આજે જાણો ગુજરાત માં આવેલ 1200 વર્ષ જુના અંબાજી મંદિર વિશે,અહીં મૂર્તિની નહીં પણ આ વસ્તુની થાય છે પૂજા…

મિત્રો આજના આર્ટિકલમાં ૫૧ શક્તિપીઠોમાં થી અંબાજી માતાના શક્તિપીઠ વીશે વિશે વાત કરીશું. અંબાજી માતા નું પ્રસિદ્ધ મંદિર બનાસકાંઠા ના દાંતા તાલુકામાં આવેલું છે. અરવલ્લી ની સુંદર ગિરિમાળાઓ ની વચ્ચે વિરાજ એ જગત જનની મા અંબા ૫૧ શક્તિપીઠોમાં આગવું સ્થાન ધરાવે છે. માં અંબા ૧૦૩ ફૂટની ઊંચાઈ ધરાવતો અંબાજીમંદિર 358 સુવર્ણ કળશ થી શોભે છે. કુલ ૩૫૮ સુવર્ણ સુવર્ણકળશ થી શોભે છે.

Advertisement

અહીં ભક્તોને માં અંબાના મૂર્તિ સ્વરૂપે નહીં પરંતુ જેમ તરીકે દર્શન થાય છે. આ યંત્રની એવું શણગારવામાં આવે છે કે દર્શનાર્થીઓને લાગે કે તે માતાજીની મૂર્તિ જ છે. પૌરાણિક માન્યતાઓને અનુસાર આ મંદિર સોનાથી બનેલું છે. આ યંત્રની ફરતી વસ્ત્રો અને આભૂષણો ગોઠવવામાં આવે છે એટલે એમાં મૂકે એવું લાગે છે કે તે વાઘ પર સવાર થઈને આવી રહ્યા છે.

ગુજરાતમાં આવેલ અંબાજી મંદિર ખૂબ પ્રાચીન મંદિર છે. માતા અંબા-ભવાનીના શક્તિપીઠોમાંથી માતાના આ મંદિર પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધા છે. આ મંદિરના ગર્ભગૃહમાં માતાની કોઈ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી નથી. આ મંદિર શક્તિના ઉપાસકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, અહીં માતા અંબાજી ભક્તોની બધી જ મનોકામનાઓ પુરી કરે છે.

અંબાજી માતાનું મંદિર ગુજરાત-રાજસ્થાન સીમા પર આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર લગભગ બારસો વર્ષ જૂનું છે. આ મંદિરના નવીનીકરણનું કામ 1975 થી શરૂ થયું હતું અને આજ સુધી ચાલુ છે. સફેદ આરસપહાણમાંથી બનેલું આ મંદિર ખૂબ જ ભવ્ય છે. મંદિરનું શિખર 103 ફૂટ ઉંચુ છે. શિખર પર 358 સુવર્ણ કળશ સુસજ્જિત છે.મંદિરથી લગભગ 3 કિલોમીટર દૂર એક પર્વત છે જેને ગબ્બર કહેવામાં આવે છે. આ પર્વત પર માતા અંબાનું પ્રાચીન મંદિર પણ સ્થાપિત થયેલ છે. એવું માનવામાં આવે છે કે, અહીં એક પત્થર પર માતાના પગલા પણ છે. પગનાં નિશાનની સાથે અહીં માતાના રથના ચિન્હો પણ જોવા મળે છે. અંબાજીની મુલાકાત લીધા પછી, ભક્તો ચોક્કસપણે ગબ્બર પર્વત પર જાય છે. દર વર્ષે ભાદરવા મહિનાની પૂનમના દિવસે અહીં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે.

અહીં માતાનું એક શ્રી યંત્ર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ શ્રીયંત્રને એવી રીતે શણગારવામાં આવ્યુ છે કે લોકોને એવું લાગે છે કે, માતા અંબે અહીં સાક્ષાત બિરાજમાન છે. અંબાજી મંદિર વિશે કહેવામાં આવે છે કે, ભગવાન શ્રી કૃષ્ણનો મુંડન સમારોહ અહીં કરવામાં આવ્યો હતો. ભગવાન રામ પણ શક્તિની પૂજા કરવા અહીં આવ્યા હતા.

શક્તિસ્વરૂપ અંબાજી દેશના સૌથી પ્રાચીન 51 શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. હકીકતમાં, હિન્દુ ધર્મના બાર શક્તિપીઠ છે. નવરાત્રી દરમિયાન અહીંનું વાતાવરણ આકર્ષક અને શક્તિશાળી હોય છે. નવ દિવસીય નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાના દર્શન માટે ભક્તો અહીં મોટી સંખ્યામાં આવે છે. નવરાત્રીમાં આ મંદિરના આંગણમાં ગરબા લેવામાં આવે છે અને શક્તિની આરાધના કરવામાં આવે છે. સમગ્ર ગુજરાતના ખેડુતો તેમના પરિવારના સભ્યો સાથે આ મંદિરમાં માતાના દર્શન કરવા માટે ભેગા થાય છે.

આ સિવાય અહીં જોવા માટે અન્ય સ્થળો પણ છે, જેમાં સનસેટ પોઇન્ટ, ગુફાઓ, માતાજીનો ઝૂલો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થસ્થાન અંબાજી મંદિર, માતા દુર્ગાના 51 શક્તિપીઠોમાંનું એક છે અંબાજી મંદિર ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. તમે રાજસ્થાન કે ગુજરાતમાંથી અહીં પહોંચી શકો છો. અહીંનું નજીકનું સ્ટેશન માઉન્ટઆબુ છે. તમે અમદાવાદથી પણ હવાઈ માર્ગ દ્વારા અહીં પહોંચી જઈ શકો છો. અંબાજી મંદિર અમદાવાદથી 180 કિમી અને માઉન્ટઆબુથી 45 કિમી દૂર આવેલું છે.

દંત કથા અનુસાર માતાજી મહિષાસુરનો વધ કરીને તેથી તેઓ મંદિર મહિસાસુર મર્દીની તરીકે ઓળખાય છે. પુરાણોમાં અનેક કથાઓ આ સ્થાન વિશે જોડાયેલી છે. જ્યારે દેવી સતી યજ્ઞ કુંડમાં જ્યારે પોતાનો દેહ ત્યાગ કરે છે ત્યારે ભગવાન શિવ આ જોઈને ખૂબ જ ગુસ્સે થાય છે અને મહાદેવ સતી ના શબને ઉપાડીને તાંડવ શરૂ કરે છે.

શિવના રોદ્ર રૂપ થી પૃથ્વીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના ૫૧ ટુકડા કરે છે. આ ટુકડાઓ પૃથ્વી પર જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઇ છે જ્યાં અંબાજી ખાતે માં સતીના હૃદયનો ભાગ પડયો હતો તેવી માન્યતા છે ભાદરવી પૂનમ ના દિવસે અહીં મેળો ભરાય છે. વિશ્વનો સૌથી મોટો મેળો આ ગણવામાં આવે છે.દેશભરમાંથી અનેક ભક્તો અહીં દર્શન માટે આવે છે અને માતાજીને નવલા નોરતાનું આમંત્રણ પાઠવે છે. દર્શનાર્થીઓ માટે અનેક સુવિધાઓ જેમકે તબીબી સારવાર, વિશ્રામ ગૃહ, પોલિસ પ્રોટેક્શન, જમવાની સુવિધા, શુધ્ધ પાણીની સુવિધા વગેરે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તથા સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવે છે.

આ મંદિરની સાથે બાજુમાં બાલા સુંદરી માતાજીનું મંદિર પણ આવેલું છે તથા ગણેશની મૂર્તિ પણ આવેલી છે. અહીં આવેલું છે પવિત્ર માનસરોવર. આ સરોવર સાથે ભગવાન શ્રી કૃષ્ણનો પણ સંબંધ છે. કહેવાય છે કે નંદ અને યશોદા અહીં સાત દિવસ રહીને જુવાર આવ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણની ચૌલક્રિયા એટલે કે બાબરી તે અહીંયા જ સંપન્ન કરવામાં આવી. આજે પણ જે લોકો અહીં પોતાના બાળકની બાબરી કરાવે તેને વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. વિધિ સંપન્ન કર્યા બાદ ભક્તોએ કારભૈરવ અને બટુક ભૈરવ ના દર્શન જાય છે અને ત્યાં બાળકના ચૌલક્રિયાના કેશ અર્પણ કરે છે. ત્યારબાદ જ ચૌલક્રિયા સંપન્ન થઈ હોવાનું કહેવાય છે.

માતાજીની મંદિર પાસે આવેલું છે માંગલ્ય વન અહીં વૃક્ષો અને છોડ વાવવામાં આવે છે. આ મંગલ જીવન એટલું બધું સુંદર છે કે તેને જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે. ગબ્બર પર્વત પર માં અંબા એ પૃથ્વી પર સૌથી પહેલુ અવતરણ કર્યું હતું. અહી જ્યોત સ્વરૂપે માં અંબા પ્રગટ્યા હતા. ગબ્બર પર્વત પર પગથિયાં ચડી શકાય છે અને વર્ષ ૧૯૯૮ થી ગબ્બર પર્વત પર રોપ-વે પણ બનાવવામાં આવ્યું છે.અહીં અખંડ જ્યોત સ્વરૂપે મા અંબા સાક્ષાત બિરાજમાન છે. ભાદરવી પૂનમ અને નવરાત્રિના તેમાં તહેવાર દરમ્યાન અહીં ભક્તોની ખૂબ જ ભીડ જામેલી હોય છે જે કોઈપણ અહીં માતાના દર્શન માટે આવે છે તેને હંમેશા તે યાદ રહી જાય તેવું બની જાય છે.

Advertisement