ગીગા બાપુનું ધામ કો કે સતાધાર એકજ જાણો આ જગમાં પ્રખ્યાત સતાધાર ધામની કેટલીક ખાસ વાતો……

નમસ્તે મિત્રો આજના આ લેખમાંઆપ સૌનું હાર્દિક સ્વાગત છે, સતનો ઓટલો એટલે સતાધાર. સંતોમાં સેવાની સરવાણી વહેવડાવનાર આપાગીગાનું નામ પહેલા આવે. તેઓએ 200 વર્ષ પહેલા સતનો આધાર એવા સતાધારમાં દિનદુખિયાના બેલી બની સેવા યજ્ઞ શરૂ કર્યો. ભુખ્યાને ભોજન આપવું, દુખિયાનું જતન કરવું અને અબોલ પશુઓનું પાલન કરવું આજ સતાધારનો મુખ્ય ધર્મ છે.

ભવ્ય ઈતિહાસ હતો.બારેમાસ વહેતી આંબાઝરના પહોળા સુકા પટમાં પથ્થરો ને પણ પાણી સમસ્યા નું માનવીય ગ્રહણ લાગ્યું છે. એક કાળે ગિરનું જંગલ ઠેઠ બીલખા સુધી, બગસરા સુધી પથરાયેલુ હતું. ઓઝતને આંબાઝર, શીંગવડોને સરસ્વતીના નિર્મળ નીર બેય કાંઠે વહેતા હતાં. વનરાજોના વાસ અને મોરલાના ગહેકાટ વચ્ચે ઘેરાયેલી કુદરતને ખોળે આળોટતી જગ્યાએ આપાગીગાએ સત +આધાર =સતાધારની જગ્યાનુ ટીંબું બાંધ્યું હતું અને ગૌસેવા તથા ભુખ્યાને ભોજન આપવા માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતુ જે આજેય અવિરત ચાલે છે.

પરદુખભજન આપગીગા.આપા ગીગાનો જન્મ દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલાની કુખે થયો હતો. તેના પિતાનું નામ અલીભાઈ અને માતાનું નામ સુરઇ હતુ જે પાછળથી આપા દાનાએ તેનુ નામ લાખુ રાખ્યું હતું જેથી તે એજ નામથી ઓળખાતી હતી. એક સમયે સોરઠમાં ભયંકર દુકાળ પડતા અલીભાઈ, સુરઇને સગર્ભા મુકીને પોતાના ઢોર લઇને દેશાવર ચાલ્યા ગયા હતાં. સુરઇ પોતાના સગાને ત્યાં ચલાળા જવા નીકળ્યા ત્યારે રસ્તામાં શાપુર ગામે પુત્રનો જન્મ થયો. પુત્રનુ નામ ગીગો રાખ્યું.

સગાઓએ મોં મચકોડ્યા.મા-દીકરો ચલાળે આવ્યા, પણ દુકાળની થપાટ એવી કારમી હતી કે ચલાળામાં સુરઇના સગાઓએ પણ તેને જોઇને મોઢું મચકોડ્યું હતું. તે સમયે આપા દાના કાળનો સામનો કરવા ચલાળામાં આશ્રમ શરૂ કરેલો. સુરઇ અને ગીગો તેમાં આવીને રહ્યા. આપા દાનાએ ગીગાને પુત્રની જેમ પાળ્યો અને મા-દીકરાએ જીવન દાનબાપુના ચરણે અર્પણ કર્યુ. આમ ધીરે ધીરે સમય પસાર થતો હતો. એક દિવસે ચલાળા પાસેના સરંભડા ગામે ગીગાના વિવાહની વાત ચાલતી હતી. પણ ઈશ્વર ધણીમાં જેને ઓરતા હતા તેવા ગીગાનુ મન સંસારમાં ચોંટ્યુ જ નહીં, એ નિર્લેપતામાંથી સંત આપા ગીગાનો પ્રાદુર્ભાવ થયો.

લોબાનની સુગંધ આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે આમ આપા ગીગા તો ચલાળાની જગ્યામાં ગાયોની સેવા કરતા અને છાણના સુંડલા ઉપાડતા ઉપાડતા મોઢે ઈશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ જ રટ્યા કરે છે. આમ ધીરે ધીરે લાંબો સમય પસાર થઇ ગયો હતો. એક દિવસ પાળિયાદની જગ્યાનાં આપા વિસામણ, ચલાળાના મહેમાન બન્યા છે.

આપા વિસામણ તો રોજ ગાયોની સેવા કરતા અને છાણનાં સુંડલા ઉપાડતા ગીગાને જોયે રાખતા હતા. એક દિવસ આપા વિસામણે આપા દાનાને કહ્યુ કે આપા હવે આ ગીગાને સુંડલો ઉતરાવી નાખો અને તમારો પવિત્ર હાથ તેને માથે મુકો. આમ તે દિવસે બન્ને સંતો ગીગાને પાસે બોલાવે છે અને આપા દાનાએ ગીગા ઉપરથી છાણનો સુંડલો ઉતાર્યો ત્યારે ગીગો તેના ચરણોમા નમી પડ્યો અને તેના ગુરૂ નો પંજો તેના ઉપર પડ્યો.

ત્યાર બાદ થોડા સમય પછી ગીગાને આપા દાનાએ બોલાવીને નોખી જગ્યા બાંધવા કહ્યુ. તે સમયે ગીગાની આંખમાં આંસુની ધારા છૂટીને પોતાના ગુરૂને કહ્યુ કે મારો કાંઇ વાકગુનો છે, કે મને નોખો થવાનું કહો છો. ત્યારે આપા દાને હસતા હસતા કહ્યુ કે ‘ગીગા તુ તો મારાથી સવાયો થઇશ, પશ્ચિમનો પીર કહેવાશે અને તમામ વરણ એટલે કે જ્ઞાતિના લોકો તને નમશે અને પરગટ પીર થઇ પુજાઇશ. અને કામધેનુ, મુંડીયા અને અભ્યાગતોને પાળજે. તારા ચુલામાં લોબાનની સુગંધ આવે ત્યાં રોકાઇ જાજે, અને ધર્મની ધજા ફરકાવજે.’

આમ આપા ગીગા પોતાના ગુરૂ આપા દાનાને પગે લાગી, જગ્યાના ઝાડવે ઝાડવાને બથ ભરી ભરીને રોઇને વિદાય લીધી. ચલાળાથી 108 ગાયને લઇને થોડો સમય ચલાળામાં જ? એક ઝુંપડી બાંધીને રહ્યા. અને ત્યાં દાળ-રોટલાનું સદાવ્રત ચાલુ કર્યુ. થોડો સમય રહ્યા પછી ત્યાંથી ગાયોને લઇને ફરતા ફરતા અત્યારે જ્યાં સતાધારની જગ્યા આવેલી છે ત્યાં આંબાઝર નદીને કાંઠે ઝુંપડી બાંધી અને જગ્યાનુ તોરણ બાંધ્યું. ચમત્કારોની કેટલીય વાતો આપાગીગાનાં જીવન સાથે વણાયેલી છે.

આપાગીગાએ બાંધેલી ઝુંપડી સતાધાર એટલે કે સતનો આધારના નામથી પ્રખ્યાત બની અને આજે તો તેની કીર્તિ ચારે તરફ પ્રસરી વળી છે. આપાગીગાએ શરૂ કરેલ સદાવ્રત અને અભ્યાગતોના આદર-સત્કારની પરંપરા એકધારી ચાલી આવે છે. આ પરદુખ ભંજન સંત વિશે કહેવાય છે. નહીં જેના દરબારમાં, ભૂપત ભીખારીના ભેદ; વાણીમાં ચારેય વેદ, ગાતા સદગુણ ગીગવા.

આંબાઝરનો ઝીલણો, નાવા સરખા નીર, ધજા ફરુકે ધર્મની, પરગટ ગીગો પીર, સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર, સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર.એક કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ હતું. ઓઝત ને આંબાઝર શિંગવડો ને સરસ્વતીના નિર્મળા નીર બેય કાંઠે વેહતા રેહતા. વનરાજોના વાસ અને મોરલાની ગેહકાટ વરચે ધેરાયેલી નયનરમ્ય ગીરના ખોળે આપા ગીગાએ સતાધાર નું ડીંટ બાંધ્યુ હતું.

દુનિયાથી દુભાયેલી ગધઇ મહિલા લાખુ(સુરઇ) ની કુખે એક તજસ્વી પુત્રનો જન્મ વિ.સ. ૧૮૩૩ માં થયો.ચલાળાની જગ્યામાં સેવાનુ કામ કરતા લાખુનાં પુત્રને જોઇ આપા દાનાએ ભવિષ્ય ભાખ્યું, ,”લાખુ તારો પુત્ર ગેબની હારે વાતુ કરશે અને પ્રગટ પીર થઇને પુજાશે”.

બાળક ગીગો મોટો થતા માની હારે ચલાળાની જગ્યામાં ટેલે જવા લાગ્યો. જન્મદાત્રી માં લાખુના ખોળે રહી બાળ ગીગાની કિશોર અવસ્થા વીતી રહી છે. થોડા વર્ષો બાદ લાખુમા પણ સ્વર્ગવાસી થયા. સંસારનું એક્માત્ર બંધન પણ ગીગાથી છુટી ગયું. હવેતો ભલી જગ્યા,ભલી ગાવતરી અને ભલા આપ દાના ત્રણે સિવાય ગીગાને બીજી કોઇ વાતની તમા નથી.

ગવતરી ની સેવા કરતા કરતા ગીગાને મોઢે ઇશ્વરનું અને ગુરૂ આપા દાનાનું નામ રટાય છે. લાંબો સમય વહી ગયો. એક દિવસ પાળિયાદથી આપા વિસામણ ચલાળા પધારે છે. આપા વિસામણ અને આપાદાનાનાં આતરે ગાંઠીયું લાગી ગઇ છે. એક્ને જવાનુ મન નથી થતુ અને એક જવા દેતા નથી. જગ્યાની ઓશરીમાં બેય સંત મિત્રો બેઠા છે. રોજ આપા વિસામણ એક ચિત્તે છાણના સુંડલા સારતા ગીગાને જોયા રાખે.એક દિવસ આપા વિસામણ બોલ્યા “ભણે આપા દાના હવે આ સુંડલો ઉતારી પંજો મારો.”

વરસાદના દિવસો હતા. ગીગાનું આખુ શરીર છાણથી લથબથ હતું. આપા દાનાએ હાલ મારી “ભણે ગીગા ઓરો આવ્ય.” સંકોચાતા શરમાતો ગીગો પરશાળની કોરે આવયો. આપા વિસામણ અને આપા દાનાની વચ્ચે સુંડલો કોણ ઉતારે એની હેતની ગોઠડી મંડાણી. છેવટી આપા દાનાએ હાથ લાંબ કરી સુંડલો ઉતાર્યો. ગીગાનું માથું આપા દાનાના ચરણમાં ઢ્ળ્યુ અને માથે ગુરૂનો પંજો પડ્યો.થોડા દિવસો વિત્યા બાદ આપા દાનાએ ગીગાને બોલાવ્યો.”ભણે ગીગા, હવે તું નોખું કરી લે.”ગીગાની આંખમાંથી આસુની ધારા મંડાણી. “આપા, કાંણા સારું મુને રજા દયો છો? હું અને મારું કામ તમને નથી ગમતું?”

આપા દાના ખડ ખડ હસવા લાગ્યા. કહે ” બેટા ગીગા, તું મારાથી સવાયો થાઇશ બા.પછમનો પીર ભણાઇશ.તમામ વરણ તને નમશે અને પરગટ પીરાણું થઇને જગતમાં ઓળખાઇશ.” ગીગાભગતની આખુંમાથી ગુરૂ વિજોગે ચોધારા આસુંની ધારા વહી રહી છે. આપા દાના ગીગાને હરદય સરખો ચાંપીને માથે હાથ મુકે છે.આપા દાના આશ્વાસન દેતા કહે છે કે બેટા ગીગા, જગાની ગાયું કેટલી?“બસોને સોળ બાપુ.”

“એના બે ભાગ કરોતો કેટલી આવે?”ગીગો કહે એકસોને આઠ!”વળી આપા દાના હસી પડ્યા કહે, “વાહ બાપ ગીગા,તો તો ભારી મેળ બેસી ગયો.માળાના પારા એકસો ને આઠ અને તુંને ગાયું એક સો ને આઠ.લઇ જા હવે બાપ લઇ જા! ગીગા. કામધેનું, મુંડીયા અને અભ્યાગતો ને પાળજે. તારા ચુલામાં લોબાનની ભભક આવે ઇસે રોકાઇ જાજે. લે બાપ મારા તુને દિલના આશીષ છે!”

દાન મહારાજ ને દંડવટ પ્રણામ કરી, રડતા રડતા જગ્યાના ઝાડવે ઝાડવાને ભરીને ગીગા ભગતે ચલાળાના સ્થાનક્માં ચક્કર માર્યુ. જે સ્થળે પોતે મોટા થયા હતા તે સ્થળની ધુળ માથે ચડાવી. એક સો ને આઠ ગાયુ લઇ સૌ પ્રથમ ચલાળા માં જયાં અત્યારે ફુલવાડી કેહવાય છે ત્યાં મઢુલી બાંધી. દશેક વિઘા પડતર જમીનમાં સુધારો કર્યો. કૂવો ગાળી વાડી બનાવીને દાળ-રોટલાનું સદાવ્રત શરૂ કર્યુ. ફુલવાડી માં આસોપાલવ, જાંબુ,સીતાફ્ળી, ચિકું-જામફ્ળ જેવા વૃક્ષો અને જુઇ,ચમેલી,ચંપો જેવા ફુલ ઝાડ લેહરાવા લાગ્યા.આપા ગીગાની ફૂલવાડી પરથી આ જગ્યા ફુલવાડીનાં નામે ઓળખાવા લાગી આજે બસો વર્ષથી તે જ નામે ઓળખાય છે.

આપા ગીગાએ ચલાળામાં જુદી જગ્યા કર્યા પછીના થોડા સમયે આપા દાનાએ સ્વધામ ગમન કર્યું. આપાદાનાનાં મુખ્ય બે શિષ્યો થયા, એક ચલાળાનાં મૂળીઆઈ અને બીજા આપા ગીગા.બેયને સગા ભાઇ બહેન કરતા પણ વધારે હેત. એક દી સાધુની જમાત ચલાળાને પાદર આવી પોંહચી અને સાધુઓ એ ફરમાન કર્યુ. ગીગા,”સબ સાધુકો માલપુઆ ખીલા દે આજ.”

“બાપુ ! એટલો ખરચ કરવાની તેવડ નથી, ઠાકરને દાળ-રોટલાનો ભોગ ધરો.” આપા ગીગા સમજાવા ગયા પણ પરપ્રાંતીય સાધુઓ ઉક્ળી ઉઠીયા.મુખ્ય મંહતનો હુક્મ થતા સાધુઓ એ આવીને જગ્યામાંથી આપા ગીગાને ઉપાડ્યા.જમાતમાં લઇ જઇ પીપળા સાથે બાંધ્યા અને ચીપયાથી મારવાં લાગ્યા, ચલાળાનું માણસો ભેગુ થઇ ગયું પણ બાવા-સાધુની બીકે કોઇ આગળ આવતું નથી. એક જણે મૂળીઆઇને સમાચાર આપ્યા.

સમાચાર સાંભળતાની સાથે જ મૂળીઆઇ શ્વાસ ભેર દોડ્યા.”હે, મારા ભાઇ ગીગલાને બાવા મારે છે?” માથેથી ઓઢળું લસરી પડ્યું. જમાતમાં આવીને જોવે તો બાવા આપા ગીગા માથે ચીપીયાની પ્રાછટ બોલાવે છે અને આપા ગીગા આંખો બંધ રાખી ઉભા છે. દોળીને મૂળી આઇ આપાને વળગી પડ્યા. બાઇ માણસને વચ્ચે આવેલા જોઇ બાવા પણ રોકાઇ ગયા. મહંત કહે, “મૂળી યે તેરા ભાઇ હમકો માલપુઆ નહી ખીલાતા.મૂળી આઇ કહે “બાપુ, મારા ભાઇની ઝુપડી એટલી ખમતીધર નથી.”“તો તુમ ખીલા” મહંતનો બીજો હુક્મ થયો.”

બાવાની જમાતને મૂળીઆઇ પોતાને ત્યાં લવ્યા અને માલપુઆ ખવરાવ્યાં. તોયે બાવાઓને સંતોષનાં થયોતો આપાની ઝુપડીમાં લુંટ ચલાવી. અપા ગીગાને આ બાબતનું મનમાં પણ નથી, બાવાના ચીપીયાનો માર ખાઇ,.આશ્રમ લુંટાવા દઇ, આપાએ ગાયુ સાથે ચલાળા છોડયું.સાથે થોડા મુંડીયા છે. બે ગોવાળીયા છે. શત્રુંજીના કાઠે હાલત હાલતા આબાં ગામની સીમમાં આવી પોહચ્યાં.

એ કાળેતો વરસાદની રેલમછેલ હતી.નદીના લીલુડા કાંઠે લીલું કુંજાર ઘાસ જામ્યું છે.એમાં આપા ગીગાનું ધણ ચરે છે. આપા નદીની છીપર માથે બેસી આંખો બંધ કરી માળા ફેરવી રહ્યા હતાં. ‘સત’ સાથે લે લાગી ગઇ છે. આપાની સાથે આવેલા સાધુઓ અને બે ગોવાળો શેત્રુંજીમાં પડ્યા.બોહળા પાણીમાં નાતા નાતા સૌ ગુલતાન બન્યા છે. નદીના કાંઠે આંબા ગામાના ક્યાડા શાખાના ક્ણબીની વાડી.વાડીમાં શેરડી નો વાઢ નાખ્યો છે.કોઇને ખબર ન રહી અને એક્સો આઠ ગાયું આ વાડીમાં ઘુસી ગઇ.થોડીવારમાં તો શેરડીનાં ઉભા પાકને ખેદાન મેદાન કરી નાખ્યો.

દીકરાના પાડના વાડમાં ગાયુ ચરતી જોઇ ડાયા પટેલનો પીતો ગયો. ક્રોધમાં બંબોળ બનેલો પટેલ હાથમાં પરોણો લઇ નદીમાં ઉતર્યો. આપા ગીગાની છીપર પાસે જઇ તેમના દેહ માથે પરોણાની પ્રાછટ માંડી બોલાવવા. આપાની આંખો બંધ છે. મનની સ્થીરતા ગુમાવી નથી.ગોવાળો અને સાધુઓ ઉભા ઉભા થથરે છે.માળાનો મેર પુરો કરી આપાએ આંખો ઉઘાડી. સ્નેહ ઝરતા ચક્ષુઓ વિશ્રાંત વાણી પ્રવાહ ચલાવ્યે રાખતા ડાયા પટેલ માથે સ્થીર થયા.’શું થયુ બાપ?’ આપા ગીગા હળવે રહીને પટેલને પૂછે છે. ” એ મલકના ચોરટા,ઊભો થઇને જોતો ખરો.આ તારી ગાયુંએ મારો વાઢ વીંખીં નાખ્યો.જોતો નથી ને ઉપર જતા ડાહયાપણાની વાતું કરશ? નુકશાની ભરી દે મારી. “ડાયા પટેલના રોષે માઝા મુકી દીધી છે.”

આપા ગીગાએ ઊભા થઇ નજર કરી તો પટેલનાં વાડમાં પોતાની ગાયુ બેઠેલી જોઇ. મોઢાની રેખા બદલ્યા વગર આપા બોલ્યા, ભણે મોળા બાપ! આમારી પાસે પૈસોતો નથી. તારી નુકશાનીના બદલામાં અમને સાથી રાખ. તારું કામ કરી બદલો વાળી દેશું. અમારી ગાયુ શેતલ કાંઠાના ખડ ચરશે. અમે ઝૂંપડા વાળીને અહીંજ રોકાશું.”

ક્ણબીને વાત ગમી ગઇ.એ ક્બુલ થયો.આપા ગીગા અને તેમના સાથીદારો ગાયો સહિત આંબા ગામે રોકાયા.ગોવાળો ગાયો ચરાવે.આપા અને સાધુ વાડીમાં કામ કરે.પણ કામ કરતા કરતા શેરડીના વાડને એવો ઉછેર્યો કે ક્ણબી પટેલનો ઉછરંગ સમાતો નથી.આપા આખો દી દિલથી મજૂરી કરે અને રાત્રે હરિ સ્મરણ કરે.શત્રુંજી ના કાઠે આપાએ ભક્તિ સભર વાતા વરણ ઉભુ કરી દિધુ.