વર્ષમાં આટલી વખત કરાવો ભગવાન સત્યનારાયણની કથા, જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર સાથે સાથે અનેક ફાયદા પણ……

મિત્રો આપણે દરેક જાણીએ જ છીએ કે જે ઘરમાં ભગવાન સત્યનારાયણની કથા કરવામાં આવે છે એ ઘરમાં હંમેશા પોઝીટીવ એનર્જી બનેલી રહે છે. જો તમારા ઘરમાં નાહકની ચર્ચાઓ અને નાની નાની વાતે મોટા ઝઘડા થતા હોય તો તમારા ઘરમાં નેગેટીવીટી છે તમારે જો આમાંથી મુક્તિ મેળવવી છે

Advertisement

તો તમારે સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ. સત્યનારાયણ ભગવાનની ઘરમાં સારા મૂર્હતમાં કથા કરાવવાથી ઘર પર આવતું દરેક સંકટ દુર ચાલ્યું જાય છે. આ કથા તમને તમારા દુશ્મનોની ખરાબ નજરથી બચાવે છે દર ત્રણથી ચાર મહિને એકવાર તો ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરાવવી જોઈએ.

સત્યનારાયણ ભગવાન વર્ષોથી પોતાની કૃપા પોતાના ભક્તો પર વરસાવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે પણ વ્યક્તિ સ્તયનારાયણ ભગવાનની કથા કરાવે છે તેની બધી જ મનોકામના પૂરી થાય છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે તમારા પરિવારમાં કે પછી કોઈ મિત્રના ઘરે જયારે કોઈ સારું કામ પૂર્ણ થાય.

ત્યારે જ તેઓ સત્યનારાયણ ભગવાનની કથા કરાવતા હોય છે દરેક વ્યક્તિ એવું જ ઈચ્છે છે કે તેમનો પરિવારમાં હંમેશાં હસતો-રમતો અને સુખી રહે. તેમના પર અને તેમના પરિવાર પર કોઈ મોટી મુશ્કેલી કે દુઃખ ન આવે. પણ એ વાત પણ સત્ય છે કે, મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખનું બંને આવે છે. અને એનું આવવા જવાનું ચાલુ જ રહે છે. અને જયારે જીવનમાં પુષ્કળ દુઃખ આવે છે, તો લોકો ભગવાનની શરણમાં જાય છે.

તેમજ જો આપણે આપણા મનની કોઈ મનોકામના પૂર્ણ કરવી હોય, તો એના માટે આપણે ભગવાનને મનાવીએ છીએ. અને એમની પૂજા અર્ચના કરી એમને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરીએ છીએ. તેમજ એના માટે ઘણા લોકો ઉપાય પણ કરે છે. અને આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ,

જેને કરવામાં આવે તો તમારી ઉપર ઓછામાં ઓછું દુઃખ કે મુશ્કેલી આવે છે. જણાવી દઈએ કે એના માટે તમારે તમારા ઘરમાં સત્યનારાયણની કથા કરાવવી જોઈએ. જાણકારી માટે જણાવી દઈએ કે ઘરમાં સત્યનારાયણની કથા કરાવવાનાં ઘણા બધા ફાયદા હોય છે. તેમજ આ કથા કરાવવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિનો પણ નાશ થાય છે. સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જા પણ બની રહે છે.

અને જો તમારા ઘરમાં વધુ સકારાત્મક શક્તિ હશે, તો એનાથી તમને જ વધારે લાભ થશે. ધનની દેવી લક્ષ્મી પણ એવા જ ઘરમાં પ્રવેશ કરે છે, જ્યાં સકારાત્મક શક્તિનું સ્તર વધુ હોય છે. તેમજ તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે અને ધન લાભ મેળવવા માટે પણ સત્યનારાયણ કથા લાભદાયક સાબિત થઇ શકે છે.

સત્યનારાયણની કથા કરાવવાથી તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ જેવી કે ભૂત, પ્રેત અથવા ભટકતા આત્માનો પડછાયો હોય તો તે પણ દૂર થઈ જશે. અને જયારે આ કથા કરાવો ત્યારે તમારા પરિવારના બધા લોકોનો સમાવેશ થાય એવા પ્રયત્ન જરૂર કરો. તેનાથી એક બીજા વચ્ચેના પ્રેમમાં પણ વધારો થાય છે. અને સાથે સાથે ઘરમાં લડાઈ ઝઘડા પણ ઓછા થાય છે.

સત્યનારાયણની કથા કરાવતા સમયે નીકળતી સકારાત્મક ઉર્જા ઘરના બધા લોકોને મળે છે, અને તેમના નેગેટિવ થિંકિંગ સમાપ્ત થાય છે. તેવી જ રીતે આ કથાના બીજા પણ ઘણા બધા લાભો છે. પણ ઘણા લોકોને એ પ્રશ્ન થાય છે કે, આ કથા ક્યારે અને કેટલી વાર કરાવવી જોઈએ. તો આવો તમને એના વિષે પણ જાણકારી આપી દઈએ છીએ.

જ્યારે પણ ઘરમાં આ કથા કરાવવામાં આવે તો એની સકારાત્મક ઉર્જા થોડા મહિના સુધી જ ઘરમાં રહે છે. આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે તે જરૂરી છે કે તમે વર્ષમાં ઓછામાં ઓછી 3 વખત સત્યનારાયણ કથા થાય.

અમુક લોકો તેના કરતા વધુ વખત પણ કથા કરાવે છે. કથા કરાવવામાં કોઈ નુકસાન થતું નથી. પરંતુ ઓછામાં ઓછા એક વર્ષમાં ત્રણ વાર એટલે કે દરેક ચાર મહિના પછી આ કથાને કરાવતા રહેવું જોઈએ. જેથી ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી ના શકે.

કહેવાય છે કે, જયારે પણ ઘરમાં આ કથા થાય છે, તો તો તેની સકારાત્મક ઉર્જા થોડા મહિનાઓ સુધી જ ઘરમાં રહે છે. તો એટલા માટે પોતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે તે જરૂરી છે કે, તમે વર્ષમાં ઓછામાં ઓછું 3 વખત તો સત્યનારાયણની કથા કરાવો.

જો તમે ઈચ્છો તો તેના કરતા વધુ પણ કરાવી શકો છો. તેમાં કોઈ નુકસાન તો નથી જ. પણ શક્ય હોય તો એક વર્ષમાં ઓછામાં ઓછું ત્રણ વાર એટલે કે દર ચોથા મહિને આ કથાને કરાવતા રહેવું જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું લેવલ જળવાયેલું રહે છે, અને દુઃખ આપણું કંઇ નથી બગાડી શકતું.

 

Advertisement