શું તમે જાણો છો ગુજરાતનાં આ પ્રખ્યાત કલાકારો મૂળ ક્યાં ગામના છે જાણો એકજ ક્લિકમાં……..

આજે અમે તમને એ ખાસ જાણકારી આપવા જઈ રહ્યાં છે.જે ખુબજ ખાસ છે.આજે અમે તમને જણાવીશું કે ગુજરાત ના જુદા જુદા સુપરસ્ટારઓ કે જેઓ સ્ટેજ પર સાથે જોવા મળતા હોય છે અને જેમ બૉલીવુડ ના લોકો મુંબઈ માં વધુ જોવા મળતા હોય છે. તેમ ગુજરાત ના સુપરસ્ટાર વધારે અમદાવાદ માં જોવા મળતાં હોય છે જોકે તેઓનું મૂળ વતન અમદાવાદ નથી આજે અમે તમને આ તમામ લોકોનું મૂળ વતન વિશે જણાવીશું.

Advertisement

જીજ્ઞેશ કવિરાજ (ખેરાલું).ગુજરાતી ગીત સંજીતનું મોટું નામ એટલે જીગ્નેશ કવિરાજ. મોટાભાગના લગ્ન પ્રસંગોમાં જો જીગ્નેશ કવિરાજનું ગીત ન વાગે તો જ નવાઈ લાગે.અન્ય ગાયકો કરતાં અભિનેતા અને ગાયક જીગ્નેશ ખૂબ અલગ છે.જીજ્ઞેશ કવિરાજ ગુજરાતના મહેસાણા જીલ્લાના ખેરાલુ ગામના વતની છે.તેમના પિતાનું નામ હસમુખભાઈ બારોટ છે અને તેઓ પણ સંગીત ક્ષેત્રે જોડાયેલા છે.ગુજરાતી લોકસંગીતની દુનિયાના પ્રખ્યાત ગાયક જીગ્નેશ કવિરાજ અલગ અંદાજના ગીતો ગાવા માટે પ્રખ્યાત છે.પરિવારના સભ્યો સાથે નાનપણમાં વિવિધ કાર્યક્રમોમાં ગીતો પ્રસ્તુત કરીને કારકિર્દીનો પ્રારંભ કરનાર જીગ્નેશે ટૂંક સમયમાં જ લોકપ્રિયતા મેળવી લીધી છે.2017 માં ભગવાન વાઘેલાના જાનુ મરી લાખોમા ઇકે સાથે ગાયક અને અભિનેતા તરીકેની શરૂઆત કરી હતી. તેમના આલ્બમ “બેવફા તને દૂરથી સલામ” ને ખુબ સફળતા મળી છે.અને ત્યારબાદ જીજ્ઞેશ કવિરાજ ખુબજ પ્રખ્યાત થયાં હતાં.

ગમન સાંથલ ( સાંથલ )ગમન સાંથલ નામ એ કોણ નથી જાણતું રેગડી સ્ટાર તરીકે પ્રખ્યાત ગમન ભુવાજી ખુબજ પ્રખ્યાત છે.સાંથલ એક એવા કલાકાર જેણે પોતાના મીઠા અવાજથી પુરા ગુજરાતને ઘેલું લગાડ્યું, અને રબારી સમાજનું રતન એવા ગમન સંથલ મહેસાણા જીલ્લાના સાંથલ ગામના વતની છે.ગમન સાંથલ વિશે વધુમાં વાત કરીએ તો તેઓ પોતે ગાયક, ગીતકાર, અને ભુવાજી છે.કહેવાય છે કે તેઓ માં દિપોના ભુવાજી છે અને માં દિપોનો તેમની પર હાથ છે.તેઓ રબારી સમાજના ખુબજ લોક પ્રિય ગાયક કલાકાર છે.તેઓ પોતાના નામની પાછળ પોતાના ગામનું નામ લખાવે છે.તેમના પત્નીનું નામ મીતલબેન છે અને તેને ૩ બાળકો છે.ગમન પોતાના સુંદર અવાજ ની કારણે ખુબજ પ્રખ્યાત છે.

કિંજલ દવે (જેસંગપુરા).કિંજલ દવે નું નામ આવે એટલે તેની સાથેજ ચાર ચાર બંગડી યાદ આવી જાય છે.ચાર ચાર બંગડીવાળી ગાડી થી ફેમસ કિંજલ દવે મીઠા સ્વર સાથે દરેક લોકોનુએ દિલ જીતી ચુકી છે.કિંજલ દવેનો જન્મ વર્ષ 1999 માં બનાસકાંઠા જીલ્લામાં થયો હતો.કિંજલના પિતા અમદાવાદમાં ડાયમંડનું કામકાજ કરતાં હતાં.તેમનું વતન પાટણ છે અને તેઓ જેસંગપુરા ગામના વતની છે પરંતુ તેઓ અમદાવાદમાં તેમના માતા-પિતા અને નાના ભાઇ સાથે રહે છે.હાલમાં તેઓનું જીવન બદલાઈ ચૂક્યું છે.તેમના કરિયર ની વાત કરીએ તો કિંજલે 100 થી વધુ આલ્બમ કર્યા છે કિંજલ વાર્ષિક 200 કરતાં વધુ કાર્યક્રમો પ્રદાન કરે છે. દેશવિદેશમાં વસતા ગુજરાતીઓમાં કિંજલ દવેની લોકપ્રિયતા છે.તેઓ માત્ર ભારત જ નહીં પરંતુ અન્ય દેશો માં પણ પ્રોગ્રામ કરે છે.

કાજલ મહેરિયા (ગોઠવા).ગુજરાતના લોક્લાડીલા કલાકાર એવા કાજલ મહેરિયાનું જન્મ સ્થળ મહેસાણા જીલ્લામાં આવેલું નુંગાર ગામ છે.તેઓ હાલ વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં રહે છે.ગમન સાંથલ સાથે અનેક સ્ટેજ પ્રોગ્રામ બાદ કાજલ એ થોડી પ્રસિદ્ધિ મેળવી હતી ત્યારબાદ પોતાની મહેનત અને લગન થી આજે તે ખુબજ પ્રસિદ્ધ થઈ છે.કાજલને યાદગાર બનાવનારું ગીત ”બેવફા તુને મુજકો પાગલ હી કર લિયા”આ ગીત કાજલ નું લોકોએ બહુજ વખાણ્યું હતું તેથી આખા ગુજરાત માં કાજલ ના ફેન્સ વધી ગયા હતાં. અને ત્યારબાદ એકપછી એક કાજલ ના સ્ટેજ પ્રોગ્રામ પણ વધી ગયા હતાં.

ગીતા રબારી (તપ્પર).ગીતા રબારી નામ કોણ નથી જાણતું એક સમય એ નાના સ્ટેજ પ્રોગ્રામ કરનાર ગીતા આજે ખુબજ પ્રખ્યાત છે.31-12-1996ના રોજ જન્મેલી ગીતા આજે કચ્છી કોયલ તરીકે જાણીતી છે.ગીતા રબારી કચ્છના તપ્પર ગામની રહેવાસી છે.પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે.માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું.તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે.ગીતા રબારી ના ગીતા માનાં રોણા શેરમા અને એકલો રબારી આ બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે.અને તેમાં પણ રોણા શેરમાં એ એક અનોખો રેકોર્ડ પણ સર્જ્યો છે.

કીર્તીદાન ગઠવી (વાલવોડ).ડાયરાઓની રોનક કહેવાતા કીર્તીદાન ગઠવી આણંદ જીલ્લાના વાલવોડા ગામના વતની છે.પરંપરાગત મધમીઠા કંઠ અને જીભ માટે વિખ્યાત ગઢવી કુળમાં જન્મ.લોક માન્યતા અનુસાર કહેવાય છે કે ગઢવી ની જીભે અને કંઠે વિધા અને સંગીત ના દેવી માં શારદા નો કાયમી વાસ હોય છે.કીર્તીદાન ગઠવી નો ઉછેર એક સર્વ સામાન્ય ગ્રામીણ બાળકની જેમ ગામડાંમાં જ થયો છે.તેમણે પોતાના ગામની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ અને ભાદરણ ની હાઇસ્કૂલમાં હાયર સેકન્ડરી સ્કૂલનું શિક્ષણ મેળવ્યું છે.કીર્તિદાન હાલમાં રાજકોટ સ્થિતિ પોતાના સ્વર નામના બંગલામાં નિવાસ કરે છે તેમનો બંગલો સ્વર ખુબજ સુંદર છે.

વિજય સુવાળા (સુવાળા).હાલમાં જ પોતાનું નવું સોન્ગ “રામ મને પ્રેમ કરનાર બેવફા મળ્યાં” ને કારણે ખુબજ ચર્ચામાં છે.ઉત્તર ગુજરાતના નાનકડા ગામ સુંવાળાના વિજય ભાઈએ પોતાના ગામને સન્માન આપતા પોતાની અટક જ સુંવાળા કરી છે.તેમના લોકપ્રિય ગીતોમાં મહોબત ખપે બીજું કઈ ન ખપે, આજ તારો સમય કાલ મારો આવશે, જીગર જાન વગેરે જેવા ગીતો ને કારણ એ તેઓ ખુબજ પ્રખ્યાત થયાં હતાં.

Advertisement