આ શરમાળ છોકરી એક સમયે ઘરે થી બહાર એકલી નીકળવા પણ અચકાતી હતી,પણ આજે IAS બનીને આતંકવાદીઓ વિરોધ કરી રહી છે નેતુત્વ….

કાશ્મીરમાં કાયદાપાલનથી લઈને આતંકવિરોધી અભિયાનનું પ્રતિનિધિત્વ કરી રહી છે એવી IPS જે એક સમયે શરમાળ છોકરી હતી.આઈપીએસ અધિકારી ચારુ સિન્હાને હવે મહાનિરીક્ષક તરીકે સીઆરપીએફના શ્રીનગર સેક્ટરની કમાન સોંપવામાં આવી છે. પ્રથમવાર એક મહિલા આઈપીએસ અધિકારીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) શ્રીનગર સેક્ટરના ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) તરીકે મૂકવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદથી પ્રભાવિત ક્ષેત્રોમાંથી એક એવા શ્રીનગર સેક્ટરમાં આઈપીએસ અધિકારી ચારુ સિન્હાની નિમણૂંક કરવામાં આવી છે.

Advertisement

કાશ્મીરમાં કાયદા વ્યવસ્થાને લઈને આતંકવિરોધી અભિયાન સુધીનું પ્રતિનિધિત્વ પહેલી વખત કોઈ મહિલા અધિકારીને સોપવામાં આવ્યું છે. આ જવાબદારી મળી છે 1996 બેચની આઈપીએસ અધિકારી ચારુ સિન્હાને.નાનપણમાં શાંત એવી દેખાતી છોકરી એક સમયે એકલી ઘરેથી બહાર નીકળવામાં અચકાતી હતી. આજે તે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ બની ચુકી છે. તેલંગાનામાં ભ્રષ્ટાચાર અને બિહારમાં નક્સલીઓ વિરુદ્ધ અભિયાનમાં પ્રતિનિધિત્વ ક્ષમતા સાબિત કરી ચુકેલી ચારુ સિન્હા કાશ્મીરમાં આતંકવિરોધી અભિયાનોનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.

1996 બેચની આંધ્ર પ્રદેશ કેડરની આ આઈપીએસ અધિકારી કાશ્મીરમાં સીઆરપીએફમાં મહાનિરીક્ષક રેન્કની પહેલી મહિલા આઈપીએસ અધિકારી બની છે. ખરેખર તેને મળેલી આ જવાબદારી અત્યાર સુધીમાં મળેલી જવાબદારીઓ માંથી ઘણી વધુ પડકારપૂર્ણ રહેવાની છે, પરંતુ આત્મવિશ્વાસથી તે દરેક પડકારનો સામનો કરવા માટે તત્પર જોવા મળે છે.સીઆરપીએફના સંવેદનશીલ ગણવામાં આવતા શ્રીનગર સેક્ટરના આઈજીના નાતે તેને નાગરિક પ્રશાસન અને પોલીસ સાથે સાથે સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સમન્વય બનાવીને આગળ ચાલવાનું છે. માત્ર એટલું જ નહિ, કાશ્મીરમાં સ્થાનિક આતંકવાદીના આતંકી સંગઠનોમાં ભરતી ઉપર નિયંત્રણ લાવવાથી લઈને આતંકી બનેલા યુવકોના સરન્ડરને સુનિશ્ચિત બનાવવાણી પ્રક્રિયાને આગળ વધારવામાં પણ તેના અનુભવની કસોટી થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મહિલા અધિકારીઓથી ભટકેલા યુવાનોની માતાઓને અપીલ કરવાની ભલામણ પછી આ આશા વ્યર્થ નથી. આંધ્ર પ્રદેશમાં તે ઘણા હથીયારબંધ નક્સલીઓનું સરન્ડર કરાવી ચુકી છે.આંધ્ર પ્રદેશના ભાગલા પછી તેમણે તેલંગાનાને પોતાની કર્મભૂમિ બનાવવાનો નિર્ણય કર્યો.કાશ્મીરથી પૂર્વ જમ્મુમાં આઈજી સીઆરપીએફ તરીકે ફરજ બજાવી ચુકેલી ચારુ સિંહને સોપવામાં આવેલા શ્રીનગર સેક્ટરનું મહત્વ અને સંવેદનશીલતાનો નો અંદાઝ એ વાત ઉપરથી લગાવી શકાય છે કે તેના હેઠળ શ્રીનગર, વડગામ અને ગાંદરબલ જીલ્લા આવે છે. કાશ્મીર આવેલા સીઆરપીએફના ગ્રુપ સેન્ટર, શ્રીનગર એયરપોર્ટ પણ તેના હેઠળ રહેશે. આ સેક્ટરમાં બે રેંજ, 22 એક્જીકયુટીવ યુનિટ અને ત્રણ મહિલા સીઆરપીએફ કંપનીઓ છે.

સૌથી મોટો પડકાર નવા આતંકીઓની ભરતી રોકવી.
ચારુ સિંહની નિયુક્તિને લઈને કાશ્મિર વિભાગના નિષ્ણાત એજાજ અહમદ વારે કહ્યું કે તેની પ્રોફાઈલ સારી છે. તે જોઇને તેમની પાસેથી અહિયાં આશાઓ ઘણી વધુ છે. આ સમયે કાશ્મીર સુરક્ષાદળો માટે સૌથી મોટો પડકાર નવા આતંકીઓની ભરતી રોકવાનો છે. આતંકી બનેલા યુવાનોને કોઈપણ રીતે સુધારવાના છે. કાશ્મીરમાં સીઆરએફ પહેલેથી જ લોકસંપર્ક અને લોકસહકારના ઘણા કાર્યક્રમો ચલાવી રહી છે, હવે જોવાનું એ છે કે તે કેવી રીતે આ યુવાનોની ભરતી અટકાવીને આતંકીઓના સરન્ડર માટે ગ્રાઉન્ડ તૈયાર કરે છે.

સશક્ત બનવાનો હતો સંકલ્પ.
નાનપણમાં ખુબ જ શરમાળ સ્વભાવને કારણે ચારુ સિંહ ઘરેથી બહાર એકલી નીકળવામાં અચકાતી હતી. તેનું કહેવું છે કે મનમાં હંમેશા સ્વયંને આર્થિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વતંત્ર અને સશક્ત બનવા માટે મજબુત સંકલ્પ હતો. અગાઉની એક રજૂઆતમાં તેણે પોતાના નાનપણના દિવસોનું વર્ણન કર્યું હતું.તેણે જણાવ્યું હતું કે તે પિતા સાથે હંમેશા પુટપર્થીમાં આવેલા સત્ય સાઈના દરબારમાં જતી હતી. ત્યાં તેની અંદર નવો વિશ્વાસ જાગ્યો અને જીવનને સમજવા-જોવાનો એક દ્રષ્ટિકોણ મળ્યો અને પછી બધું બદલાઈ ગયું. તે મીડિયાના ચર્ચાઓથી દુર રહેવાનું પસંદ કરે છે.તેમના જણાવ્યા મુજબ, જયારે તે આઈપીએસ અધિકારી બન્યા પછી શરુઆતના સમયમાં હંમેશા મીડિયા તેની પાછળ રહેતું હતું. ઘણી વખત એવું થતું હતું કે અંગત જીવન પૂરું થઇ ગયું છે, પાછળથી તેની પસંદગી થઇ ગઈ. હૈદરાબાદ આવેલી સેંટ ફ્રાંસીસ કોલેજ ફોર વુમેન માંથી સ્નાતક અને ત્યાર પછી તેણે હૈદરાબાદ સેન્ટ્રલ યુનીવર્સીટી માંથી પોલીટેકનીક સાયન્સમાં એમએ કર્યું.

પહેલી વખત કોઈ મહિલા અધિકારીને સોપવામાં આવ્યું આતંકવિરોધી અભિયાન.
કાશ્મીરમાં કાયદો-વ્યવસ્થાને લઈને આતંકવિરોધી અભિયાન સુધીની જવાબદારી પહેલી વખત કોઈ મહિલા અધિકારીને સોપવામાં આવી છે. આ જવાબદારી મળી છે 1996 બેચની આઈપીએસ અધિકારી ચારુ સિન્હાને, જેણે કેન્દ્રીય રીઝર્વ પોલીસ દળના શ્રીનગર સેક્ટરના આઈજી બનાવવામાં આવ્યા છે.તે પહેલા આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં ભ્રષ્ટાચાર અને નક્સલવાદને રોકવામાં પોતાના મક્કમ ઈરાદા અને પ્રયાસોથી છવાયેલી રેહેલી ચારુ સિંહા માટે કાશ્મીર એક નવો પડકાર છે, પરંતુ તેની પ્રોફાઈલ જોતા તેની ઉપર ઘણી આશા રાખવામાં આવી રહી છે. એક નજર તેની કારકિર્દીની અત્યાર સુધીની સફર અને કાશ્મીરમાં નવા પડકારો ઉપર.આ સાથે સીઆરપીએફના આ ક્ષેત્રમાં લદ્દાખ પણ આવે છે. તેમાં બે રેન્જ, 22 કાર્યકારી એકમો અને ત્રણ મહિલા કંપનીઓ શામેલ છે. આ ક્ષેત્રોમાં તમામ કામગીરીનું નેતૃત્વ અધિકારી ચારુ સિન્હા કરશે. ચારુ સિન્હાની સાથે જ 6 આઈપીએસ અને 4 વરિષ્ઠ કેડર અધિકારીઓ પણ જોડાયા છે અથવા સીઆરપીએફમાં બદલી કરાયા છે. આ આઈપીએસ અધિકારીઓમાં મહેશ્વર દયાલ (ઝારખંડ સેક્ટર), પીએસ રાનપીસે (જમ્મુ સેક્ટર), રાજુ ભાર્ગવ (વર્ક) શામેલ છે.

 

ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરેંસ નીતિ નેતાઓને પણ ખટકી.
ચારુ સિંહે આંધ્ર પ્રદેશ અને તેલંગાનામાં પોલીસ કોન્સ્ટેબલો માટે ઇઝરાયલી સેનાના આત્મરક્ષણની ટેકનીકની તાલીમ પણ ફરજીયાત બનાવી. નવરાશનો સમય હરવા, ફરવા, નવા પુસ્તકો વાંચવા અને પોતાના પાળેલા કુતરા સાથે પસાર કરવાની શોખીન ચારુ સિન્હાને કમ્યુનીટી પુલીસિંગમાં ઘણો વિશ્વાસ છે. તેણે તેલંગાના અને આંધ્ર પ્રદેશમાં આ સફળ પ્રયોગ કર્યો છે.તે જણાવે છે કે તેની સારી અસર પણ હતી. તેની હેઠળ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને લોકો સાથે સારું વર્તન કરવા, સંયમ સાથે રહેવા માટે પ્રેરિત કરીને કાયદો-વ્યવસ્થા સુધારવા માટે લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે છે.

 

ભ્રષ્ટાચારના દબાયેલા કેસને પણ ઠંડા બોક્સ માંથી બહાર કાઢી પરિણામ સુધી પહોચાડ્યા.
તેલંગાનામાં તે ભ્રષ્ટાચાર નિરોધક બ્યુરોના નિર્દેશક પણ રહ્યા. તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઘણા કડક પગલા લીધા. રાજકીય દબાણમાં આવ્યા વગર તેમણે ઘણા ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. તેમણે ભ્રષ્ટાચારના દબાયેલા કેસને ઠંડા બોક્સ માંથી બહાર કાઢીને પરિણામ સુધી પહોચાડ્યા. વર્ષ 2017માં તેને કેન્દ્રીય ડેપુટેશન હેઠળ સીઆરપીએફમાં મોકલી દીધા હતા.તેની આ બદલીનું કારણ ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરેંસની નીતિ જ બતાવવામાં આવી હતી. તેમણે જ તેલંગાનાના એક મોટા એમએલએ દ્વારા જીલ્લા કલેકટર માંથી કરવામાં આવેલા દુર્વ્યવહાર કેસની તપાસ કરી. હવે કાશ્મીરના પડકારો તેની સામે છે અને તેના અત્યાર સુધીના અનુભવથી અહીયાના લોકોને ઘણી આશા છે.

નક્સલીઓનું સરન્ડર અને પુનર્વસન કરાવ્યું.
ચારુ સિંહા જણાવે છે કે આઠમાં ધોરણ માં જ નક્કી કરી લીધું હતું કે મારે દેશની સેવા કરવી છે અને એટલા માટે પોલીસ સેવા પસંદ કરી. ત્યાર પછી ફરજને જ પોતાની શક્તિ બનાવી લીધી અને આત્મવિશ્વાસ થી એક પછી એક પડકારોનો સામનો કરી આગળ વધતી ગઈ. કાશ્મીરમાં સીઆરપીએફની પહેલી મહિલા આઈજી બનતા પહેલા તેમણે આંધ્ર પ્રદેશના એચઆઈવી પીડિત મહિલાઓ અને બાળકોના અધિકારો માટે લડાઈ લડી.પ્રકાશમ જીલ્લામાં એસપી રહ્યા તે દરમિયાન તેમણે કાંઠાના વિસ્તારોમાં માછીમારો અને ચેચુ આદિવાસીઓ માટે ઘણા કામ કર્યા. તેને નક્સલીઓને મદદ ન કરવા માટે રાજી કર્યા. તેલંગાનાના મેડકમાં નક્સલ વિરોધી ઓપરેશનની ઓએસડી ઇન્ચાર્જ રહી ચુકેલા ચારુ સિન્હાએ ઘણા નક્સલીઓને સરન્ડર કરાવવા સાથે સાથે તેમના પુનર્વસનની પણ વ્યવસ્થા કરી. વર્ષ 2005માં તે સંયુક્ત રાષ્ટ્રના કોસોવ શાંતિ મિશનમાં જોડાઈ. તેણે અલ્બેનીયાઈ મુસ્લિમો અને સર્બ ઈસાઈઓ વચ્ચે શાંતિ સ્થાપિત કરવા અને તેના પુનર્વસનમાં મહત્વની ભૂમિકા ભજવી.

Advertisement