તારક મહેતા 12 વર્ષથી અવિરત લોકોને મનોરંજન પીરસી રહ્યાં છે. શૉના દરેક પાત્રએ લોકોના મનમાં એક અલગ છાપ છોડી છે. દિશા વાકાણીએ શૉ છોડ્યો બાદમાં ગુરુચરણ સિંહ એટલે કે રોશન સિંહ સોઢીએ શૉને અલવિદા કહી દીધુ. સોઢીના પાત્રને હવે બલવિંદર સુરી ન્યાય આપશે.
જ્યારે અંજલિ મહેતાનું રિપ્લેસમેન્ટ પણ મેકર્સને મળી ગયુ છે.અંજલિ ભાભીને રિપ્લેસ કરશે આ એક્ટ્રેસ સુનયના ફોજદાર અને બલવિંદરે મારી એન્ટ્રીતારક મહેતા માં મોટો બદલાવ થશે.
તારક મહેતા..માં હવે તમે નવી અંજલિ મહેતાને જોઇ શકશો. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે સુનયના ફોજદાર હવે નેહા મહેતાની જગ્યાએ જોવા મળશે. રિપોર્ટ પ્રમાણે આજથી સુનયનાએ શુટિંગ શરૂ કરી દીધી છે.
જો 7માંથી એકનો પણ જવાબ છે હા તો તમને છે મોબાઈલનું વ્યસન.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ માટે ભારતીય ટીમ જાહેર, જુઓ કોને મળ્યું સ્થાન અને કોણ થયું બહાર ગુજરાત સરકારે ફ્રૂટનું નામ બદલીને કમલમ કરી દીધું, કોંગ્રેસ કહ્યું આ લોકો પાસે મુદ્દા જ નથી.
નેહા છેલ્લા 12 વર્ષથી તારક મહેતા સાથે જોડાયેલી છે. નેહાએ શૉ છોડ્યો બાદમાં તેમના ફેન્સ થોડા નિરાશ છે. બલવિંદરે પણ સોઢીના પાત્રની શૂટિંગ શરૂ કરી દીધી છે.સુનયનાએ એક રિશ્તા સાજેદારી કા, બેલન વાલી બહુ, લેફ્ટ રાઇટ લેફ્ટ, લાગી તુજસે લગન અને સંતાન જેવી સિરીયલમાં કામ કર્યું છે.
તમન જણાવી દઇએ કે, તારક મહેતા..માંથી ટપ્પૂ એટલે કે ભવ્ય ગાંધી પણ નીકળી ગયો છે, તેના ગયા બાદ સોનૂ પણ રિપ્લેસ થઇ અને ઘણા બધા લોકોએ આ શૉને અલવિદા કહી દીધું છે. ટપ્પૂની જગ્યા રાજે લીધી છે જ્યારે સોનૂની જગ્યા પલક સિંધવાનીએ લીધી છે. નવા પાત્રો સાથે શૉ કેટલો સક્સેસફૂલ રહે છે તે જોવુ રહ્યું.