મંદિર માં ચોરી કરવા આવેલાં ચોરને ભગવાનએ આપ્યો એવો સબક કે થઈ ગઈ આવી હાલત…..

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે વધતા કેટલાક કિસ્સાઓમાં ચોરીના પણ ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે.

Advertisement

જયારે ઘણા લોકોને અંતે તેની સજા તો ચોક્કસ રીતે મળતી હોય છે.આજે આવો જ એક ચોકાવનારો ચોરીનો કિસ્સો સામે આવ્યો છે,જેમાં એવું જાણવા મળ્યું છે કે એક શનિ મંદિરમાં રહેલી દાન પેટીમાં રહેલા પૈસા કાઢવા માટે ચોરોએ જયારે તાળુ તોડ્યું અને દાન પેટીમાં જેવો હાથ અંદર નાખ્યો તેવો તેનો હાથ દાન પેટીમાં અટકી ગયો હતો.

મળતા અહેવાલ મુજબ આ સમગ્ર ઘટના છત્તીસગઢના એક વિસ્તારમાંથી સામે આવી છે.જેમાં તે વિસ્તારમાં આવેલા એક શનિ મંદિરમાં બે ચોર ચોરી કરવા ગયા હતા.પરંતુ આ દરમિયાન દાન પેટીમાં જ ચોરનો હાથ ફસાઇ ગયો હતો.આવી સ્થિતિમાં તે ચોરે ઘણી કોસિસ પણ કરી પરંતુ તેનો હાથ તેમાંથી વહાર નીકળ્યો ન હતો.

આખરે વધારે અવાજ થવાથી મંદિરનો પુજારી જાગી ગયો હતો.અને તેણે મંદિરની અંદર જોયું તો ત્યાં ચોર ઉભા હતા.આ પછી પુજારીએ જોરથી અવાજ કરીને આજુબાજુના લોકોને ભાગ કરી નાખ્યા હતા.જયારે ભેગા થયેલા લોકોએ દાનપેટી તોડી અને ચોરનો હાથ બહાર કાઢ્યો હતો.અને પોલીસને જાણ કરી હતી.

ત્યાના સ્થાનિક લોકો એવું કહી રહ્યા છે કે બે ચોર સવારે શનિ મંદિરમાં પ્રવેશ્યા હતા.જયારે દાન પેટીમાં રાખેલા પૈસા કાઢવા માટે આ ચોરોએ પહેલા મંદિરનું તાળુ તોડી નાખ્યું હતું અને જ્યારે તેઓએ દાન પેટીમાં હાથ મૂકીને પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એક ચોરનો હાથ દાન પેટીમાં અટક્યો હતો.જયારે તેમથી મુક્તિ મેળવવા ઘણી કોસિસ કરી પરંતુ તે સફળ થઇ શક્યા ન હતા.

પોલીસના જણાવ્યા અનુસાર ચોરી કરવા મંદિર ગયેલા બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ પૂછપરછમાં બંનેએ ચોરીના હેતુથી મંદિરમાં જવાની પણ કબૂલાત આપી હતી.બંને આરોપીઓ તે વિસ્તારના રહેવાસી છે અને અનેક જગ્યાએ ચોરીની ઘટનાઓ પણ કરી ચૂક્યા છે.હાલ તેમની પર વધારે તપાસ થઇ રહી છે.જયારે લોકો એવું કહી રહ્યા છે કે ચોરોને તેમની સજા મળી છે

વધુ માહિતી આપતા તમને જણાવીએ કેચોરીના ઇરાદે મંદિરમાં પ્રવેશનાર ચોરે મંદિરમાં રાખેલી સામગ્રીને બેગમાં બાંધી અને પછી ત્યાં સૂઈ ગયો હતો. સવારે પોલીસે તેને ઉઠાડ્યો ત્યારે ચોર કહેવા લાગ્યો કે તેને ઠંડી લાગે છે સૂવા દો. આ ઘટના બાદ મંદિરના સેવાદરોનું કહેવું છે કે આ માતાજીનો ચમત્કાર છે, તેથી મંદિરમાં ચોરીની કોઈ ઘટના બનતી નથી. આ ઘટના મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લાની છે.

શાજાપુરના લાલબાઈ ફુલબાઈ મંદિરમાં ચોરે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. રાત્રે ચોરે સેવાદરના ઓરડામાં રાખેલા ત્રિશૂળની મદદથી મંદિરનું લોક તોડી નાંખ્યું અને રૂમમાં રાખેલી બધી ચીજોને કોથળીમાં બાંધી દીધી, ત્યારબાદ તે સૂઈ ગયો.સવારે મંદિરના સેવકો મંદિરમાં પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે મંદિરમાં ત્રિશૂળ નથી અને નજીકના ઓરડાના તાળા તૂટેલા છે અને દરવાજો અંદરથી બંધ છે.જેથી તેમણે ડાયલ 100ને માહિતી આપી.

સમાચાર મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સેવાદારના ઓરડાની અંદરનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ચોરે દરવાજો ખોલ્યો ન હતો. આ પછી પોલીસે દરવાજો તોડ્યો હતો.ચોરી કર્યા બાદ ચોર મંદિરમાં જ સૂઈ ગયો પોલીસ સેવાદારના રૂમમાં પહોંચતાં જ એક વ્યક્તિ પલંગ પર સૂઈ રહી હતી. પોલીસે તેને ઉઠાડ્યો ત્યારે તેણે કહ્યું કે ઠંડી ઘણી વધારે છે મને સૂવા દો.

પોલીસના કહેવા મુજબ આ વ્યક્તિ મંદિરમાં ચોરી કરવાના ઇરાદે આવ્યો છે, પરંતુ ઠંડીને કારણે તેને ત્યાંજ ઊંઘ આવી ગઈ. પોલીસનું માનવું છે કે આ યુવક માનસિક રીતે વિક્ષિપ્ત હતો, તેથી પોલીસે પુછપરછ બાદ મુકત કર્યો હતો.

બીજી ઘટના વિશે જણાવતા આજે તમને એક એવા ચમત્કારિક દેવસ્થાન વિશે જણવીશુ જ્યા માતા ભગવતી નુ પૂજન-અર્ચન કરવા મા આવે છે. આ વાચ્યા બાદ ભગવાન મા તમારી અપરંપાર શ્રધ્ધા વધી જશે. આ દેવસ્થાન છે બિહાર ના મેઘપુર જીલ્લા મા સ્થિત ચંડી સ્થાન મંદિર. આ દેવસ્થાન એટલુ ચમત્કારી છે કે જેના વિશે સાંભળી તમે આશ્ચર્ય મા મુકાઈ જશો.આ દેવસ્થાન મા નિયમીત લાખો-હજારો ભક્તો ની ભીડ જામેલી રહે છે.

આ ઉપરાંત નવરાત્રી ના દિવસે તો અહી ભક્તો ની સંખ્યા મા વધારો જોવા મળે છે જેને નિયંત્રીત કરવી પણ અઘરી બની જાય છે. આ ગામ ના સ્થાનિક લોકો દ્વારા આ રહસ્યમયી દેવસ્થાન નુ નિર્માણ થયુ હતુ. આ દેવસ્થાન મા માતા દુર્ગા ઉપરાંત તેમના સેવક બે સગા ભાઈ બુધાય અને સુધાય ની મૂર્તિઓ પણ બિરાજમાન છે.સાચા હૃદય થી મંદિર મા આવતો કોઈપણ શ્રધ્ધાળુ અહી થી નિરાશ જતો નથી.

માતા આ સર્વ ભક્તો ની મનોકામના પુર્ણ કરે છે. આ ઉપરાંત જે સ્ત્રીઓ ને માતા બનવા નુ સુખ પ્રાપ્ત નથી થતુ તેઓ અહીયા આવ્યા બાદ તેમને સંતાન ની પ્રાપ્તિ થાય છે. અહી ના વૃધ્ધો ના કહેવા પ્રમાણે અંદાજીત ૭૦ વર્ષ પૂર્વે આ મંદિર મા બે તસ્કરો ઘૂસી આવ્યા હતા જે માતા ના ઘરેણા લૂંટી ને જઈ રહ્યા હતા.પરંતુ , જેવા તે લૂટેલા ઘરેણા લઈ ને નાસીપાસ થઈ રહ્યા હતા કે બંને ના નેત્રો ચાલ્યા ગયા.

બંને ની આંખો ની રોશની ગુમાવ્યા પછી તે ડરી ગયા અને લૂટેલા ઘરેણા મંદિર મા રાખી જેમ-તેમ બહાર નીકળ્યા. બહાર નીકળતા જ બંને પથ્થર ના બની ગયા અને હાલ પણ તે બંને મંદિર ની બહાર પથ્થર બનેલા છે. સ્થાનિક વૃધ્ધો ની માન્યતા મુજબ માતા સતી નુ વિભાજીત શરીર નુ એક અંગ અહી પડયુ હતુ. જેથી , આ સ્થળ ચંડી સ્થાન તરીકે ઓળખાયુ.

Advertisement