હું 32 વર્ષનો યુવક છું મારે એ જાણવું છે,કે સુહાગરાત પર પત્નીને રક્તસ્ત્રાવ ન થાય તો શું તેને ચારિત્ર્યહીન સમજવી?

સવાલ.હું ૨૩ વર્ષની નોકરિયાત યુવતી છું એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારી-રિક સંબંધ પણ બાંધ્યો હતો જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છુ હું તેને ઘણો પ્રેમ કરું છું યોગ્ય સલાહ આપવા વિનંતી.

Advertisement

જવાબ.આ સંબંધ ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો છે અને તેણે તમને લગ્નનું વચન પણ આપ્યું નહોતું આ સંજોગોમાં તેના તરફથી તમે કોઇ અપેક્ષા રાખી શકો નહીં તમારી પાસે તેને ભૂલી તમારી જિંદગીમાં આગળ વધવા સિવાય બીજો કોઇ રસ્તો જ નથી ડિપ્રેસ થવાને કારણે તકલીફ તમને થશે એ યુવકને તેની કોઇ અસર થવાની નથી આથી ભૂતકાળ ભૂલી તમે તમારા જીવનમાં આગળ વધો એમા જ તમારી ભલાઇ છે.

સવાલ.હું ૧૭ વરસની છું મને ૨૦ વર્ષના એક છોકરા સાથે પ્રેમ છે જે બીજા શહેરમાં રહે છે અમે નિયમિત રીતે મળતા નથી. પરંતુ ફોન પર ઘણી વાતો કરીએ છીએ શું આ સાચો પ્રેમ છે?એવા મને વિચારો આવે છે તે મને સ્પર્શ કરે છે ત્યારે મને કોઇ પણ પ્રકારની લાગણી થતી નથી માટે એ જાણવું છે કે શું અમારો સંબંધ ટકશે? યોગ્ય સલાહ આપશો.

જવાબ.પ્રેમને ગંભીરતાથી સમજવા માટે તમારી ઉંમર ઘણી નાની છે. ઉંમર વધશે તેમ તમે તમારી લાગણીઓ સમજી શકશો. હમણા તમે તમારા સંબંધને પ્રેમનું નામ આપ્યા વગર આગળ વધારો. હમણા આ સંબંધ મૈત્રી પૂરતો જ સીમિત રહેવા દો. યોગ્ય ઉંમરે યોગ્ય નિર્ણય લો. આ તબક્કે તમારો સંબંધ ટકશે કે નહીં એ કહી શકાય નહીં. સમયને સમયનું કામ કરવા દો. આ વિચાર કરી મૂંઝાવાને બદલે લાંબા અંતરની મૈત્રીનો આનંદ માણો.

સવાલ.હું ૨૧ વરસનો યુવક છું. અમારો પરિવાર જૂનવાણી વિચારનો છે. છેલ્લા બે વરસથી હું એક છોકરીના પ્રેમમાં છું. તે ૧૯ વરસની છે. મારે તેની સાથે લગ્ન કરવા છે. પરંતુ તે મારી મામીની બહેન છે. મારો પરિવાર આ લગ્નની વિરુધ્ધ છે. હું એ છોકરીને ઘણો પ્રેમ કરું છું. મારે શું કરવું તે જણાવશો.

જવાબ.૨૧મે વરસે તમે કોઇ પણ ગંભીર નિર્ણય લેવા સમર્થ નથી. તમારી આ સમસ્યાનું નિરાકરણ સમય જ આપશે. હમણા તો તમારે ભણી-ગણીને સારી કારકિર્દી બનાવવાનો જ વિચાર કરવો જોઇએ. સમય વિતતા તમારા નિર્ણયમાં બદલાવ આવવાની શક્યતા છે અને લગ્નની ઉંમરે તમે આ સંબંધમાં મક્કમ હશો તો શક્ય છે કે તમારા પરિવારનો નિર્ણય પણ તમારી તરફેણમાં આવે. આથી હમણા આ બાબતની ચિંતા બાજુએ મૂકી એના કરતા પણ મહત્ત્વની વસ્તુ પર ધ્યાન આપો.

સવાલ.હું ૩૨ વર્ષનો નોકરી કરતો પરિણીત યુવક છું હું એ જાણવા માગું છું કે સુહાગરાતે જો કોઈ યુવતીને રક્તસ્ત્રાવ ન થાય અસહ્ય પીડાથી તે ચીસો ન પાડે, તો શું એને ચારિત્ર્યહીન સમજવું?

જવાબ.પ્રથમ સમાગમ વખતે સ્ત્રીઓને થોડું ઘણું કષ્ટ તો થાય છે પરંતુ તે એટલું અસહ્ય નથી હોતું કે સ્ત્રી તને સહી ન શકે અને ચીસો પાડે એ દરમિયાન રક્તસ્ત્રાવ થાય એય કંઈ અક્ષત કૌમાર્યની નિશાની નથી.

સવાલ.લોકોના અભિપ્રાયની મારા મન પર ઘેરી અસર થાય છે. કોઇ મારી ટીકા કરે એ હું સહન કરી શકતી નથી. આ કારણે મને ઘણું દુ:ખ થાય છે અને આખો દિવસ એના જ વિચારો આવે છે. હા, કોઇ મારી પ્રશંસા કરે એ મને ગમે છે. પ્રશંસા કરવામાં આવે નહીં તો મારે માટે કામ કરવું મુશ્કેલ બની જાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

જવાબ.પ્રશંસા સાથે ટીકા સહન કરવાની હિંમત હોવી જોઇએ. કોઇ પણ વ્યક્તિ દરેકને ખુશ કરી શકતી નથી. અમે આમ પણ પ્રશંસા કોને ગમતી નથી? તમારે તમારા કામને કારણે થતી ટીકાને ગંભીરતાથી લેવી નહીં. તમે ૫૦ ટકા લોકોને ખુશ કરી શકો એ ઘણી મોટી સિધ્ધી છે.

એક વાત તમે ટીકા સ્વીકારતા શીખી જશો પછી તમને દુ:ખ થશે નહીં અને આ પછી તમે તમારી જાત પ્રત્યેના તમારા અભિપ્રાયને બીજાના અભિપ્રાયથી વધુ મહત્ત્વ આપશો નહીં. ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે જેનો સ્વીકાર કર્યો જ છૂટકો છે.

સવાલ.હું ૧૮ વરસની છું. હું સ્પષ્ટવ્યક્તા છું. મારી આ આદતે મને મુશ્કેલીમાં મૂકી દીધી છે. મારા કેટલાક જૂનવાણી સગા સંબંધીઓએ મારે વિશે ખરાબ અફવા પણ ઉડાડી છે આ કારણે મને ઘણું ટેન્શન થાય છે. મારે શું કરવું એ જ હું સમજી શકતી નથી. યોગ્ય સલાહ આપશો.

જવાબ.તમે વાણી સ્વાતંત્ર્યમાં માનો છો એ વાત સમજી શકાય તેવી છે. પરંતુ વડીલો સાથે વાત કરતી વખતે તમારે તમારી વાણી પર થોડો કાબુ રાખવાની જરૂર છે. દરેક વ્યક્તિને આવો સ્વભાવ પસંદ પડતો નથી. આથી તેઓ તમારી વિરુધ્ધ વાત કરે એ સ્વાભાવિક છે કાણાને કાણો કહે વરવું લાગે વેણ એ ઉક્તિ તો તમને ખબર જ હશે આથી બોલતી વખતે જરા વિચાર કરી શબ્દો તોળી-તોળીને બોલતા શીખો.

સવાલ.હું ૨૬ વર્ષીય પરિણીત યુવક છું. હાલમાં જ મારાં લગ્ન થયાં છે. કદાચ કિશોરાવસ્થામાં હસ્તમૈથુનની ટેવને કારણે હવે લગ્નજીવનનું સામાન્ય સુખ માણી નથી શકતો. તાણના સમયે જનનેન્દ્રિય વાંકી થઈ જાય છે. નસો કઠણ થઈ જાય અને લંબાઈ માત્ર પાંચ ઇંચ જ રહે છે. સમાગમ સમયે જલદી સ્ખલન થઈ જાય છે. શું હું સંતાનનું સુખ મેળવી શકીશ કે લિંગનું વાંકું થઈ જવું અને ઓછી લંબાઈ નડશે? શું હું સેક્સ ક્લિનિકમાં જઈને સારવાર કરાવું?

જવાબ.તમે માનસિક પૂર્વાગ્રહોના શિકાર થયેલા છો, નહીંતર તમે માનો છો તેવું કશું અસામાન્ય નથી. ઉત્તેજનાની ક્ષણોમાં જનનેન્દ્રિયની નસો ઊપસી આવે અથવા તે વાંકી થઈ જાય તે એક સામાન્ય ઘટના છે. તમારી જનનેન્દ્રિયની લંબાઈ પણ સામાન્ય છે.

હવે સૌપ્રથમ એ જરૂરી છે કે તમે પોતાને સામાન્ય સમજો અને સહજતાથી લગ્નજીવન માણો. મનમાં ખોટી ચિંતા અને તાણ રહેશે તો તમારું જાતીય જીવન ક્યારેય સ્વસ્થ નહીં બને. હસ્તમૈથુનથી શરીર પર કોઈ પણ જાતનો ખોટો પ્રભાવ પડતો નથી.

હા, જો તમે પૂર્વગ્રહ રાખશો કે તેનો ખોટો પ્રભાવ પડશે તો તેને લીધે ઊભી થયેલી ચિંતા ચોક્કસ તમારા જાતીય જીવન પર અવળી અસર નાખી શકે છે શીઘ્ર સ્ખલનની સમસ્યા મૂળભૂત રીતે મનોવૈજ્ઞાાનિક છે, તેનાથી છુટકારો મેળવવા માટે કેટલાક વ્યાયામ છે, જે અપનાવીને તમે કાબૂ મેળવી શકો છો.

Advertisement