કરોડોના ઘર સિવાય પણ આ 4 સૌથી મોંઘી વસ્તુઓની માલિક છે આલિયા ભટ્ટ…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પોતાની જોરદાર એક્ટિંગના દમ પર આલિયા ભટ્ટે બોલિવૂડમાં ટોચનું સ્થાન મેળવી લીધું છે અને પોતાની અલગ જ ઓળખ ઊભી કરી દીધી છે. તેની સાથે જ આલિયા બી-ટાઉનમાં સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંથી પણ એક છે. આલિયા ભટ્ટે ગયા વર્ષે 2020માં બાન્દ્રામાં એક 32 કરોડનું ઘર ખરીદ્યું છે. પરંતુ શું તમે જાણો છો આ ઘર સિવાય પણ આલિયા પાસે ઘણી અલ્ટ્રા લગ્ઝ્યુરિયસ વસ્તુઓ છે. જી હાં, ચાલો તમને જણાવી દઈએ.એક વેબસાઈટ અનુસાર, આલિયા પાસે લગ્ઝરી સિડાન બીએમડબલ્યૂ 7 સીરિઝ છે. આ કારની કિંમત લગભગ 1.37 કરોડ રૂપિયા છે. આ સિવાય તેની પાસે ઓડી-એ6 પણ છે. આ તેની પહેલી કાર છે જે તેણે 2015માં ખરીદી હતી.

વેનિટી વેન.બોલિવૂડ સ્ટાર્સ માટે વેનિટી વેન સેકન્ડ હોમ હોય છે કારણ કે તેઓ પોતાનો મોટાભાગનો સમય શૂટિંગમાં વિતાવે છે અને આ દરમિયાન વેનિટી વેનમાં જ તેઓ મેકઅપથી લઈને મીટ અપ અને આરામ પણ કરે છે. આલિયા પાસે પણ તેની એક લક્ઝ્યુરિયસ વેનિટી વેન છે અને તેને ગૌરી ખાને ડિઝાઈન કરી છે. આલિયા ભટ્ટ તેમાં પોતાની તસવીરો પણ શેર કરતી રહે છે.લંડનમાં પણ છે ઘર.આલિયા પાસે મુંબઈ સિવાય લંડનમાં પણ એક ઘર છે. તેણે 2018માં આ ઘર ખરીદ્યું હતું અને તેની બહેન આ જ ઘરમાં રહે છે. જોકે, આલિયા ભટ્ટે આ ઘરની કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી. બ્રિટનના એક રિયલ એસ્ટેટ વેબસાઈટ અનુસાર, એક્ટ્રેસના આ ઘરની કિંમત 10.4 કરોડ રૂપિયાથી લઈ 31 કરોડની વચ્ચે છે.

લેંડ રોવર રેંજ રોવર.આલિયા ભટ્ટ ગાડીઓની શોખીન છે અને તેની પાસે કારનું સારું એવું કલેક્શન છે. એક વેબસાઈટ અનુસાર આલિયા પાસે લેંડ રોવર રેંજ રોવર વોગ છે. જેની કિંમત લગભગ 1.74 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, ઘણાં સમયથી આલિયા અને રણબીર કપૂર રિલેશનશીપમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. બંને અવારનવાર એકબીજાના પરિવાર સાથે જોવા મળે છે.

આલિયા ઘણીવાર કપૂર પરિવાર સાથે પાર્ટી કરતી કે ડિનર કરતી જોવા મળી છે. કપૂર પરિવારના 2020ના ક્રિસમસ પાર્ટીમાં આલિયા પણ પહોંચી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, રણબીર અને આલિયાની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે જોવા મળશે. આ સિવાય આલિયા સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં જોવા મળશે.

બાળપણથી જ ક્યુટ છે આલિયા ભટ્ટ, થોડાક દિવસો પહેલા બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન એ લતા મંગેશકર ની બાળપણ ની તસવીર શેર કરી હતી. જેમાં તેમને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા હતા. ત્યાર બાદ ઋષિ કપૂરે પણ પોતાના બાળપણની તસવીરો શેર કરી હતી જેમાં લતા મંગેશકર તેમને ખોળામાં છે. હવે એક વધુ તસવીર ઇન્ટરનેટ પર છવાયેલી છે જેમાં એક નાનકડી બાળકી નજર આવી રહી છે. બાળકીની સાથે તેમની મોટી બહેન પણ છે.

તે બીજું કોઈ નહીં પરંતુ આલિયા ભટ્ટ અને તેમની બહેન શાહીન ભટ્ટ છે.સેલિબ્રિટીએ પોતાના ઇંસ્ટાગ્રામ ઉપર આ તસવીર શેર કરીને લોકોને પૂછ્યું છે કે આ કોણ છે. આમાં બે ફોટોને મર્જ કરીને બનાવવામાં આવી છે. આલિયા ભટ્ટ અત્યારે જેટલી હોટ અને ફિટ જોવા મળે છે બાળપણમાં તે ઘણી મોટી હતી. આ કારણથી આલિયા નું નામ આલુ હતું જે આજે પણ તેમના ઘરમાં બોલાવવામાં આવે છે.

ફિલ્મોમાં આવતા પહેલા આલિયા નું વજન ઘણું હતું અને કરણ જોહર એ તેમને વજન ઓછું કરવાની સલાહ આપી હતી. આ શરત ઉપર જ તેમણે આલિયા ને ફિલ્મમાં લેવા માટે કહ્યું હતું. જેને આલિયાએ પૂરું કર્યું.વર્કફ્રન્ટ ની વાત કરવામાં આવે તો આલિયા ભટ્ટ ની પાસે ઘણી ફિલ્મ છે, જેમાં બ્રહ્માસ્ત્ર નો ખૂબ જ ઈંતજાર કરવામાં આવી રહ્યો છે. 4 ડિસેમ્બર એ રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મમાં આલિયા ની સાથે પહેલીવાર અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર નજર આવશે.

આ ફિલ્મનું નિર્દેશન રણબીરના દોસ્ત અયાન મુખર્જી કરી રહ્યા છે. તેમના સિવાય આલિયા ની બીજી ફિલ્મ લાઈનમાં છે. જેમાંથી સંજય લીલા ભંસાલી ની ફિલ્મ ગંગુબાઈ કાઠીયાવાડી છે અને તેમનો ફર્સ્ટ લુક પણ સામે આવી ચૂક્યો છે.આમાં અલીયા ની ડિમાન્ડ વધી રહી છે અને આલિયા પણ તેની જીવનશૈલીમાં પણ ચાર-ચાંદ લાગાવી રહી છે. તે પછી એક ફ્લેટ તેમને એટલો પસંદ થયો કે આપી દિધી ડબલ કિમત,આલિયા એ જુહુ માં કરોડોનો ફ્લેટ ખરીદ્યો છે.

એટલો પસંદ અવ્યો કે ચુકવી દિધી ડબલ કિંમત, અલિયા પોતાની ફિલ્મોની પસંદગી વિચારતાથી કરે છે અને છેલ્લા થોડા મહિનાઓથી તેમની લિંકઅપ રણબિર કપુર સાથે પણ ઝોર પર છે.આની સાથે એલીયા તેની રિલેશનશિપ સાથે સાથે ઇન્વેસ્ટમેંટ વિશે પણ વિચારી રહી છે.તો જ જુહુ માં તેમણે આશરે 7.86 કરોડ રૂપિયાનો ફ્લેટ ખરીદ્યો.એક અહેવાલ અનુસાર, આલિયાને તે ફ્લેટ એટલો પસંદ થયો કે 7 કરોડનો ફ્લેટ તેમણે ખરીદ્યો હતો 13 કરોડ રૂપિયામા. આ ઍપાર્ટમેન્ટ સનસાઇન પ્રોડક્શન પ્રાઇવેટ લિમિટેડ હેઠળ બનાવવામાં આવેલ છે અને આલિયા તેના ડાયરેક્ટરમાંની એક છે.

13 કરોડ રૂપિયાના આ ફ્લેટ માટે એલિયા ભટ્ટે 65 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી પણ કરી છે.ફ્લેટ સાથે તેમને બે પાર્કિંગ એરિયા પણ મળી.તેના પહેલા તેમણે અનુપમ ખેર પાસેથી 5.16 કરોડ રૂપિયા એક ઘર ખરીદ્યું હતું અને તે ઉપરાંત તેમણે એક બીજો ફ્લેટ ખરીદ્યો હતો,લગભગ 10 કરોડ રૂપિયાનો. મતલબ કે 3 વર્ષ મા આલિયા અને 3 ફ્લેટ ખરીદ્યા.

સૌથી અલગ છે આલિયા ભટ્ટ,આલિયા ના પિતા મહેશ ભટ્ટ નો ભવ્ય બંગલો મુંબઇ મા સ્થિત છે,પણ અેકલા રહેવાની ચાહત મા આલિયા એ 3 ફ્લેટ ખરીદ્યા છે અેટલે કે આલિયા અત્યારે રોકાણ વિશે વિચારે છે. તેઓ પાસે ઘણા લાઝરી કાર પણ છે જેમાં ઓડી એ 6 (60લાખ), ઓડી ક્યૂ 5 (70 લાખ), રેન્જ રોવર ઇવોક (85 લાખ), બીએમડબલ્યુ 7 (1.32 કરોડ) છે. આલિયા પાસે હાલ લગભગ 25 કરોડ રૂપિયા છે. આલિયાએ વર્ષ 2012 માં ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

ત્યારબાદ સફળ ફિલ્મોમાં હમ્પી શર્મા કી દુલ્હનિયા, હાઇવે,ઉડાતા પંજાબ,બદ્રીનાથ કી દુલ્હનિયા,રાજી, ડિયર જિંદગી,કપુર એન્ડ સન્સ વગેરે આવી છે. અાલિયા નિ ફિલ્મ ગલી બોય 14 ફેબ્રુઆરી એ રિલીજ થઇ રહી છે અને ફિલ્મ કલંક અને બ્રહ્મસ્ત્ર ઓનફ્લોર છે,આ વર્ષે અથવા આગામી વર્ષે જ રીલીઝ થશે.આલિયા ભટ્ટ ઈન્ડસ્ટ્રીમાં ઘણી પોપ્યુલર બની છે. તે ટેલેન્ટેડ પણ છે. પણ અફવા છે કે ઈમરાન હાશમીએ એકવાર તેની સાથે કામ કરવાની ના પાડી હતી.

અગાઉ પણ ઈમરાન હાશ્મીને આલિયા સાથે ફિલ્મની ઓફર થઈ હતી પણ તેણે ના પાડી હતી. ઉલ્લેખનીય છે કે ઈમરાન અને આલિયા કઝીન છે અને જે ફિલ્મ ઓફર થઈ હતી તે રોમેન્ટિક હતી. તેથી તેણે ફિલ્મની ઓફરને ફગાવી હતી.આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993ના રોજ મુંબઈમાં મહેશ ભટ્ટ અને સોની રાજદાનના ઙરે થયો. બંને બોલિવુડના જાણીતા નામ છે. ઉલ્લેખનીય છે કે આલિયા તેની માતાની વધુ ક્લોઝ છે. પર્સનલ લાઈફમાં આલિયા રણબીર કપૂરની સાથે રિલેશનશીપને લઈને ચર્ચામાં છે.