ભગવાન શિવની પૂજા કરતાં ભૂલથી પણ ના વાપરવી જોઈએ આટલી વસ્તુઓ,નહીં તો ગુસ્સે થઈ જશે મહાદેવ.

દેવોના દેવ મહાદેવને ભોળાનાથ માત્ર એ જ કારણસર કહેવામાં આવે છે કે તેઓ એટલાં ભોળાં છે કે, થોડી અમથી ભક્તિથી જ પ્રસન્ન થઈ જાય છે. પણ એવી ઘણી વસ્તુઓ છે જે બીજા દેવતાઓની પૂજામાં તો ઉપયોગમાં લઈ શકાય છે પરંતુ ભગવાન શિવની પૂજામાં તેને વર્જ્ય ગણવામાં આવે છે. આપણે ત્યાં દરેક દેવી-દેવતાઓને રીઝવવા માટે તેમના પૂજનમાં કેટલીક સામગ્રીઓનો ખાસ ઉપયોગ થતો હોય છે. જેને કારણે ભગવાન ખાસ ખુશ થતા હોય છે અને ભક્તને ઇચ્છિત ફળ આપે છે. પરંતુ શિવજી તો વૈરાગ્યના દેવ છે. એટલે એમને સુગંધીદાર કે ભડકીલા રંગોવાળી વસ્તુ અર્પણ કરવાથી વિપરીત-અવળું પરિણામ મળે છે. શિવજી કૃપા વરસાવવાને બદલે ઉલટાના નારાજ થાય છે.

Advertisement

શિવજીને અભિષેકમાં શંખ વડે જળ ન ચડાવવું: શંખ વડે શિવપૂજા થતી નથી. શંખ એ ભગવાન વિષ્ણુનું પ્રિય વાદ્ય છે. પૌરાણિક કથા અનુસાર ભગવાન શંકરે શંખચુડ નામના રાક્ષસનો અંત આણ્યો હતો. એ સળગીને ભસ્મ થયા બાદ તેનાં હાડકાંમાંથી શંખની ઉત્પત્તિ થઇ હતી. આ શંખચુડ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એટલે શંખ વડે વિષ્ણુ અને લક્ષ્મીજીને જળ અર્પણ કરાય છે. પરંતુ શિવજીએ તેનો વધ કર્યો હોઇ, શંખ વડે શિવજીને જળ ચડાવવામાં આવતું નથી.

ભગવાન ભોળાનાથને સુગંધીદાર તુલસીનાં દળ કે તુલસીનાં પાંદડાં અર્પણ કરાતાં નથી. કૃષ્ણ ભગવાન કે વિષ્ણુ ભગવાનને તુલસી અર્પણ કરવાનો વિશેષ મહિમા છે. શિવપુરાણની કથા અનુસાર જાલંધર નામના રાક્ષસની પત્ની તુલસી ખૂબ પતિવ્રતા નારી હતી. તેના પુણ્યના બળે કોઇ દેવતા જાલંધરને હરાવી શકતો નહોતો. જાલંધરને ભગવાન શિવજી પહોંચી વળે એવા હતા. એટલે ભગવાન વિષ્ણુએ જાલંધરનો વેશપલટો કર્યો અને તુલસીને પતિધર્મ તોડ્યો. તુલસીએ ફરિયાદ કરતાં શિવજીએ જાલંધરનો વધ કરી, તેને ભસ્મ કરી નાખ્યો હતો. પતિના મૃત્યુથી ક્રોધિત થયેલી તુલસીએ ભગવાન શિવજીને પોતાનાં અલૌકિક અને દૈવી ગુણોવાળાં પાંદડાંથી શિવજી વંચિત કરી દીધા. એટલે આજે પણ તુલસીનાં પાંદડાં શિવજીને અર્પણ કરાતાં નથી.

એ જ રીતે શિવજીની પૂજામાં આખા ચોખા અર્પણ કરવાની પરંપરા છે, પણ તૂટેલા ચોખા શિવજીને અર્પણ કરાતા નથી. એનું કારણ એ છે કે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ હોય છે. કોઇપણ દેવી-દેવતાની પૂજામાં તેનો ઉપયોગ કરવો શુભ ગણાતો નથી. શિવજી અતૂટ આસ્થાના સ્વરૂપ છે. એટલે તેમને તૂટેલા ચોખાનો ઉપયોગ કરાતો નથી.

એવા ઘણા ધાર્મિક કાર્યો છે જેને હળદર વગર અપૂર્ણ માનવામાં આવતા હોય છે, પરંતુ ભગવાન શિવને હળદર અર્પણ કરવામાં આવતી નથી. એવું એટલા માટે કારણ કે હળદર, સ્ત્રીઓ માટેના સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં ઉપયોગમાં લેવાતી હોય છે અને શાસ્ત્રો મુજબ શિવલિંગ, પુરુષત્વનું ચિન્હ છે.

તૂટેલું બિલિપત્ર પણ શિવજીને અર્પણ કરાતું નથી. શિવજીને બિલિપત્ર ખૂબ પ્રિય હોય છે, પણ બિલિપત્રનાં ત્રણ પાંદડા પૈકીનું કોઇ પાંદડું તૂટેલું કે ખંડિત હોય તો તે બિલિપત્ર શિવજીને અર્પણ કરાતું નથી. તૂટેલું કે એકાદ પાંદડું કપાયું હોય એવું બિલિપત્ર શિવજીને અર્પણ કરવું એ એક રીતે શિવજીનું અપમાન છે. એટલે શિવજીની પૂજામાં ત્રણ પાંદડાંવાળું જ બિલિપત્ર અર્પણ કરાય છે.

શિવજીને અભિષેકમાં કાચું દૂધ જ ઉપયોગમાં લેવું જોઇએ. ઠંડુ દૂધ એટલા માટે કે તેની પાછળનું કારણ એવું છે કે ઠંડું દૂધ પવિત્ર ગણાય છે. ગરમ કરેલું કે ઉભરાયેલું દૂધ શિવજીને કદી ચડાવવું નહીં. દૂધ માનો કે ગરમ કરી જ નાખવું પડે તેમ હોય તો તેને ઠંડુ કર્યા પછી જ દૂધની સાથે થોડું ઠંડું પાણી પણ અર્પણ કરવું જોઇએ.ભોળાનાથને લાલ રંગના ફૂલ ચઢાવવા નહીં. સાથે જ કેતકી અને કેવડાના ફૂલ ચઢાવવાની પણ મનાઈ છે. ભગવાન શિવને સફેદ રંગના ફૂલ ચઢાવવા જોઈએ. તેનાંથી તેઓ જલદી પ્રસન્ન થાય છે.ભગવાન ભોળા નાથ પર હંમેશા પીત્તળ, કાંસુ અથવા અષ્ટધાતુના વાસણ કે લોટા વડે જ પાણી ચઢાવવું જોઈએ. લોખંડ કે સ્ટીલના વાસણથી નહીં.

એ જ રીતે કાળ તલ કે તેમાંથી બનાવેલી પણ વસ્તુ શિવજીને ચડાવવી વર્જ્ય છે. એવું કહેવાય છે કે તલની ઉત્પત્તિ વિષ્ણુના પરસેવામાંથી થયેલી છે. એટલે તે શિવજીને અર્પણ કરાતા નથી. ક્યારે સફેદ તલ શિવજીને અર્પણ કરાય છે, પણ કાળા તલ તો કદી અર્પણ કરાતા નથી. વૈરાગ્યના દેવ અને ત્યાગના સ્વરૂપ એવા શિવજીને લાલ રંગનું વસ્ત્ર ચડાવાતું નથી. આવું વસ્ત્ર માત્ર દેવીશક્તિ કે હનુમાનજીને અર્પણ કરાય છે.શિવપૂજામાં સિંદૂર, કંકુ કે લાલ રંગનાં ફૂલનો પણ ઉપયોગ કરાતો નથી. શિવજીને તો ભસ્મ અર્પણ થતી હોય છે.

શિવની પૂજામાં નારિયેળનો ઉપયોગ તો કરી શકાય છે પરંતુ શિવલિંગ પર નારિયેળનું પાણી ચઢાવવું જોઈએ નહીં. એની પાછળનું કારણ એ છે કે શિવલિંગ પર ચઢાવવામાં આવતી તમામ વસ્તુઓ નિર્મળ હોવી જોઈએ. એટલેકે જેનો વપરાશ ન કરવામાં આવતો હોય.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજી નો અભિષેક પૂજા વગેરે કરવાથી વ્યક્તિનું જીવન ધન્ય થઇ જાય છે ભગવાન શિવજી ની પૂજા માં અભિષેક ભસ્મ અને બીલીપત્ર નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મોટાભાગના બધા મંદિરો અને ઘરો ની અંદર શ્રાવણ ના સોમવારે ભગવાન શિવજીનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને બિલીપત્ર અર્પિત કરીને તેમની પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવેલા બિલીપત્ર ફૂલો વગેરેનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ.

મોટાભાગના લોકો જાણતા નથી કે પૂજા સામગ્રીને કેવી રીતે વિસર્જન કરવું જોઈએ લોકો તે માહિતીના અભાવે લોકો પૂજા સામગ્રીને ગમે ત્યાં રાખી દે છે કેટલાક લોકો નદીના કાંઠે તેને એવી જગ્યાએ રાખી દે છે જ્યાં તેમનો અનાદર કરવામાં આવે છે શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો દેવી-દેવતાઓને અર્પણ કરેલી પૂજા સામગ્રીનો અપમાન કરવું એ પાપ માનવામાં આવે છે આજે અમે તમને કેવી રીતે પૂજા સામગ્રીને વિસર્જન કરવું જોઈએ તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.

પૂજા સામગ્રીને વિસર્જન કરવાની સાચી રીત.શ્રાવણ ના પવિત્ર મહિનામાં ભક્તોએ શિવજી ની પૂજા કર્યા પછી પૂજા સામગ્રીના વિસર્જન ની વિશેષ કાળજી રાખવી જરૂરી છે તમે ભૂલી ને પણ પૂજા સામગ્રી કોઈ નદી કાંઠે અથવા બગીચામાં ન રાખશો કારણ કે આવી જગ્યાએ આ વસ્તુઓનો અનાદર થાય છે.જો તમે એવી જગ્યાએ સામગ્રીને રાખો છો તો અહીં આવનારા લોકોનો પગ લાગી શકે છે જેના કારણે આ વસ્તુઓનું અપમાન થાય છે તમારે તે ખાતરી કરવી પડશે કે કઈ જગ્યાએ પૂજા સામગ્રીનો અનાદર નહિ થાય તમે ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીને કોઈ પવિત્ર સ્થાન અથવા બગીચામાં ખાડો ખોદી ને તેને જમીનમાં દબાવી શકો છો.

ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીનું વિસર્જન કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો પરંતુ તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે જ્યાં આ પૂજા સામગ્રી પ્રવાહિત કરી રહ્યા છો તે નદી નું પાણી પ્રદૂષિત ન હોવું જોઈએ.

શિવ ની પૂજા કરતી વખતે મુખ ઉત્તર તરફ રહે તેમ આસન ગ્રહણ કરવું જોઈએ શિવજીની પૂજામાં ક્યારેય તુલસીનો ઉપયોગ ન કરવો શિવજીની પૂજામાં શંખનો પ્રયોગ ન કરવો શિવજીની પૂજામાં ઉપયોગમાં લેવાનું જળ માત્ર ત્રાંબાના પાત્રમાં જ રાખવું શિવલિંગ પર ક્યારેય કંકુથી તિલક ન કરવું તેમને હંમેશા ચંદન જ અર્પણ કરવું જોઈએ શિવજી પર ક્યારેય હળદર પણ ન ચડાવવી શિવજીને પ્રસાદમાં ચડતી ભાંગ માત્ર ચાંદી કે સ્ટીલના પાત્રમાં જ ચડાવવી જોઈએ કેવડાત્રીજ સિવાય શિવજીને કેવડો ન ચડાવવો.

શિવજીને રૂદ્રી ખુબ જ પ્રિય છે સોમવારે રૂદ્રી બનાવી તેનો પ્રસાદ એક ભાગ રમતા બાળકને એક ભાગ મંદિરમાં એક ભાગ ઘરમાં પ્રસાદી તરીકે ધરાવવો. સોમવારે બિલ્વપત્ર ચડાવી શિવજીની પૂજા કરવી જોઈએ આ રીતે પૂજા કરવાથી શિવજી પ્રસન્ન થાય છે.

ઉપરોક્ત શિવપૂજન માં ચડાવેલી પૂજા સામગ્રીનું વિસર્જન કેવી રીતે કરવું આ અંગેની માહિતી આપવામાં આવી છે શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂજા કરાયેલી સામગ્રીનું અપમાન કરવું એ એક મહા પાપ છે તેથી તેનાથી બચવા માટે તમે ઉપરોક્ત બતાવેલી બાબતો નું ધ્યાન રાખો જો તમે પાપથી બચવા માંગો છો તો પછી ફક્ત બે જ રસ્તાઓ છે પ્રથમ ઉપાય એ છે કે થોડી માત્રામાં પૂજા સામગ્રીનો ઉપયોગ કરો અને બીજો ઉપાય એ છે કે પૂજા સામગ્રીને શ્રેષ્ઠ રીતે વિસર્જન કરો.

Advertisement