હવામાન વિભાગે કરી આગાહી, ગુજરાતના આ વિસ્તારમાં આવનાર ત્રણ દિવસ પડશે વરસાદ…

રાજ્યમાં એક તરફ ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ કેરળમાં ચોમાસુ બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ ઘટી છે આ જ કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં પ્રી-મોન્સૂન માટે પણ રાહ જોવી પડી શકે છે સામાન્ય રીતે કેરળમાં વરસાદના આગમન બાદ 15થી 18 દિવસમાં ચોમાસાનું આગમન થતું હોય છે.

Advertisement

આ વર્ષે કેરળમાં 29મી મેના રોજ વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે એ રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ વરસાદ પડવાની શરૂઆત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા ખેડૂતો ફરી ચિંતિત બન્યા છે.

જો વહેલો વરસાદ પડે તો કેરી ઉનાળુ મગ તલ સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે કમોસમી વરસાદ પડે તો કેરીના પાકને સૌથી વધુ નુકસાન થશે સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું છે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષ કમોસમી વરસાદથી ખેડૂતો પરેશાન છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે 8 થી 10 જૂન દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે આ આગાહી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 8 જૂને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે જ્યારે 9 અને 10 જૂને સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસશે.

જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત તાપી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે હવામાન વિભાગના મતે વરસાદની સાથે પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે આવતીકાલથી ગરમીથી રાહત મળશે આવતીકાલથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી ઘટશે દિવસે રસ્તે જતા લોકોની સંખ્યા આ ગરમીના કારણે ખૂબ જ ઘટી ગઇ છે.

ત્યારે ગરમીથી કંટાળી ગયેલા લોકો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે મળી રહેલી માહિતી અનુસાર રાજ્યમાં 8 જૂનથી પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થવાની સંભાવના છે રાજ્યમાં લોકો છેલ્લા ઘણા સમયથી ચોસામાની રાહ જોઇ રહ્યા છે.

ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે લોકો જો સુવિધા હોય તો ઘરમાં આખો દિવસ ACમાં જ બેસી રહેવાનું પસંદ કરી રહ્યા છે વળી ઓફિસમાં કામ કરતા લોકો પણ કામનો સમય પૂર્ણ થયા બાદ પોતાના ઘરે ગયા બાદ બહાર જવાનું ટાળી રહ્યા છે આના પરથી ગરમીનો પ્રકોપ કેટલો છે તે સ્પષ્ટપણે સમજી શકાય છે.

આ તમામ વચ્ચે હવામાન વિભાગે આગામી 8 થી 10 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત સુરત વલસાડ નવસારી અમરેલીમાં પણ વરસાદ પડવાની સંભાવના છે વળી દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથમાં પણ વરસાદ પડવાની પૂરી સંભાવના છે.

અમદાવાદવાસીઓને ગરમીમાં રાહત જલ્દી મળે તેવું દેખાઇ રહ્યું છે અમદાવાદમાં આજે બપોરના 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે જોકે 9 જૂન બાદથી ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

સોમવારે અમદાવાદ ભાવનગર કંડલા અમરેલી રાજકોટ વલ્લભ વિદ્યાનગર વડોદરા સુરેન્દ્રનગર ડીસા ગાંધીનગર સહિત 10 શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 40થી 42.6 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યો હતો.

જોકે હવામાન ખાતાએ જણાવ્યું છે કે આજથી ગરમીનું પ્રમાણ ઘટશે અને ચાર દિવસ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી જેટલો નીચે ઉતરશે. ગરમી ભલે ઓછી થાય પરંતુ બફારો વધશે,

કારણ કે આજે રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું અને આકાશમાં છુટા છવાયા ભેજવાળા વાદળો જોવા મળ્યા હતાં. આવી સ્થિતિમાં જો વરસાદ એકવાર પડીને બંધ થાય છે તો બફારો વધી શકે છે અને તેના કારણે લોકો વધુ પરેશાન થઇ શકે છે.

Advertisement