તકલીફ નથી થતી.

Advertisement